VISH RAMAT - 24 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 24

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વિષ રમત - 24

અનિકેત વિશાખા ના બાંગ્લા માં પ્રવેશ્યો ત્યારે ઉલ્લાશ તાવડે સોફા માં બેઠો બેઠો મોબાઈલ મચેડતો હતો .
" અનિકેત સર મેડમ તમારી ઉપર રાહ જોવે છે " ઉલ્લાસ અનિકેત ને જોઈ ને તરત બોલ્યો
અનિકેત હવે આ બાંગ્લા થી અજાણ્યો ન હતો એટલે એ ઉપર જવાની સીડી સડસડાટ ચડવા લાગ્યો .
અનિકેતે વિશાખા ના બેડરૂમ નો દરવાજો ખોલ્યો ત્યારે વિશાખા તાજે તાજું સ્નાન કરી ને સફેદ રંગ ના પારદર્શક ગૌણ ગાઉન માં પોતાના વિશાલ કોતરણી વાળા બેડ પાર ચત્તી પડી હતી . તે હમણાં જ બાથ લઈને આવી હોવાથી તેના વાળ હાજી ભીના હતા . અને તેના વાળ માંથી નીકળતા પાણી માંથી ચાદર ભીની થતી હતી ..
દરવાજો ખોલવાનો અવાજ આવ્યો એટલે વિશાખા ની નજર દરવાજા તરફ ગઈ .. અનિકેત સીધો તેના બેડ પાસે આવ્યો અનિકેત ને જોઈને વિશાખા પણ એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ .. અને અનિકેત ને અજગર ની જેમ ચોંટી ગઈ અને અનિકેત ના આખા ચહેરા પર ચુંબન કરવા લાગી એ કેટલાય સમય થી અનિકેત ના આવવા ની રાહ જોઈ રહી હતી ..એટલેજે અનિકેત ને જોતા જ તેના સબર નો બંધ તૂટી ગયો અને અનિકેત તરફ નો તેનો અસ્ખલિત પ્રેમ વહેવાર લાગ્યો
અનિકેત વિશાખા ને જેટલો પ્રેમ કરતો હતો તેનાથી લખો ઘણો પ્રેમ વિશાખા અનિકેત ને કરતી હતી . વિશાખા અનિકેત ને પ્રેમ કરતી હતી એમ કહીયે તો ઘણું ઓછું કહેવાય ..વિશાખા અનિકેત ની પાછળ લગભગ અંધ બની ગઈ હતી . તેને તેનું સર્વસ્વ અનિકેત ની પાછળ કુરબાન કરી દીધું હતું ..ત્યાં સુધી કે એના જીવન નો મોટા માં મોટો ગોલ કે એ જેના માટે તે હંમેશા પોતાના પાપા સાથે ઝગડતી ..અરે ખુદ એ ગોલ થાકી તો તેને અનિકેત મળ્યો હતો ..એનું એ હિરોઈન બનવા નું સ્વપ્ન પણ અનિકેત ની પાછળ તે ભૂલી ગઈ હતી .. તેને મનમાં નક્કી કરી દીધું હતું કે હિરોઈન ના બનીશશકાય તો કઈ નહિ .પણ હવે તે એક પળ અનિકેત થી છૂટી રહી શકે તેમ નથી
અનિકેત ના આખા ચહેરા પર ચુમ્બનો નો વરસાદ કાર્ય પછી તેને પોતાના હોઠ અનિકેત ના હોઠ પર મૂકી દીધા અને બંને ના ગરમ શ્વાસ અથડાયા અનિકેતે ધીમે રહી ને માંડ માંડ વિશાખા ને પોતા ના થી અલગ કરવાનો પ્રયત્ન કર્યો .. એ વખતે વિશાખા નો હાથ અનિકેત ની કમર પર હતો એટલે અનિકેતે ધક્કો માર્યો તો વિશાખા તો બેડ પર પડી પણ અનિકેત પણ તેની સાથે તેની ઉપર બેડ પર પડ્યો ..
**********.
સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ખુબ જ સાવચેતી થી ગુડ્ડુ ના ફ્લેટ માં પ્રવેશ્યો અંદર આવતા પહેલા તેને હાથ માં રબર ના સફેદ ગ્લોસ પહેરી લીધા હતા . અને બાકી બીજા બધા ને બહાર જ ઉભા રહેવા સૂચના આપી હતી .
