MANGAL - 10 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 10

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

મંગલ - 10

મંગલ

Chapter 10 -- ચાંચિયાઓનો આતંક

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ દસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ જેને શામજીને બચાવવાનું કાર્ય સોંપાયું હતું, તેમણે આદિવાસીઓની ચુંગાલમાથી શામજી, સરમણ, ઈમરાન, કરીમ, જ્યોર્જ, જ્હોન અને થોમસને પણ બચાવ્યા. મંગલ સહિત બધા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જંગલમાથી દૂર નીકળી પોતાની પેઢી સૂધી પહોંચવામાં સફળ રહ્યા. મંગલનાં આગમનને કારણે પેઢીમાં આનંદનો અવસર આવ્યો છે. પણ વાર્તા અહીં સમાપ્ત નથી થતી. મંગલના જીવનમાં આગળ શું થશે તે જોવા માટે વાંચતાં રહો.

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું સાતમું પ્રકરણ મંગલ Chapter 10 -- ચાંચિયાઓનો આતંક

મંગલ Chapter 10 -- ચાંચિયાઓનો આતંક

ગતાંકથી ચાલું...

ઉજાણી પૂરી થઈ. બીજે દિવસે સૌ પોતપોતાનાં કામે વળગ્યા. મંગલ સવારનાં સમયે દરિયાકિનારે રેતીનાં સુંવાળા પટ પર બેઠો બેઠો કિનારે અફળાતાં મોજાઓને જોઈ રહ્યો હતો. ઉગમણી બાજુ સૂર્યનારાયણે પોતાનું તેજ પાથર્યું હતું. પરોઢનાં સૂર્યની રતાશ સમુદ્રનાં પાણીને સોનેરી બનાવી રહી હતી. મંગલ આ સોનેરી મહાસાગરને અને તેમાં દૂર દૂર તરતાં વહાણોને અવિરત નજરે નીરખી રહ્યો હતો. જંગલની ગાઢ વનરાજીમાં જે કિરણોને ધરતી સૂધી પહોંચવામાં ખાસ્સો પરિશ્રમ વેઠવો પડતો હતો, તે કિરણો અહીં પોતાનું તેજ મુક્તતાથી સર્વત્ર પાથરી રહ્યો હતો. ઘણા મહિનાઓથી મંગલ સવારનાં સોનેરી સમુદ્રથી અલિપ્ત રહ્યો હતો. જાણે કે મહિનાઓનો થાક તે સાગરનાં વિશાળ રેતપટ પર ઉતારી રહ્યો હતો. એક ખારવા માટે દરિયો તેનું સર્વસ્વ હોય છે. આ દરિયાએ તેમને બધુ જ આપ્યું છે. સાગરનાં મોજાઓનો અવાજ આજ મંગલનાં કાનને પ્રસન્નતા આપી રહ્યા હતા.

“મંગલ ! અહીં છો ? ક્યારનાં શોધીએ છીએ તમને.” શામજીએ મંગલ પાસે આવતા કહ્યું.

“અરે શામજી ! આવ, આવ. બેસ. કેટલો બધો સમય થઈ ગયો આ દરિયાથી દૂર રહ્યો એને. જંગલમાં પણ સૌથી વધુ મે આ દરિયાને યાદ કર્યો હતો. આમ પણ કામ ચાલુ થવાને હજી વાર છે તો થયું કે લાવ, આંટો મારી આવું.”

“દરિયો તો દરિયો હોય, મંગલ. ખારા પાણીનો સાગર. એમાં આટલો બધો લગાવ ?” શામજીને મંગલની દરિયા પ્રત્યેની પ્રીતિ વિશે ખૂબ નવાઈ લાગી.

“ખારવાનો દીકરો છુ. દરિયો તો અમારો દેવ ગણાય. બીજા માટે દરિયો ખારો હોઈ શકે પણ મારો સંબંધ આ દરિયા સાથે હંમેશાથી મીઠો રહ્યો છુ. દરિયાની સુંવાળી રેતી પર અમારું બાળપણ વીત્યું છે, શામજી.” મંગલે કહ્યું.

શામજી મંગલનાં દરિયા પ્રત્યેનાં પ્રેમને જોઈ જ રહ્યો.

“શામજી, તારા વિશે પણ કંઈ કહે. તું ક્યાથી આવ્યો ? આફ્રિકામાં કેટલા ટાઈમથી ?” મંગલે પૂછ્યું.

