Bazi - 12 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 12

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બાજી - 12

બાજી

કનુ ભગદેવ

12 - નાગપાલની મૂંઝવણ...!

સારિકાના ખૂન પછી આઈ. જી. સાહેબના આગ્રહથી કેસની તપાસ નાગપાલે પોતાના હાથમાં લીધી હતી.

એણે પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતા.

પરંતુ હજુ સુધી તે કેસમાં એક ડગલુંય આગળ નહોતો વધી શક્યો.

અખબારોમાં પણ કેસની તપાસ નાગપાલને સોંપાઈ છે, એવા સમાચાર સાથે ટૂંક સમયમાં જ ગુનેગારોના પકડાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અત્યારે પણ નાગપાલ આઈ.જી.સાહેબ પાસે બેઠો હતો.

‘ નાગપાલ...!’ આઈ.જી.સાહેબ ગંભીર અવાજે બોલ્યો, ‘ તારી પાસેથી મને ઘણી આશા હતી. સારિકાનું ખૂન થયાને આજે ચાર દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી તું બ્લેક ટાઈગરને નથી શોધી શક્યો.!’

‘ સર...!’ નાગપાલે નમ્ર અવાજે કહ્યું, ‘ બ્લેક ટાઈગર નામ ધારી માનવી જે કોઈ હોય તે, પરંતુ એ ખૂબ જ ચાલાક છે ‘ બ્લેક ટાઈગર નામ ધારી માનવી જે કોઈ હોય તે, પરંતુ એ ખૂબ જ ચાલાક છે! એ ખૂન કર્યા પછી, તેના સુધી પહોંચવામાં સરળતા રહે, એવું કોઈ સૂત્ર નથી મૂકી ગયો. એને કાયદાની ચુંગાલમાં સપડાવવામાં મારા પ્રયાસો ચાલુ જ છે!’

‘ બ્લેક ટાઈગરને કારણે પોલીસ વિભાગની ખૂબ જ બદનામી થાય છે નાગપાલ!’

‘ હું સમજું છું સર!’

‘ તે બ્લેક ટાઈગર સુધી પહોંચવા માટે કોઈક તો ઉપાય વિચાર્યો જ હશે ને ?’

‘ સર...ઈન્સ્પેકટર વામનરાવના જણાવ્યા મુજબ, બ્લેક ટાઈગર અમીચંદના કુટુંબના એકેય સભ્યને જીવતા ન રાખવાની ધમકી આપી છે...! હું અમીચંદના કુટુંબીજનોની પ્રત્યેક હિલચાલ પર નજર રાખું છું સર! આ વખતે બ્લેક ટાઈગર અમીચંદના કુટુંબના કોઈ સભ્યને મારી નાખવાનો પ્રયાસ કરશે, તો એ તેનો અંતિમ પ્રયાસ હશે. એને તરત જ પકડી લેવામાં આવશે.’

‘ વેરી ગુડ...તારી યોજના ઘણી શાનદાર છે.! હું જેમ બને તેમ જલ્દીથી બ્લેક ટાઈગરને ફાંસીના માંચડે લટકતો જોવા માંગુ છું.

‘ મારા પ્રયાસો ચાલુ જ છે સર...!’

આઈ.જી. સાહેબ ધીમેથી માથું હલાવીને રહી ગયા.

  • ***
  • ગોપાલ નર્યા અચરજથી સરોજના ચહેરા સામે તાકી રહ્યો હતો.

    સરોજનો ચહેરો બેહદ ગંભીર હતો.

    ‘ ભાભી...શું ખરેખર સુજાતા જીવતી છે...?’ ગોપાલના અવાજમાં અવિશ્વાસમિશ્રિત પ્રસન્નતાનો સૂર હતો, ‘ તમે મારી મશ્કરી તો નથી કરતાં ને ?’

    ‘ ના, ગોપાલ...તને તારી ભાભી પર પણ ભરોસો નથી ? હું કંઈ તારી મશ્કરી કરું ખરી ? સુજાતા જીવતી જ છે અને ખૂબ જ આનંદ છે! અત્યારે એ મારા ફ્લેટ પર છે!’

    ‘ તો પછી તળાવ પાસેથી જે મૃતદેહ મળ્યો, અને જેના પર વિલાસરાય હોસ્પિટલના વસ્ત્રો હતા, એ મૃતદેહ કોનો હતો ?’

