Fare te Farfare - 71 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 71

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 71

૭૧

એક અમરીકન ૧૮૨૦મા ઘોડે ચડીને આ પર્વત ઉપર આવ્યો તેનુ નામ 

ઝુબુલોન પાઇક .તેની આ શોધ તેના નામે ચડી .બીજો અમને મળ્યો 

નાગડો ધધુડીયો એટલે સફરનો આજનો દિવસ હિમ માનવ રીંછ હરણાને

બદલે તને નામે કરવો હતો પણ અમારે હજી લાંબી સફર બાકી હતી...

બાઇકર ગેંદમાં સહુ હર્લી ડેવીડસનની કદાવર બાઇક અંદાજે પચીસ ત્રીસ લાખની એના ઉપર આવા કડદમજી કે કામડી સવારે કરતા પડપડતા નિકળે લતો સામે સ્પોટ્સ સાઇકલની પણ ગેંગ હોય એવી સાઇકલ વીરો વીરાંગનાઓ અમારી આગળ પાછળ ચડતા ઉતરતા હતા .એમને જોઇને અમારા શ્વાસ અટકી જતા હતા..! 

આઠ હજાર ફુટે ધીમે ધીમે પહોંચ્યા ત્યારે બાળકો માટેના ફેમસ પાર્કમા ફ્રી રાઇડ હતી

પણ અફસોસ અમારી પાંસે ફ્રી ટાઇમ નહોતો એટલે ફટાફટ જમીને ફેમસ "ગાર્ડન

ઓફ ગોડ "જોઇને  મુસાફરી આગળ ચાલી. હવે પાછા ડુંગરે કાદુ તારા ડાયરા વાળી કરવાના કાસદા કેપ્ટને પઢ્યા હતા ...આજે ગાર્ડન ઓફ ગોડ નો ફોટો મુકીશ...જેણે

ઇડર અને જુનાગઢની વિશાળ શિલાઓ સતને આધારે ટકેલી જોઇ હોય

તેના મોઢેથી મોટુ વા..ઉ ન નિકળે પણ તેનાથી અનેકગણા મોટા પહાડી 

શિલ્પો કાળની થપાટોમા અંહી ઉભર્યા હતા ...મનુષ્ય મુળ વાનર હતો એટલે

એ સાબિત કરવા આવા પહાડી શિલ્પો ઉપર ચડવાના પડવાના ઢીંઢા 

ભાંગવાના સિલસિલા  આજે પણ ચાલુ હતા ... અમને છોડીને અમારાવાળા પણ આ

પવિત્ર વાનરવૃતિને બહેલાવવા કુદી પડ્યા...પછી એકાદની ઢીંઢી મીડીયમ ભાંગી

એટલે પુંછ ચંચોળતા આવી રહ્યા હતા ત્યારે મેં મોટેથી ગાયું “ ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈંજનીયા” .. સહુ ચુપચાપ સડસડાટ પાછા ગાડીમા આવી ગયા ...

“કેમ ?મજા આવીને ?હુપ હુપ કર્યુ બેટા ? કેમ 'ગોરી ચલોના હંસકી ચાલ

બાપા દુશ્મન હૈ થયુ ?"

“ના રે ના..ઉલટાની અમને તો બહુ મજા પડી .." કેપ્ટન વટ્ટ મારવા ગયા..

અમારો ભોલુ બોલી ગયો "દાદા હું જરાક જ લપસ્યો હતો ...ઇટસ ઓ કે નો?"

બટ વોટીઝ એબાઉટ યાર બટ્ટ..આઇમીન બમ.? 

“ યસ ઇટ ઇઝ પેઇનીંગ બટ આઇ કેન મુવ યુનો ..?” રાત્રે મમ્મી કે ડેડી પાંસે બમ ઉપર સ્પ્રે લગાડાવી લેજે..”