“હું આમ તો કચ્છનો વતની છુ. ત્યાં અમારે મરી મસાલાનો વેપાર હતો. પણ ધંધામાં ખોટ જતાં કચ્છની બહાર નીકળવાની જરૂર પડી. પૈસાની વ્યવસ્થા જેમ તેમ કરી નસીબ અજમાવવા અહીં આવ્યો. સાત વર્ષથી દાર એસ સલામમાં એક પેઢીમાં કામ કરું છુ. અહીં સારું એવું કમાઉ છુ.” શામજીએ પોતાની વાત કહી.

“કચ્છી માડું છો એમ ? સારું સારું. પણ તો જંગલમાં આદિવાસીઓનાં હાથે કઈ રીતે આવી ગયા એ ન સમજાયું.”

“અમારી પેઢી ફર્નિચર બનાવવાનું કામ કરે છે. આ માટે જંગલનાં લાકડાની ખાસ જરૂર રહે છે. મજૂરો સાથે ઘણી વાર જંગલમાં લાકડાઓની હેરા ફેરી માટે હું જતો. ઘણી વાર હાથીઓનો પણ ઉપયોગ કરતાં. જંગલ કપાતા અગાઉ ક્યારેક ક્યારેક આદિવાસીઓ સાથે અથડામણ થતી પણ તે દિવસે...” શામજી વાત કરતો અટકી ગયો.

“તે દિવસે ? શું થયું હતું, શામજી ?”

“અમારા આવવાની જાણ થઈ ગઈ હોય તેમ તેઓ જંગલમાં ગોઠવાઈ ગયા. જેવા અમારા માણસો પહોંચ્યા કે તરત જ તેઓએ અમારી ટૂકડી પર હુમલો કરી દીધો. ખાસ હથિયારો પણ સાથે ન હતા. એ ઝપાઝપીમાં અમુક મજૂરો મરાયા. અમુક ત્યાંથી ભાગી ગયા. હું બદનસીબ કેદ પકડાયો. સતત ડરનાં માર્યા મેં કેટલોય સમય આદિવાસીઓની કેદમાં વીતાવ્યો. બહાર નીકળવાની તો આશા પણ રહી ન હતી. હું જીવું છુ કે મરી ગયો, તેની ભાળ પૂછવાવાળું પણ કોઈ ન હતું. મારી સાથે બીજી કોટડીઓમાં આ બધાને બાનમાં રાખેલા. એ પણ આવી જ કોઈને કોઈ ભૂલને કારણે પકડાયા હતા.” શામજીએ પોતાની આપવીતી કહી.

મંગલ આ બધુ સાંભળી ગમગીન થઈ ગયો. તેને પોતાનાં બાપુની યાદ આવી ગઈ. શામજીનાં બોલ ‘હું જીવું છુ કે મરી ગયો, તેની ભાળ પૂછવાવાળું પણ કોઈ ન હતું’ તેનાં મનમાં ઉત્પાત મચાવી રહ્યો હતો. ‘શું કરતાં હશે ? જીવતા હશે કે....’. મનમાં અનેક અણધાર્યા વિચારો આવી રહ્યા હતા.

“મંગલ...! મંગલ....! શું થયું ?” શામજીએ મંગલને વિચારોની તંદ્રામાંથી બહાર લાવતાં પૂછ્યું.

“હં...” મંગલના મનમાં આવતા વિચારો અટક્યાં. “કંઈ નહીં. બસ અમસ્તો. કંઈક યાદ આવી ગયું.”

“દોસ્ત, જો તમે ન હોત ને તો કદાચ હું આજે....” શામજી આગળ બોલી ન શક્યો. તેનાં કંઠમાં ડૂમો ભરાઈ ગયો.

“શામજી, દોસ્ત કહ્યો તો દોસ્તને મુશ્કેલીમાંથી બહાર કાઢવો જ પડે ને !”

“તમારા ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. જ્યારે પણ તક મળશે ત્યારે તમારા ઉપકારનો બદલો જરૂર ચૂકવીશ.”

