Amidst swirls of doubt - 8 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 8

સોનાલી સવારે ઉઠી ને રાબેતા મુજબ કામ કર્યા કરતી, સવાર થી એણે નોટિસ કર્યું કે રાત્રે તેના મમ્મી બરાબર સૂતા નહિ હોય, કશું બોલ્યા વગર પોતાનું રોજ નું ટાઈમ ટેબલ ફોલો કરતી સોનાલી ના મન માં ઘણા પ્રશ્નો ઉઠી ને શમી જતા હતા, મન માં ને મન માં એ પોતાના માં - બાપ માટે ગર્વ પણ અનુભવતી, આમ તો તે બારમા ધોરણ આવી ત્યારથી નાના છોકરાઓ ના ટ્યુશન કરતી હતી, પણ કોઈ દિવસ તેના મમ્મી - પપ્પા એ કોઈ વસ્તુ માટે રોક - ટોક કરી નહોતી, સોનાલી સામે થી ટ્યુશન ફી ના પૈસા આપે તો પણ તેના મમ્મી - પપ્પા લેતા નહોતા, અને એક બાજુ મેઘલ ના મમ્મી - પપ્પા હતા કે દીકરો મહિને 50,000 કરતા પણ વધુ કમાતો હોવા છતાં એ દીકરા ની મંગેતર ને સસ્તી ગિફ્ટ આપી ને બીજા ને હલ્કા કરી ને પોતે સોનાલી ની સામે સાવ બિચારા બનતા હતા, એ સીધી રીતે કેમ સ્વીકારતા નહિ હોય કે અમારો પૈસા ખર્ચતા જીવ નથી ચાલતો, આટલી જ સરળ વાત ને મેઘલ.ની મમ્મી એ પોતાના દેરણીઓ સારું પસંદ નથી કરતા એવી ચોખવટ સોનાલી પાસે શું કરવા કરતા હશે ? આ વિચાર પછી સોનાલી ને પોતાના નિર્ણય પર અડગ રહેવાનું વધારે મન થતું હતું.                             સોનાલી લંચ બોક્સ પેક કરીને સ્કૂલમાં ગઈ, તેનું ધ્યાન તેના કામ માં પરોવાઈ ગયું હતું, રિસેસ માં સોનાલી એ મોબાઈલ હાથ માં લીધો ત્યાં તો મેઘલ ના 4 મિસ કોલ હતા, આજે પહેલી વાર સોનાલીને મેઘલ ને સામે ફોન કરવાનું મન નહોતું થતું, એ રીસેસ માં પોતાની બાજુ માં બેસતા મેડમ સાથે વાતો કરતા કરતા લંચ કરવા લાગી, લંચ પત્યાં પછી ફ્રેશ થઈ ને તે પોતાના ટેબલ પર આવી ને બેઠી, રિસેસ  પછી નો તેનો પીરીયડ ફ્રી હતો, એટલે સામે ટેબલ પર થી તેના ફેવરિટ મેગેઝિન અને ન્યૂઝ પેપર લાવી ને પોતાના ટેબલ પર રાખી દીધા.  રિસેસ પૂરી થઈ એટલે જાણે સ્કૂલ માં એકદમ શાંત વાતાવરણ થઈ ગયું, તે મેગેઝિન વાંચવા લાગી, થોડો સમય પસાર થયો ત્યાં પર્સ માં રહેલા મોબાઈલ માં રિંગટોન વાગી, તેણે મોબાઈલ કાઢી ને જોયું તો મેઘલ નો કોલ હતો, ફોન હાથ માં હોવા છતાં સોનાલી ને રીસીવ કરવાનું મન નહોતું થતું, પૂરી રીંગ વાગી છતાંય સોનાલી ને મેઘલ સાથે શું વાત કરવી એ જ સમજાતું નહોતું, વાત કરવા નો અર્થ પણ નહોતો, ગઈકાલે રાત્રે લગભગ એકાદ કલાક ચાલેલી વાત ફરીથી કરવાનો કોઈ જ અર્થ નહોતો, એણે પાછી ગૃહશોભા મેગેઝિન વાંચવાનું