VISH RAMAT - 22 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 22

Featured Books
  • خاموش جزبہ

    میں نے اسکے ساتھ ایسی زندگی تصور کی ہوئی ہے۔۔۔میں نے یہ نہیں...

  • نیا دن

    سچائی زندگی کی حقیقت کو جلد سمجھ لینا چاہیے۔ زندگی کو صحیح ط...

  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

Categories
Share

વિષ રમત - 22

અનિકેત તેનું બાઈક લઇ ને ભુલેશ્વર ના ભીડ વાળા એરિયા ના આવ્યો .. મુંબઈ વહેલી સવારથી ધમ ધામતુ .. તેમાંય ભુલેશ્વર ની સવારે જ ભીડ ભાડ થી થતી .. અનિકેતે જીવન પ્રકાશ નામ ના છાપ ની ઓફિસ નું સરનામું ગુગલ પર નાખ્યું હતું અને એ ગુગલ બતાવતું હતું એ રસ્તે આગળ વધતો હતો ..આખરે એની મંજિલ આવી ગઈ એ ચાર માલ નું ખખડધજ મકાન હતું તેમાંય ચોથો માળ તો જાણે પાડું પાડું થતો હતો . ત્યાં ભીડ એટલી હતી કે પાર્કિંગ ની જગ્યા ન હતી . તેના સદ્ નસીબે એને જે મકાનમાં જવાનું હતું એની નીચેની દુકાન બંધ હતી તેને માંડ માંડ ત્યાં બાઈક પાર્ક કર્યું .. બરાબર તેની બાજુમાં એક નાના ઓટલા જેવું હતું અને ત્યાં ઉપર જવાની લાકડાની સીડી હતી .. અનિકેત એ સિદી ચડવા લાગ્યો
જીવન પ્રકાશ નામના એ છાપ ની ઓફિસ ત્રીજા માળે હતી એ ત્રણ દાદરા ચડી ને ઓફિસ ની બહાર આવી ને ઉભો રહ્યો ..ઓફિસ નો કાચ નો દરવાજો ખુલ્લો હતો દરવાજા પર જ જીવન પ્રકાશ છાપ નો લોગો લગાડ્યો હતો .. અનિકેતે દરવાજો ખખડાવ્યો પણ અંદર થી કોઈ નો જવાબ ના આવ્યો અનિકેત અંદર આવ્યો. ડાબી બાજુ બેસવા નો નાનો સોદો હતો જમણી બાજુ જુના છાપ ની થપ્પીઓ પડી હતી ..તેની નજર ઓફિસ ની અંદર રહેલી એક કાચ ની કેબીન પર પડી એ કેબીન બાજુ ગયો ત્યાં જય ને દરવાજો નોક કર્યો.
" કમ ઈન " અંદર થી અવાજ આવ્યો
અનિકેતે અવાજ સાંભળ્યો તેને લાગ્યું કે અંદર બેઠેલો જે માણસ બોલ્યો એના મોઢા માં કૈક ખાવા નું હશે
અનિકેત કેવિન નો દરવાજો ખોલી ને અંદર પ્રવેશ્યો



કેબીન માં લાકડા ના એક સદા ટેબલ ની પાછળ એકવડા બંધ નો એક માણસ બેઠો હતો .. એ રંગે શ્યામ હતો તેના મોઢા પર સોનેરી ફ્રેમ ના ચશ્મા હતા તે મોઢા માં પણ ચાવતો હતો ..
" આવો બેસો " જીવનલાલે કહ્યું
અનિકેત બેઠો તેની નજર ટેબલ પર પડી જ્યાં નેમ પ્લેટ મુકેલી હતી " જીવણલાલ ચતુર્વેદી , સંપાદક ".

