Fare te Farfare - 66 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 66

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

ફરે તે ફરફરે - 66

ફરે તે ફરફરે - ૬૬

 

માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગણાય એટલે  આ રેતીમાં વહાણ

ચાલવાનુ છે...એમ સમજવુ .હવે અલમોસા હોટેલમા સવારનો બ્રેકફાસ્ટ 

જરા દબાવીને કર્યો અને ડ્રાઇફ્રુટના પડીકા   દસ બાર લઇ લીધા ..કંઇ

ગણવા થોડો બેસુ  ...જીજ્ઞાસુઓ વળી બહુ પંચાત કરે દસ કે બાર?

 આ અલરોસા આખો હીલ્સ એરીયા માં વસેલું એકદમ સુંદર નાનકડુ ગામ .. બધા સુંદર રસ્તાઓ ઉંચીનીચી ઢાળ ઉતરતા ટેકરીઓ નજરે નિહાળી.. ગોરા હટ્ટાકટ્ટા જુવાનો અને યુવતીઓ સાઇકલના બહુ શોખીન..પ્રમાણમાં સો વરસ ઉપરનું શહેર એટલે આપણે એને ડાઉન ટાઉન ગણવાનું ..રસ્તા પ્રમાણમાં સાંકડા એટલે પાર્કીંગ જલ્દી મળે નહી .. મેક્સીકન હોટેલોની ભરમાર વચ્ચે ઓરીજનલ ઇંડીયન એન્ટીક સ્ટોર  નામ વાંચી ચક્કર આવી ગ્યા પણ કેપ્ટને યા યા કર્યુ અને પેટ્રોલ ભરાવી ગાડી હાઇવે ઉપર ચડાવી દીધી . હવામાં હજી  સાત આઠ હજારફુટની ઉંચાઇને લીધે ઠંડક હતી.. રસ્તા ઉપર લટકતા સીગ્નલો એ અંહી અમેરીકામાં  મોટામામોટી નવાઇ! ત્રીસ ચાલીસ ફુટ ઉંચા ચીડના પામના વૃક્ષોનાસીધ્ધા થડીયાને જમીનમાં દસ ફુટ ગાડી દે પછી તેના ઉપર જીવાત ન લાગે તેવો કાળે રંગ મારેલો હોય ..  આખા રસ્તે આવા ઇલેક્ટ્રીક વાયરો લટકતા હોય અને સિગ્નલો પણ બન્ને બાજુ સ્ટીલના જાડા વાયરો થી સામ સામા થડીયા ઉપર રોડને ક્રોસ કરતા લટકતા હોય…!ઘણીવાર એમ વિચાર આવે કે આ અમેરિકનોમાં મીઠું નહી હોય ? પણ એ લોકો બહુ ઇન્ટેલીજન્સ હોય છે . લાકડને લીધે શોર્ટ સરકીટ ન થાય અવાર નવાર વાવાઝોડા આવે ને આવા થડીયા ભફાંગ થઇ જાય તો કલાકમાં બીજો થાંભલો લગાડી દે પણ જૂનાં થાંભલ પણ પાછા વેંચીને એમાંથી લાકડાના પાટીયા બનાવે.. ! પવનમાં ઝૂલતા સીગ્નલોને પાર કરતા હોટેલથી હાઇવે પકડ્યો ત્યારથી રસ્તા ઉપર સાઇન બોર્ડ આવતા હતા ધીસ સાઇડ 

“ગ્રેટ સેન્ડ ડ્યુન્સ..." મગજમાં એવી હાઇપ ઉભી કરી નાખે કે સાલું ગ્રેટ સેન્ડ ડ્યુન્સ..શું હશે ? કેવુ હશે ?હાઇવે છોડીને દુર દેખાતા નાનકડી પર્વતમાળા દેખાડી  કેપ્ટને 

દેખાડી ડબલપટ્ટી રોડ ઉપર ગાડી વાળી...  વે ટુ સેન્ડ ડ્યુન્સ રેતીના પહાડ તરફ...