    ‘ એ મૃતદેહ તળાવમાં ડૂબી ગયેલી કોઈક યુવતીનો જ હતો. હું અને સુજાતા એક દિવસ સવારના પહોરમાં ફરતાં ફરતાં તળાવ પાસે જઈ પહોંચી હતી. અને તળાવના કિનારે એક યુવતીના મૃતદેહને તરતો જોયો. તારા પિતાજી, મહેશ, રાકેશ અને જોરાવર સુજાતાને શોધતા હતા એ વાતની મને ખબર હતી. જો સુજાતા તેમના હાથમાં પડી જાત, તો તેઓ કોઈ સંજોગોમાં તેને જીવતી ન રાખત! સુજાતાને મારી નાંખીને તેઓ તારા લગ્ન નરોત્તમ ઝવેરીની પુત્રી વંદના સાથે કરવા માંગતા હતા. એ લોકોએ અગાઉ ગરોળીનું ઝેર આપીને સુજાતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્દનસીબે સુજાતા બચી ગઈ હતી. એ લોકોનું સાચું રૂપ સામે આવ્યા પછી, મેં હંમેશને માટે તેમનું ઘર છોડી દીધું. ત્યારબાદ હું બુરખો પહેરીને વિલાસરાય હોસ્પિટલમાં સુજાતા પાસે પહોંચી ગઈ અને તેને સાચી હકીકત જણાવી દીધી. ભવિષ્યમાં પણ તેઓ એને જીવતી નહીં રાખે. એમ પણ મેં સુજાતાને કહ્યું. એ હોસ્પિટલેથી નાસી છૂટીને મારી પાસે આવી ગઈ. મેં જ તેને આમ કરવાનું કહ્યું હતું. કહીને સરોજ પળભર માટે અટકી.

    ***

    ગોપાલ નર્યા અચરજથી તેની વાત સાંભળતો હતો.

    થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ લઈને સરોજે પોતાની વાત આગળ લંબાવી.

    ‘ હવે હું મૂળ વાત પર આવું છું. તળાવમાંથી મૃતદેહ કાઢીને મારી સૂચનાથી સુજાતાએ હોસ્પિટલનાં વસ્ત્રો તથા મંગળસૂત્ર અને ઝાંઝર એ મૃતદેહને પહેરાવી દીધી. મૃતદેહનો ચહેરો જળચરોએ કોતરી ખાધો હોવાના કારણે તેને ઓળખી શકવાનો સવાલ જ ઊભો નહોતો થયો. ત્યારબાદ મૃતદેહને ફરીથી અને તળાવમાં પધરાવી દીધો. બીજા દિવસે પોલીસની નજરે એ મૃતદેહ પડ્યો...અને તેને વસ્ત્રો તથા ઘરેણાં પરથી સુજાતાનો મૃતદેહ માની લેવામાં આવ્યો. તારા પિતાજી, મહેશ, રાકેશ અને સારિકા એ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી, સુજાતાથી છૂટકારો મળી ગયો છે એમ માનીને મનોમન ખુશ થઈ ગયા.’

    ‘ વેરી ગુડ...વેરીગુડ...’ કહેતો કહેતો નાગપાલ ડ્રોંઈગરૂમમાં પ્રવેશ્યો. એણે એ બંનેની વાત સાંભળી લીધી હતી.

    નાગપાલને જોઈને બંને થોડી પળો માટે હેબતાઈ ગયા.

    ‘ નાગપાલ સાહેબ, આપ...?’ સરોજ થોથવાતા અવાજે બોલી.

    ‘ હા, સરોજ...તેં જે કંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે!’

    ‘ ભાભી...સરોજને બચાવીને તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે! તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.!’

    ‘ ના, ગોપાલ...મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો! મેં તો માત્ર મારી ફરજ જ બજાવી છે.! આપણે આજે જ સુજાતાને અહીં તેડી લાવશું. એ આપણી સાથે જ રહેશે!’

    ‘ ભાભી...!’ ગોપાલની આંખોમા આંસુ ચમકી ઊઠ્યાં.

    ‘ અરે...આ, શું...? તું રડે છે...?’

    ‘ ભાભી...આ આંસુ તો ખુસીના છે! આજે હું ખૂબ જ ખુશ છુ. ભાભી...!’

    ‘ નાગપાલ સાહેબ, આપ...?’

    ‘ હું અમસ્તો જ આવ્યો હતો. પરંતુ અહીં આવીને મને સુજાતા જીવતી હોવાની નવી પણ આનંદદાયક વાત જાણવા મળી છે...! ગોપાલ સુજાતાના જીવતા હોવાની વાત સાંભળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. ભગવાન તમને બંને હંમેશા ખુશ રાખે એવી હું પ્રાર્થના કરું છું...!’

    ગોપાલ ઊભો થઈને નાગપાલના પગમાં પડી ગયો.

    અમીચંદ કુટુંબમાં માણસના રૂપમાં માત્ર ગોપાલનો જન્મ થયો છે એવું નાગપાલને લાગ્યું.

