VISH RAMAT - 21 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 21

Featured Books
  • कहानी हमारी - 4

    धीरे-धीरे आश्रम मुझे अपना सा लगने लगा था।इतने सालों से जो सु...

  • सनम - 6

    अवनि की ज़िन्दगी अब Yug Pratap Singh के इर्द-गिर्द घूमने लगी...

  • चेहरा - 2

    आरव इस साल इंजीनियरिंग कॉलेज के सेकंड ईयर में था। पुणे के एक...

  • Dastane - ishq - 7

    So ye kahani continue hongi pratilipi par kahani ka name sam...

  • जवान लड़का – भाग 4

    जवान लड़का – भाग 4 जैसे कि हमने पहले के भागों में देखा कि हर...

Categories
Share

વિષ રમત - 21

અનિકેત સવારે વહેલો ઉઠી ગયો. આજે એ થોડો ફ્રેશ હતો .. કારણ કે રાત્રે એને જે વિચાર આવ્યો હતો એનાથી એને પાક્કી ખાતરી હતી કે ગુડ્ડુ શાસ્ત્રી નામની રહ્શ્ય જ|ળ માંથી નીકળવાનો કોઈ રસ્તો મળશે .. એ જલ્દી થી નહિ ધોઈને તૈયાર થઇ ગયો અને વિશાખા ને એક મેસેજ કરી દીધો કે " હું એક ઈમ્પોર્ટન્ટ કામ થી જાઉં છું જેવો ફ્રી થઇ એવો જ તને ફોન કરીશ તારા ઘેર મળીશું આટલો મેસેજ કરી ને એને મોબાઈલ પોતાના જીન્સ ના ખીસા માં મૂકી દીધો અને ખાના માંથી એક કાગળ બહાર કાઢ્યો જેમાં રાત્રે એને કેટલાક છાપાઓ અને મેગેઝીન ની ઓફિસો નું લિસ્ટ બનાવ્યું હતું કે જ્યાં ગુડ્ડુ ફ્રી લાન્સર તરીકે કામ કરતો હતો .... એ ફ્લેટે માંથી બહાર આવ્યો અને બાઈક ચાલુ કરી એને સૌથી પહેલા ભુલેશ્વર જવાનું હતું .. જ્યાં જીવન પ્રકાશ નામના છાપા ની ઓફિસ હતી .. ગુડ્ડુ આ છાપા માટે સૌથી વધારે કામ કરતો.

