VISH RAMAT - 23 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિષ રમત - 23

સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા અને ચાવી બનાવા વળી ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટે ની બહાર ઉભા હતા .. મિડલ ક્લાસ લોકાલિટી નો એ ફ્લેટ હતો એટલે એ ફલૂર પરના ચાર ફ્લેટ વચ્ચે નાની લોબી હતી ..ચાવી વાળો ફ્લેટ ના તાળાની ચાવી બનાવ માં વ્યસ્ત હતો એક હવાલદાર તેની આ પ્રક્રિયા નું વિડિઓ રેકોર્ડિંગ કરતો હતો કે જેથી કરી ને એ કેસ વખતે કોર્ટ માં પુરવાર કરી શકાય કે પોલીસે ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટ ની કાયદેસર ચાવી બનાવી ને જ તેમાં પ્રવેશ કર્યો હતો .. આ કાર્ય વહી ચાલતી હતી તે દરમ્યાન હરિ શર્મા એ ફ્લોર ના અન્ય ત્રણ ફ્લેટ નૂ નિરીક્ષણ કરવાના વ્યસ્ત હતો .. તેને જોયું કે એ ફ્લોર ના બાકીના ત્રણ ફ્લેટ વર્ષો થી બંધ હોય તેવા લગતા હતા ..
ચાવી વાળા એ ચાવી બનાવી દરવાજો ખોલ્યો હરિ શર્મા એ જોયું કે દરવાજો તો ખુલ્યો પણ આ દરવાજા ની સાથે આ કેસ નો કોઈ દરવાજો ખુલશે કે નહિ એતો અંદર જય ને જ ખબર પડે ..એ. વિચારી હરિ શર્મા ગુડ્ડુ ના ફ્લેટ માં પ્રવેશ્યો

