Prem ke Dosti? - 7 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 7

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 7

એ રાતે પ્રતિકના દસ થી બાર કોલ પ્રિયાએ ઉઠાવ્યા નહિ,અને એક પણ મેસેજ નો જવાબ આપ્યો નહિ. લગ્ન ના કરવાની વાતને લઇ પ્રિયા પ્રતિક પર ખુબજ ગુસ્સે હતી. રોઈ રોઈ ને તેનો હાલ બેહાલ હતો.આ તરફ પ્રતિક પણ દુ:ખી હતો. આજે સાંજેની ઘટના હજી તેના સમજણમાં નતી આવતી.

આગલી રાત્રે પ્રિયાએ તેનો કોલના ઉપાડ્યો એટલે સવારે તે સીધો પ્રિયાની ઓફીસ પર પહોંચી ગયો.

“તું અહી શા માટે આવ્યો ,પ્લીઝ અહી કોઈ સીન ના બનાવતો’’.પ્રિયાની આંખો રડવાને લીધે સાવ લાલ થઇ ગઈ હતી.

મારે તારી જોડે વાત કરવી છે,પ્રતિકે કહ્યું.

શું વાત બાકી રહી છે? તારે મારી જોડે લગ્ન જ નતા કરવા તો શા માટે મારી સાથે પ્રેમ નું ખોટુ નાટક કર્યું?પ્રિયાએ રડતા રડતા કહ્યું

અરે યાર મેં લગ્ન કરવાની ક્યાં ના પડી છે પણ બધું સેટ તો થવા દે. અને તેજ કહ્યું હતું કે આપણા સબંધો વિષે કોઈને જાણ ના થવી જોઈ તો તે તારા પપ્પા ને અત્યારથી કેમ બધી વાતો કરી દીધી.પ્રતિકે કહ્યું

હજી કેટલું સેટ થવું છે તારે ? અને મને એમ લાગતું હતું કે તું મારા થી દુર જતો જાસ,મને ઇગ્નોર કરેશ એટલે મેં પપ્પાને વાત કરી કે તું મને પસંદ છે. મને એમ હતું કે તું લગ્નની વાત થી ખુશ થઈશ પણ તું તો મારા થી હજી દુર થવા માંગે છે.પ્રિયાએ ખીજાતા કહ્યું

અરે પ્રિયા તને કેમ એમ લાગ્યું કે હું દુર જાઉં છું,હું ફક્ત કામમાં હોવું છું આ વખતે પ્રતિક થોડો અવાજ ઉંચો કરીને બોલ્યો.

તેના ઊંચા અવાજે પ્રિયાને અંદર થી હલબલાવી નાખી. પ્લીઝ પ્રતિક તું અહી થી ચાલ્યો જા.તને તારી વાર્તાઓ મુબારખ.

પણ પ્રિયા ....

પણ બણ કઈ નહિ તું બસ અત્યારે અહી થી ચાલ્યો જા.

પ્રતિકે ત્યાંથી ચાલ્યું જવામાં જ સમજદારી સમજી.

ઘણા દિવસો વીત્યા પ્રતિકે પ્રિયાને ફોન અને મેસેજ માં સમજાવાની ઘણી કોશિશ કરી પણ એ ના માની.

અંતે પ્રતિકને પોતાની ભૂલ સમજાઈ અને તે પોતાની માફી માંગવા પ્રિયાના ઘરે ગયો.

તે દિવસ અને અત્યાર સુધી કરેલી ભૂલ માટે હું આપ સૌની માફી માંગું છું,પ્રતિકે હાથ જોડીને પ્રિયા અને તેના મમ્મી પપ્પાની માફી માંગી.હું ખોટો હતો અને મારો નોકરી છોડવાનો નિર્ણય પણ.

હજી વિચારી લેજે ,પછી નિર્ણય ફેરવતો નહિ. અનુરાગ દેસાઈ બોલ્યા

વિચારી લીધું છે અંકલ .પ્રતિકે કહ્યું

આવ્યો છું તો આજે જમીને જાજે અનુરાગ દેસાઈ એટલું બોલી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા.

પ્રિયા તેના પપ્પા ગયા પછી પ્રતિકને ભેટી પડી અને બોલી કેમ તે આવું કર્યું મારી સાથે ?પ્લીઝ મને છોડી ને ના જતો.

હાં બકા ક્યાંય નહીં જાઉ.

*******************

“પપ્પા તમેં કેમ આજે બેઠા હતા ને ઉભા થઇ ને ચાલ્યા ગયા?”પ્રિયાએ રાત્રે તેના પપ્પાને પૂછ્યું.

ખબર નહિ પણ કેમ બેટા મને આ છોકરો તારા માટે બરાબર નથી લાગતો.

