Mangal - 5 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 5

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

મંગલ - 5

મંગલ

Chapter 5 -- જંગલમાં એક રાત

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ પાંચમાં ભાગમાં આપનું સ્વાગત છે. આફ્રિકન આદિવાસી કબીલાની અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન અમુક કુપ્રથાઓ પૈકીની એક એટલે નરબલી. તેના દેવતાઓને ચડાવવામાં આવતી નરબલીમાં ઘણા લોકોનો ભોગ ચડાવાઈ જાય છે. મંગલ સાક્ષાત મોતનાં મુખમાં ફસાયેલાં સાત લોકોને બચાવીને કેવી રીતે આવ્યો અને એમ કરતા એ પોતે કેટલાં સંકટોનો સામનો કરે છે તે પણ જાણ્યુ. સવાલ એ પણ થાય છે કે મંગલ શા માટે અહી આવ્યો હતો ? બીજા મુસાફરો કઈ રીતે અહી પહોંચી ગયા ? શું આદિવાસીઓને સાચી વસ્તુની ખબર પડશે ? જો હા તો ક્યારે ? ત્યાર પછી તેઓનું વલણ કેવું રહેશે ? શું તેઓ ફરીથી આ લોકોને પકડી શકશે ? જો હા, તો આ સાત અને મંગલ છૂટી જશે કે નરબલીના નામે દેવતાઓને પ્રસાદ તરીકે ધરાવાઈ જશે ? જાણવા માટે વાંચતા રહો...

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું પાંચમું પ્રકરણ મંગલ ચેપ્ટર – 5 – જંગલમાં એક રાત

મંગલ ચેપ્ટર – 5 – જંગલમાં એક રાત

ગતાંક થી ચાલું...

“ મારી એક હા થી તમારા શેઠના મનમાં હાશકારો થયો. આમ પણ શેઠે મોટો બદલો આપવાની વાત કરી હતી. મારે પણ પૈસાની ખાસ જરૂર હતી અને તમે રહ્યા આપણા મુલકના એટલે ના પાડવાનો તો કોઈ પ્રશ્ન પણ ના હતો. મારી હા થી તેણે કંઈક આશા બંધાઈ હતી. ખરેખર તમારા શેઠ બહુ ચિંતા કરે છે તમારા માણસોની. ” મંગલે શામજીને કહ્યું.

“ હા ભાઈ, એ તો છે. ખરેખર અમારા શેઠ ખૂબ દયાળું છે. પોતાનાં માણસોને પણ પોતાનાં સંતાનો કે ભાઈ ભાંડું જ ગણે છે. આટલા વર્ષો થી અહી આ પરદેશમાં પેઢી નાખીને બેઠાં છે. ભારતથી આવનારા લોકો પ્રત્યે તેનું ખૂબ માન હોય. તેના માટે ગમે તે કરી શકે. પછી તમે કઈ રીતે પહોંચ્યા એ તો કહો અને તમે એકલા જ હતા ?” શામજીએ કહ્યું.

“ અરે ના ભાઈ. મારી સાથે મારા શેઠે બીજા બે લોકોને મોકલ્યા હતા. એમાંથી એક તો થોડે આગળ જતાં જ બીમાર પડી જતા તેને અને સાથે આવેલા બીજા માણસને પણ પાછા મોકલવાની તજવીજ કરી હું આગળ વધી ગયો. તમારા શેઠે થોડી વ્યવસ્થા પણ કરી દીધી હતી. પછી મેં એકલા જ આગળ વધવાનું નક્કી કર્યું. જંગલમાં આગળ ગયો તેમ તેમ સંકટો વધુ આવતા ગયા. ખોરાક પણ ખૂટી ગયો હતો. તમને ક્યાં કેદ કર્યા હતા તેની પણ ખબર ના હતી. ભૂખ પણ જોરદાર લાગી હતી. ” મંગલ થોડી વાર થંભ્યો.

“ પછી શું થયું ? ” સરમણે પૂછ્યું.