*******
હોટેલ તાજ નો રૂમ નંબર ૨૧૦૬ એકવીસમાં માળે હતો તે એક સ્યુટ રૂમ હતો એટલે તેના એક રૂમ માં બે રૂમ હતા એ રૂમ માં એક હાય પ્રોફાઈલ મિટિંગ ચાલતી હતી
એ હાઈ પ્રોફાઈલ મિટિંગ માં જગતનારાયણ ચૌહાણ , સુદીપ ચૌહાણ , હરિવંશ બજાજ અને અંશુમાન હાજર હતા વહારવ જન મખમલી સોફા માં બેઠા હતા વચ્ચે ઉચ્ચ ક્વોલિટી દારૂ ના ચાર ગ્લાસ પડ્યા હતા .. તેની સાથે કાજુ અને નમકીન ની પ્લેટ્સ પડી હતી.
" મારી પાસે હવે સમય નથી મારેતવારિત નિર્ણય લેવો પડે એમ છે " જગતનારાયણ મક્કમ અવાજે બોલ્યા ..
હરિવંશએ અંશુમાન સામે જોયું.
" મંત્રી જી વિશાખા જોડે મારી વાત ચિત ચાલુ છે .અમે જલ્દી નિર્ણય લઈશું . " હરિવંશ લાચારી વશ બોલ્યા
" શેઠ જી ઈલેક્ષસન માં એક મહી નો બાકી છે ..અને શું તમે એવું નથી ઇચ્છતા કે તમારા વેવાઈ મુખ્ય મંત્રી બને ? " જગતનારાયણ હવે આરપાર વાત કરવા માંગતા હતા
" એટલે હું કઈ સમજ્યો નહિ " હરિવંશએ કહ્યું
" અંકલ એમાં એવું છે ને કે આપડા રાજ્ય માં અત્યારે અનંત રાય શિંદે મુખ્ય મંત્રી છે અને અમારી પાર્ટી ના સર્વે મુજબ જો પાર્ટી નો મુખ્યમંત્રી નો ચહેરો બદલવા માં આવે તો અમારી પાર્ટી ને ૫૦% થી વધારે બેઠકો મળે એમ છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી જી એ પાપા ને મુખ્યમંત્રી પદ ની ઓફર કરી છે " સુદીપ જલ્દી થી આટલું બોલી ગયો
" અરે આતો બહુ ખુશી ની વાત કહેવાય એવું હોય તો આપડે ઈલેક્શન પછી શાંતિ થી લગ્ન ની વાત કરીયે પહેલા ઈલેક્શન પતાવી દો " હરિવંશ આંશિક ખુશ થતા બોલ્યો અને મનોમન એવું વિચાર્યું કે જો આવું થાય તો પોતાને વિશાખા ને સમજવા નો ટાઈમ મળી જાય. પણ એને ક્યાં ખબર હતી કે જગતનારાયણ ના મનમાં લેવા મનસૂબા ચાલે છે એટલે જ હરિવંશએ લગ્ન ની વાત ઈલેક્શન પછી રાખવાનું કીધું એટલે જગતનારાયણ ના મન માં ફાળ પડી .
" અંકલ તમે સમજ્યા નહિ અમારી પાર્ટી ના અધ્યક્ષ હરકિશન તિવારી જી એ પપ્પા ને મુખ્યમંત્રી પદ નો ઑફર કરી છે પણ એના માટે આપડા રાજ્ય ની ૨૧૨ બેઠકો પર અમારા ઉમેદવાર ઉભા રાખવા પડે અને એ માટે દરેક બેઠકો દીઠ ૨ કરોડ રૂપિયા આપવા ના છે " સુદીપ અકળાયો હતો એટલે એને સીધે સીધું કહી દીધું.
હરિવંશ બજાજ પણ જમાના નો ખાધેલ વ્યક્તિ હતો એ તરત જ સમજી ગયો કે આ લોકો ૪૨૪ કરોડ નો ગાળિયો પોતા ના ગાલા માં નાખવા માંગે છે તેને એક નજર અંશુમાન સામે નાખી દીધી અંશુમાને પણ એમની સામે જોયું
" શું વિચારમાં પડીગયા શેઠજી હવે જો સુદીપ તમારો જમાઈ છે .. તો એટલી મદદ તો તમે અમને કરો જ ને ..અને એક વાર હું મુખ્યમંત્રી બની જાઉં પછી બંને વેવાઈ અબજો કમાઈશું " જગતનારાયણ ની ધીરજ હવે ખૂટી રહી હતી એટલે એ સુધી વાત કરતો હતો ..
હરિવંશ વિચારતો હતો કે ૪૨૪ કરોડ આપવા નો વાંધો નહિ પણ ક્યાંક વિશાખા આ લગ્ન કરવા રાજી ના થાય તો ?
હરિવંશએ અંશુમાન સામે જોયું .. આ સંકટ સમય ની સાંકળ હવે અંશુમાન જ હતો
" મંત્રીજી અમે થોડીવાર બહાર જઈને વાતચીત કરવા માંગીયે છીએ " અંશુમાને કહ્યું
" હા હા તમે વાત કરી લો મને કઈ વાંધો નથી " જગતનારાયણ બોલ્યો અને મક્કમ અવાજે ઉમેર્યું " પણ નિર્ણય અત્યારે જ લેવો પડશે ".
અંશુમાને તેની સામે એક નજર નાખી અને હરિવંશ બજાજ સાથે બાજુ ના રૂમ માં ગયો

********

અનિકેતે જીવણલાલ ને દસ હજાર આપી ને ગુડ્ડુ શાસ્ત્રી નું અડ્રેસ્સ મેળવ્યું હતું એ બહુ ખુશ હતો એની મોટર સાયકલ પૂર જોશ માં ભાગતી હતી હવે તે જલ્દી થી વિશાખા ને મળવા માંગતો હતો.
લગભગ અડધો કલાક પછી તે વિશાખા ના જુહુ વાળા બંગલે પહોંચ્યો હતો .. ચોકીદારે દૂરથી તેનું બાઈક આવતા જોયું ને તરત જ મેઈન ગેટ ખોલી દીધો ..અનિકેત બાઈક લઈને અંદર આવ્યો અને બાઈક પાર્ક કરી ને બાંગ્લા માં પ્રવેશ્યો .. ઉલ્લાસ તાવડે સોફા માં બેઠો બેઠો મોબાઈલ મચેડતો હતો ..