“બસ બસ, કોઈ નિર્દોષનો જીવ મુશ્કેલીમાં મૂકાય ત્યારે તેને બદલાની આશા માટે બચાવવા ન જવાય. પણ એક વાત છે હો ! આ આપણો ધંધો છે એટલે આપણે જંગલો કાપવા પડે છે, પણ આદિવાસીઓ માટે જંગલ તેમનું ઘર છે એટલે એનાં ઘર તોડવાવાળાઓ સાથે તે જે કરે છે તેમાં તેમનો વાંક ના કાઢી શકાય. હા, તેમની રીત ખોટી હતી. આ રીતે કોઈની બલિ ચડાવી ન શકાય પણ તેઓ હજી પોતાની જૂની પુરાણી દુનિયામાં જ જીવે છે.” મંગલે પોતાનો વિચાર કહ્યો.

“હા મંગલ, તમે સાચું કહો છો.”

“શામજી, એક બાજુ મને દોસ્ત કહ્યો અને પાછું મને ‘તમે’ કહો એ વાત નથી જામતી.”

“સારું સારું, આજથી ‘તમે’ કહેવાનું બંધ. હવે બરાબર ને !”

બંને હસી પડ્યા.

“મંગલભાઈ, શેઠજી તમને બોલાવે છે. જલ્દી હાલો.” ઈમરાને દૂરથી બૂમ પાડી મંગલને બોલાવ્યો.

“એ આવું...” કહી મંગલ અને શામજી ઊભા થઈ પેઢી તરફ રવાના થયા.

હરખચંદ શેઠ અને મુનિમજી હિસાબકિતાબ જોઈ રહ્યા હતા. મંગલ અને શામજી અંદર આવ્યા.

“શેઠજી, તમે બોલાવ્યો ?”

“અરે હા ! મંગલ, એક જરૂરી કામ હતું એટલે તને બોલાવેલો.” શેઠજીએ કહ્યું.

“જરૂરી કામ ?”

“હા, વાત જાણે એમ છે કે પંદર દિવસ પછી આપણું વહાણ ઈરાન તરફ રવાના થવાનું છે. ત્યાં આપણાં વહાણ મારફત સોનું લઈ જવાનું છે. સોનાનો જથ્થો ખૂબ છે એટલે થોડી સાવચેતી રાખવી પડશે. મને તારા પર પૂરો ભરોસો છે.” શેઠે માંડીને વાત કહી.

“શેઠજી, હું સમજી ગયો. તમે ચિંતા ન કરશો. માલ સમયસર પહોંચી જશે. મારી પર ભરોસો રાખજો.”

“મને પૂરો ભરોસો છે જ. એટલે જ આ કામ તને સોંપું છુ.” શેઠે કહ્યું.

ટાંઝાનિયા અખાતી દેશો, ભારત, ચીન અને જાપાન સાથે વેપારી સંબંધો ધરાવતું હતું. સોનું, તાંબું, રત્નો, તમાકુ અને સૂકા મેવાઓની પ્રમુખ નિકાસ હતી તથા વાહનો, તેલ, વગેરેની આયાત થતી. ટાંગા બંદર પૂર્વી આફ્રિકાનું સૌથી લાંબુ બંદર અને શેઠ હરખચંદની પેઢીનું નામ સૌથી વિશ્વાસપાત્ર ગણાતું. પાડોશી દેશોની અસ્થિરતાઓ અને ચડતી પડતીનો સામનો પણ સતત કરવો પડતો હતો.

દસ દિવસ પછી દાર એસ સલામથી શેઠ રામજીભાઈ ટાંગા ખાતે હરખચંદ શેઠની પેઢીએ પહોંચ્યા. શામજીને મળી શેઠ ગદગદ થઈ ગયા. આ કાઠીયાવાડી માણસમાં પોતાનાં કર્મચારી પ્રત્યે માનવતા ઘણી એટલે તેને છોડાવવા છેક હરખચંદ શેઠ સૂધી લાંબા થયા. બધા શેઠની ઉદાત્ત ભાવના જોઈ અભિભૂત થયા. વિદાયનો સમય થયો. શામજી અને મંગલ એકબીજાને ભેટી પડ્યા. જતા જતા મંગલે અને શામજીએ પોતાનાં વતનનાં સરનામા એકબીજાને આપ્યા. શામજી સાથે સરમણે પણ વિદાય લીધી. પેઢી ફરી પૂર્વવત થઈ. છેલ્લા થોડા મહિનાઓ મંગલ માટે અલગ રહી હતી. નવા નવા મિત્રો મળ્યા, સાહસો ઘણા કર્યા.