    ત્યારબાદ થોડી આડા-અવળી વાત કરી, કોફી પીને એ ચાલ્યો ગયો.

  • ***
  • અમીચંદ આશ્ચર્યથી રાકેશ સામે જોતો હતો.

    રાકેશ જાણે પાગલખાનામાંથી નાસી છૂટેલો કોઈક પાગલ હોય એવા હાવભાવ અમીચંદના ચહેરા પર છવાયેલા હતા.

    ‘ રાકેશ...!’ એ અવિશ્વાસભર્યા અવાજે બોલ્યો, ‘ તું નશામાં તો નથી ને ?’

    ‘ ના...તમને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો, પણ હું સાચું જ કહું છું. મેં મારી સગી આંખે સુજાતાને જોઈ હતી. ગોપાલ અને સુજાતા સરોજ પાસે છે! સુજાતા મરી નથી પણ જીવતી જ છે! એને આપણી નજરમાં મૃત્યુ પામેલી પુરવાર કરવી, એ સરોજની જ ચાલબાજી હતી.’

    ‘ સરોજ ખૂબ જ ચાલાક છે પિતાજી...!’ મહેશ બોલ્યો.

    ‘ એ સુજાતાને આ રીતે બચાવી લેશે એવી તો આપણે સ્વપ્નેય કલ્પના નહોતી કરી.’ રાકેશે કહ્યું.

    ‘ સુજાતા જીવતી રહે કે મૃત્યુ પામે એનાથી હવે આપણને કશો જ ફર્ક નથી પડવાનો કારણ કે નરોત્તમ ઝવેરીએ વંદનાના લગ્ન ગોપાલ સાથે કરવાની ઘસીને ના પાડી દીધી છે.’

    ‘ એ વાતને પડતી મૂકીને કામની વાત પર રાકેશ...! સરોજે પૈસા આપ્યા ?’

    ‘ ના...કાલે અપાશે...!’

    ‘ આજે શા માટે ન આપ્યા ?’

    ‘ આજે કોર્ટમાં રજા હતી એટલે!’

    ‘ જોં તે દસ લાખથી વધુ માગતા હોત તો પણ એ આપી દેત!’ મહેશ બોલ્યો.

    ‘ ના...વધુ લાલચ રાખવી સારી નથી મહેશ! જો મેં વધુ રકમની માંગણી કરી હોત, અને એ આપવાનો ઈન્કાર કરી દેત તો આપણે તેનું શું બગાડી શકીએ તેમ હતાં ?

    ‘ રાકેશ સાચું કહે છે મહેશ! આપણને જેટલી રકમ મળે છે એમાં જ આપણે સંતોષ માનવો જોઈએ.

    ‘ પિતાજી...સરોજ પાસેથી જે દસ લાખ મળે, એની શું વ્યવસ્થા કરવાની છે ? મહેશે પૂછ્યું.

    ‘ એમાંથી પાંચ લાખ રૂપિયા ચમનલાલને આપી દેશું અને બાકીના પાંચ લાખ તારી યોજના પાછળ વાપરીશું!’

    ‘ પિતાજી...એક વાત કહું...?’ સહસા રાકેશે બોલ્યો.

    ‘ બોલ...’

    ‘ ના, રાકેશ...અત્યારે શેર કૌભાંડને કારણે શેર બજાર તૂટી ગઈ છે. આપણી પાસે જે શેર સર્ટીફીકેટ પડ્યાં છે, તેના માંડ માંડ લાખ-દેઢ લાખ ઉપજી શકે તેમ છે. મહેશની યોજના સોએ સો ટકા સફળ થવાની આશા છે પાંચ લાખ રોકવાથી પાંત્રીસ લાખ મળતા હોય તો શું ખોટું છેં ?’

    ‘ તમને યોગ્ય લાગે તેમ કરો...’

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    અમીચંદ ઊભો થઈને ફોન પાસે પહોચ્યો.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું, ‘ અમીચંદ સ્પીકીંગ...!’

    ‘ સાહેબ, શું જોરાવર બોલું છું...!’ સામે છેડેથી જોરાવરનો પરિચિત સ્વર તેને સંભળાયો.

    ‘ બોલ...’

    ‘ સાહેબ, મેં તથા મારા માણસોને બ્લેક ટાઈગરને શોધવામાં કોઈ કસર બાકી નથી રાખી. પરંતુ હજુ સુધી એ નાલાયકનો પત્તો નથી લાગ્યો. અને એનો પત્તો લાગવાની આશા પણ બહુ ઓછી છે કારણ કે આપણે તેનાં સાચાં નામ અને રૂપથી અજાણ છીએ, એને શોધવો, એ અંધારામાં તીર છોડવા સમાન છે!’