“ પહેલા ત્રણ દિવસ તો સાથે ખોરાક સાથે હતો એટલે નીકળી ગયો. પાણીની ચિંતા હોતી નથી. નદી વહેતી જ હોય એટલે. બસ રાત જ ઘનઘોર અંધારામાં કાઢવી અઘરી હોય. કોઈ રક્ષણ ન હોય. સતત આશંકાઓ, ભય સાથે રહેવું પડે કે કોઈ જંગલી જાનવરોનો ભેટો ના થઈ જાય.ક્યાંક વળી રાતના સાવજની ચમકતી આંખો જોઈ યમરાજ દેખાઈ જાય.” મંગલે જણાવ્યું.

બધા હસી પડ્યા.

મંગલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ અત્યારે ભલે આપણે સાથે છીએ એટલે મનોરંજન થાય છે બાકી એકલા ભટકવામાં તો આ રાત્રી કાળરાત્રી ગણાય. ઉપરથી આ જંગલનાં જાનવરો તો ઠીક માણસો પણ જંગલી, નરભક્ષી. એટલે થોડો ડર તો રહે જ. ચોથા દિવસથી તો ખોરાક પણ ખતમ. ભૂખ લાગે તો ઝાડનાં ફળ ફૂલ. સાત દિવસ થઈ ગયા તો પણ તમારો પતો ના મળે. એટલામાં દૂરથી મેં માણસોનો શોરબકોર સાંભળ્યો. આટલા દિવસોમાં મેં પહેલી વાર માણસનો અવાજ સાંભળ્યો હતો. મને આશા જન્મી કે તમે કદાચ અહી હોવા જોઈએ. જેવો નજીક જોયું તો હું પણ હક્કા બક્કા રહી ગયો. મોત તાંડવ કરતું હતું. ગોરા મુસાફરની બલિ ચડી ગઈ હતી.

એટલામાં પેલાં ગોરા મુસાફરમાંથી થોમસ રડવા લાગ્યો. બીજા બે ગોરાઓએ તેણે શાંત કર્યો. જ્યોર્જે કહ્યું, “ ધ યંગ મેન નેમ્ડ બેન જોસેફ, વ્હૂ વોઝ કીલ્ડ બાય ટ્રાઈબ્સ વોઝ હીઝ યંગર બ્રધર. ધે કીલ્ડ હીઝ બ્રધર. વી કાન્ટ ફરગીવ ધેમ.” બધાએ થોમસને શાંત કર્યો. ચારમાંથી મંગલ અને શામજી જ અંગ્રેજી થોડું થોડું સમજતાં હતા. પણ લાગણીની ભાષા, પ્રેમ, નફરત, દુઃખ, ગુસ્સો વગેરે ગમે તે ભાષામાં હોય સમજી શકાય છે. બધા તેની ભાષા સમજી શકતા ન હતા પણ દુઃખની ભાવનાને સમજી શકતા હતા.

જ્હોને કહ્યું કે તેઓ ચારેય આઠેક મહિના પહેલાં પોતાના ઘોડા સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યાં હતાં. બસ ત્યારે જંગલમાં આવેલા આદિવાસીઓએ તેઓને પકડી લીધા અને કેદ કરી લીધા. તેનામાંથી એક જોસેફની બલી ચડી ગઈ. બાકીના અમે બચી ગયા.

ઈમરાને પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ અમે આમ તો મૂળ મરાઠી પણ વર્ષોથી તમારી હાલારી પેઢીમાં કામ કરીએ એટલે ગુજરાતી આવડે, વાંચી પણ લઈએ અને બોલી પણ જાણીએ. જો કે તમારા બધા કરતા કેદમાં રહેવાનો રેકર્ડ મારો વધારે છે. હું લગભગ એકાદ વર્ષ કરતા પણ વધારે સમયથી અહી કેદ છું. હું અને બીજા સાથીઓ અહી પેઢીના કામ માટે માણસો શોધવા આવ્યા હતા. બસ ત્યારથી કેદ છીએ. ”

સરમણે કહ્યું, “ આ ગુલામ બનાવવાનું હવે તો બંધ કરો. આ ગુલામી પ્રથા એ તો માણસોને જિંદગી જીવવાનાં અધિકારો છીનાવ્યા છે. ”

“ વાત તો તમારી સાચી, પણ પેઢીના માલિકે સમજવું જોઈએ ને ? એ તો શોધવા પણ નથી આવ્યા. જીવીએ કે મરી ગયા. ” ઈમરાને કહ્યું.

“ એ વાત બાજુએ મુકો. પહેલા એ કહો કે આ દેવારિકા શબ્દની તમને કેમ ખબર પડી ? ” મંગલે પૂછ્યું.

