Africana Jangloma - 1 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 1 (આફ્રિકાનાં જંગલોમાં....)

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

મંગલ - 1 (આફ્રિકાનાં જંગલોમાં....)

મંગલ

Chapter 1 -- આફ્રિકાના જંગલમાં...

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :

નમસ્કાર

Dear Readers,

આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ એક દરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ?

દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને તેમાં આવતા વિધ્નોથી ભરપૂર કથા પ્રસ્તુત છે. વાંચતા રહો....

મંગલ ચેપ્ટર 1 આફ્રિકાના જંગલમાં...

ચેપ્ટર 1

આફ્રિકાના જંગલમાં...

આફ્રિકા – વિશ્વનો એક અંધારિયો ખંડ. વિસ્તારની દ્રષ્ટિ એ દુનિયાના બીજા નંબરના આ ખંડ સાક્ષાત એક અજાયબીથી કમ નથી. દુનિયાની સૌથી લાંબી નદી નાઈલ આફ્રિકાના ઉતર – દક્ષિણ વિસ્તારમાં પોતાના જળથી કેટલાય દેશોને નવપ્લાવિત કરે છે અને અંતે ભૂમધ્ય સમુદ્ર પાસે આવીને મળી જાય છે. આ જ વિશ્વની સૌથી લાંબીલચક નાઈlલ જે આફ્રિકાની સંસ્કૃતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઠીક એ જ રીતે જે રીતે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સિંધુ નદીનું મહત્વનું પ્રદાન હતું. આ સિવાય આફ્રિકા ખંડની અન્ય વિશેષતા દુનિયાનું સૌથી મોટું રણ સહારા પણ છે. આ રણ ઉતર આફ્રિકાના ઘણાખરા વિસ્તારોમાં આવેલું છે.

ભારતના ઇતિહાસમાં આવેલા વળાંકો, નવી દુનિયા જેને અમેરિકા પણ કહે છે, તેની શોધ હોય કે વેપારની લાલચમાં ભારતમાં આવવા મથતી અથવા એમ કહો કે લલચાતી યુરોપિયન પ્રજાઓના પગલાનું આફ્રિકા હમેશા સાક્ષી રહ્યું છે. પછી તે કેપ ઓફ ગુડ હોપ હોય કે આફ્રિકા પર ગોરા લોકોનું શાસન. યુરોપમાં બેઠા બેઠા ત્યાની રાણીએ કાગળ પર લીટા કરી યુરોપિયન શાસકોને આફ્રિકાના ઘણા પ્રદેશો વહેંચી દીધા હતા, જાણે કોઈ ઘરની મિલકતોનો ભાગ પડતો હોય. આફ્રિકાના દરિયાઈ પ્રદેશો પર સમયાંતરે ઘણી વિદેશી વેપારી કોઠીઓ સ્થપાઈ હતી. અમુક ભારતના ગુજરાતના વેપારીઓની કોઠીઓ હતી. અમુક યુરોપિયન વેપારીઓની પણ કોઠીઓ હતી. આ વિદેશી પ્રજાઓ આફ્રિકાના વિશાળ સમુદ્રકિનારાના વિસ્તારોમાં પથરાયેલ રહેતી. પણ અંદરનો વિસ્તાર જાણે બહારની ગતિવિધિથી અજાણ જ હોય.

આફ્રિકાની લગભગ ચારે બાજુ એ વિશાળ સમુદ્ર અને વચ્ચેના મોટા ભાગમાં ગીચ જંગલ. એ પણ કેવું જંગલ ? ઊંચા ઊંચા વૃક્ષોથી આચ્છાદિત ઘનઘોર જંગલ. બારેમાસ લીલાછમ રહેતી ગાઢ વનરાજી. દુનિયામાં લગભગ ક્યાંય જોવા ના મળતા હોય એવા દુર્લભ જીવોનું નિવાસસ્થાન એટલે આફ્રિકાનું જંગલ. ગેંડા, જમીન પરના સૌથી મોટા પ્રાણી હાથી, આફ્રિકન સિંહો, લાંબીલચક ડોકવાળા જિરાફ હોય કે ઝીબ્રા – આ બધા જીવોને આ અને આફ્રિકાના આવા બીજા જંગલો રક્ષણ બક્ષે છે. ઉપરથી નજર નાખો તો નીચે ધરતી પણ ના જોવા મળે અને સૂર્યના પ્રકાશને પણ ધરતીને સ્પર્શવા ખાસ્સી મહેનત કરવી પડે. જંગલ એકદમ ગાઢ એટલે આબોહવા પણ રોગિષ્ઠ. જંગલમાં જંગલી પ્રાણીઓ સિવાય ત્યાનાં સ્થાનિક આદિવાસીઓ રહે. તેની પોતાની ખાસ સંસ્કૃતિ અને રીતરિવાજો. માન્યતાઓ અને પરંપરાઓ પણ તેઓની આગવી. આવી જગ્યાએ જો બહારનો કોઈ માણસ આવી જાય તો તેઓનું આવી જ બને.