ચાલુ કર્યું, ફરી થી પાંચ મિનિટ ના અંતરે બીજી વાર કોલ આવ્યો, સોનાલી એ મોબાઈલ  કાઢી ને મેઘલ નો કોલ રિસિવ કર્યો, એ ફોન લઈ ને બહાર આવેલા ગ્રાઉન્ડ માં મેઘલ સાથે ચાલતા ચાલતા વાતો કરતી એક બાંકડા પર જઈ ને બેઠી, એણે નોટિસ કર્યું કે આસપાસ કોઈ નહોતું, મેઘલ એક જ વાત કરતો કે મે ઘરે વાત કરી છે ફરી આવું નહિ થાય, સોનાલી અત્યારે પણ એ જ સમજાવતી હતી કે વાત સાડી કે ગિફ્ટ ની નથી, એ તો એ જાતે પણ લઈ જ શકે છે, વાત માનસિકતા ની છે, ઘર ના વાતાવરણની છે, અને સ્વભાવ ની છે, સોનાલી સમજાવી ને થાકી ગઈ કે આવું બીજી વાર નહિ થાય, પણ બીજું કશુંક નવું થશે, માણસ પોતાનો સ્વભાવ જ્યાં સુધી પોતે ના બદલે ત્યાં સુધી કશું જ કોઈ ના કહેવાથી ના બદલાય, સોનાલી પૂરા વિશ્વાસ થી મેઘલ ને સમજાવતી, સામે છેડે મેઘલ ને લાગતું કે તેની મમ્મી માં નિર્ણય શક્તિ નો અભાવ છે બીજું કશું જ નહિ , સોનાલી એ મેઘલ સામે એક બોમ્બ જેવો પ્રશ્ન મૂકી દીધો કે તો પછી તમારી મમ્મી એ તમને કહ્યું કેમ નહિ ? તમને ગિફ્ટ બતાવી કેમ નહિ ? બંને વખતે થોડું ભૂલી જવાય ? અને જો નિર્ણય શકિત નો અભાવ હોય તો તમારી મમ્મી ના હિસાબે  જે વ્યક્તિ જાણી જોઈને  સારું પસંદ નથી કરતા એ વ્યક્તિ ને જ સાથે લઈ જવાનો નિર્ણય કોણ લે છે ??   મેઘલ પાસે આનો કોઈ જ જવાબ નહોતો. થોડી વાર ના મૌન પછી મેઘલ સોનાલી ને સમજાવવા લાગ્યો કે આવી નાની વાતો માઇન્ડ માં ના લેવાની હોય, આવું તો ચાલ્યા કરે, પણ સામે છેડે સોનાલી એને સમજાવવામાં સફળ રહી કે નાની વાતો અને આવા સ્વભાવ ના કારણે ઘર માં શાંતિ રહે નહિ , આ જ નાની વાતો અને સ્વભાવ ઉગ્રતા ધારણ કરતા વાર ના લાગે. એમ પણ પીરીયડ પૂરો થયો હતો સોનાલી ને 12માં ધોરણ ના કલાસ માં એકાઉન્ટ નો પીરીયડ શરૂ થતો હતો, બંને એ એકબીજા ને બાય કહી ને ફોન મૂક્યો               

સોનાલી ઉંમરમાં ભલે નાની હોય પણ તેના માં આવી વાતો માં સ્પષ્ટતા રહેતી, એક મેચ્યોરિટી રહેતી, તે પરિસ્થિતિ ને જલ્દી પારખી લેતી, કોઈ ની વાતો પર થી તે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે તરત સેન્સ કરી લેતી,  એનું કારણ કદાચ એની વાંચન શકિત હતી, નાનપણ થી બુક્સ વાંચવા ટેવાયેલી સોનાલી એ ઘણા બધા પુસ્તકો, અને  મેગેઝિન વાંચી નાખ્યા હતા, રોજ નું ન્યૂઝ પેપર તો ખરું જ, કોઈ વાર ન્યૂઝ પેપર ની રજા હોય તો એ આગલા દિવસ નું પેપર ફરી થી વાંચતી , વાંચવાનું પાક્કું વ્યસન હતું.                 