“ એમાં એવું છે કે હું આવ્યો ત્યારે પણ એક માણસની બલી ચડાવવાની તૈયારી હતી ને અચાનક દેવારિકા દેવારિકા ની બૂમો સંભળાવા લાગી. પછી ખબર પડી કે આ ભાઇને પણ એક હાથમાં પંજો જ ના હતો. આવા ઘાયલ કે ખંડિત માણસો તેઓ માટે પૂજ્ય ગણે છે. અહી રહીને બીજા થોડાક શબ્દોની પણ ખબર પડવા લાગી હતી. ” ઈમરાને કહ્યું.

“ દોસ્તો, અમારી પણ વણજારોની પોઠ ઉપર આ આદિવાસીઓએ અચાનક હુમલો કરી ઘણાને કેદ કર્યા હતા. અમારામાંથી ઘણાં આ હુમલામાં માર્યા ગયા હતા તો અમુક તેની કેદમાં મૃત્યુ પામ્યાં હતા. મારું નસીબ કંઈક અંશે સારું હશે કે ઘણાં સમય પછી તમારા હાથે મારો બચાવ થયો. સાચે જ, તમારો આભાર માનીએ એટલો ઓછો છે. ” સરમણ પોતાની વાત કહી રહ્યો હતો. તે મંગલ અને શામજી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યો હતો.

“ બસ, બસ હવે કેટલો આભાર માનશો ? હવે જલ્દી સુવાની તૈયારીઓ કરવી જોઈએ. જેથી વહેલી સવારે જલ્દીથી આ જગ્યાએથી નીકળી શકાય. ” શામજીએ બધાને આગળની યોજના વિષે બધાને તત્પર રહેવા તાકીદ કરી.

મંગલે બધાને જણાવતાં કહ્યું, “ ભાઈઓ, આ અંધારી રાતમાં સુમસામ જંગલમાં બધું રામભરોસે મૂકી સુઈ જવામાં જોખમ છે, એટલે વારાફરતી બે બે માણસો જાગી ચોકી કરશે. બરાબર ? ”

બધાએ મંગલની હા માં હા ભરી. નક્કી કર્યા પ્રમાણે સૌથી પહેલાં મંગલ અને શામજી, ત્યાર બાદ ઇમરાન અને સરમણ, ત્યાર બાદ જ્હોન અને જ્યોર્જ, ત્યાર બાદ કરીમ અને થોમસનો ચોકી કરવાનો વારો નક્કી કરવામાં આવ્યો. રાત્રીનો પહોર શરૂ થયો. મંગલ અને શામજીએ નક્કી કર્યા પ્રમાણે ચોકી કરવાનું ચાલું રાખ્યું. આખું જંગલ રાત્રીના અંધકારમાં ભેંકાર લાગતું હતું. માત્ર તમરાંના જ અવાજ સંભળાતા હતા.

રાત્રીની કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા આજુ બાજુમાંથી લાકડાં ભેગા કરી તાપણું કરવામાં આવ્યું હતું. તેની સામે બંને વાતચીત કરી સમય પસાર કરતાં હતા. છેલ્લો વારો કરીમ અને થોમસનો વારો હતો. બંને એ શરૂઆતમાં તો ચોકી કરવા લાગ્યા. પણ પછી સમય જતો ના હતો. વળી બંનેને ઊંઘ પણ આવતી હતી. છતાં તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાને જગાડી રહ્યા હતા. પણ સમય પસાર કરવામાં વાતચીત મહત્વનું માધ્યમ હોય છે. આ જ જગ્યા એ મંગલ થોડી થાપ ખાઈ ગયો. કરીમ થોમસની ભાષા સમજી શકતો ના હતો. અને થોમસને મરાઠી કે ગુજરાતીની ખાસ ફાવટ હતી નહિ. પરિણામે કોઈ વાતચીત ના થતાં બંને સુનમુન બેસી રહેતાં થોડી વારમાં ઝોકાં ખાવા લાગ્યા. શીતળ મંદ મંદ વાતા પવનમાં બંને ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં પોઢી ગયા.