એવું નથી પપ્પા પ્રતિક ખુબજ સારો છોકરો છે.પ્રિયા બોલી

હાં મેં એની ઓફીસ માં તપાસ કરાવી હતી ઓફીસ માં બધું ઠીક છે છોકરો મહેનતુ છે,પણ ...

પણ શું પપ્પા ???

પણ એ છેલ્લા બે –ત્રણ મહિનાથી ખોટા અને મોટા લોકો સાથે ઉઠવા બેઠવા લાગ્યો છે,એવા લોકો જે આપણા સમાજ માં ખરાબ નામ ધરાવે છે.કવિ સંમેલન ના નામે ત્યાં દારૂની મહેફીલો જામી હોય છે એવી જગ્યાએ તેને જવાનું શું કામ?એવી બધી જગ્યાએ જવાથી ખોટું નામ બગડે.

એ થોડો દારૂ પીતો હોય પપ્પા, તો પણ હું તેને સમજાવીશ.

તું બધું સમજી વિચારીને નિર્ણય લેજે બેટા,દેસાઈ બોલ્યા

જી પપ્પા તમે ચિંતા ના કરો.

બીજા દિવસે પ્રિયાએ પ્રતિકને દારૂની મહેફિલ ના કવિ સંમેલની વાતો કરી,”પ્રતિકે એક વાત કઈશ તારે શા માટે એવા ખરાબ લોકો સાથે રહેવું જોઈ જેના થી તારી છાપ ખરાબ થાય ??

અરે!તને કોને કહ્યું આ બધું ?લાઇમ લાઈટ માં રહેવા માટે એવા બધા લોકો સાથે રહેવું પડે એ તને ના સમજાય.પ્રતિકે કહ્યું

એવું જરૂરી નથી, તું પ્રોમિસ કર કે એવી ખોટી દારૂની મહેફીલો માં નહિ જાય અને તું દારૂ તો નથી પીવા લાગ્યો ને ?પ્રિયાએ પૂછ્યું .

તું ખોટી ચિંતા કરે છે, આવું પૂછીને મને ઈરીટેટ ના કરીશ પ્લીઝ. પ્રતીકે કહ્યું

તારું વર્તન અને સ્વભાવ હવે બદલાતો જાય છે પ્રતિક તું સાવ બદલાતો જાય છે. પ્રિયાએ સાવ દુ:ખી થતા કહ્યું.

તને એમ લાગતું હશે ,પણ હું તો એવો જ છું જેવો પહેલા હતો ,ચાલ તો મળીયે મારે જુનાગઢ જવાનું છે વાર્તા શિબિરમાં તેની તૈયારી કરવાની છે પ્રતિક બોલ્યો.

જુનાગઢ શિબિરમાં? ક્યારે અને કેટલા દિવસ? પ્રિયાએ આશ્ચર્યથી પૂછ્યું.

પાંચ દિવસ અને આવતી કાલ થી.

તું તો મને હવે બધી વાત પણ નથી કરતો.પ્રતિક પપ્પાનું બે દિવસ માં ઓપરેશન છે મારે તારી અહી જરૂર છે.મેં તને કહ્યું જતું તું કઈ પ્લાન ના બનાવતો.

મારું શિબિર માં જવું ખુબજ જરૂરી છે,પ્રતિકે કહ્યું

શિબિરમાં તો બીજી વાર પણ જવાય,તું સમજ

ઘણી મહત્વની શિબિર છે,બાકી તો તારા ફેમીલીના ઘણા લોકો છે અત્યારે મારી શું જરૂર છે,પ્રતિકના અંદાજ સાવ બદલાઈ ગયા હતા.

તું મને સમજી નહિ શકે પ્રતિક, તારે જે કરવું હોય એ કર,જ્યાં જવું હોય ત્યાં જા.પ્રિયા ખુબજ દુ:ખી થઇ ગઈ અને મન માં બોલી મેં જે પ્રતિકને પ્રેમ કર્યો હતોં એ આ પ્રતિકતો નથીજ.

હું ઓપરેશનના દીવશે આવી જઈશ,હવે હું નીકળું ,પ્રતિકે કહ્યું.

હાં ઓ.કે ,બાય પ્રિયા એ કહ્યું.

પ્રિયા પ્રતિકના આવા વર્તનથી મન થી સાવ ભાંગી ગઈ હતી એને ખાતરી હતી કે પ્રતિક નહિ જ આવે અને બન્યું પણ એવુજ આગળના પાંચ દિવસ ના પ્રતિકનો કોઈ કોલ આવ્યો કે ના કોઈ મેસેજ કે ના પ્રતિક આવ્યો. અચાનક બદલેલા તેના વર્તને પ્રિયાને એક વાર તેના પપ્પાની વાત વિષે વિચારવા માટે મજબૂર કરી દીધી.