    ‘ તારી વાત સાચી છે જોરાવર...! મેં તો તને પહેલાંથી જ કહ્યું હતુ કે એની શોધ કરવી નકામી છે. જ્યાં સુધી એ કમજાત કોણ છે, તેની આપણને ખબર નહીં પડે, ત્યાં સુધી આપણે તેનું કશં જ નહીં બગાડી શકીએ.’

    ‘ છતાંય હું પ્રયાસો ચાલું રાખું છું.’

    ‘ તને ઠીક લાગે તેમ કર...!’ કહીને અમીચંદ રિસીવર મૂકી દીધું.

    એનાં દિમાગમાં અત્યારે એક જ સવાલ હથોડાની માફક ઝીંકાતો હતો.

    બ્લેક ટાઈગર વાસ્તવમાં કોણ છે ?

    પરંતુ ઘણું વિચાર્યા પછી પણ આ સવાલનો જવાબ તે ન શોધી શક્યો.

  • ***
  • નાગપાલ પોતાની ઓફિસમાં બેસીને સારિકાના ખૂનકેસની ફાઈલ વાંચવામા મશગુલ હતો.

    બ્લેક ટાઈગરે, તેના સુધી પહોંચી શકાય, એવો એક પણ પૂરાવો નહોતો છોડ્યો.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એણે ફાઈલને બંધ કરીને ટેબલ પર મૂકી, પછી રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...મેનેજર નાગપાલ સ્પીકીંગ...!’

    ‘ નાગપાલ સાહેબ...!’ છેડેથી, સ્ત્રીનો માનો તો પુરુષનો અને પુરુષનો માનો તો સ્ત્રીનો લાગે એવો, બરફ જેવો ઠંડો અવાજ તેને સંભળાયો, ‘ હું બ્લેક ટાઈગર બોલું છું.’

    ‘ બ્લેક ટાઈગર...?’ નાગપાલ ચમકીને ખુરશી પર ટટ્ટાર થયો.

    ‘ નાગપાલ સાહેબ, અમીચંદના કુટુંબના કેસની તપાસ તમે તમારા હાથમાં લીધી છે, એવું મેં સાભળ્યું છે!’

    ‘ તેં બરાબર જ સાંભળ્યું છે બ્લેક ટાઈગર...! અને તું મારી ચુંગલામાંથી નહીં બચી શકે!’

    ‘ તમે ખૂબ જ બાહોશ અને નીડર ઓફિસર છો, એની મને ખબર છે. પરંતુ તમે બ્લેક ટાઈગર તો ઠીક, એના પડછાયાને પણ નહીં પકડી શકો. હું માણસ નહીં, પણ જાદુગર છું...! કામ પતાવીને આંખના પલકારમાં જ અદ્શ્ય થઈ જવાની કળા મને આવડે છે. મને પકડવાનું સપનું ભૂલી જાઓ...’

    ‘ તેં તારી જાતનાં વખાણ કરવા માટે જ ફોન કર્યો છે ?’

    ‘ ના...’

    ‘ તો...?’

    ‘ મેં એક ખાસ બાતમી આપવા માટે જ તમને ફોન કર્યો છે.’

    ‘ બોલ...’

    ‘ આ મહિનાની છેલ્લી તારીખે નરોત્તમ ઈન્ડસ્ટ્રીઝની વાનમાં લૂંટ થશે...! આ વાનની તિજોરીમાં એ દિવસે કંપનીના કર્મચારીઓના પગારના દોઢ કરોડ રૂપિયા પડ્યા હશે.’

    ‘ શું...?’ નાગપાલે આશ્ચર્યથી પૂછ્યું.

    ‘ તમને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો, પણ હું સાચું જ કહું છું.’

    ‘ શું આ લૂંટતું કરવાનો છે ?’

    ‘ ના...’

    ‘ તો કોણ કરવાનું છે, એની તને ખબર છે ?’

    ‘ હા...’

    ‘ કોણ કરવાનું છે ?’

    ‘ તેઓ કુલ ચાર જણ છે...’

    ‘ એ ચારેય કોણ છે, તે કહી શકીશ...?’

    ‘ જરૂર...અમીચંદનો પુત્ર મહેશ, તથા એના ત્રણ મિત્રો રાજેશ, વિલીયમ અને જોસેફ! આ ચારેય અવારનવાર સુપ્રિમ હોટલના ત્રીજા માળ પર આઠ નંબરના રૂમમાં બેસીને લૂંટની ચર્ચા કરે છે!’

    ‘ એક વાતનો જવાબ આપીશુ...?’