સોનાલી સ્કૂલ થી છુટ્ટી ને ઘરે આવી, આજે તેને રસ્તા માં જ નક્કી કરી દીધું હતું કે ઘરે જઈ ને ચા પીને શાંતિ થી સૂઈ જ જઈશ, એ ઘરે આવી ને સાડી ચેન્જ કરી ને ફ્રેશ થઈ ને કૉટન ડ્રેસ પહેરી લીધો, હાશકારો લેતા કિચન માં ચેર માં બેઠી, ત્યાં એની મમ્મી એ કપ માં તૈયાર રાખેલી ચા સોનાલી ના હાથ માં આપી દીધી, સોનાલી નો આ નિત્યક્રમ હતો, એ સ્કૂલ થી આવે એટલે મમ્મી એ ચા તૈયાર રાખી હોય એના માટે, અને એ શાંતિ થી ચા પીતી અને ચા ના એક એક ઘૂંટડા ને એન્જોય કરતી.                    આજે એણે ચા પીતા પીતા સ્કૂલ માં મેઘલ સાથે થયેલી વાત તેની મમ્મીને કહી, બધી વાત સાંભળ્યા પછી સોનાલી ની મમ્મી મેઘલ ના કહેવા પ્રમાણે એની મમ્મી માં નિર્ણય શક્તિ નો અભાવ છે, એ વાત સાથે સહમત નહોતી, સોનાલી ની મમ્મી નું દૃઢપણે માનવું હતું કે જેણે છોકરા ને જન્મ આપ્યો હોય આટલા મોટા કર્યા હોય એ માં ના મા આવી ખામી હોય જ નહિ, અને જો એવું હોય તો છોકરા સારી રીતે મોટા થાય જ નહિ, સોનાલી ની મમ્મી એ સોનાલી ને સામે એક પ્રશ્ન મૂક્યો કે જો એમ જ હોય કે એ નિર્ણય ના કરી શકતા હોય તો એમની દેરાણી ઓ ને સાથે જવા માટે એ પોતે જ કહેતા હશે ને કોઈ સામે થી તો નહિ જ જતું હોય તો આ નિર્ણયશક્તિ ક્યાંથી આવી?  સોનાલી ની મમ્મી ને મેઘલ ની મમ્મી ફીટ એન્ડ ફાઈન જ લાગતા હતા,  એમણે સોનાલીને કહ્યું કદાચ મેઘલ ને ખોટું કે ખરાબ નાં લાગે એટલે બહાનું કર્યું હોઈ શકે કે પછી જેમ તારી પાસે બિચારા બને એમ મેઘલ પાસે પણ એવું વાણી - વર્તન રહ્યું હોઈ શકે, જે હોય તે, તું તારે શાંતિ થી વિચાર કરી ને કહેજે, બહુ ઉતાવળ ના કરીશ, અમે તો તમારા સુખ માં અને રાજીપા માં રાજી છીએ, આટલું કહી એ બહાર ગયા, ને સોનાલી ઉપર પોતાના રૂમ માં આવી આડી પડી, એને સૂઈ જવું તું પણ ઊંઘ નહોતી આવતી, એ એમ જ સૂતા સૂતા રિલેક્ષ ફીલ કરી રહી હતી.                           

થોડી વાર પછી એણે ઘડિયાળ માં જોયું તો 6:40 થઈ હતી, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એ નીચે આવી, આજે આલુ પરાઠા બનાવવા હતા એની તૈયારી કરવા લાગી, રોજ રાત્રે રસોઈ ફરજિયાત સોનાલી ને જ બનાવવાની એવો નિયમ હતો, એની મમ્મી એ પહેલાં થી જ કહી દીધું હતું કે તારે જોબ કરવી હોય તો તું તારા શોખ માટે કર પણ રસોઈ તો એક ટાઈમ તારે ફરજિયાત બનાવવી જ પડશે, સોનાલી સહમત હતી, એટલે એ જોબ પર થી છૂટી રાત ની રસોઇ બનાવતી, સોનાલી લગભગ રોજ નવી ડીશ બનાવવાનો ટ્રાય કરતી, સોનાલી નો ભાઈ રોજ રાત્રે જમતી વખતે બીજા દીવસે રાત્રે શું બનાવવું એ ડિમાન્ડ કરી દેતો, આ એકદમ પરફેક્ટ હતું, સોનાલી ને નવી વાનગી બનાવવી ગમતી અને એના ભાઈ ને ખાવી ગમતી, મમ્મી - પપ્પા ની બહુ માથાકુટ નહોતી જે હોય એ જમી લેતા.                  