કાન નજીક આવી ભોલુ બોલ્યો .. ડેડી હું સ્કીડ થયો એટલે હાથ પકડવામાં ડેડી પણ થોડા સ્કીડ થયા છે તો રાત્રે ડેડીને મારે બમ ઉપર લગાડવું પડશે હા હા હા” ગાડી ચલાવતા ચલાવતા કેપ્ટને ભોલુ સામે જોઇને રાઝ ખોલી નાખ્યા માટે મોટો જીભડો કાઢ્યો .. મેં કેપ્ટનના હાથ ઉપર પડેલા ઉઝરડા તેની મમ્મીને બતાવ્યા ..

“ હજી જાંબુ કેરીનાં ઝાડ ઉપર ચડતો હતો એ બધું યાદ છે પણ આવા કાળમીંઢ પથ્થર ઉપર ચડવાના ધખારા નહોતા જોયા પછી વહુરાણી સામે જોઇ જરા ઉંચા અવાજે કહ્યું 

“ તું કેમ રોકતી નથી આવા વાનરવેડા કરે ત્યારે ? “

“ મમ્મી,મારું તો એ સાંભળતો જ નથી ઉપરથી આ ભોલેબાબાને ને ચલ ચલ કરે છે “

“ હવે આજે રાત્રે બરાબર દવામલમલગીડી દેજે ને તેડ્યો છાનું છાનું લપસીલીધુ હોય તો એ રોનક તું એને બરાબર લગાડી દેજે .. મારે કાલે સવારે ત્રણેય અપ ટુ ડેટ જોઇએ “

કેપ્ટને નવુ એનાઉન્સમેન્ટ કર્યુ 

“હવે ડેડી મમ્મી આજે તમારી કસોટીનો બીજો ભાગ શરુ થાય છે પણ હવે તમે 

અટલી હાઇટથી યુઝ ટુ થઇ ગયા છો એટલે એટલી જ હાઇટવાળા માઉંટ ઇવાન્સ જવાનુ છે"

આ તો બહુ મોટો દગો કહેવાય ..સવારના અટલા અધ્ધ્રરપધ્ધર કરી નાખ્યા ;ત્યારે

કહેતો ય નથી ?મને શંકા લાગી ને પુછ્યુ તો એક જ વાત કરે છે એંજોય..."

“તમે જ કહેતા હતા કે મને બીપી વધીજાય એવી વાત નહી કરવાની "

“હવે બન્ને બાજુ નજર રાખજો હરણા રીંછ સાબર મળશે જ કદાચ વાંદારાય મળે.. 

 “ આપણા વાળા લાલમોઢાના કે કાળા મોઢાના મળે તો સારું ઘણા વખતથી જોયા જ નથી .. “

“પુછડી વગરનાં ચાલે ?” કેપ્ટને ગુગલી ફેંક્યો… સહુ એક સાથે હસી પડ્યા.

 કદાચ ઓલા ધધુડીયા વાળા આ બાજુ ઓછા આવે છે કહી વાત ઉડાવી દીધી...

“પણ આમ અવળા પાટે ચડાવીને ગાડી માઉન્ટ ઇવાન્સ ઉપર ચડી રહી હતી .. પ્રમાણમા આ રસ્તા સારા હતા 

“રોનક તારા જેવા હુશીયાર નહી મળે  એક બાજુ નક્કી કર્યા પ્રમાણે માઉંન્ટ ઇવાન્સ ચડાવતો જાય છે ને અમને વાતોમાં નાખતો જાય છે .. સામે જો ભાઇ હમણા સસલું રસ્તો ક્રોસ કરતુ હતુ …તું બાકી હલુ હલુ એક એક પાના ખોલતો જાય છે "

“રિશ્તેમે આપ હમારે બાપ લગતે હૈ..."ગાડીમા બધ્ધા ખડખડાટ હસી પડ્યા

પછી હું શું કરુ? હું પણ જોરથી હસ્યો "

કર્દમ ભુમિ કરણ ભરેલી ને ગીરીવર કેરી કરાડ ધસમસતા જળ કેરા પ્રવાહો સર્વ વટાવી કૃપાલ મને પહોંચાડજે નીજ ધામ … મારો જીવન પંથ ઉજાળ .. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ..” મનમાં પાર્થના ચાલુ થઇ..