Nayika Devi - 40 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 40

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 40

૪૦

જોગનાથની ટેકરી!

મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી. ગર્જનકને સમય જોઈતો હતો. એ જાણી જતાં જ પરમાર અને રાયકરણ હવે આગળ ધસ્યા. હજારો હાથીની વજ્જર દીવાલને પ્રભાતમાં જ પોતાની સામે ઊભેલ જોઈને શાહબુદ્દીન ગોરી પરિણામની કલ્પનાથી ધ્રૂજી ઊઠ્યો. પણ હવે પાછા ફરવાનો વખત ન હતો. આગળ વધવાની શક્યતા ન હતી. કોઈ પડખે ફરાય તેમ ન હતું. સમય મળે તો વખતે લાભ  મળે. પણ સમય આપવાનો સવાલ જ ન હતો. લડાઈ જ સામે ઊભી હતી. સંદેશવાહક વીલે મોંએ પાછો ફર્યો હતો. ‘કાં તો લડો અથવા પાછા ફરો,’ એમ જ વાત હતી, ‘તમે લડવા આવ્યા છો અમે તૈયાર થઈને આવ્યા છીએ. હવે આપણે લડી લઈએ!’  એણે મિનજનિકોને સંદેશો મોકલાવ્યો. પણ ત્યાંથી નિરાશાજનક ઉત્તર મળ્યો. એકે અગનગોળો કામનો ન હતો. ગોરી સાહસિક હતો. બહાદુર હતો. ‘અલ્લા હો અકબર’ કરીને એ આગળ ધસ્યો.

મહારાણીબા નાયિકાદેવીએ ટેકરી ઉપરથી સેંકડો હાથીઓને સૂંઢોમાં ગદાઓ ઉપાડીને અરિદળ સામે ધસતાં જોયા. એના અંતરમાં આનંદ-આનંદ થઇ ગયો. એક પણ અગનગોળો ક્યાંય દેખાતો ન હતો. મિનજનિકોમાંથી પથરા આવતા હતા. પણ એમનો કોઈ હિસાબ ન હતો. આ વ્યૂહને આમ સફળ થતો જોયો, અને તરત એણે મૂલરાજને ભીમદેવ બતાવ્યો, એ ભીમ જાય! એની અશ્વસેના ઊપડી હતી. ઘડીભર જાણે મેદાન આખું સજીવન થઇ ગયું હતું. ત્રાડો પાડતી હતી, રાડો સંભળાતી હતી. જોદ્ધાના હાકલ-પડકાર આવતા હતા. તલવારોના ખણખણાટ થતાં હતા. તીરો સડસડાટ જતાં હતાં. ગિરિકંદરાઓમાંથી વિચિત્ર અવાજો નીકળતા હતા. નદીઓના ખળખળ વહેતાં પાણી પણ થંભી ગયાં હતાં. બોલે છે, ક્યારે બોલે છે, કાંઈ ખબર પડતી ન હતી. ભાલાં વીંધતાં હતાં, તીરો ચાલી રહ્યાં હતાં. પથરાઓ ઊડતાં હતા. ગડગડિયાનો પાર ન હતો. ધૂળની ડમરી ચડી હતી. ચૂનો, રાખ, રેતી, ગુલાલ, કોથળીઓની કોથળીઓ આકાશમાંથી વરસતી હતી. મારવા અને મરવા સિવાય બીજું કોઈ કામ જ ન હતું. હાથીસેનાએ ગર્જનકને ધ્રૂજાવી દીધા હતા. એમના પ્રબળ ભાલા ધારીઓ પણ પાછા પડ્યા હતા. 

