Prem ke Dosti? -1 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 1

એપ્રિલ મહિનાના રવિવારનો મધ્યાહન હતો,સુરજ દાદા તેમની સોળે કળાઓ ખીલાવતા હોય એમ કાળઝાર તાપ અને ગરમી ઓકતા હતા.આવી તપતી ગરમીમાં રવિ પટેલ અમદાવાદના એ પોશ વિસ્તારના એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડ ની બેંચ પર બેઠો હતો.જે પોશ વિસ્તાર હમેંશા લોકોની થી ભરેલો રહેતો આજે એ વિસ્તાર બપોરના બાર વાગ્યે ગરમી ને લીધે સાવ ખાલી ખમ,રસ્તા પર એકલ દોકલ ફેરિયા,બસ સ્ટેન્ડ ની બાજુની ચાની કીટલી અને સામે ફક્ત એક મોબાઈલ ની દુકાન ખુલી હતી.

એકદમ સ્ટાયલિશ આશરે ૫ ફૂટ ૧૧ ઇંચ ની ઉંચાઈ અને ઘઉં વર્ણ ચહેરા,અને મજબુત બાંધા વાળો રવિ પોતાની સોફ્ટકંપની ચલાવતો અને પોતના વૈભવી ફ્લેટ માં એકલોજ રહેતો.પોતાની એકલતા દૂર કર એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડપર કલાકો ને કલાકો બેસવું અને આવતા જતા લોકો ને જોવા અને જો કોઈ તેના જેવું મળી જાય તો તેની સાથે વાતો કરી ચા ની ચૂસકી લગાવવી એ એનો હર રવિવાર નો ક્રમ.પણ આજે ગરમીને લીધે પરિસ્થિતિ સાવ વિપરીત હતી.આજે તેને સાથ દેવા વાળું કોઈ ન તું બસ સ્ટેન્ડની પાટલી પર બેસી અને પગ સામેની રેલિંગ પર ચડાવી આંખ બંધ કરી રવિ હાથ માં સીગરેટ સિગરેટનો કશ ગાએવામાં એના મોંઘાદાટ ફોન માં રીંગ છે, “પ્રતિક કોલિંગ” પહેલી રીન્ગ તો એ કાપી નાખે છે પરંતુ ૧ મિનીટ પછી “પ્રતિક કોલિંગ” રવી ફોન ઉપાડતા કહે છે શાંતિથી ઉદાસીથી કહે છે “બોલ પતકા”. “કેમ મારો ફોન કાપે છે?” સામે વાળો વ્યક્તિ પૂછે છે. “ હું તારી રોજની વાતો થી કંટાળી ગયો છુંતારી આ રોજ ની લવારી હોય છે કોઈની સાથે લગ્ન કરી લે,સેટ થઇ જઈપણ કોની સાથે લગ્ન કરું?? જેની જેની જોડે પ્રેમ થાય છે જેની નજીક જાઉં છું એતો મારા થી દૂર થઇ જાય છે.મને છોડી ને જતા રહે છે .છેલ્લે સાથે ના સબંધો તૂટવાથી આપણે જે ત્રણ પાકા મિત્રો હતા એમાં પણ પ્રગ્નેશ ને લાગ્યું કે તેની કઝીન સાચી હતી, તેને પણ મારા થી મોઢું ફેરવી લીધું,સાવ તૂટી ગયો છું હું,હવે બચ્યા આપણે બંને,તારી સાથે પણ સબંધો તૂટવાની બીક લાગે છે,એટલે હવે હું તને ઇગ્નોર કરૂ છું”. આ બધું રવિ પોતાના ધીમા અને દુ:ખી અવાજે બોલ્યો.

સુ આવું આવું જ હતું. તું “તારી અને મારી ચિંતા ના કર આપણા સબંધોમાં નહિ થાય,હું ૨ (મહિના પછી અમદાવાદ આવુ છું, તારે ત્યાં રોકાઈશ મારે થોડું ત્યાં અગત્યનું કામ છે. “સામે થી પ્રતીકે જવાબ આપ્યો.

બંને મિત્રો કોલેજ નાં પહેલા દિવસ થી મિત્રો હતા આશરે ૧૩ વર્ષની મિત્રતા,એમ તો ત્રણ ખાસ મિત્રો હતા,પણ ,જે પ્રગ્નેશ ની કઝીન હતી એ રવિ ની ગર્લ ફ્રેન્ડ.બધું નક્કીજ હતું પરંતુ વાંક કોનો હતો એ ખબર નહિ એટલે પ્રગ્નેશ અને રવિનાં બગડ્યા,હવે ત્રણ માંથી બે જ બેસ્ટ ફ્રેન્ડરહ્યા.

પ્રતિક રવિને તેની આદત મુજબ સમજાવતો રહ્યો અને રવિ તેની વાત માં ફક્ત હાં હાં જ કરતો રહ્યો,”રવિ મારે તને એક વાત કહેવી છે હા બોલને પણ તારો અવાજ આજે કેમ સાવ ઢીલો ઢીલો છે.?? કઈ થયું છે?? પ્રતિક કઈ બોલે એ પહેલા અચાનક રવીની નઝર સામે ની મોબાઈલની દુકાન માંથી બહાર આવતી એક યુવતી પર પડી, એક હાથ માં બેગ અને પર્શ લટ્કાવેલું અને બીજા હાથ માં નવું ખરીદેલું સીમ કાર્ડ હોય એમ લાગતું હતું . દુકાન માથીબહાર આવતા ચહેરો ભલે એ છોકરીનો દુપ્પટા થી બાંધેલો હતો તેમ છ્તાં તેને રોતા જોઈ રવિ એ પ્રતિક ને કહ્યું પતકા હું તારી સાથે પછી વાત કરું“,એમ કહી ને રવિ એ ફોન કાપી નાખ્યો.

ક્રમશ: