દક્ષિણ ભારત નો પ્રવાસ

(2)
  • 36
  • 0
  • 977

Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ.

1

દક્ષિણ ભારત નો પ્રવાસ - 1

Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ ...Read More

2

દક્ષિણ ભારત નો પ્રવાસ - 2

Day 2આમ તો દિવસ ની શરૂઆત આમ ટ્રેનમાં જ થઈ , લાંબી ટ્રેન ની સફરો સતત ચાલતી રહે છે ધીમે ધીમે તમે ટેવાઈ જાઉં છો , આમ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ગરમી લાગવી જોઈએ પણ અત્યારે વરસાદ ના લીધે ઠંડા પવનો થી તરબોળ થઈ ગયા હતા. બસ આખો દિવસ ટ્રેનમાં જ પસાર થઈ ગયો ને છેક સાંજે બેંગલોર જિલ્લાના યેશવંથપુર સ્ટેશન પર પહોંચ્યાં, હવે તો આગળ મૈસુર જવાનું હતું એટલી આગળની ટિકિટ બુક કરાવવા ગયા પણ એટલામાં વરસાદ શરૂ થઈ ગયો , ધીમે ધીમે થોડા પલળી ગયા પણ ત્યાં ઊભો પણ રહી ગયો ,ટિકિટ લીધી ને સમય હતો એટલે ...Read More

3

દક્ષિણ ભારત નો પ્રવાસ - 3

મૈસુર પેલેસ જતા પહેલા પેટ પૂજા કરવાનું ઉચિત લાગ્યું એટલે ત્યાં ઈન્દ્ર પ્રસ્થ રેસ્ટોરામાં મસ્ત ઈડલી ને સંભાર કેસરી સાથે ખાધો જે ગળી લાપશી જેવો જ હતો ઓર શીરો કહીં શકાય.ત્યાંથી મૈસુર પેલેસ ની ટિકિટ લઈને એની ભવ્યતા જોવાનું શરૂ કર્યું.સદી પહેલાં આગ થી સળગી ગયેલો લાકડાનો પેલેસ ની કૃષ્ણરાજ વાડિયાર એ ઈન્ડો સાર્ક શૈલીઓ અનુસાર બનાવ્યો .જેમાં શરૂઆત માં લગ્ન મંડપ આવે છે અને તેલ ચિત્રો જે આખી ઈતિહાસ ને અસરકારક રીતે પ્રદર્શિત કરે છે , પછી દીવાન આમ અને ખાસ જેના દરવાજા એટલા સરસ રીતે કોતરવામાં આવ્યા છે ને અંદર રાખેલી કલાકૃતિઓ આમ રોમાંચિત કરી દે.ત્યાં થી ...Read More

4

દક્ષિણ ભારત નો પ્રવાસ - 4

Coorg day 2બસ સવારે ટાઢ ની વચ્ચે ઊઠીને તૈયાર થઈને અમે KSRTC ના બસ સ્ટેન્ડ પહોંચી ગયા , આગળના વરસાદ શરૂને શરૂ થયો એટલે જાળવણી માટે પણ આજે હવામાં ખાસ ભેજ પણ નહોતો, કુશળનગર ની બસ માં બેસીને આજુબાજુના આ વૃક્ષો થી આચ્છાદિત દ્રશ્ય ને જોઈને નિસર્ગધામ ઉતરી ગયા, આમ સાવ જ સરળ પણ આમ સારી રીતે ગોઠવાયેલું પ્રાકૃતિક વન હતું , એમાં દાખલ થતા વેત જ નદી ઉપર બનેલો દોરડાનો પુલ આવે છે , જ્યાંથી આમ પાણીનું વહેણ જોવાની મઝા જ કંઈક અલગ છે , બસ એનો ખળખળ અવાજ ને સહેલાણીઓ ની હેરાફેરી વચ્ચે બસ તમને ત્યાં રહેવાનું ...Read More

5

દક્ષિણ ભારત નો પ્રવાસ - 5

સવારે વહેલા ઉઠીને બસ સ્ટેશન પહોંચી ગયા ત્યાં થી હસન ની બસ લીધી,સવારે જે રીતે ઠંડી પડી રહી હતી આખા ગાત્રો ઢીલા કરી દે પણ કોઈ માથાકૂટ કે ઘોંઘાટ નોતો ને ઉપરથી આજુબાજુ નું લેન્ડસ્કેપ આમ જોયા જ કરવાનું મન થાય.હસન 3 કલાક ના અંતરે આવેલું શહેર છે,ત્યાં પહોંચીને KSRTC ના કલોક રૂમ માં સામાન રાખીને બેલુર ની બસમાં બેઠા, આજુબાજુ બસ હરિયાળી જ હરિયાળી હતી ને એમાં ધીમો ધીમો વરસાદ પડવાની શરૂઆત થઈ , થોડી વાર પછી તડકો આવ્યો .આ પહાડી વિસ્તાર નહોતો પણ વૃક્ષો ની આચ્છાદન શરૂ એવું હતું.આજુબાજુ ના ખેતરોને ત્યાંના લોકો પોતાની રોજિંદી બાબતો માં ...Read More