    ‘ મારાથી આપી શકાય તેમ હશે તો જરૂર આપીશ!’

    ‘ તું આ વાત મને શા માટે જણાવે છે ?’

    ‘ કાયદાને મદદ કરવાની હું મારી ફરજ સમજુ છું. નાગપાલ સાહેબ...!’

    ‘ એક ખૂનીના મોંએથી ફરજની વાત નથી શોભતી બ્લેક ટાઈગર...!’

    ‘ નાગપાલ સાહેબ, હું ખૂની જરૂર છું. પરંતુ મેં આજ સુધીમાં કોઈ નિર્દોષ માણસનું ખૂન નથી કર્યું.! હું ગાયત્રીદેવીના ખૂનીઓને કોઈ કાળે નહીં છોડું...! પાપીને મારવામાં પાપ નથી એવું તો ભગવાન શ્રીકૃષ્ણ પણ કહી ગયા છે! હું પણ પાપીઓને જ મારું છું.’

    ‘ શટ અપ...’ નાગપાલે જોરથી તડુક્યો.

    ‘ ખેર, મારી ફરજ પૂરી થઈ ગઈ છે. હવે હું શટઅપ થઈ જઉં છું બસને ?’

    ‘ સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

    નાગપાલ રિસીવર મૂકીને કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

  • ***
  • મહેશ તથા રાકેશ શરાબના ઘૂંટડા ભરતા વાતો કરતા હતા.

    મહેશે પોતાનો પેગ ખાલી કર્યો, ત્યાં જ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એણે રિસીવર ઊંચકીને કાને મૂક્યું.

    ‘ કોણ બોલે છે...?’

    ‘ હું મહેશ બોલું છું...તમે...?’

    ‘ હું તારો કાળ બોલું છું કમજાત...!’

    ‘ બ્લેક ટાઈગર...?’ જાણે હાથમાં ટેલિફોનના રિસીવરને બદલે કાળોતરો સર્પ પકડાઈ ગયો હોય એમ મહેશ ઉછળુ પડ્યો. એના હાથમાંથી રિસીવર છટકતું છટકતું રહી ગયું.

    એના ચહેરા પર નર્યા-નિતર્યા ભય, ખોફ અને દેહશતના હાવભાવ છવાઈ ગયા.

    મહેશના મોંએથી બ્લેક ટાઈગરનું નામ સાંભળીને રાકેશ પણ એકદમ ચમકી ગયો હતો.

    ‘ હા, કમજાત...! હું એક અઠવાડિયામાં જ તને, તારા પાપનો હિસાબ ચુકવવા માટે ઈશ્વરના દરબારમાં મોકલી આપીશ...!’

    ‘ ન...ના...’ મહેશના મોંમાંથી ભયપૂર્ણ ચીસ નીકળી ગઈ.

    ‘ બ્લેક ટાઈગર જે કહે છે તે ફરી બતાવે છે કમજાત! મારા કથન અને કરણીમાં કોઈ જ ફર્ક નથી હોતો! તું આજથી જ તારા મોતને વધાવવાની તૈયાર શરૂ કરી દે! તારે જે કંઈ પાપ-પુણ્ય કરવું હોય તે અઠવાડિયામાં કરી લેજે કારણ કે ત્યાર પછી તને આવી કોઈ તક નહીં મળે...તું તારી જાતને મારા પંજામાંથી બચાવી શકે તેમ હો તો બચાવી લેજે!’

    ‘ હું તને જીવતો નહીં મૂકૂ બ્લેકટાઈગર...!’ મહેશે ક્રોધવેશથી બરાડ્યો.

    ‘ તું મારું કશું જ બગાડી શકે તેમ નથી. કોણ કોને જીવતો રાખે છે એ તો વખત જ કહેશે.

    વળતી જ પળે સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

    મહેશે પણ રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ તે ગજવામાંથી રૂમાલ કાઢીને ચહેરા પર વળેલો પરસેવો લૂંછવા લાગ્યો.

    ‘ શું કહેતો હતો બ્લેક ટાઈગરનો દિકરો...?’ રાકેશે ઉત્સુક ધમકી આપી છે.

    ‘ શું...?’ રાકેશના ધબકારા વધી ગયા.

    ‘ તું જોજે રાકેશ...એ મારું ખૂન કરવા આવશે ત્યારે પાછો નહીં જાય..! હું તેને જોતાંવેંત જ ગોળી ઝીંકી દઈશ.’ ભયના અતિરેકથી મહેશનો અવાજ કંપતો હતો.

    ‘ એ કમજાત કોણ છે ને શા માટે આપણી પાછળ પડ્યો છે, તે જ મને તો નથી સમજાતું...!’

    મહેશ લાચારીથી હોઠ કરડવા લાગ્યો.

