ફરે તે ફરફરે - ૬૫
 
આગળનો પ્રવાસ શરુ થયો ત્યારે  ગાડીમા ગીત વાગી રહ્યુ હતુ "પર્વતો કે ડેરો
પર શામ કા બસેરા હૈ..."કાયદેસર સાંજ પડી ગઇ હતી પણ અમેરીકામા આ
ઋતુમા રાત્રે આઠ સુધી સુરજની રોશની ચમકતી હોય પછી સંધ્યા પુરાઇ ને
રાત તો નવ વાગે માંડ પડે..વળી સવારમા પાંચ વાગે અજવાળુ હાજર..
બહાર ધીમો ધીમો  ઝરમર વરસાદ ચાલુ હતો .ધરના નાસ્તા પુરા થવામા હતા
એટલે બાળકોને  થોડો થોડો આપી ભુખને લંબાવતા હતા... વરસાદ જોરદાર
થઇને ગાડી ઉપર ત્રમઝટ બોલાવતો હતો ને અમેરિકાના નિયમ પ્રમાણે 
સાંજે સાત આઠ વાગે બધી હોટેલો દુકાનો બંધ થઇ જાય .  આવુ શું કામ અમેરિકામાં થાય છે ?  મૂળમાં આખી દુનિયાનાં ઉતાર જુલ્મી ગુંડા  જાલિમ એવા ઇંગ્લીશ લોકો એક જહાજમાં ભરીને જહાજ  ન્યુયોર્ક લાંગર્યું એ સમય  પંદર /સોળમીસદીનો..  ત્યારે એ લોકો ખુશખુશાલ થઇ ગયા” હાશ આ રાજાશાહીના જુલ્મોથી છુટ્યા… અમેરિકામાં તો કાયદો હતો જ નહીં અફાટ કુદરતી સૌંદર્ય જંગલો અને વિશાળ નદીઓ .. જેને જે જેટલી જમીન મળી તેનો કબજો કર્યો.. આ વાત ફેંચ લોકો  સુધી પહોંચી એટલે એ લોકો આ જમીન કુદરતી સંપત્તિ લુંટવા પહોંચ્યા એટલે ધીંગાણા થયા અને લુચ્ચા બ્રિટીશરોએ સમાધાન કરીને એમને અમુક એરીયામા કબજા કરવા સમજાવ્યા પછી યુરોપમાં આ વાત આગની જેમ ફેલાઇ એટલે પોર્ટુગીઝોએ ઇટાલિયન લોકોપણ બંદુકો લઇને અમેરીકા લુંટવા આવી પહોંચ્યા.. ફરી ધીંગાણું થયું અને સમાધાનો થયા એટલે એલોકો પણ ફેલાતા ગયા … ટુચકા ટુચકા યુરોપના દેશોમાંથી આવા વિશાળ દેશમાં પથરાયા તો ખરા પણ એમને મુળ  અમેરિકન જેને લોકોએ રેડ ઇંડીયન આદિવાસીઓનો સામનો કરવો પડ્યો.. પહાડી જંગલોમાં રહેતા વસતા આ આદિવાસીઓ રાઇફલો સામે તીર કામઠા ને ભાલાથી લડાઇમા હજારો હણાતા ગયા અને પીછેહઠ કરતા ગયા..
આ બધા મુળ ગોરીયા બધ્ધા અતિ ચતુર હતા એટલે એટલુ થોડા વખતમાં સમજ્યા કે સાલ્લુ આ અમેરિકાનો પુરો લાભ લેવો હોય તો મજુરો ગુલામો જોઇએ… બ્રીટીશરો  વાતે ભારે પાવરધા હતા  એટલે આફ્રિકામાંથી લલચાવી મજબુત પડછંદ કાળીપરજોને જહાજો ભરી ભરીને અમેરીકા ગુલામ તરીકે લાવ્યા ..એ લોકોને સાંકળે બાંધીને તમામ ગોરીયાઓએ ખેતરોમાં વાડા કરીને પુરી દીધા .. હવે સાંકળો છુટી ગઇ પણ ઘોડા ઉપર બંદૂકો લઇ સતત ચોકી કરતા ગોરીયાઓ વિશાળ ખેતરો બનાવ્યા  પછી રસ્તા  પછી રેલ લાઇનો આમ સત્તરમી સદીથી તમામ પરિશ્રમથી થતા કામમાં આ ગુલામોને બંદૂકની ધાકે  જોતરી દીધા .. બહુ જુલ્મ એ કાળી પ્જા ઉપર ઓગણીસમી સદી સુધી કરીને જગતનું સુપર પાવર  બનાવ્યું તેમા સહુ સંપીને ગોરીયાઓએ લાભ લીધો હતો ..