આમ ગર્જનકોને જરાક જ મોળાં પડતા હોય કે, તરત જ રાજકુમાર ભીમદેવ પોતાના જબરજસ્ત ધોળા ઘોડા ઉપર, હજારો સવારોની સેનાને રણક્ષેત્રની મધ્ય તરફ દોરી જતાં સૌની નજરે ચડ્યો! એની એક પડખે ગંગ ડાભી હતો, બીજે પડખે સારંગદેવ સોઢો હતો. સેંકડો સવારોને પાણીના પૂરની પેઠે ધસ્યા આવતા જોયા કે ગર્જનકોને પણ શૂર ચડ્યું. એમાંનું અશ્વદળનું બળ વખાણવાલાયક હતું. એમણે સામે મોંએ ઘડીભર દુશ્મન આંગળાં મોંમાં નાખી જાય એવું યુદ્ધ જમાવ્યું. એ હારી જવાનું યુદ્ધ લડતા હતા. ચૌલુક્યોને જીતવાનો ઉત્સાહ હતો. ‘અલ્લા હો અકબર!’ અને ‘જય સોમનાથ’ની ગગનભેદી અખંડ અવાજોની ધારા ઊપડી! આબુપર્વતની કંદરાઓ જાગી ઊઠી. શિખરો ડોલ્યાં, ડુંગરાઓ જોઈ રહ્યા. ટેકરીઓને કાન ઊગ્યા. મેદાનોએ આંખ ઊઘડી, નદીઓનાં પાણીને ‘જય સોમનાથ!’ની ઘોષણા કરવાનું મન થઇ આવ્યું. આવું જુદ્ધ એમણે કોઈ દિવસ જોયું ન હતું. આ જુદ્ધ ન હતું. આ તો મૃત્યુ માણવાનો મહોત્સવ હતો. આંહીં કોઈ લડવા માટે ધસતો જ ન હતો. સઘળાંને કાં મરવું હતું કે કાં કોઈને મારી નાખવું હતું. જીવવા માટે ઈચ્છા કરનારો બાયલામાં ખપવા માંડ્યો હતો!

ભીમદેવના જબરદસ્ત ધસારાએ સેંકડોને રણમાં રોળી નાખ્યા. આજે ભીમદેવ, કુમાર ભીમદેવ રહ્યો જ ન હતો. એનો હાથ યમરાજનો બની ગયો હતો. એની તલવાર; કાલની જિહ્વા જેવી જણાતી હતી. એ ક્યાં છે, કોને મારે છે, કોણ મરે છે, કોણ તેની સામે છે એ વાતની ડાભીને કે સોઢાને પણ ખબર ન હતી. એ એની સાથોસાથ જ રહ્યા છતાં પણ ભીમદેવ તો જાણે, કોઈના હાથપગ, છાતીને ઓળખતો જ ન હોય તેમ, માથાં ઉપર માથાં લણવા મંડ્યો હતો! ધારાવર્ષદેવજી અને રાયકરણજી પણ એ જોઈ રહ્યા. ભીમદેવને ઘૂમતો જોઈ એમની છાતી બેસી ગઈ. એમને થયું કે રાજાનો વાળ વાંકો થશે તો એમના મોં પર બે-પાંચ મણ કાજળ પડી જશે. એને પાછળ રાખી દેવા, એમણે આગળ ને આગળ પોતે ધસારા કર્યા. એ આગળ નીકળ્યા, પણ થોડીક વારમાં ભીમદેવ તો પડખું ફાડીને એમની આગળ જતો દેખાતો!

એક વાર તો એ સુરત્રાણની છેક નજીક જઈ પહોંચ્યા હોય તેમ લાગ્યું. ત્યાં તો હજારો જોદ્ધાઓનાં જૂથ ભેળસેળ મળી ગયાં. ઘમાસાણ વળવા મંડ્યું. ત્યાં સામસામેનું નહિ, ભેળભેળાનું જુદ્ધ થઇ ગયું. કુમારદેવે એ જોયું અને તરત જ  પોતે ધસારો કર્યો. વિશ્વંભર એની પાછળ જ હતો. એની તરત મહારાણીબાએ પોતાના અશ્વદળ મોકલવાનાં હતાં. અશ્વદળ ટેકરી નીચે તૈયાર થઈને ઊભું હતું. પ્રહલાદનદેવ એની મોખરે હતો. મહારાણીબા પોતે ત્યાં ટેકરી ઉપર ઊભાં હતાં. એના હાથમાં ખુલ્લી તલવાર હતી. એની નજર રણભૂમિ પર સ્થિર થઇ ગઈ હતી. ત્યાંથી જરાક નિશાની આવે કે દળ છૂટવાનું હતું. પળે પળે રંગ પલટાતા હતા. એટલામાં મહારાણીબાએ કુમારને ધ્વજ ઊંચો ફરકાવતો જોયો કે તરત પોતાની શમશેર હવામાં અદ્ધર ઉપાડી: ‘વજ્જરદેહીઓ!’ એ મોટેથી  બોલ્યાં, ન બોલ્યાં, ત્યાં તો હજારો તીર છૂટ્યાં હોય તેમ મેદાનમાં પૂરપાટે અશ્વદળને ધસતું દીઠું.