    એને પણ કંઈ જ નહોતું સમજાતું.

  • ***
  • રાતન સાડાબાર વાગ્યા હતા.

    નાગપાલ પોતાના સ્ટડીરૂમમાં બેસીને સારિકા ખૂનકેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    ફાઈલને સ્ટૂલ પર મૂકી, ઊભો થઈને તે ટેલિફોન-સ્ટેન્ડ પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું, ‘ મેનેજર નાગપાલ સ્પીકીંગ...!’

    ‘ નાગપાલ સાહેબ, હું બ્લેક ટાઈગર બોલું છું...!’ સામે છેડેથી બ્લેગ ટાઈગરનો પરિચિત સ્વર સંભળાયો.

    ‘ બોલ, બ્લેક ટાઈગર...આટલી મોડી રાત્રે શા માટે મને યાદ કરવો પડ્યો ?’

    ‘ હું તમને એક તકલીફ આપવા માગું છું.’

    ‘ શું ?’

    ‘ જોરાવર પોતાની કરણીનું ફળ ભોગવવા માટે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો છે.’

    ‘ શું...?’ કહેતાં કહેતાં નાગપાલના ચહેરા પર અચરજમિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

    ‘ કદાચ તમને મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું ક્યારેય ખોટું નથી બોલતો! જોરાવર, અમીચંદનો પાળેલો કૂતરો હતો. વિશાળગઢમાં એની ગુંડાગીરી ખૂબ જ વધી ગઈ હતી. પોતાના સાથીદારો મારફત એણે અમીચંદના કહેવાથી, સુજાતાના પિતાજી, મજુર યુનિયનના નેતા દામોદાર ત્રિવેદીનું ખૂન કરાવ્યું હતુ. મારી નજરે એ ખૂની હતો એટલે મેં તેને મારી નાખ્યો છે.’

    ‘ તું કાયદાને હાથમાં લઈને સારું નથી કરતો બ્લેક ટાઈગર...’

    ‘ તમે ક્યા કાયદાની વાત કરો છો નાગપાલ સાહેબ...? એ કાયદાની, કે જે પૂરાવાઓ અને સાક્ષી વગર અપંગ તથા આંધળો છે. નથી ચાલી શકતો કે નથી જોઈ શકતો...સાંભળો...આજના જમાનામાં કાયદો માત્ર ગરીબ માણસો માટે જ બનેલો છે...ધનાવાનો માટે નહીં...ગરીબ મજુર, થાક ઉતારવા માટે એકાદ પેગ શરાબનો પીએ તો તરત જ તેને નશાબંધીના આરોપમાં જેલમાં પૂરી દેવામાં આવે છે, જ્યારે ધનવાનોને ત્યાં યોજાતી પાર્ટીઓમાં બસો-પાંચસો બોટલો શરાબની ખાલી થઈ જાય છે, તો પણ તમારા પોલીસવાળા આંખ આડા કાન કરી જાય છે, કારણ કે આંખ આડા કાન કરી જવાનો તેમને પૈસાદારો તરફથી ચાર્જ ચુકવવામાં આવે છે.! આવા કાયદા પ્રત્યે મને સખત ચીડ અને નફરત છે...! જે કાયદા એક સગી માના ખૂની દિકરાઓને પૂરાવા તથા સાક્ષીના અભાવે સજા ન કરી શકી, એ અપંગ અને લાચાર કાયદાની વાત કરો છો તમે...?’

    ‘ વાતો તો ફિલ્મી હીરોની માફક કરે છે તું બ્લેક ટાઈગર...પરંતુ જે દિવસે મારો પંજો તારી ગરદન પર પડશે, એ દિવસે તને છઠ્ઠીનું દૂધ યાદ આવી જશે એટલું યાદ રાખજે!’

    ‘ એ દિવસ ક્યારેય નહીં આવે નાગપાલ સાહેબ...! તમારા કાયદાની ચુંગાલમાં આવવા કરતાં હું મોતને વધાવી લઈશ! ખેર, જોરાવરનો મૃતદેહ ઉસ્માનની ચાંદની હોટલના દસ નંબરના રૂમમાં પડ્યો છે! જઈને તેને સંભાળી લો...!’

    સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    નાગપાલે રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ તે ઝપાટાબંધ વસ્ત્રો બદલીને બહાર નીકળ્યો.

    બે મિનિટ પછી એની કાર પોલીસ હેટક્વાર્ટર તરફ ઘસમસતી હતી.

    અને જ્યારે અમીચંદ, મહેશ અને રાકેશને, બ્લેક ટાઈગર દ્વારા જોરાવરનું ખૂન થયાના સમાચાર મળ્યા, ત્યારે તેમના હોંશ ઊડી ગયા.