*****

આફ્રિકાનાં આવા ગાઢ, ઘનઘોર જંગલમાં એક અજાણ્યો મુસાફર ભૂખ, તરસનો માર્યો આમ તેમ ભટક્યા કરે છે. ક્યાર નો ચાલ્યા કરે છે પણ થોડો થાક ખાવાની તસ્દી લેતો નથી. તેણે કોઈ મંઝિલે પહોંચવાનું છે. રસ્તામાં જંગલી જાનવરોનો પણ ભેટો થઇ જવાનો ડર તેને આરામ કરવા દેતો નથી. સતત તે ચાલ્યો કરે છે. જંગલના વિકરાળ ગેંડાઓ વિષે અને તેના કાળા કેર વિષે ખૂબ સાંભળ્યું હતું. પણ આજે તે પ્રત્યક્ષ રીતે આ ડરામણી જગ્યાનો સાક્ષી બન્યો છે. ચારે બાજુએ નજર નાખતો તે ચાલ્યો જાય છે. અચાનક તેના પગ થંભી જાય છે. થોડો કોલાહલ સંભળાય છે. કાન સરવા કરીને તેણે સાંભળવાનો પ્રયત્ન કર્યો. કંઈક અસ્પષ્ટ અવાજો આવતા હતા. યુવાને અવાજની દિશામાં પગ ઉપાડ્યો. પગની ગતિને તેજ બનાવી.

“ લાગે છે કે એ માણસ અહી જ હોવો જોઈએ. પણ આટલો બધો ઘોંઘાટ,એટલો બધો શોરબકોર કેમ હશે ? તે સહીસલામત તો હશે ને ? ’’ મનમાં ને મનમાં એ બબડ્યો. તે ઘડીભેરનો પણ વિલંબ કર્યા વગર આગળ ને આગળ દોડવા લાગ્યો. હવે તે એ સ્થળની ઘણી નજીક પહોંચી ગયો હતો.

તેણે જોયું કે પોતાનાથી થોડે દૂર એક વિશાળ મકાન હતું. મકાન આગળ ખૂબ મોટું મેદાન પણ હતું. મકાન બહારથી ખૂબ બિહામણું ભાસતું હતું. જાણે કોઈ ભૂત બંગલો જ જોઈ લો. તે યુવાન તેની નજીક ગયો. હવે તે મકાનની બહાર આવેલા મેદાનમાં એકઠા થયેલા લોકોનો અવાજ સાફ સાફ આવવા લાગ્યો. તેની ભાષા સમજમાં આવતી ના હતી. તે યુવાન ચૂપકિદીથી મેદાન ફરતેની દીવાલના એક ખૂણેથી થોડી જગ્યા હતી, ત્યાંથી નજર નાખીને જોયું તો કેટલાંય આફ્રિકન આદિવાસીઓ ટોળે વળીને ઊભા હતા. બધાનો પહેરવેશ પણ ખૂબ વિચિત્ર હતો. માથે પીંછા, શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો, નીચે એક કપડું વીંટાળી તેની ફરતે પીંછાઓ – આ તેમનો પહેરવેશ હતો. જાતજાતના વિચિત્ર લાગતા ઘરેણાઓ, આખા મોઢે ભાતભાતનાં રંગોનો શણગાર સજ્યો. ઘણાંએ શરીરે મૃત પ્રાણીઓનાં હાડકાંમાંથી બનાવેલા ઘરેણાનો શણગાર સજ્યા હતા.

અચાનક તેમાંથી એક આદિવાસીઓના નેતા જેવો લાગતો માણસ ટોળામાંથી બહાર આવ્યો. તેનો પહેરવેશ બીજા લોકો કરતા થોડો અલગ હતો. તેના હાથમાં ભાલો હતો. યુવાનની ઉતેજના વધવા લાગી. એ આદિવાસીઓના નેતાએ મોટેથી બીજા આદિવાસીઓને સંબોધન કરીને કહ્યું, ‘‘ માંશંગા માંશંગા. ’’ આદિવાસીઓએ પણ એ અવાજમાં પોતાનો સૂર પૂરાવ્યો, ‘‘ માંશંગા માંશંગા. ’’ બસ, એ જ નારાની સાથે ટોળાની વચ્ચેથી કોઈ અજાણ્યા ગોરા ભટકેલા મુસાફરને સાંકળે બાંધી બે મજબૂત પહાડી બાંધો ધરાવતા આદિવાસીઓ ઢસડીને ઊંચા ઓટલા પર લઈ આવ્યા. પેલો ગોરો યુવાન મુસાફર આ બંધનમાંથી છટકવાના ભરપૂર પ્રયત્નો કરી રાહ્યો હતો પરંતુ આસપાસ રહેલા પહાડી માણસો આ કોશિષને નિષ્ફળ બનાવી દેતા હતા.

યુવાને જોયું કે દૂર સામે ઊંચા ઓટલા ની બાજુમાં એક ખૂબ ઊંચો થાંભલો હતો. થાંભલાની બધી બાજુએ ના જાણે કંઈ કેટલીય ખોપરીઓ બાંધેલી હતી. ઓટલા ઉપર એક મૂર્તિ હતી. એનાથી થોડે આગળ નીચે એક અંગ્રેજીના ‘U’ આકારની અણીદાર લોખંડી સાધન હતું.