જુનાગઢથી પરત આવી તે પ્રિયાના ઘરે અનુરાગ દેસાઈની ખબર પુંછવા ગયો ,પ્રિયાના ચહેરા પર ખુબજ નારાજગી દેખાતી હતી કે શા માટે તેને આટલી હદે મને ઇગ્નોર કરી.

પ્રતિકે અનુરાગ દેસાઈ પાસે જઈને બોલ્યો,”હવે કેમ છે અંકલ?”

બસ સારું છે.તારું કામ કેમ ચાલે છે ?તેમણે પૂછ્યું

ચાલ્યા રાખે છે અને.... એટલું બોલતાજ પ્રિયાએ પ્રતિકની વાત કાપતા કહ્યું પપ્પાને આરામની જરૂર છે,આપડે બહાર બેસી ?

પ્રિયાની હજી પ્રતિક પર ગુસ્સે હતી એવું દેખાતું હતું.

“પ્રિયા આઈ એમ સોરી,મેં ઘણી કોશિશ કરી પણ હું આવી ના શક્યો.

એક ફોન,એક મેસેજ તો થાત ને તારા થી,મને ખબરજ હતી કે તું અવાનો નથી,પ્લીઝ હવે ખોટા બહાના ના આપીશ અને તે પપ્પાની ખબર જોઈ લીધી હોય તો તું જઈ શકે છે,પ્રિયાએ ખુબજ સરળતાથી કહ્યું.

પ્લીઝ બકા મને માફ કરી દે,હવે આવું કાંઈજ નહિ થાય બસ એક મોકો આપ પ્રિયા મને માફ કરી દે પ્રતિકની આંખો માં આંસુ હતા.

પ્રિયા પ્રતિકને ખુબજ પ્રેમ કરતી હતી. હવે તે આવું કર્યું છે તો હું તને હમેશ માટે છોડી ને જતી રઈશ, તારી આ ભૂલ હું છેલ્લી વાર માફ કરું છું.તને ખબર મારે ખરેખર તારી જરૂર હતી. તારે મારી સાથે રહેવું જોઈતું હતું .but this is last time.

realy sorry ,પ્રિયા હવે હું તને છોડીને ક્યારેય નહિ જાઉં.પ્રતિકે કહ્યું અને હાં જો તને એક મસ્ત સમાચાર આપું આવતા રવિવારે મારા પુસ્તકોનું વિમોચન છે,તમારે બધાને ત્યાં આવાનું છે.

મારે પણ તને સમાચાર આપવા છે,મેં અમદાવાદની આઈ.ટી કંપની માં એપ્લાય કર્યું હતું . આવતા મહીના થી જોબ સ્ટાર્ટ કરવાની છે.પ્રિયાએ કહ્યું

શું કહ્યું અમદાવાદ ? તે મારી જોડે કઈ વાત પણ ના કરી આ નિર્ણય લેતા પહેલા. ?

તારી પાસે ક્યાં સમય જ મારી માટે અને એમ પણ રાજકોટ માં આઈ.ટી નો ગ્રોથ ઓછો છે એટલે મેં નિર્ણય લીધો હતો.

ઠીક છે તને જે સારું લાગે એ .પ્રતિકે કહ્યું

મને ખ્યાલ છે અત્યારે તે મારા પર ગુસ્સે અને નારાજ છે એટલે મને ચીડવવા તે અમદાવાદની વાત કરે છે એક વાર ગુસ્સો શાંત થઇ જશે પછી બધું સરખું થઇ જશે.પ્રતિક મનો મન વિચારે છે .

પ્રતિકના બંને પુસ્તકોનું વિમોચન ખુબજ સરસ રીતે થાય છે,અને ખુબજ જડપી વેચાણ પણ થઇ રહ્યું હતું..પોતે મોટો લેખક થઇ ગયો છે એવો ખોટો ભ્રમ એના માં આવી ગયો હતો.દિવસે ને દિવસે તે મોટા લોકોની પાર્ટીમાં જવા લાગ્યો હતો.પણ આ સમયે તે હવે પ્રિયાની સાથે સારી રીતે રહેવા લાગ્યો હતો એને હવે પુરતો સમય આપવા લાગ્યો હતો.કારણકે એને ખબર હતી કે જો એ હવે કાંઈ પણ એવી ભૂલ કરશે તો પ્રિયા એના થી દુર જતી રહેશે.પ્રિયા ને બસ હવે એકજ વાત ઇચ્છતી હતી કે તે ખોટા અને ખરાબ લોકોની સંગત થી જલ્દી છૂટે.બસ તકલીફ તો હતી તેના વર્તનમાં તેનામાં અભિમાન આવી ગયું હતું.દરેક જગ્યાએ પોતાની વાર્તાઓ અને કવિતાની જ વાતો કરતો.પ્રિયા તેની સાથે હોય તો પણ સાથે ના હોય એવું પ્રિયાને લાગતું.પ્રિયાને એમ હતું કે પ્રતિક તેને અમદાવાદ જવા માટે રોકશે પણ તે ક્યારેય પ્રિયાના અમદાવાદ ના જવાની વાત કરતોજ નહિ.પહેલા જેવી કાળજી પણ તે પ્રિયાની રાખતો નહિ.પ્રિયાને તેના પપ્પાની વાતો સાચી લાગવા લાગતી હતી પણ એકબાજુ મન મનાવતી કે આ બધું થોડાસમય નું જ છે પછી તો બંને સાથે જ રહેવાના છે ને.