*****

** સ્થળ : આદિવાસી કબીલો

તે જ રાતે આદિવાસી કબીલામાં મોટા પાયે હો હા થઈ ગઈ. પેલાં ચોકીદારોના મૃતદેહોમાંથી દુર્ગંધ વછૂટવા લાગી હતી. તેઓનાં સરદારે તપાસ કરવાનો હુકમ કર્યો. ચોકીદારોના પરિવારમાંથી પણ બધા ચોકીદારોને શોધતાં હતા. બીજા ચોકીદારો અને સિપાહીઓ કામધંધે લાગ્યા. ઉપરનાં માળે તેઓ ગયા. દુર્ગંધની દિશામાં તેઓ આગળ ગયા ત્યાં જ એક ચોકીદારની નજર મૃત ચોકીદારો પર પડી. કોટડીનો દરવાજો ખોલી તેઓ બધા મૃતદેહો પાસે પહોંચ્યા. તેનાં સરદારને અને પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી. સરદારે બીજી કોટડીની તપાસ કરાવી તો માલુમ પડ્યું કે બધી કોટડીમાંથી કેદીઓ ગાયબ હતા. ત્યાં જ એક કેદીની નજર એ પોલાણ ઉપર પડી જ્યાંથી કેદીઓ ભાગ્યા હતા. સરદારનો ગુસ્સો સાતમાં આસમાને હતો.

સરદારે તુરંત જ પગલાં લેવાનો હુકમ કર્યો. બધાં આદિવાસીઓએ ભાગેલા કેદીઓને શોધી આકરી સજા કરવાનો નિર્ણય કર્યો. બધા રાત્રિના અંધકારમાં જ એ કેદીઓને શોધવામાં નીકળી પડ્યા. કેટલુય ચાલ્યા પછી આ લોકોનો કોઈ પતો લાગતો ના હતો. બધાનાં મોઢાં પર બદલાની ભાવના હતી. અત્યાર સુધી તેની કેદમાંથી કોઈ છૂટીને ગયું ના હતું પણ આ પહેલી વાર એક સાથે આટલા બધા કેદીઓ આ કેદમાંથી આઝાદ ભાગી છૂટવામાં સફળ થયા હતા. આ તેમના માટે શરમજનક હતું. તેમના અહમને ઠેસ લાગી હતી. સરદાર સમસમી ગયો હતો. આ સાત લોકોને શોધવામાં જમીન આસમાન એક કરવાની તૈયારી હતી.

આ બાજુ હવે આછું આછું અજવાળું થઈ રહ્યું હતું. સૂર્યના કિરણો જો કે ખૂબ મુશ્કેલીથી ધરતીને પોતાનો પ્રકાશ પહોંચાડી શકતા હતા. સવાર પડવાની તૈયારી હતી. પરંતુ આ આઠેય લોકો હજી થાકને કારણે ઠંડી હવામાં મીઠી ઊંઘ માણી રહ્યાં હતા. કરીmમ અને થોમસ બહાર સૂતા હતા, ત્યાં અચાનક કોઈ તીક્ષ્ણ હથિયારની અણી તેના હાથમાં લાગી. અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. થોમસ અને કરીમની ઊંઘ ઊડી ગઈ. બંનેની આંખ પહોળી થઈ ગઈ. તેમનાં મોઢામાંથી જોરદાર ચીખ નીકળી ગઈ, “ મંગલ, શામજી, જ્યોર્જ, ઉઠો, ઉઠો બધા...” મંગલ અને અન્ય બધા આ શોરબકોરથી ઊઠી ગયા. તેમની આંખો પણ પહોળી થઈ ગઈ.

તેમની સામે હથિયારધારી આદિવાસીઓ જાણે યુદ્ધ કરવા આવ્યા હોય તે રીતે તેઓની સામે ઊભા હતા. બધાનાં હાથોમાં તીક્ષ્ણ હથિયારો હતા. અને આ બાજુ આ આઠ લોકો પાસે એકાદ બે ચાકુ સિવાય કંઈ ના હતું. આદિવાસીઓ પોતાની કેદમાંથી છૂટેલા લોકોની શોધમાં હતા પણ તેની નજર એક વ્યક્તિ પર પડી. બધા તેને જોઇને સ્તબ્ધ થઈ ગયા. સરદારના મોઢામાંથી ઉદગાર નીકળી પડ્યા, “ દેવારિકા ! ”

To be Continued….

Wait for next part