હવે શું થશે, તેની ઉત્કંઠા એ યુવાનમાં વધી ગઈ. થોડી ગભરામણ પણ થઈ. એમાં પેલા મુસાફરનું માથું નાખી પેલો પહાડી માણસ તલવાર હાથમાં રાખી પોતાના સરદારના હુકમની રાહ જોતો ઊભો રહ્યો. પેલો ગોરો મુસાફર એ બંધનમાંથી છટકવા અને પોતાના પ્રાણ બચાવવાના નિષ્ફળ પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ બધું વ્યર્થ ! સરદારે જેવો હુકમ કર્યો કે ક્ષણવારમાં પેલા પહાડી કાયાના માણસે તલવારના એક ઝાટકે પેલા ગોરા માણસનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું. લોહીની ધાર છૂટી. ધડથી માથું અલગ પડી ગયું હતું. એ ગોરા મુસાફરનો નિષ્પ્રાણ દેહ ઓટલા પર લોહીના ખાબોચિયામાં રક્તરંજિત થઇ ગયું હતું.

પેલા આદિવાસી સરદારે રક્ત પર પોતાની હથેળી ફેરવી પોતાના દેવતાની મૂર્તિ પર લગાડી. પોતાના દેવતા પર લોહીનો અભિષેક થતો જોઈ રાજી થયેલા આદિવાસીઓ નાચવા લાગ્યા. ઢોલ નગારા વાગવા લાગ્યા. રંગોનો છંટકાવ થવા લાગ્યો.

એ યુવાનના શરીરમાંથી ઘડીભાર તો આ બિહામણું દ્રશ્ય જોઈ કંપારી છૂટી ગઈ. નરબલી વિષે ઘણું સાંભળ્યું હતું પણ પહેલી વાર પ્રત્યક્ષ આ દ્રશ્ય જોઈ તેના તો ગાત્રો જ ઢીલા થઈ ગયા. જંગલમાં તો આદિવાસીઓનું જ રાજ ચાલે છે. તેના જ નિયમો, તેના જ કાનૂન. ભલે તે ગમે તેટલા ક્રૂર કેમ ના હોય ! ‘‘ જંગલી પ્રજાના દેવતા પણ જંગલી. માણસોનું લોહી પીધા પછી જ સંતોષ થાય. ’’ મન માં તે બબડ્યો.

હકીકતનું ભાન થતા સ્વસ્થ થઈ તે એ મકાનમાં જવાનો માર્ગ શોધવા લાગ્યો. લોકોના નાચગાનનો લાભ લઈ તે અંદર સુધી ચાલ્યો ગયો. અત્યાર સૂધી બીજા ઘણા મુસાફરો ભૂલથી આ આદિવાસીઓની ઝપટે ચડી ગયા હતા. નરબલીnના નામે ઘણાના જીવ પણ ગયા હતા. પણ આ પહેલો વીરલો હતો જે પોતે અંદર સૂધી ચાલ્યો ગયો હતો. અંદર કાળું ડીબાંગ અંધારું હતું. ધીમે પગલે ખૂબ સાવચેતીથી તે આગળ વધવા લાગ્યો. અચાનક તેના પગ થંભી ગયા. તેની નજર સામે બંધ ઓરડીમાં લોખંડની સાંકળથી બાંધેલ એક માણસને જોયો. તેના મુખમાંથી દર્દભર્યો અવાજ આવતો હતો. તે યુવાને આજુબાજુમાં નજર નાખી. એક ધારદાર હથિયાર પડ્યું હતું. તેનાથી લોખંડી સાંકળ તોડી નાખી. તે કોટડીમાં પ્રવેશ્યો. ધીમેથી દરવાજાને સાંકળ બાંધેલ હોય તે રીતે ફરીથી બંધ કરી દીધી જેથી કોઈને શંકા ના જાય. ત્યાર બાદ તે કેદ યુવાનને છોડાવવા લાગ્યો. સાંકળમાં બંધ માણસની આંખમાં કેટલાય દિવસ પછી આશાનું કિરણ દેખાયું હતું. તેને તો તેમાં સાક્ષાત ઈશ્વરના દર્શન થતા હતા.

‘‘ મને તો આશા જ ના હતી કે કાળના મુખમાંથી મને કોઈ છોડાવવા પણ આવશે. તમે કોણ છો ?’’ પેલા કેદીએ પેલા યુવાનને દર્દથી કણસતા સવાલ કર્યો.

‘‘ હું ... હું મંગલ. ’’ પેલા યુવાને પોતાની ઓળખાણ આપી. ‘‘ હું અહીની દરિયાકિનારાની પેઢીમાં કામ કરું છું, ભારતથી આવું છું. હવે તમે જલ્દી હાલો. આપણી પાસે સમય નથી. હું તમને છોડાવવા જ આવ્યો છું. ’’

અચાનક પગથિયા ચડવાનો અને કોઈના પગલાનો અવાજ આવવા લાગ્યો. મુશ્કેલીઓ વધવાના એંધાણ આવવા લાગ્યા.

To To be continued….

Wait for next Part…