***********.

ઇન્સ્પેક્ટર હરિ શર્મા સરકારી હોસ્પિટલ ના પોસ્ટ મોટર્મ હાઉસના કોલ્ડ સ્ટોરેજ પાસે પહોંચ્યો હતો ત્યાં ગુડ્ડુ ના માં બાપ આવી ગયા હતા તેમની ઈચ્છા હતી કે એ પોતાના દીકરાના અંતિમ સંસ્કાર પોતાના ગામ કરે એટલે તેઓ ગુડ્ડુ ની લાશ ને પોતાના ગામ લઇ જવા ના હતા ..હરિ શર્મા એ બે હવાલદાર ને એ કામ માં લગાડ્યા હતા .. હરિશ્ર્મ એ ગુડ્ડુ ના માં બાપની પૂછ પરછ કરી હતી એમાં હરિ શર્મા ને કોઈ સઘન જાણકારી મળી નહતી .. ગુડ્ડુ ૧૨ ધોરણ સુધી ભોપાલ માં ભણ્યો હતો પછી ગ્રજ્યુએશન અને જર્નાલિસ્ટ નો કોર્ષ એને મુંબઈ થી કર્યો હતો .. એના પિતાજી ની ગામમાં જ થોડી જમીન હતી એટલે તેઓ ખાધે પીધે સુખી હતા .. તો પણ ગુડ્ડુ ભણતો હતો ત્યારથી જ પોતાના ભણવાનો તેમજ અન્ય ખર્ચો પોતાની જાતેજ કાડતો હતો ...અને દર મહિને પોતાના ઘરે ૨૫૦૦૦ રૂપિયા મોકલાવતો હતો .... અને ૬ મહિના માં એકાદ વાર પોતા ના ગામ પોતાના માં બાપ ને મળવા જતો હતો . આના થી વધારે માહિતી ગુડ્ડુ ના માં બાપ આપી શક્ય નહિ .. આટલી વર્મા હરિશ્ર્મ ને એક જ વાત નું આશ્ચર્ય થયું કે એક સામાન્ય ફ્રી લાન્સર રિપોર્ટર મુંબઈ જેવા શહેર માં રહી ને પણ પોતા ના ઘેર દર મહી ને ૨૫૦૦૦ રૂપિયા મોકલાવતો હતો. એટલે એની આવક કેટલી હશે ?
ગુડ્ડુ ના માં બાપ ને વિદાય કરતા ઇન્સ્પેક્ટર હરિ શર્મા ને ૨ કલાક લાગ્યા .. હવે હરિ શર્મા ની મંજિલ હતી ગુડ્ડુ નું મુંબઈ નું ઘર ..... હરિ શર્મા ને પાક્કી ખાતરી હતી કે ગુડ્ડુ ના ઘર માંથી કૈક માહિતી મળશે ..પણ એને ક્યાં ખબર હતી કે વિધાતા ને બીજું જ કૈક મંજુર હતું

*********.

રણજીત દેશમુખ અને હરિ શર્મા મોનીશા અગ્રવાલ ની ઉલટ તાપસ કરી ને જેવા બહાર નીકળ્યા એવા જ મોનીશા એ પોતાના મોબાઈલ માંથી એક ફોન જોડ્યો અને સામેથી કોઈ ફોન ઉપાડે એની રાહ જોવા લાગી
સામેની વ્યક્તિ એ ફોન ઉપાડ્યો એ વ્યક્તિ એ કઈ બોલવાનું ન હતું ફક્ત સાંભળવાનું હતું.
" ડાર્લિંગ આપણ ને બીક હતી એવું જ થયું ...પોલીસ પાસે ફોન નંબર પહોંચી ગયો છે .. એટલે જલ્દી માં જલ્દી એ ચુડેલ પાસે થી ફોન લઇ લેવો પડશે કારણ કે પોલીસ જો એની પાસે પહોંચી ગઈ તો એ રેલો આપડા સુધી આવતા બહુ વાર નહિ લાગે ..." મોનીશા ના ચહેરા પર ચિંતા ના હાવભાવ આવી ગયા.
" તું ચિંતા ના કર હું બહુ જલ્દી માં જલ્દી એની વ્યવસ્થા કરી દૈસ " સામેથી એકદમ શાંત અવાજ માં કહેવા માં આવ્યું
" અને જલ્દી મળ મને તારા વગર નથી રહેવાતું હવે ". મોનીશા એ પ્રેમ પૂર્વક કહ્યું.
" બહુ જલ્દી માલિશ ડાર્લિંગ તને " આટલું બોલી સામેવાળા એ ફોન કટ કરી નાખ્યો.

******.
અનિકેત ભુલેશ્વર ના ભીડ ભાળ વાળા રસ્તા માંથી પસાર થઇ ને એક જુના ત્રણ માળના બિલ્ડીંગ આગળ પહોંચ્યો .. ત્યાં ચારેય બાજુ ટ્રાફિક હતો
અનિકેતે ઉપર નજર કરી તો ઉપર " જીવન પ્રકાશ ડેઇલી " નું જૂનું પુરાણું બોર્ડ દેખાયું ... અનિકેતે સાઈડ ઉપર જેમતેમ પોતાનું બાઈક પાર્ક કર્યું અને બિલ્ડીંગ માં પ્રવેશ્યો