એ ત્રિવિધ ધસારાની સામે ગર્જનકો ટકી શક્ય નહિ. એમણે દિવસોની મુસાફરી વેઠી હતી. એ થાકેલા હતા. આરામ નામ એમણે જાણ્યું ન હતું. આંહીં આવા જુદ્ધની કલ્પના પણ તેમને ન હતી. એ ડગવા માંડ્યાં. એમનાં પાછલાં પગલાં થયાં કે ધસારાનું જોર વધ્યું. ઘોડેસવાર દળ ચારે તરફ ચકરાવે પડીને એમને ઘેરી લેવાની શંકા ઊભી થઇ! જે એક પાછલો માર્ગ હતો તે માર્ગે હવે એમના સૈનિકોએ પાછળ ભાગવા  માટે દોટ મૂકી.

ભંગાણ પડ્યું. સુરત્રાણ પોતે પણ ભાગ્યો. એ ઘાયલ થયો હતો. જીવ ઉપર આવીને એ લડ્યો હતો. પણ આજ  ભાગ્ય એની વિરુદ્ધનું હતું અને સુરત્રાણ ભાગ્યો કે તરત પછી ભંગાણ ઊપડ્યું. હવે પાછા ભાગવા માટે લડવાનું શરુ કર્યું. જેને જેમ ઠીક પડ્યું તેમ ભાગવા માંડ્યાં. રાત પડે ને રણક્ષેત્ર ભયંકર બને તે પહેલાં સૌ ભાગવા જ માંડ્યા. અજમેરની દિશા નોંધી મરુભૂમિ સોંસરવા થઇ મુલતાન ઉપર પાછી દોટ કરવાની હતી. બીજો ઉપાય ન હતો!

સાંજ પડતાં પહેલાં તો આખું મેદાન જાણે ખાલી થઇ ગયું. મુડદાં પડ્યાં હતાં. હાથ-પગ રખડતા હતા. ડોકાં ભટકાતાં હતાં. ડુંગરની કંદરાઓમાંથી શિયાળ, લોકડી, વરુ, જરખ, બહાર નીકળવા માંડ્યા હતા. ચૌલુક્યોએ થોડા માણસોને ત્યાં ઘાયલોની સારવાર માટે રાખ્યા અને તરત જ પછી સવારી ઉપાડી.

ડાભી, સોઢો અને બીજા સેંકડો સાંઢણીસવારો ભાગતા દળને વળાવવા માટે ઊપડી ગયા હતા. કેટલાક આંહીં રહ્યા હતા. મુખ્ય સેના પાછી ફરી. શિયાળ-વરુ સિવાય બીજા કોઈને હવે મેદાનમાં રસ રહ્યો ન હતો. 

મહારાણીબા નાયિકાદેવીએ ભીમને આજે લડતાં જોયો હતો. ઘડીભર તો એમને પણ થયું કે એ ભીમને જોતાં નથી, યમને જુએ છે! આજે એણે જે રંગ બતાવ્યો તે રંગે હજારોને મુગ્ધ કર્યા હતા. ધાર પરમાર, રાય કરણ એવા સૌને તો એના ભક્ત બનાવી દીધા હતા! એમને લાગ્યું હતું કે આ તો જાણે ફરીને સિદ્ધરાજ મહારાજ આવ્યા છે. 

ભીમદેવ મહારાણીબા પાસે આવ્યો. નાયિકાદેવીએ એને છાતી સરસો ચાંપ્યો. મૂલરાજ પોતાની નાજુક તબિયત છતાં એને જોરથી ભેટ્યો. અચાનક મહારાણીબાની નજર ભીમના કપાળ ઉપર પડી. એક મોટો ઘા ત્યાં પડ્યો હતો. લોહી એમાં થીજી ગયું હતું. ‘અરે! ભીમ! ભીમદેવમાં આ તેં ઘાને પાટો પણ બંધાવ્યો નથી! કુમારદેવને કોઈક બોલાવો તો!’ મહારાણીબાએ ઉતાવળે કહ્યું.

‘અરે! મા! શું છે તે આટલી બધી ધમાલ કરી મૂકો છો? એક ઘા લાગ્યો છે એમાં શું થઇ ગયું? હમણાં પાટાપીંડી થાય છે, ખરા ઘા ઝીલવાવાળા તો આ આવે.’

‘ધારાવર્ષદેવ બે માણસને ખભે હાથ મૂકીને આવી રહ્યો હતો. રાય કરણ એની સાથે હતો. પ્રહલાદનદેવ પાછળ હતો. 

‘શું મા! પરમારે કુદકો લીધો છે! હાથી ઉપરથી પરબારો સુરત્રાણના ઘોડા ઉપર જ. અધરથી પડવા માટે ઊઠ્યા, હોં! ગર્જનક પણ ગજબનો સવાર! એક દોરવા ફેરે પરમાર ધરતી પર પટકાયા ને ગર્જનક ઘાયલ થયો, છતાં ભાગી છૂટ્યો!