શર્મા એ ચારેય બાજુ નું નિરીક્ષણ કર્યું ઘરમાં બહુ કઈ ખાસ હતું નહિ એક રૂમ રસોડા નો એ ફ્લેટ હતી સામે બે ખાના વાળું એક ટેબલ પડ્યું હતું ડાબી બાજુ એ એક પલંગ પડ્યો હતો .. અને જમણી બાજુ એ એક જૂનો પુરાણો સોફો પડ્યો હતો હરિ શર્મા એ વિચાર્યું કે આનો ઉપયોગ બેસવા માટે કરવા માં આવતો હશે સામે ટેબલ વાળી દીવાલ પર કપડાં લટકવા નું એક સ્ટેન્ડ લાગવા માં આવ્યું હતું તેના પર એક જીન્સ અને ટી શર્ટ લટકતા હતા ...એ પણ ગુડ્ડુ ના જ કપડાં હશે એ પણ હરિ શર્મા એ માની લીધું ..
રૂમ નું બરાબર નિરીક્ષણ કરી ને હરિ શર્મા આગળ રસોડા માં ગયો .. રસોડા માં એક નાનું ફ્રીઝ એક ગેસ અને બીજા થોડા વાસણો જ હતા .. ત્યાં થી કોઈ પુરાવા નહિ મળે તેમ હરિ શર્મા એ માની લીધું .
અને રસોડા માંથી એ તરત બહાર આવ્યો . બહાર આવી ને એ ઉભા પગે રૂમ માં બેસી ગયો ત્યાં પલંગ નીચે એક બેગ પડી હતી .. હરિ શર્મા એ એ બેગ બહાર ખેંચી .. બેગ ખોલવા નો પ્રયત્ન કર્યો .. પણ બેગ પાસવર્ડ વાળા કોડ થી બંધ કરેલી હતી . ઉભા થઇ ને એ બેગ તેને બહાર ઉભેલા હવાલદાર ને આપી . પછી તે પેલા બે ડ્રોવર વાળા ટેબલ પાસે આવ્યો .. તેને કંઈક આશા સાથે એક ડ્રોવર ખોલ્યું પણ તે બિલકુલ ખાલી હતું તેના થોડી ધૂળ સિવાય બીજું કઈ ન હતું .. હરિ શર્મા એ તરત બીજું ડ્રોવર ખોલ્યું તેમાં ગુડ્ડુ દ્વારા લખાયેલા થોડા કાગળો અને એક લાલ રંગ ની ડાયરી હતી .. બે ત્રણ બોલ પેન ની રીફીલ અને ચાર પેનો પડી હતી હરિ શર્મા એ એ ડ્રોવર નો બધો સામાન એક મોટી પ્લાસ્ટિક ની બેગ માં ભર્યો અને એ કોથળી હવાલદાર ને આપી . હરિ શર્મા એ વિચાર્યું હતું કે એ બેગ અને કોથળી ના સમાન ની તાપસ પોલીસ સ્ટેશન જઈ ને કરીશું
હવે અહીં કોઈ તપાસ કરવાની બાકી નથી એમ સમજી ને એ બહાર નીકળવા જતો હતો ત્યાં જ એની નજર સોફા ની નીચે પડેલા થોડા સિગારેટ ના ઠુંઠા પર પડી ત્યાં ચાર સિગારેટ ના ઠુંઠા અને ત્રણ બળેલી દીવાસળીઓ પડી હતી હરિ શર્મા એ એ બધું એક કાગળ ના ટુકડા માં ભરી ને એનું પડીકું વળ્યું અને પોતાના પોકેટ માં મૂકી દીધું
ત્યાં જ એને બહારથી એક હવાલદાર નો અવાજ સંભળાયો
: ઓ સબ યહ પોલીસ તપાસ ચલ રહી હૈ આપ અંદર નહિ જ શકતે ".
હરિ શર્મા એ એ બાજુ જોયું તો હવાલદાર એક પછાડ઼ેક વર્ષ ના માણસ ને અંદર આવતા રોકી રહ્યો હતો