VISH RAMAT - 5 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિષ રમત - 5

અલાર્મ વાગ્યું ત્યારે અનિકેત ની આંખો ખુલી તેને પોતાના મોબાઈલ માં ટાઈમ જોયો સાંજના વાગ્યા હતા મોબાઈલ માં વિશાખા ના મિસ કોલ હતા . દીવ થી આવ્યો પછી નો આજે બીજો દિવસ હતો . સેલ્ફ ડ્રાઈવે કરીને આવવા નો હતો એટલે અને વિશાખા ને કહ્યું હ્હતું કે તે બીજા દિવસે તેને મળશે

ત્યાર પછીનો આખો દિવસ અનિકેતે ઊગવા માંજ કાઢ્યો હતો વિશાખા તેને વર્સોવા ના પોતા ના ફ્લેટે નું સરનામું આપ્યું હતું જ્યાં અનિકેતે તેને મળવાનું પ્રોમિસ આપ્યું હતું અનિકેત હજી કઈ વિચારે pahela તેતેના મોબીલે ની રિંગ વાગી અનિકેત ને થયું કે ચોક્કસ વિશાખા નનો જજ ફોન હશે તેને મોબીલે મમ જોયું તો મી ટોરાની નો ફો હતો જેમની કંપની અનિકેત ને વિશાખા ના ફોટા પાડવાનો કોકોન્ટ્રાક્ટ આપ્યો હતો

અનિકેતે કહ્યું કાલે સવારે ફોટા આપી જશે અને ફટાફટ તૈયાર થવા માં લાગી ગયો તેને માનો મન નક્કી કર્યું કે વિશાખા ને ફોન કાર્ય વગર તેના બંગલે જઈને તેને સરપ્રાઈઝ આપવી તેથી તેને ફોન કર્યો નહીં

બરાબર અડધો કલાક પછી અનિકેત વિશાખા ના જુહુ સ્થિત બંગલા ના મેઈન ગેટ પાસે ઉભો હતો .બાંગ્લા નો મુખ્ય દરવાજો ઝીણી કોરેની વાળો લોખંડ નો હતો . અનિકેતે અંદર જવા માટે થી હોર્ન માર્યા દરવાજા ની લગોલગ બનાવેલી કેબીન ની બારી માંથી ગેટમેને જોયું ને અંદરથી એક સ્વીટ્ચ દબાવી અને દરવાજો એની જગ્યા એથી ખસી ગયો ..દરવાજા ની અંદર એક માટીનો રસ્તો બાંગ્લાવિષ રમત 2 સુધી જતો હતો રસ્તા ની બંને બાજુ જુદા જુદા રંગ ના ગુલાબ ના છોડ હતા અનિકેતે પોતાની કર ધીમે ધીમે અંદર લીધી તેનું ધ્યાન બંગલાને નિહાળવા માં જ હતું . માટીના રસ્તા ની જમણી બાજુ મોટો ગમોટો ગાર્ડન અને પછી બે માળ ન ઓ મોટો બંગલો હતો. ગાર્ડન માં એક મોટી છત્રી ની નીચે ટી ટેબલે અને ચેર વ્યવસ્થિત ગોઠવાયેલા હતા . જાણે કે ઘણા સમય થી એનો ઉપયોગ જ ના થયો હોય .બંગલો એકદમ ચમકતા સફેદ રંગ નો હતો તેની બધી બોર્ડર બ્રોવન રંગ ની હતી ..સામે એકદમ દીવાલ આવી જતા અનિકેતે બ્રેક મારી અહીંથી ડાબી બાજુ પાર્કિંગ માં જવાતું હતું .અનિકેતે કાર પાર્કિંગ તરફ લીધી ..ત્યાં વિશાખા ની મર્સીડીઝ પડી હતી. અને બીજી પણ એક કાર પડી હતી .અનિકેત ને લાગ્યું કે આ બીજી કાર પણ વિશાખ ની જ હશે અનિકેત પોતાની કાર પાર્ક કરીને બંગલાના મુખ્ય દરuવાજા તરફ ગયો ..મુખ્ય દરવાજા પર કોઈ એક જોકર ની મૂર્તિ કંડાળેલી હતી દરવાજો કંઈક યુનિક લાગતો હતો અનિકેતે બેલ મારવા હાથ લાંબો કર્યો એવો જ દરવાજો ખુલ્યો ને અંશુમન અંદર થી બહાર આવ્યો તેને ગ્રે કલર નો શૂટ પહેર્યો હતો ..તે પણ અનિકેત ને જોઈને એકદમ ચોકી ગયો તેને પોતાના રીમલેસ ચશ્મા સરખા કર્યા