ધારાવર્ષદેવે છેલ્લા શબ્દો સાંભળ્યા ને તેનું મોં હસી રહ્યું. તેણે જ ઉત્સાહમાં કહ્યું, ‘પણ મહારાણીબા! આજે મહારાજે પડછો દેખાડ્યો. પોતાના મંડલેશ્વરો પોતાને મન ક્યાં છે એ આજ મહારાજે બતાવ્યું. સુરત્રાણ પાસે જબરું ભેળંભેળાનું ઘમાસાણ થયું. ત્યારે મહારાજ ભીમદેવ ઘોડો વચ્ચે નાખે નહિ, ને આ ધારાવર્ષ આજે આંહીં ઊભો હોય નહિ! અરે! જાણે લણણી કરતાં હોય તેમ માથાં ઉપર માથાં ઉડાડવા માંડ્યા. મહારાજે ત્યાં સોથ વાળી નાખ્યો ને હું  બચી ગયો! ઘણો ઊડ્યો’તો સુરત્રાણને ભેટવા પણ એ તો રહી ગયું.’

‘પણ મા! તમે બધી મજા મારી નાખી. સુરત્રાણ જેવા સરખેસરખાનાં જુદ્ધ તો આઠ-દસ દી હાલે તો મજા આવે. આં તો તમે રંગ બગાડી નાખ્યો. એય ને સુરત્રાણ સાત-આઠ દી રોકાત. આપણે સરખેસરખા લડત. મજા આવત. હવે આવી લડાઈ હમણાં ક્યાં આવવાની છે? આ તો મજા  મરી ગઈ. સાંજ પડી ત્યાં તો યુદ્ધ પૂરું થયું!’

‘ઠીક લે, હવે ગાંડો થા મા, ભીમદેવ! ગાંડો થા મા! પણ ઘોડાને બિચારાને મારી નાખ્યો છે. આ કોણ વળી દોડ્યો આવે છે? શું છે એને વિશ્વંભર?

વિશ્વંભર આવનારને નિહાળી રહ્યો: ‘અરે બા! આ તો અર્ણોરાજજી!’

એટલામાં તો અર્ણોરાજ આવી પહોંચ્યો. તે આવતાંવેંત નાયિકાદેવીના ચરણમાં માથું મૂકીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો. ‘બા! બા! મારી મા! ભીમદેવ મહારાજ...’

‘અરે! પણ શું છે? શું છે, અર્ણોરાજજી? કેમ ગાંડા કાઢે છે? આ તારા ભીમદેવ મહારાજ બેઠા, જો ને પાછળ!’

અર્ણોરાજ એકદમ ચમકી ગયો. તેણે પાછળ દ્રષ્ટિ કરી: ભીમદેવ ત્યાં બેઠો હતો. તેણે ભીમદેવ મહારાજને ચરણે હાથ નાખ્યો. તેની આંખમાંથી ખરખર આંસુ ચાલી નીકળ્યાં! 

‘ત્યારે બા! બા! મને તો એક તુરુકે બીવરાવી માર્યો! ઘા પડ્યો છે ને ભારે ઘા પડી ગયો છે, એમ બોલતો ભાગી ગયો, એટલે હું દોડ્યો!’

‘પણ તું હતો ક્યાં?’

‘હું બા! મારા મથકનો બંદોબસ્ત કરીને આટલામાં જ ઘૂમતો હતો. ભીમદેવ મહારાજનો પડછાયો મારાથી છૂટ્યો નહિ બા!’

‘અરે! પણ ગાંડાભાઈ! આ તો ઠીક છે...’

‘બા! બા! હું તમને મારા મનની વાત કહી દઉં. મને ભીમદેવ મહારાજના પડછાયા વિના બીજે ક્યાંય ચેન નહિ પડે. મને તો મહારાજને ચરણે જ રાખો. બીજે ક્યાંય મારે જાવું નથી. મહારાજ વિના મને ચેન પડતું નથી બા! આજે મેં સાંભળ્યું અને...’

અર્ણોરાજની આંખમાંથી નવાં આંસુ ચાલી નીકળ્યા.

મહારાણીબાએ તેનો હાથ પકડ્યો, ‘ભીમદેવ! આ અર્ણોરાજ તારા વિના વિખૂટો રહી શકે તેમ નથી. એને હવે તું સંભાળી લે.’

‘એ આજથી મારી પાસે મા! એને હવે ક્યાંય જવાનું નથી..

એટલામાં ત્યાં ટેકરી ઉપર દીપિકાઓ પ્રગટી અને મોડી રાત સુધી લડાઈની વાતો ચાલતી રહી.