પાંચેક દિવસ પછીની સવારે જેટી પર પેઢીનું વહાણ લાંગરેલ હતું. વહાણમાં સામાન ભરવામાં આવ્યો. મજૂરો, માણસો, ચોકિયાતો અને મંગલ વહાણમાં ચડ્યા. મંગલે શેઠ સામે એક નજર નાખી. શેઠને કેમ જાણે એમ લાગ્યું કે કોઈ અજૂગતું બનવાનું છે. પણ મનનો વહેમ સમજી મનમાંથી આ વિચાર કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. વહાણ કિનારાથી દૂર દરિયામાં પોતાની સફરે ઉપડ્યું. શેઠ ક્યાંય સૂધી વહાણને જોયા રાખ્યું. શેઠનું મન મંગલને કે વહાણને જવા દેવા માંગતુ ન હતું પણ વહાણની કે ખલાસીની નિયતિ દરિયાનાં ખોળે રહેલી છે. તેને કિનારે કેમ કેદ કરી શકાય ? ક્ષિતિજની પેલે પાર ઉગમણી કોર ઉગતા સૂરજના કેસરિયા રંગમાં વહાણ જાણે પોતાનાં અસ્તિત્વને સમાવવા જતું હોય તે રીતે આગળ વધતું હતું. વહાણનાં સઢ તો વાતા વાયરામાં જાણે પોતાનાં ગાલ ફૂલાવી રહ્યા હતા.

વહાણનું સુકાન સંભાળવાનું કામ મંગલ અને બીજા એક સાથીદાર વિક્રમનાં શીરે હતો. બંનેએ ચાર ચાર કલાકનાં વારા કાઢ્યા હતા. શરૂઆતમાં વિક્રમે સુકાન સંભાળેલું અને પછી ચાર કલાકે મંગલે સુકાનની જવાબદારી પોતાનાં શીરે લઈ લીધી. વિક્રમ થોડો આરામ કરતો. હવામાન ખુશનુમાં હતું. ઠંડો વાયરો ફૂંકાતો હતો. આકાશમાં આછેરાં છૂટા છવાયાં વાદળો જોવા મળતા હતા. કિનારાથી વહાણ કેટલાંય માઈલોની સફર કાપી ચૂક્યું હતું. બે દિવસ ની દરિયાઈ સફર પૂરી થઈ ગઈ હતી. ત્રીજા દિવસની સવાર પડી. મજૂરો, રસોઈયાઓ પોતાનાં કામે વળગ્યા. મંગલ રાતનાં અને વહેલી સવારનાં ચારેક કલાક સુકાન સંભાળેલ એટલે પછી વિક્રમનો વારો હતો. દિવસનો લગભગ બીજો પહોર શરૂ થઈ ગયો હતો.

મંગલે ચારે બાજુએ નજર ફેરવી. ચારે બાજુ દૂર દૂર સૂધી પાણી જ પાણી. ઘૂઘવતાં મહાસાગરની વચ્ચે પોતાનું વહાણ આગળ વધી રહ્યું હતું. તેની નજર ફરતી ફરતી અચાનક એક જગ્યાએ અટકી. દૂર એક આથમણી દિશાએ ક્ષિતિજ પર એક નાનું વહાણ જોવા મળ્યું. શરૂઆતમાં તો તેને લાગ્યું કે કોઈ માછીમારોનું વહાણ હશે એટલે તેમને અવગણીને પોતાનાં કામે વળગ્યો. પેલું વહાણ ઘણી ઝડપથી નજીક આવી રહ્યું હતું.

અચાનક એક મજૂર માણસનું ધ્યાન એ તરફ ગયું. તેણે મંગલનું ધ્યાન એ તરફ વાળ્યું. મંગલે ઝીણી નજર કરી વહાણનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો. પહેલી નજરે જ કોઈ શંકાસ્પદ હિલચાલનો અણસાર તેમને આવી ગયો. તેણે મજૂર પાસે પોતાનું દૂરબીન મંગાવ્યું. થોડી વારમાં દૂરબીન હાજર થયું. દૂરબીન પેલા વહાણ તરફ રાખી મંગલે નજર નાખી. તેમનાં ચહેરાનો ભાવ બદલાઈ ગયો. મુખમુદ્રા ગંભીર થઈ ગઈ.

“કોનું વહાણ છે, મંગલ ?” સુકાન સંભાળતા વિક્રમે પૂછ્યું.

“મંગલભાઈ, કોનું વહાણ છે ?” મજૂરે સવાલ કર્યો.