" યસ પ્લીસ આપને કોનું કામ છે ?" અંશુમાને સપાટ સ્વર માં પૂછ્યું વિશાખા સાથે તેના ફેમિલી વિષે કોઈ વાત થઇ ન હતી એટલે અનિકેત અંશુમન ને ઓળખી શક્યો નહિ

" મિસ વિશાખા બજાજ " અનિકેતે કહ્યું .

અંશુમન અનિકેત ની સામે ધારદાર નજરે જોઈ રહ્યો હતો

.." તાવડે .." અંશુમાને બુમ પડી અને ઉલ્લાસ તાવડે બાર આવ્યો જે વિશાખા નો મેનેજર હતો .

" તું આ ભાઈ ને ઓળખે છે? " અંસુમાને તાવડે ને પૂછ્યું .તાવડે અનિકેત ને દીવ માં મળ્યો હતો એટલે એ અનિકેત ને ઓળખતો હતો .

" જી સર એ મેડમ ના ફ્રેન્ડ છે " તાવડે એ કહ્યું ..અનિકેત સમજી શક્યો નહિ કે તાવડે એ એની ઓળખાણ વિશાખા ના ફ્રેન્ડ તરીકે કેમ આપી જયારે એ તો એક ફેશન ફોટોગ્રાફર હતો .

." તો એમને વિશુંને મલાવી દે કદાચ એનો મૂડ સારો થઇ જાય " એમ કહીને અંશુમન ત્યાંથી નીકળી ગયો

અનિકેત ને અંશુમન ની વાત વિચિત્ર લાગી એકતો એને વિશાખા ની જગ્યાએ વિશુ કીધું ને બીજું આ બોલ્યો કે તેનો મૂળ સારો થઇ જાય ..અનિકેત ને કંઈક સમજાયું નહીં ..હેગડે તેને અંદર લઈને આવ્યો ડ્રોઈંગ રમ વિશાળ હતો ચારેય બાજુ મોંઘી પેઇન્ટિંગ અને આધુનિક ફર્નિચર ગોઠવવા માં આવ્યું હતું આખા ડ્રોઈંગ રૂમ માં ઉપર ગોળાકાર માં બાલ્કની હતી ત્યાં જુદા જુદા રૂમ હશે એવું અનિકેતે અનુમાન કર્યું તાવડે એ તેને બેસવાનું કહ્યું ..અનિકેત સોફામાં બેઠો ..તાવડે ક્યાંક અંદર ના રૂમ માં ગયો ને થોડીવાર પછી પાછો આયો " મેડમ તમને ઉપર બોલાવે છે આવો " તાવડે નમ્ર થઇ ને બોલ્યો હતો તાવડે અનિકેત ને સીડી ચડીને ઉપર લઇ આવ્યો તાવડે વિશાખ ની રૂમ ની બહાર સહેજ વાળીને ઉભો રહ્યો અને હાથ લાંબો કરીને અનિકેત ને રૂમ માં જવા ઈશારો કર્યો " ધીસ વે " અનિકેત વિશાખા ની રૂમ માં પ્રવેશ્યો

મેનેજર ત્યાંથી જતો રહ્યો .અનિકેત ની નજર રૂમ માં ચારેય તરફ ફરી ..એણે આવો આધુનિક બેડરૂમ પહેલા ક્યારેય જોયો નહતો .બેડ રૂમ માં બેસવા માટેના સોફા હતા અને બેડરૂમ ની અંદર પણ એક રૂમ હતો અનિકેત ને વિશાખા નો બેડરૂમ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ ના મોંઘા સુઈટ રૂમ જેવો લાગ્યો. એટલા માંજ વિશાખાનો અવાજ આવ્યો

એની પ્લીઝ અંદર આવ " અનિકેતે વિશાખા નો અવાજ સાંભળતી તેનો અવાજ એકદમ માદક હતો .

અનિકેત ને લાગ્યું કે તે અવાજ અંદર ના રૂમ માંથી આવ્યો હતો ..અનિકેત અંદર ના રૂમ માં ગયો ..અંદર નો રૂમ મોટી હતો તેમાં ડાબી બાજુ એક મોટું કપબોર્ડ હતું તેની બાજુમાં એક મોટી પલંગ અને જમણી બાજુ પર્સોનલ સ્વીમીંગ પુલ હતી એની એક કિનારી પર વિશાખા બેઠી હતી તેના હાથ માં બિયર નો ગ્લાસ હતો તેનું મોઢું ભાર હતું તેની બાજુનું શરીર પાણી માં હતું વિશાખા બિયર નો એક સીપ પીધો અનિકેત અને વિશાખા ની નજરો ટકરાઈ .

" ત્યાં દૂર કેમ ઉભો છું નજીક આવ " વિશાખા ના અવાજ માં થાક વર્તાતો હતો અનિકેત તેની નજીક ગયો વિશાખા તેનો હાથ પકડીને હાથે કિસ કરી

" હું તને ક|લ ની ફોન કરું છું તું મારો ફોન રેસિવે નથી કરતો "

" સોરી વિશુ .." અનિકેતે ઝૂકીને વિશાખા ના ભીના વાળ માં કિસ કરી

" વેલ મારે તારી સાથે થોડી વાત કરવી છે "

" હા બોલ.. "

" એટલે હું આવી રીતે આમ બાથ લેતા લેતા વાત કરું.. " વિશાખા સ્માઈલ કરી ..અનિકેત એક ઘારી નજરે વિશાખા ને જોઈ રહ્યો હતો .

" વેલ આખી બંધ કર એટલે હું બહાર આવું ..પછી રેડી થઇ ને આપણે લોન્ગ ડ્રાઈવ જઇયે”

. અનિકેતે આખો બંધ કરી એને લાગ્યું કે એને હરેક પળે વિશાખા નો નશો ચડતો જાય છે ..વિશાખા પૂલ માંથી બહાર આવી ત્યારે એક માદક ખુશ્બુ વાતાવરણ માં ફેલાઈ ગઈ.

નરીમાન પોઇન્ટ ઉપર ગેટ વે ઓફ ઇન્ડિયા ની થોડેક દૂર બજાજ હાઉસ ની ૧૫ માળ ની ઓફિસે હતી તેના ૨૫ માં માળે હરિવંશ બજાજ ની ઓફિસે હતી તેમની ઓફિસે આખી કાચની બનાવેલી હતી બજાજ હાઉસ માં લગભગ ૩૦૦૦ થી પણ વધુ કર્મચારીઓ કામ કરતા હતા બજાજ હાઉસ માં મેઈન ઢોળાવ વાળા મુખ્ય દરવાજા આગળ એક બ્લૅક બેન્ટલી કાર આવીને ઉભી રહી . તરત દરવાજા આગળ ઉભેલો સફેદ સફારી માં સજ્જ ચોકીદાર ના વોકી ટોકી પર બીપ વાગ્યું તેને ફોન રિસીવ કર્યો " યાસ સર " એટલુંજ બોલી ને તે બેન્ટલી આગળ દોડી ગયો તેને પાછળનો દરવાજો ખોલ્યો . ગાડી માંથી રાજ્ય સરકાર ના સહકાર મંત્રી જગતનારાયણ ચૌહાણ ઉતર્યા તેમને સફેદ કલર નું સફારી પહેર્યું હતું ..ગાડી ના બીજા દરવાજા માંથી તેમનો ખાસ માણસ અશોક ત્રિપાઠી ઉતર્યો તેના હાથ માં લેથર ની બેગ હતી બંને જણા પગથિયાં પાસે આવ્યા ત્યારે અંશુમાન મેઈન દરવાજે જગતનારાયણ નું સ્વાગત કરવા માટે આવી ગયો હતો

.જગતનારાયણ અને અંસુમાને હાથ મિલાવ્યા .