    બ્લેક ટાઈગરે હવે પોતાને પણ નહીં છોડે...કૂતરાના મોતે મારશે એવું તેમને લાગતું હતું.

    ‘ પિતાજી...બ્લેક ટાઈગર આપણને જીવતા નહીં મૂકે!’ રાકેશ લથડતા અવાજે બોલ્યો.

    ‘ એની જિંદગી આપણે માટે મોત છે પિતાજી...!’ મહેશે ભયભીત અવાજે કહ્યું.

    ‘ બ્લેક ટાઈગરના કોપથી બચવાનો એક જ માર્ગ છે પિતાજી!’

    ‘ શું ?’

    ‘ આપણે જેમ બને તેમ જલ્દીથી વિશાળગઢમાંથી વંજો માપી જવો જોઈએ!’ રાકેશે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

    ‘ શું મૂરખ જેવી વાત કરે છે!’ અમીચંદ ધૂંધવાતા અવાજે બોલ્યો.

    ‘ કેમ...? મારી વાત ખોટી છે!’

    ‘ હા...’

    ‘ કેવી રીતે...?’

    ‘ વિશાળગઢમાંથી નાસી છૂટ્યા પછી બ્લેક ટાઈગર આપણો પીછો નહીં છોડે! આપણી એક એક હિલચાલ પર તેની નજર હશે. આ સંજોગોમાં આપણે આ શહેર છોડીને ક્યાંય જઈ શકીએ તેમ નથી. એ કમજાત પડછાયાની માફક આપણી પાછળ પડી ગયો છે.એનાથી પીછો છોડાવવો મુશ્કેલ નહીં પણ અશક્ય છે.!’

    ‘ તો શું કરવું...?’ મહેશે ચિંતાતુર અવાજે પૂછ્યું.

    ‘ બ્લેક ટાઈગરથી તમારી સુરક્ષા કરો...! ચોવીસેય કલાક તમારા ગજવામાં ભરેલી રિવોલ્વર રાખો અને એને જોતાંની સાથે જ ગોળી ઝીંકી દો...! છેવટે તો એ પણ આપણા જેવો માણસ જ છે. કંઈ ભૂતપ્રેત નથી.’

    ‘ પરંતુ એ કમજાત કોણ છે તેની પણ આપણને ખબર નથી. આ સંજોગોમાં તેને કેવી રીતે ગોળી ઝીંકવી ?’

    અમીચંદ ચૂપ રહ્યો. મહેશની વાત સાચી હતી.

    મહેશના આ સવાલનો કોઈ જવાબ તેની પાસે નહોતો.

    એણે અફસોસથી માથું ધુણાવ્યું.

    મહેશે પોતાને માટે એક મોટો પેગ બનાવીને એકીશ્વાસે ખાલી કરી નાખ્યો.

    રાકેશે બેચેનીથી સોફા પર પાસાં બદલતો હતો.

    એની નજર સામે બ્લેકટાઈગરનો કાલ્પનિક ચહેરો તરવરતો હતો.

    ***

    નાગપાલ અત્યારે આઈ.જી. સાહેબ સામે બેઠો હતો.

    એના ચહેરા પર લાચારીના હાવભાવ છવાયેલા હતા.

    ‘ નાગપાલ...’ આઈ.જી.સાહેબે ગંભીર અવાજે કહ્યું,

    ‘ બ્લેક ટાઈગરે જોરાવરને પણ મારી નાખ્યો...! અત્યાર સુધીમાં તે બે ખૂન કરી ચૂક્યો છે! પરંતુ તું હજુ સુધી એને નથી પકડી શક્યો...! સી.આઈ.ડી.વિભાગનું નાક ગણાતો નાગપાલ બ્લેક ટાઈગર સુધી નથી પહોંચી શક્યો, એનું મને દુ:ખદ આશ્ચર્ય થાય છે! જિંદગીમાં આજે પહેલી વાર હું તને આટલો લાચાર જોઉં છું. આજ સુધીમાં તે અસંખ્ય કેસો સફળતાપૂર્વક ઉકેલીને ગુનેગારોને ઘટતા ફેજે પહોંચાડ્યા છે. પરંતુ મને કહેતાં ખૂબ જ અફસોસ થાય છે. કે, તારા જેવો બાહોશ, ચાલાક અને હોંશિયાર માણસ આ કેસ નથી ઉકેલી શક્યો...! કેસ ઉકેલવાની વાત તો એક તરફ રહી, તું એક ડગલુંય આગળ નથી વધી શક્યો.’