આ ગોરીલાઓને હિંસક અથડામણો પછી છેક વીસમી સદીમાં માર્ટીન લ્યુથર કાંગે છોડાવ્યા  એ સિતમથી કાળા લોકો આજે પણ પીડાય છે .. એ મોટાભાગે લૂંટનારી કરે છે એટલે હવે ગોરીયાઓ હેબતાઈ ગયા છે એમાંથી બન્ને બાજુ ગન કલ્ચર ઉભુ થયુ છે બસ આ જ કહાની આખા અમેરિકાની છે રાત પડે સહુ ઘર ભેગા થાય… એનો ભોગ અમને લાગ્યો નહીતર હેય ને રાત્રે બારવાગે પાંવભાજી ખાવા જતા ભજીયા કે સ્ટ્રીટ ફુડ ખાતા ઇંડીયા યાદ ન આવે ? 
“ભાઇ હવે મોડુ ના કર જે મળે તે લઇ ને ખાઇ લઇએ..."રસ્તામા નાનકડુ
ગામ આવ્યુ એટલે ડાફોરીયા મારતા સબ વે મળ્યુ..."હાશ, ગાડી ઉભી
રાખીને બહાર નિકળ્યાતો કેપ્ટને ખબર આપ્યા "આપણે છેલ્લા કસ્ટમર
હતા બ્રેડ ખલાસ થઇ ગઇ છે એ લોકો બરીટો સેંડવીચ આપશે..."
બરીટો એટલે મકાઇની મોટી રુમાલરોટી મા આ બધા સેંડવીચના સલાડો
મસાલો છાંટીને રોટલી ઉર્ફે બરીટોને કોકડુ વાળીને આપે . પાછો રુવાબ માર્યો
“ધીસ ઇઝ ઓન્લી અવેલેબલ હીયર...વેરી યુનિક એન્ડ ટેસ્ટી... "આ વાત સાંભળીને બાપા બગડ્યા “ સાલ્લા પોચકાઓ બીકના માર્યા થથરો છો તે માલ નથી રાખતા .. ઉપરથી છાંટ મારો છો ..” આ વાત કેપ્ટન સાંભળે એ રીતે બબડીને વરાળ કાઢી લીધી આ ગોરીયાવને તો કંઇ સમજણ પડી નહીં એટલે યા યા ઓકે કર્યા કર્યુ.. બાપાએ પણ
ગાડીમા બેસી પાંચ પડીકા ખોલી "જો મીલા સો બિસમ્લાહ "કરી ને ખાઇ લીધુ
“પ્રવાસમા આવુ પણ ક્યારેક  મળે તે ખાઇ લેવાનુ મોઢા દિવેલ ઉતરેલા નહી
કરવાના "કેપ્ટને હુકમશાહી કરી ...
કલાકમા અમે માનીટ્યુ સ્પ્રીગ ગામે પહોંચી ગયા .હોટેલમા  પહોંચીને કોઇને
હોંશ નહોતા રહ્યા એટલે વહેલુ પડે સવાર કરી સુઇ ગયા....
અંહીયા આપણે એટલે ગુડાણા છીએ કે આખી દુનિયા કુદરતનો કરિશ્મા
જોવા આવે છે જેનુ નામ છે "ગ્રેટ સેંડ ડ્યુન્સ "