આલુ - પરોઠા બનાવી બધાએ જમી લીધું એટલે સોનાલી કિચન માં કામ કરી, ને બાથરૂમ માં જઈ નાહી ને નાઈટ ડ્રેસ પહેરીને, પાણી ની બોટલ લઈને ઉપર પોતાના રૂમ માં ગઈ, આજે તેણે ધીમા અવાજે ટેબલ પર પડેલું ટેપ ચાલુ કર્યું, મૂડ ફ્રેશ કરવા તે મનહર ઉધાસ ની ગઝલ સાંભળતા સાંભળતા સાથે ગણગણતી હતી, સોનાલી ને ગઝલ સાંભળવી ખુબ જ ગમતી, મનહર ઉધાસ ની મોટા ભાગ ની ગઝલ સોનાલી ને મોઢે થઈ ગઈ હતી, ગઝલ સાંભળતા સાંભળતા મોબાઈલ ની રીંગટોન સાંભળી, સોનાલી ને ખાતરી જ હતી કે મેઘલ નો જ ફોન હશે રોજ મેઘલ રાત્રે ચાલવા જાય ત્યારે સોનાલી ને ફોન કરતા એટલે અત્યારે તો એ જ હશે, એ પલંગ માંથી ઊભી થઈ, ટેબલ પર પડેલો મોબાઈલ હાથ માં લઇ ને જોયું તો મેઘલ નો જ ફોન હતો, સોનાલી ને સમજાતું નહોતું કે શું વાત કરવી ? કેવી રીતે કરવી ? સોનાલી ને વાત કરવાનું બિલકુલ મન જ નહોતું થતું, સોનાલી એ રીંગ પૂરી થઈ એટલે મોબાઈલ બંધ કરી ને મૂકી દીધો,                  

એ બહાર આવેલી અગાશી માં પાળી એ હાથ ટેકવી શાંતિ થી ઉભી રહી, પોતાના ચહેરા પર લાગતી ઠંડી હવા થી સોનાલી ને નવી તાજગી અનુભવાતી હતી, સોનાલી એ મન માં જ નક્કી કરી નાખ્યું કે આ સંબંધ ને અહીંયા જ પૂરો કરી નાખવો જોઈએ, તે મક્કમ અને સ્પષ્ટ હતી, એ મનોમન વિચારતી કે માની લઈ કે ખરેખર મેઘલ જે કહે છે તે સાચું જ હોય અને સાચું જ હસે તો પણ સોનાલી એ વાતાવરણ માં રહી શકે તેમ નહોતી એનો ઉછેર અલગ હતો, સોનાલી ના ઘર માં કોઈ કોઈ થી વાત છુપાવતા નહોતા, કોઈ જૂઠું નહોતું બોલતું, જે હોય તે સામે મોંઢે જ સાચું કહી દેતા, બધા એકબીજા ને પૂછી ને કરતા, એનું મન અંદર થી પોકાર કરી ને કહેતું કે આ સંબંધ અહીંયા થી જ સ્ટોપ કરી દેવો જોઇએ, મેઘલ ભલે ફોન કરી ને ટ્રાય કરે પણ એણે ફોન માં વાત કરી ને ખોટી આશા મેઘલ ને ના આપવી જોઇએ એનું મન વાત કરવાની પરમિશન આપતું નહોતુ.               

જો કે મેઘલ ફોન કરે એમાં એનો કશો વાંક પણ નહોતો, સોનાલી હતી જ એવી, રંગે રૂપે વ્હાઇટ, સ્લિમ બોડી અને  પર્સનાલિટી આત્મવિશ્વાસ થી ભરેલી હતી, મેઘલ ફોન કરે એમાં એનો કોઈ વાંક નહોતો, સોનાલી મનોમન પોતાના વિશે આવા વિચારો આવતા જ શરમાઈ જતી, પાછી એકલી જ માથા માં ટપલી મારી લેતી, એને એના પોતાના વિચારો પર એકલા જ હસી લેતી.પણ ગમે તે થાય, મેઘલ ને રડું આવે તો પણ ભલે બે દિવસ રડી લે પણ જ્યાં અંતર આત્મા પોકાર કરી ને ના પાડે એમાં સોનાલી ને આગળ વધવામાં કોઈ જ રસ નહોતો, દુઃખ તો સોનાલી ને પણ થવાનું હતું, સગાઇ એની પણ તૂટવાની જ હતી, પણ એ પોતાના નિર્ણય પર મક્કમ હતી, એણે નિર્ણય ઉતાવળ થી લીધો જ નહોતો, પહેલી વખત અને બીજી વખત ગિફ્ટ લઈ ને આવ્યા તે વચ્ચે નો સમય 4- 5 મહિના નો આપ્યો જ હતો, બીજી વખત નું જોઈને જ નિર્ણય લીધો હતો. સોનાલી અગાશી માં ઉભા ઉભા વિચારતી રહી. આખા દિવસ ના થાક થી સોનાલી ની આંખો ઘેરાવા લાગી,  સોનાલી મોબાઈલ એમ જ બંધ રાખી ને રૂમ માં જઈ લાઈટ બંધ કરી ને સુઈ ગઈ.