અનિકેત ને લાગ્યું કે આ માણસ જોડે બહુ હોશિયારી પૂર્વક કામ કરવું પડશે

સામે જીવન લાલ પણ જમાના નો ખાધેલ માણસ હતો એ નાનું તો નાનું પણ એક અખબાર ચલાવતો હતો તેને પોતાના જીવન માં અચ્છા અચ્છા ખંધા માણસો જોયા હતા .. તે અનિકેત ને જોઈ ને સમજી ગયો કે આ માણસ ના મન માં બહુ જ ગૂંચવાડા વાળા વિચારો ચાલે છે
" હું જીવણલાલ ચતુર્વેદી .. તમે બોર્ડ તો વાંચી જ લીધું છે ". જીવન લાલ આટલું બોલી નીચે મુકેલી થૂંક દાની માં થૂંક્યો ..
અનિકેત પણ ચોંક્યો ..એને વિચાર્યું માણસ હોશિયાર લાગે છે . પોતે નેમ પ્લેટ પર નામ વાંચ્યું એ પણ જીવણ લાલે જોઈ લીધું
" જી હા નામ તો મે વાચી જ લીધું છે " અનિકેત ધીમે રહીને બોલ્યો ...
" હા તો હવે કામ બોલો " જીવણ લાલ સીધી વાત કરવા ના મૂડ માં હતો
" વાત એમ છે સર કે તમારે ત્યાં ગુડ્ડુ શાસ્ત્રી નામની એક પત્રકાર ફ્રી લાન્સર તરીકે કામ કરતો હતો .." અનિકેત આટલું બોલી ને અટક્યો . જીવન લાલ ના ચશ્મા નાક ઉપર હતા અને એ એકધારી નજરે અનિકેત ની સામે જોઈ રહ્યો હતો . જાણે કહેતો હોય આગળ બોલો
" મારે એના વિષે થોડીક ઇન્ફોરમેશન જોય તી હતી " અનિકેતે આગળ કહ્યું .. કોણ જાણે કેમ અનિકેત ને લાગ્યું હતું કે આ માણસ સીધી રીતે કોઈ માહિતી નહિ આપે ..
" મને તો એવું હતું કે આ સવાલ પૂછવા પોલીસ આવશે પણ તમે આવ્યા " જીવન લાલે આટલું બોલતા મોમાં રહેલું થુંક ગળા માં ઉતાર્યું .
" તમે એની માહિતી આપી શકશો? " અનિકેતે કહ્યું
જીવનલાલે સ્માઈલ કરી ..
" જુવો ગુડ્ડુ એ મારુ બહુ નુકશાન કર્યું છે .. મને એમાં રસ નથી . પણ આપડા ગુજરાતી માં એક કહેવત છે ..જીવતો હાથી લાખ નો મરેલો સવા લાખ નો " જીવનલાલે કહ્યું
" અનિકેત વિચારતો હતો કે જીવણલાલ પૈસા નો લાલચુ માણસ છે . જો એની જોડેથી માહિતી કઢાવવી હશે તો કૈક ચા પાણી કરાવવા પડશે ..
" જીવનલાલજી .. ગુડ્ડુએ તમારું જેટલું નુકશાન કર્યું હોય પણ હું તમારું નુકશાન નહિ કરું ..." અનિકેતે હોશિયારી થી કહ્યું
અનિકેત ની વાત સાંભળી ને જીવણલાલ પણ ખાધેલા મોઢે જ ખડખડાટ હસવા લાગ્યો " હા .... હા ...હા. ".
" હું ગુડ્ડુના અડ્રેસ્સ ની કિંમત આપવા તૈયાર છું " અનિકેતે સીધું જ કહ્યું
" દસ હજાર આપી દો " જીવન લાલ પણ જાણે વાતો માં સમય બરબાદ કરવા માંગતો ન હતો ..આજે સવારે ના પહોર માં જાણે કોનું મોઢું જોયું તું કે સવારે ના પહોર માં દસ હજાર નો બકરો આવી ગયો
Aniket ને ખબર જ હતી કે આ ઉ કૈક થશે એટલે એ વીસેક હજાર જેટલી રોકડ રકમ પોતા ના ખીસા માં લઈને જ આવ્યો હતો એમાંથી એને જીવણલાલ ને દસ હજાર આપી દીધા જીવનલાલે ખંધુ હસીને રોકડા પોતાના ખીસા માં મુક્યા અને ટેબલ પર પડેલી એક પેન લઈને કાગળ પર ગુડ્ડુ શાસ્ત્રી નું સરનામું લખી દીધું ૧૦૫ મનીષ એપાર્ટમેન્ટ , મલાડ બાજ જેમ માસના ટુકડા પર ઝાપટ મારે એટલી ઝડપથી અનિકેતે ગુડ્ડુ નું અડ્રેસ્સ લખેલો કાગળ નો ટુકડો પોતા ના ખિસ્સા માં મૂકી દીધો ..!
********.
હરિ શર્મા ને રણજિત તરફથી ગુડ્ડુ મર્ડર કેસ ઝડપથી ઉકેલવાના ઓર્ડર્સ અપાય હતા .. જે વખતે અનિકેતે ગુડ્ડુ ના સરનામાં વાળો કાગળ પોતાના ખિસ્સા માં મુક્યો બરાબર એક વખતે સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ૪ હવાલદાર અને એક ચાવી બનાવ વાળા ને લઇ ને ગુડ્ડુ ના ફ્લેટ પર પહોંચ્યો હતો .. ચાવી વાળા એ ગુડ્ડુ ના ફ્લેટ નું તાળું ખોલવાની કામગીરી ની શરૂઆત કરી દીધી
અનિકેત અને પોલીસ બંને જોડે ગુડ્ડુ શાસ્ત્રી નું સરનામું આવી ગયું હતું પણ હવે જોવાનું એ હતું કે .. અસલી સાબૂત કોના હાથ માં આવે છે. ..!!!