૭૦
ગાડી ચૌદ હજાર એકસો ત્રીસ ફુટ ઉપર પાર્ક કરી મેં જય ઘોષ કર્યો બોલો શંકરદાદા કી જય ભગવાન વિષ્ણુ કી જાય જય કનૈયા લાલકી.. જય માતાજી..બહાર મેં પણ નીકળવાનો વિચાર માંડી વાળ્યો..તો હવે નીચે ઉતરે કોણ ?
જાડો નર શોધી ચડાવો શુળી પર યાદ કરી કેપ્ટનને કહેવામા આવ્યુ "જા
ભાઇ તને બહુ અસર નથી થતી તેમ કહે છે તો આગળ વધ .બહાર નિકળ."
“પાછળના બોક્સમાથી સહુના વધારાના ગોદડીયા ગરમ કપડા લઇ આવ ભાઇ "
અમારા માટે કેપ્ટને બહાર નિકળીને ફટાફટ ગરમ કપડા નો થેલો જ લઇ
લીધો.પાછા અંદર આવ્યા ત્યારે હિમાળો ગાળીને આવ્યા હોય તેવા ઠંડા
એ અને અમે થઇ ગયા હતા....અમે બધાએ બે થરા ગરમ કપડા પહેરી લીધા કાને
બહેરા થયા હોય તોય કાન તો આપણા ને ? મે મફલર ઉપર હુડી ચડાવી
સહુ પોતપોતાના ગરમાટા પાકા કરી બહાર નિકળ્યા ...સરસરાટ કરતો
બરફ ઉપરથી આવતો પવન મારી આરપાર જવા ઘણી મહેનત કરતો હતો
પણ એક જમાનાના વિર બાપાએ એ પવનની ઝીંક લીધી .બહાર ધોળીયાવ વાઉ વાઉ
કરતા હતા બાપા તેમની સામે હાઉ હાઉ કરતા હતા...ઘરવાળા ઓકે ઓકે થરથરતા જજજજજીજી કરતા હતા .
જે ફોટા પાડીને દસ્તાવેજી પુરાવો અમારે ઉભો કરવાનો હતો કે અમે આ ઉમ્મરે અટલી ઉંચાઇ ઉપર દિકરાનાં સહારે ચડ્યાહતા..ફોટા પાડ્યા..કેપ્ટને મારી મજાક કરી
“ડેડી બહુ લાલ લાગો છો…રીલેક્સ .." વાત સાવ સાચી હતી કે મારા આવા
સ્વભાવ અમારી તબિયત બધુ ધ્યાનમા રાખીને "ડેડી મને ખબર છે કે આ બહુ મોટુ
સહાસ મે કર્યુ હતુ પણ તમે આ પરીક્ષામાં પાસ થઇ ગયા ...મમ્મીની તો કલ્પના જ ન આવેકે આવી કઠીન પરીક્ષામાં પાસ થશે એટલે એને તો કંઇ કહ્યું જ નહોતું પણ ડર બહુ હતો પણ દર વખતની જેમ મમ્મી ઇઝ મમ્મી.. આઇ લવ યુ .. કરી પડછંદ દિકરાએ મમ્મીને ભીંસમાં લીધી અને મમ્મીને આવો હુંફાળો સ્પર્શ ગરમાટો આપી ગયો. એટલે જ આવા સહાસમા હસતી રહી..ફોટો સેશન પુરી થઇ હતી અમે સામેના
વેલકમ સેંટરમા ભરાયા...હીટરોને લીધે અમે રાહત અનુભવી. તારે તરફ
ગીફ્ટ અને મેમરીની સેંકડો આઇટમોની શોપ હતી .અંદર( આજ મુકેલા હીમમાનવના
ફોટા વાળો )હીમ માનવની સોડમા બાળક બની ફોટો પડાવ્યો. પાછળના
ગેટમાથી બહાર નિકળીને જોયુ તો ૧૨૬ વરસથી ચાલતી ટ્રેનના ટ્રેકનુ