૧૦ માર્ચ ૨૦૨૦ ધુળેટીની પાર્ટી હતી,પ્રિયા આજે આપણે ધુળેટી રમવા એક રિસોર્ટમાં જવાનું છે.પ્રતિકે પ્રિયાને કહ્યું.

ના આપણે એવી જગ્યાએ નથી જવું અને પપ્પા પણ હા ના પાડે.પ્રિયાએ કહ્યું.

અરે પપ્પાને શું ખબર આપડે ક્યાં જઈ છીએ.પ્લીઝ માની જાને આપણી માટે.

પ્રતિકની જીદ સામે ફરી એક વાર પ્રિયા જુકી ગઈ એજ કારણથી કે સબંધોની નવી શરૂઆત થશે,રંગોના તહેવાર થી જુનું ભૂલી નવા સબંધોમાં નવા રંગો પુરાશે.

બંને ઘરે જુઠું બોલીને એક એવા રિસોર્ટ માં ગયા જે શહેરથી દસ બાર કિલો મીટર દુર,ધૂળેટીની એ એક પ્રાઇવેટ પાર્ટી હતી જેમાં પૈસા વાળા ના બગડેલા છોકરા છોકરીઓ આવ્યા હતા. રિસોર્ટની બરાબર મધ્યમાં એક મોટો સ્વિમિંગ પૂલ અને તેની ચારે બાજુ ગાર્ડન અને ત્યાં હારબંધ ટેબલ જેના પર રંગો ભરેલા વિશાળ તાસ.અને જોર જોર થી મ્યુઝીક વાગતું હતું.એટલી હાઇફાઇ છોકરીઓ જેને જોઈ પ્રિયા પોતાની જાતને અનકન્ફરટેબલ મહેસુસ કરતી હતી.પ્રિયા સફેદ રંગનો કુરતો અને જીન્સ પહેરીને આવી હતી બાકીની છોકરીઓ ત્યાં શોર્ટ્સ માં હાજર હતી.

પ્રતિકે મને આ જગ્યા સેજ પણ ઠીક નથી લાગતી અને અહી આપણને કોઈ ઓળખતું પણ નથી ,ચાલને આપણે અહી થી જતા રહીએ.પ્રિયાએ આજુબાજુ જોતા કહ્યું.

અરે મજા આવશે જો હમણાં.પ્રતિકે કહ્યું. થોડી જ વારમાં તેમની પાસે ચાર પાંચ છોકરાઓ અને છ સાત છોકરીઓનું ગ્રુપ આવ્યું અને બધા વાર ફરથી પ્રતીકને ગળે ભેટીને મળ્યા.પ્રિયા એ દ્રશ્ય જોઇને થોડી આચંબિત થઇ.

એ ગ્રુપમાંના એક છોકરાએ આવીને તરતજ પ્રિયા પર પોતાના હાથથી તેના ગાલ પર રંગ લગાવવા જતો જ હતોને પ્રિયા એ તેને રોક્યો અને પ્રતિક સામે જોયું,પ્રતિકને ખ્યાલ આવી ગયો કે પોતે હજી પ્રિયાને રંગ લગાવ્યો નથી એટલે કદાચ એને નહિ ગમ્યું હોય એટલે હવે પ્રતિકે પોતાના હાથથી પ્રિયાને રંગ લગાવ્યો અને પ્રિયાને થોડી રાહતનો અનુભવ થયો.વારા ફરથી લોકો એકબીજા પર રંગ ઉડાવતા રહ્યા અને ખુબજ ઊંચા અવાજ પરના સંગીત પર ડાન્સ કરતા રહ્યા.

પ્રિયાની ખબરજ ના રહી કે પ્રતિક ક્યારે તેની બાજુમાંથી નીકળી ક્યાક જતો રહ્યો હતો,પ્રિયાની વ્યાકુળ નજરો તેને શોધતી રહી અને આવા અજાણ્યા વાતાવરણ માં પોતે સાવ એકલતા મહેસુસ કરતી હતી.

વધુ આવતા અંકે