" વેલકમ સર " અંસુમાને સ્માઈલ કરી.

જવાબ માં જગતનારાયને પણ સ્માઈલ કરી .." બજાજ હાઉસ બહુ ભવ્ય બનાવ્યું છે " જગતનારાયને કહ્યું

" બધી તોમારી કૃપા છે . પ્લીસ કમ " અંશુમાન ખંધા વેપારી ની જેમ બોલ્યો ..અને જગતનારાયણ ને હરિવંશ બજાજ ની કેબીન તરફ દોરી ગયો

જગતનારાયણ ચૌહાણ અને હરિવંશ બજાજ વચ્ચે આજે એક હાઈ પ્રોફાઈલ મિટિંગ થવાની હતી હરિવંશ બજાજ એક નવી કોન્સ્ટ્રકશન કંપની ખોલવા જઈ રાહત હતા તેનો પહેલો પ્રોજેક્ટ ૩૦૦૦૦ કરોડ નો હતો અને તેના માટે જે જમીન હોયતો હતી તેનો બધો વહીવટ જગતનારાયણ પાસે હતો. છેલ્લા કેટલાય સમય થી જગતનારાયણ અને હરિવંશ બજાજ વચ્ચે વાતચીત ચાલતી હતી .અને આજે એ ફાઇનલ મિટિંગ કરવા ના હતા ..

અંશુમાન જગત નારાયણ ચૌહાણ ને હરિવંશ બજાજ ની કેબિન માં લાવ્યો .હરિવંશ આતુરતા થી જગતનારાયણ ની રાહ જોઈને બેઠા હતા જગતનારાયણ ની સાથે તેમની ખાસ વિશ્વાશું મન' અશોક ત્રિપાઠી પણ હતો. હરિવંશ બજાજ અને જગત નારાયણે એકબીજા સાથે હાથ મિલાવ્યા ..હરિવંશ બજાજ ની વિશાલ કેબિન માં એક બાજુએ મખમલ ના સોદાની બેઠક બનાવામાં આવી હતી ..બધા ત્યાં બેઠા ..અંશુમાને પાણી મંગાવી ને અનુપચારિક્તા પુરી કરી .

." મંત્રીજી આગળ આપણે વાત થઇ પ્રમાણે અમે નવી કન્સ્ટ્રક્શન કંપની ખોલી રાજ્ય છીએ ..અને તેનો પ્રથમ પ્રોજેક્ટ ..સિટી ની બહાર જે ઝૂ છે એની બાજુ વળી જમીન પર રેસીડએંટીઅલ એન્ડ કૉમર્શિઅલ મોલ બનવાનો છે અને જમીન ગોવેર્નમેન્ટ હસ્તક છે ..એમાં તોમારી મદદ જોઈએ છે " હરિવંશએ વાત કહેવાની ચાલુ કરી .

.જગતનારાયણ એકદમ શાંતિ થી હરિવંશ ની વાત સાંભળી રહ્યા હતા. બંને પોતપોતાના ક્ષેત્રો ના ઉમદા ખેલાડીઓ હતા ..હરિવંશ એક ઉતકૃષ્ટ બિઝનેસ મેન અને જગતનારાયણ એક ખંધા રાજકારણી હતા એમાં કોઈ શકે નહતો .હરિવંશ બજાજ પણ જાણતા હતા કે આગલી ચૂંટણી માં જગતનારાયણ ની મુખ્યમંત્રી બનવાની પુરેપુરી સંભાવના હતી ..હરિવંશ બજાજ ની વાત પુરી થયા પછી થોડી શાંતિ ચગાવાઈ ..હરિવંશ બજાજે પોતાનો પાસો ફેંક્યો હતો ..પણ તેના જવાબ માં જગતનારાયણ કેવો ધડાકો કરવાના હતા કોઈ જાણતું હતું