“ચાંચિયા...” મંગલનાં મોઢેથી આ કાળમુખો શબ્દ નીકળી ગયો. શબ્દ સાંભળતા વેંત આખા વહાણમાં અફરાતફરી મચી ગઈ.

દૂર દૂરથી દેખાતા વહાણમાં આધુનિક હથિયારો સાથે સમુદ્ર હચમચાવવાની નેમ સાથે નીકળી પડેલા મૂઠ્ઠીભર માણસો અને ઉપર હવામાં ફરકતો કાળો વાવટો. વાવટામાં ચીતરેલ ખોપરી અને નીચે બે ચોકડીના રૂપમાં રહેલા હાડકાઓ એક બિહામણું દ્રશ્ય ઊભું કરી રહ્યા હતા. વહાણ છેલ્લા થોડા વર્ષોથી સમુદ્રી આતંકનો પર્યાય બની ચૂકેલા સોમાલી ચાંચિયાઓનું હતું. વાને કાળા, માથે કાબરચીતરું કપડું અને હાથમાં આધુનિક રાઈફલો. લૂંટનાં ઈરાદે છાશવારે કેટલાંય જહાજોને બાન પકડવામાં આવતા. કેટલાંય જહાજો પોતાનાં રસ્તાઓ પણ બદલી નાખતા. આ આતંકની આંતરરાષ્ટ્રીય સ્તરે ભયાનક છાપ પડી ચૂકી હતી.

સોમાલિયાનાં માછીમારો ચાંચિયા બની ગયા અને આખા હિન્દી મહાસાગરનાં પટ પર કાળો કેર વર્તાવવા લાગ્યા તેનાં માટે દુનિયાનાં બે મહાકાય અજગરો જેવા શક્તિશાળી દેશો અમેરિકા અને રશિયાનો અહમનો ટકરાવ હતો. આ ટકરાવે એશિયન દેશોમાં પણ મોટે પાયે ભૂકંપો સર્જ્યા હતા. સામે ચાલીને પાડોશી દેશ ઈથોપિયા સાથેનાં કરેલા યુદ્ધમાં તો સોમાલિયા સાવ ખોખરું બની ચૂકેલું. બબ્બે દાયકાઓથી એકધારી ચાલતી સિયાદ બારેની સરકારનું પતન થઈ ચૂક્યું હતું. સોમાલિયા આંતરિક અને બાહ્ય – એમ તમામ મોરચે નિષ્ફળતાઓ જોઈ રહ્યું હતું. પાડોશી દેશોનાં માછીમારો સોમાલિયાનાં દરિયામાં માછીમારી કરવા લાગ્યા. સોમાલિયાનાં દરિયાઈ વિસ્તારોનું ધ્યાન રાખનાર કોસ્ટગાર્ડ પણ વિસર્જિત થઈ ગયું હતું. કોઈ બીજા ઉદ્યોગ કે આવકનાં નવા સ્ત્રોત નહીં અને ઉપરથી માછીમારી કરવાની તક પણ ઝૂંટવી લેવાઈ. બધી જગ્યાએ બેકારી અને ગરીબી જ જોવા મળતી. આ સંજોગોમાં શરૂઆતમાં માછીમારોએ પાડોશી દેશોનાં માછીમારોનાં જહાજો પર ચડી નફામાં ભાગ મેળવતા થઈ ગયા. ધીમે ધીમે આ ધંધો દિન રાત ફૂલવા ફાલવા લાગ્યો.

ચાંચિયાઓ ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા સોમાલિયાને મળનારી રાહતસામગ્રી પણ પડાવવા લાગ્યા. ઘણા ચાંચિયાઓએ આધુનિક હથિયારો પણસાથે રાખવા લાગ્યા. જહાજોને બાનમાં લઈ તેમની પાસેથી મોટા પાયે ખંડણી વસૂલ કરવી એ તેમનો ધંધો બની ગયો. હિંદ મહાસાગરની ફરતે આવેલા દેશો વીસમી સદીનાં અંત ભાગમાં જો કોઈ સમસ્યાનો સામનો કરતાં હતા તો તે ચાંચિયાગીરી હતી. સમુદ્રી લૂંટેરાઓનાં ભયથી જહાજ છોડાવવા માટે ખંડણી આપી દેતા હતા. વિચિત્ર નિયમોને કારણે જહાજો પોતાની સાથે કોઈ હથિયારો પણ રાખી શકતા ન હતા. તેને પરિણામે ચાંચિયાગીરીને બળ મળ્યા કરતું હતું. ભારતનાં જહાજો પણ આ આતંકનો ભોગ બની ચૂક્યા હતા.