    ‘ હું દિલગીર છું. સર...!’ નાગપાલ ગમગીન અવાજે બોલ્યો, ‘ બ્લેક ટાઈગર સુધી પહોંચવાના મારાથી બનતા તમામ પ્રયાસો હું કરું છું. પરંતુ હજુ સુધી નથી પહોંચી શક્યો એ મારું કમનસીબ છે!’

    ‘ બ્લેક ટાઈગરની બાબતમાં છાપાવાળાઓ મોટાં મોટાં હેડીંગમાં મીઠું-મરચું ભભરાવીને સમાચારો છાપે છે, અને પોલીસ પરકટાક્ષ કરે છે...! પોલીસ ગુનેગારો સાથે ભળી ગઈ છે, એવા આરોપો મૂકે છે.’

    ‘ હું જાણું છું સર...!’

    ‘ પરંતુ તેમ છતાંય હજુ સુધી આપણને સફળતા નથી મળી...આપણે કેસ શરૂ થયો હતો, ત્યાં જ આવીને અટકી ગયા છીએ.’

    ‘ સર...ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય, ગુનો કરતી વખતે, એનાથી કોઈક તો ભૂલ થઈ જ જાય છે! એણે ભલે ગમે તેવી ફુવપ્રુફ યોજના બનાવી હોય, પરંતુ તેમાં કોઈક ને કોઈક ત્રુટી તો જરૂર રહી જાય છે, અને આ ભૂલ જ તેને ઘટતા ફેજે પહોંચાડી દે છે! એ ગમે તેટલો ચાલાક હોય તો પણ કાયદાની ચુંગાલમાંથી નથી બચી શકતો!’

    ‘ તારી વાત હું કબૂલ કરું છું નાગપાલ, પણ જો બ્લેક ટાઈગર અમીચંદના તમામ કુટુંબીજનોને મારી નાખ્યા પછી પકડાશે તો શું વળશે ? એ આપણી જીત નહીં, પણ હાર ગણાશે! સારું એક વાતનો જવાબ આપ!’

    નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

    ‘ તને બ્લેક ટાઈગર હોવાની કોના પર શંકા છે ?’

    ‘ આ બાબતમાં હું હજુ સુધી કોઈ નક્કર પરિણામ પર નથી આવી શક્યો સર!’

    ‘ બ્લેક ટાઈગરનો પાઠ અમીચંદનો નાનો પુત્ર ગોપાલ ભજવતો હોય એવું ન બને...?’

    ‘ ગોપાલ બ્લેક ટાઈગર હોય એવું મને નથી લાગતું સર...! નાગપાલે જવાબ આપ્યો.

    ‘ કેમ...?’

    ‘ એ ખૂબ જ કોમળ અને ભાવુક હૃદયનો માણસ છે સર! મેં તેને ખૂબ નજીકથી જોયો ને પારખ્યો છે! જે માણસ ભૂલેચૂકે ય કીડી પણ ન મારતો હયો, એ ખૂન કેવી રીતે કરી શકે ? ના, સર...!ગોપાલ બ્લેક ટાઈગર હોય, એ વાત મારે ગળે નથી ઉતરતી. બ્લેક ટાઈગર અમીચંદના કુટુંબનો નહી, પણ તેનો કોઈક જૂનો દુશ્મન હોય એવું મને લાગે છે.’

    ‘ આવા કોઈ દુશ્મન વિશે તેં અમીચંદને પૂછપરછ કરી હતી ?’

    ‘ હા...?’

    ‘ એ શું કહે છે ?’

    ‘ તે આ બાબતમાં કશું જે નથી જણાવી શક્યો. હા, અગાઉ તેને હુકમચંદ નામનો એક માણસ તેનો હરિફ જરૂર હતો. હું હુકમચંદને પણ મળી ચૂક્યો છું. તે આ બાબતમાં સાવ નિર્દોષ છે!’

    ‘ નાગપાલ, જો હવે ભવિષ્યમાં બ્લેક ટાઈગર કોઈ ખૂન કરશે તો એ પોલીસ વિભાગ માટે ડૂબી મરવા જેવી વાત હશે!’

    ‘ હું જાણું છું સર...!’

    ‘ વારૂં, દિલીપ ક્યાં છે...?’

    ‘ એ તો સમ્ફિયા, શાંતા અને રજની સાથે કાશ્મીર ફરવા ગયો છે.’

    ‘ ઓહ...એટલે જ તું એકલો પડી ગયો છે એમ ને...?’

    ‘ હા...’ નાગપાલ બોલ્યો, ‘ જો દિલીપ અહીં હોત તો મને ઘણી સરળતા રહેત!’

    ત્યારબાદ થોડી આડા-અવળી વાત કરીને નાગપાલ વિદાય થઈ ગયો.

    ***