કોલોરાડો રાજ્યમાં કોઇ રણ નથી .અમે પણ  અત્યારે આઠ હજાર ફુટ ઉપર તો અત્યારે છીએ આવી ઉંચાઇ ઉપર  દસ માઇલના ઘેરાવામા આ રેતીનો પર્વત? કહે છે કે

આપણે ત્યાં પણ લડાખમા અટલી ઉંચાઇએ ખારા પાણીનુ સરોવર છે..

એટલે કુદરતની લીલા  ગજબ જ ગણવી... 

સરકારી ચોકી આવી ને અમારો  નેશનલ પાર્કનો પપાસ જોઇ  અમને એન્ટ્રી મળી ગઇ... સાથ સરકારી સરકારી સેન્ડ ડ્યુન્સ ફોરેસ્ટની બુકલેટ મફત મળી  મળી... બુકમાં આ રેતી દરીયાની રેતી જેવી જ છે એના પુરાવા સાથે ફોટાઓ હતા.આ રેતીના પહાડ આગળ મોટુ તાવડી જેવા આકારનુ  મેદાન છે ..શીયાળામા રેતીના પહાડનો  જામેલો બરફ પીગળે એ  આ તાવડી મેદાનમા ઠલવાય એટલે ચાર પાંચ મહીના

મીઠા પાણીનું  આ તાવડીમાં તળાવ બને તેમા જાતભાતના પંખીઓ માછલા ! ને જાતભાતના ફુલો ખીલે નાના હરણાઓ દોડી આવે .... એવા ફોટોગ્રાફ જોયા  આ મધ્યમ ગીચ જંગલના ડબલપટ્ટી રોડની બન્ને બાજુ  લખ્યું હતુ સાબરશીંગા રીંછ નાના સોનેરી હરણના ટોળા મળશે પણ એક સાબરશીંગુ ને બાકી સસલા મળ્યા .. અમારા બાળગોપાળોને જગાડી રાખવા માટે “ જો જો હરણ અરે વાહ “ એવા મોટેથી સીસકારા દિકરો વહુ બોલાવતા હતા અને બાળકો ઝપકીને પાછા આંખ બંધ કરી દેતાહતા .. અમે પણ થોડા એક્સાઇટેડ તો હતા એજોવા કે અમેરીકનો  કેમ ટોળે વળે છે …

માર્ચ એપ્રીલમા તળાવ સુકાય જાય એટલે લીલોતરી ગાયબ અને રેતીનો

વેપાર  આ લોકોનો ચાલુ ...આ રેતીના પહાડ ઉપર લસરપટી કરવા  સ્કીઇંગ બોર્ડ ની

દુકાન બાજુમા ખાણીપીણીની હોટેલ ને મોન્યુમેંટ યાદગીરીની કી ચેન હેટ

એનો વેપાર કરે  .અમે પણ  લાલચમાં લપટાયા હતા .બે સ્કીઇંગ બોર્ડ  ગાડી પાછળ

મુક્યા ને ગાડી દસ માઇલ  દુર રેતીના પહાડની તળેટીમા  પાર્ક કરી .

ત્યા વળી  આ ફોરેસ્ટનુ હીસ્ટરી મ્યુઝીયમ હતુ  .અહી જંગલી રીંછ  હતા વન માનવ રહેતા હતા  જેના પુરાવા  મુક્યા હતા હજી અત્યારે પણ રીંછ અને હરણા  જોવા

મળે છે....

અમે રેતીના દરીયામા  ચાલવાનુ શરુ કર્યુ અને બસો પગલા પછી પાછા 

ફરવાનો હિસાબ જોડી કેપ્ટન કુટુંબને  આગળ વધવા દુહાઇ દીધી અને

અમે પારોઠના પગલા ભરી રેસ્ટ એરીયામા ઝાડની છાયામા બેસી ગયા...

સામસામા બેસીને આવા એકાંતમા બાપા પ્રેમ કરશે કે લખવા બેસશે કંઇ

નક્કી નહી....