કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર

(6)
  • 56
  • 0
  • 1.4k

સુરત... મારું સુરત. આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ષક તરીકે હું વર્ષોથી નકશાઓ પર આંગળી ફેરવતો આવ્યો છું, અક્ષાંશ અને રેખાંશના ગણિત સમજાવતો આવ્યો છું, પણ આ આટલા વર્ષના અનુભવે મને સમજાવ્યું છે કે નકશા પર દોરેલાં નિર્જીવ કાળાં ટપકાં અને જમીનની સાચી, ધબકતી તાસીરમાં જમીન-આસમાનનો ફેર હોય છે.

1

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ ૧: અસ્તિત્વ સુરત... મારું સુરત. આ નામ માત્ર પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ ...Read More

2

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 2

પ્રકરણ : 2 પડઘો સુરતની રાતો ક્યારેય સંપૂર્ણપણે સૂતી નથી, પણ શનિવારની આ રાત કઈંક અલગ જ હતી. રસ્તાઓ પરથી વાહનોની અવરજવર હવે ધીમી પડી ગઈ હતી, સ્ટ્રીટ લાઈટોના પીળા થાંભલાઓ જાણે દિવસભરના થાક પછી માથું ઢાળી બેઠા હોય તેમ લાગતું હતું. મિત્રો સાથેની મહેફિલ પૂરી કરીને હું જ્યારે છૂટો પડ્યો, ત્યારે ઘડિયાળના કાંટા બારને વટાવી ચૂક્યા હતા. ગાડીના ટાયર ડામરના રસ્તા પર 'ઘરરર...' કરતા સરકતા હતા, પણ એ અવાજ મારા મનમાં ચાલતા વિચારોના વાવાઝોડાને દબાવી શકતો નહોતો. સામાન્ય રીતે મિત્રોને મળ્યા પછી મન હળવું થઈ જતું હોય છે, એક તાજગી મળતી હોય છે. પણ આજે... આજે ...Read More

3

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 3.

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૩: માયાજાળસોમવારનો યાંત્રિક સૂર્યોદયરવિવારની રાત હંમેશા એક મખમલી છેતરપિંડી જેવી હોય એ તમને આરામનો, શાંતિનો અને પોતાની જાત સાથે હોવાનો એક ભ્રમ આપે છે, પણ એ ભ્રમની બરાબર પાછળ સોમવાર નામનો રાક્ષસ મોઢું ફાડીને ઊભો હોય છે. તાપી કિનારે મિત્રો સાથે વિતાવેલી સાંજ, લોચાની લિજ્જત અને એ હળવાશ—આ બધું હવે જાણે કોઈ ગત જન્મની સ્મૃતિ હોય તેમ ભાસતું હતું.મારા બેડરૂમની બારીમાંથી આવતા સવારના આછા પ્રકાશમાં ધૂળના રજકણો તરી રહ્યા હતા. મોબાઈલના એલાર્મે તેની કર્કશ ફરજ બજાવી. સવારના ૬:૦૦. આ માત્ર સમય નહોતો, આ એક સાયરન હતું—મારી રોબોટિક જિંદગીની ફેક્ટરી ચાલુ થવાનું ...Read More

4

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 4

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૪: પાગલપન કે પરમજ્ઞાન?બ્રહ્માંડનો નકશો: જૂની દોસ્તી, નવો સંઘર્ષશનિવારની સાંજ. સુરતનું વિસ્તાર જાણે કોઈ મેળામાં ફેરવાઈ ગયું હતું. લોકોના ટોળા, લારીઓ પર વાગતા ગીતો અને વાહનોના હોર્નનો અવાજ—આ બધું સામાન્ય દિવસોમાં મને જીવંત લાગતું, પણ આજે મારા મનમાં જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું તેની સામે બહારનો આ બધો કોલાહલ સાવ બેસૂરો હતો. સોમવારે ચિરાગના ચિત્રની ઘટના પછીના પાંચ દિવસ મેં જાણે કોઈ ઘેનમાં, કોઈ અવાસ્તવિક દુનિયામાં વિતાવ્યા હતા. સ્કૂલના ક્લાસરૂમમાં હું ભૌતિક રીતે હાજર હતો, બોર્ડ પર સમીકરણો લખતો હતો, પણ મારું મન હિમાલયની કોઈ ગુફામાં ગણતરીઓ માંડી રહ્યું હતું. મારે ...Read More

5

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 5

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૫: ઉત્તરપથનું આહ્વાનકાફેમાં થયેલા એ ઉગ્ર અને કડવાશભર્યા ઝઘડા પછી, મારા મારા બાળપણના ત્રણ જિગરજાન મિત્રો—મયંક, મિતેશ અને ભાવિક—વચ્ચે એક અદ્રશ્ય, પણ અભેદ દીવાલ ચણાઈ ગઈ હતી. આ દીવાલ ઈંટ કે પથ્થરની નહોતી, પણ વિચારોના સંઘર્ષની હતી.દિવસો વીતતા ગયા તેમ અમારું ‘યારો કી યારી’ વોટ્સએપ ગ્રુપ, જે પહેલા રાત-દિવસ મજાક-મસ્તી, રાજકીય ચર્ચાઓ અને ક્રિકેટના સ્કોરથી ધમધમતું હતું, તે હવે કોઈ વેરાન ખંડેર જેવું ભાસતું હતું. સવારે ફોન હાથમાં લઉં તો સ્ક્રીન પર માત્ર ઓફિશિયલ ગ્રુપ્સના મેસેજ હોય. ક્યારેક મયંક ભૂલથી કોઈ 'ગુડ મોર્નિંગ'નું ફોરવર્ડિયું મોકલી દેતો, તો ક્યારેક મિતેશ કોઈ જોક ...Read More