કામ ચાલતુ હતુ . હવે અમને ખબર પડી કે શા માટે રેલ્વે સ્ટેશન બંધ હતુ અને શા માટે અમને ટીકીટ ન મળી ..વિકરાળ ટોશીબા અને હીટાચી ના અદભુત મશીનો આ
ઉંચાઇ પર કામ કરતા હતા... એક વ્યુ પોઇંટ જેવો વીસ પગથીયા ચડીને નઝારો જોવાનો વ્યુ પોંઇનેટ હતો આપણે જેમ સનસેટ કે સન રાઇઝ પોઇંટ હોય તેમ .કોઇ પાટિયું કે ટ કીટ નથીને પાક્કુ કરીને આખી મંડળી ડગુમગુ થતી વીસ પગથીયા ચડ્યા તો ખરા પણ જે સુસવાટા મારતા પવનોનાં ઝપાટામાં ભરાણા કે આવો પેનેરોમિક વ્યુ ગરમ કપડા લપેટીને છુંછી આંખે વિહંગ અવલોકન કરી સડસડાટ ભાગ્યા ..પાછળ પહાડની ટોચ ઉપર દુરબિન હતા ક્વાટર ડોલર નાખો ને પચાસ માઇલનો નજારો જુવો...અમે નવરા બેઠા એટલે ધણા કપ્પલો "વન સ્નેપ પ્લીઝ કરતા ફોટા પડાવતા ગયા.. પાછા ફરતા હોટ ચોકલેટ અને ફેમસ ફજ ની મિજબાની માણી.... એવરેસ્ટ્રનાં શિખરે ચડીને જીવના જોખમે ટોંચે પહોંચીને શું સવાદ મળે એવા વિચારો આવી ગયા.
હવે રીટ્રન જર્ની શરુ થવાની હતી એટલે સહુ વોશરુમમાં લાઇન લગાવી હળવા થતા હતા ત્યારે આવી ઠંડીમાં અમુક ન કહી શકાય તેવી હાલત હતી એટલે મનમાં ગુનગનાવી લી ધુ “ અપની તો યે હાલત હૈ કે હમ કુછ નહીં કહેતે કુછ નહીં કહેતે “ હવે ગાડીમા બેઠા અને ધીરે ધીરે ઢાળ ઉતરતી ટેકરીયોમા નહીં વિકટ ડુંગરા પહાડોમાં સરતા સરકતા નીચે જઇ રહ્યા હતા . કાર આવા ખતરનાક ઢોળાવ ઉપરથી નીચે ઉતરે ત્યારે સરકવાનો બહુ ભય હોય એટલે કેપ્ટન સાથે બાપા પણ પેસીવ ડ્રાઈવીંગ કરી રહ્યા હતા “ ભાઇ આડું અવળું નહી રોડ ઉપર ધ્યાન રાખ “ કેપ્ટનને નજારા જોવાનાં ધખારા છુટતા નહોતા..
અમારી નીચે વાદળોના સફેદ ભુરા કાળા સોનેરી વાદળો પર્વતને વળગતા હતા
પર્વતો પણ તેમને આષ્લેષમા લેતા હતા .બહુ રોમેંટીક સીન હતા...ત્યાં વળી ઝરમર
વરસાદે પર્વતની મૌસમનો પરીચય આપ્યો.
ઓછામાં પુરા બાઇકર ગેંગનો એક વીર અમારી ઢાળ ઉતરતી ગાડી સામે પાઇનના
વૃક્ષની બાજુમા મોટરસાઇકલ પાર્ક કરી રસ્તે જતા વાહનોના લાભાર્થે
પેન્ટ અડધુ ઉતારી અમારી સામે હોહોહો કરતાધારોડી કરતો છ ફુટનો બેશરમ માણસ નાગડો થઇને પીપુડા કરતો જોઇ અમારી આગળની ગાડીવાળીએ અડધી બારી બહાર નિકળી બે હાથથી ફ્લાઇંગ કીસ કરી ..! "વાઉ "કર્યુ અમારાવાળાની શરમથી આંખો બંધ થઇ ગઇ.. અને નીચે જોઇ ગયા...