આજે આવું જ એક નાનકડું વહાણ લગભગ અડધો ડઝન જેટલા ચાંચિયાઓ સાથે પોતાનાં વહાણ પાસે આવી રહ્યું હતું. બધાની પાસે આધુનિક રાઈફલો હતી. મંગલે બધાને સાબદા તો કરી દીધા પણ મુકાબલો કરવા ખાસ કોઈ સાધનો ન હતા. ચાંચિયાઓ વહાણની લગોલગ પહોંચી ગયા. મોટા જાડા દોરડાઓ વડે તેઓ ઉપર ચડવા લાગ્યા. મંગલ, વિક્રમ અને બીજા માણસો દોરડા કાપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બદલામાં પોતાનાં વહાણોમાંથી ગોળીબારી ચાલુ કરી દીધી. વહાણ પર રહેલા ત્રણ ચાર માણસો ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા. વહાણમાં ગોળી લાગવાથી અમુક ભાગોને નુકસાન થયું. ચાંચિયાઓ વહાણ ઉપર પહોંચી ગયા.

“એર્ફાયે યુદિક ! એણ્ટ ફિ હાવઝેટિના. લે તાલાએઉબ.” અરબી ભાષામાં ચાંચિયાઓનાં સરદારે વહાણનાં મુસાફરોને હાથ ઉપર કરી કોઈ ચાલાકી ન કરવા કહ્યું.

બંને સુકાનીઓનાં ઈશારે વહાણનાં માણસો હાથ ઉપર રાખી ઊભા રહી ગયા.

“રે, લેય્સ લડાયના એયું એડાવત મએક. માઢા તાકૂધ ફિ અલ્સાફિનત ?” સરદારે બંને સુકાનીને વહાણમાં શું લઈ જાય છે તેની પૂછપરછ કરી.

“કંઈ નહીં, બસ એ તો...” વિક્રમ કંઈ બોલવા જાય તેની પહેલા સરદારે ચૂપ રહેવા કહી તેનાં માણસોને મોકલી દીધા.

માણસો તરત જ વહાણનાં એક મજૂરને બંદૂકનાં ઈશારે નીચેનાં ભાગમાં લઈ ગયો. નીચે સોનાનો ખૂબ મોટો ભંડાર જોઈ આજ મોટો હાથ લાગ્યો છે એમ જાણી પેલો ચાંચિયો ખૂબ ખુશ થઈ ગયો. ઉપર આવીને સરદારને ખજાના વિશે કહ્યું કે જો આ ખજાનો તેમનાં હાથમાં આવી જાય તો જિંદગી બની જાય. આજે મોટો હાથ લાગ્યો છે. ખંડણી ઉઘરાવવાની માથાકૂટમાં પડવા જેવું નથી. આખા જહાજને જ લૂંટી લઈ આપણા ટાપુ સૂધી લઈ જઈએ. આ બધા માણસોને અને સુકાનીને મારીને અહીં દરિયામાં જ દફનાવી દઈએ.

સરદાર વિચારમાં પડ્યો કે વાત તો બરાબર છે. જહાજને બાનમાં પકડી ખંડણી માંગીએ પણ આ આખા જહાજમાં સોનું ઘણું ભર્યું છે તો ખંડણી કરતાં ખજાના પર જ હાથ સાફ કરી નાખવા જેવો ખરો. સરદારને ખજાનાની લાલચ જાગી. સરદારે બધો ખજાનો ઉપર લાવવા આદેશ કર્યો.

“સરદાર, એક કામ કરો. બધો ખજાનો લઈ જવા કરતાં આમાંથી તમને અમે ચોથો ભાગ આપી દઈએ તો ? તો પણ ખજાનો ઓછો નહીં પડે. તમારું પણ રહેશે અને અમારું પણ...” મંગલે વચગાળાનો ઉપાય બતાવ્યો.

માણસોને મંગલનું નરમાશભર્યું વલણ જોઈ નવાઈ લાગી પણ તેનાં મનમાં કંઈક બીજું રમી રહ્યું હોય તેવું લાગ્યું. એટલે તેઓ ચૂપચાપ બધુ જોઈ રહ્યા.

To Be Continued…

Wait For Next Part…