સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન

(6)
  • 6.4k
  • 0
  • 2k

દોસ્તો હું શૈલેષ જોશી ફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે. અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના અઢળક આશીર્વાદ થકી હું Matrubharti પર અલગ-અલગ વિષયો પર ઘણું બધું લખી પણ રહ્યો છું, ને કદાચ એટલે જ એને કારણે જ હવે મને ફિલ્મો, સિનેમા, પિક્ચર, મુવી કે પછી ચિત્રપટ આપણે જે કહેતા હોઈએ એ, બસ એ ફિલ્મ વિશે એની શરૂઆતથી લઈને છેક સુધીની માહિતી વિશે, મારાથી બનતું, મને સમજમાં આવે એટલું, ને આપણા સૌને માટે હિતકારી ને મદદરૂપ બની રહે,

1

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1

દોસ્તોહું શૈલેષ જોશીફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે.અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના અઢળક આશીર્વાદ થકી Matrubharti પર અલગ-અલગ વિષયો પર ઘણું બધું લખી પણ રહ્યો છું,ને કદાચ એટલે જએને કારણે જ હવે મને ફિલ્મો, સિનેમા, પિક્ચર, મુવી કે પછી ચિત્રપટ આપણે જે કહેતા હોઈએ એ,બસ એ ફિલ્મ વિશે એની શરૂઆતથી લઈને છેક સુધીની માહિતી વિશે, મારાથી બનતું, મને સમજમાં આવે એટલું, ને આપણા સૌને માટે હિતકારી ને મદદરૂપ બની રહે, એ આશય સાથેનોમારો આ એક નાનકડો પ્રયાસ છે, આશા રાખું છું કે, તમને જરૂરથી ગમશે.સૌથી પહેલાં તો આપણે સૌ જાણીએ જ છીએ કે,એક સારી ફિલ્મ ...Read More

2

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -2

ભાગ-2વાચક મિત્રો,સિનેમા ભાગ એકમાં આપણે એક ફિલ્મ બનાવવા માટેના પ્રાથમિક પાસાઓ વિશે જાણ્યું.બાકી આમાં જો આપણે વધારે ઊંડાણ પૂર્વક જઈએ,તો એમાં તો અસંખ્ય લોકો, અને મહત્વનાઅસંખ્ય પરિબળો પણ જોડાતા હોય છે, અને આમઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ જએક પ્રોજેકટ બનતો હોય છે.એ બધું તો આપણે આગળ જોઈશું જ,પરંતુએ આપણો પ્રોજેક્ટ જબરદસ્ત મજબૂત બને, અથવા તો એ પ્રોજેક્ટ સારો એવો સફળ થાય, એના માટે,કયા કયા, અને કેટલા પગલા ભરવા ? અથવા તો કેવી કેવી, અને કઈ રીતની તકેદારી રાખવી ?સૌથી પહેલાં તો આપણે એ જાણવું અતિ આવશ્યક છે.એના માટે આપણે અમુક અલગ-અલગ ઉદાહરણો દ્વારાએ જાણવાની, કે પછી સમજવાની કોશિશ ...Read More

3

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -3

રાત્રીના સમયે સોસાયટીના ગેટ સામે રાખેલ બે બાંકડા પર ચાર પાંચ સિનિયર સિટીઝન બેઠા છે, સોસાયટીની અંદરની બાજુએ બાળકો રહ્યા છે, ને અમુક લોકો વોકિંગ કરી રહ્યા છે, ને સોસાયટીના ગેટ પર....સોસાયટીના ગેટ પર વોચમેન પોતાનું કામ કરી રહ્યા છે.વોચમેનના કામમાં એવું છે કે, સોસાયટીના ગેટ પરતો બુમબેરીયર લગાવેલું છે, એટલે સોસાયટીમાં રહેતા કોઈ પણ સભ્યની ગાડી આવે, એટલે એ ગાડી પર લાગેલ સ્ટીકરને કારણે, બુમ બેરીયર તો એની મેળે ખુલી જાય છે.પરંતુ હા,જ્યારે કોઈ એકલ દોકલ વિઝિટર, કે પછી કોઈ ગેસ્ટ આવતા જતા રહે, ત્યારે એમની એન્ટ્રી કરવાનું કામ એ વોચમેન કરતા રહેતા હતા.હવે આ થઈ બિલકુલ સરળ, ...Read More

4

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -4

ફિલ્મમાં જ્યારે કોઈ પાત્ર એવું કંઈક કરે, કે જે સામાન્ય કરતાં કંઈક અલગ હોય.પછી એ એક્ટિંગ હોય, ડાયલોગ બોલવાની હોય, કે પછી એક્શન હોય.ત્યારે એ પાત્ર સાથે દર્શકનું સીધું કનેકશન આપોઆપ જોડાઈ જતું હોય છે, અને એકવાર એ કનેક્શન જોડાયા પછી, એ કલાકારે પહેરેલ કપડાં તરફ, એનો મેકઅપ તરફ, તેમજ દ્રશ્ય પ્રમાણે ઉભો કરેલ સેટ તરફ પણ, દર્શનનું ધ્યાન એટલું બધું નથી જતું હોતું, અથવા તો, એમાં થોડી ઘણી ખામી રહી ગઈ હોય, તો પણદર્શક એમાં વધારે ઊંડા નથી ઉતરતા.અને એમાં પણજ્યારે ફિલ્મનું કોઈ પાત્ર સ્ટોરીના ભાગ રૂપે કોઈ એવી ચેલેન્જ સ્વીકારે કે,જે અશક્ય હોય, અથવા તો એ ચેલેન્જ ...Read More

5

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -5

ફિલ્મો માટે ઓડિશન હોયફિલ્મોનું ઓડિશન ન હોયઉપરોક્ત વાક્યનો મર્મ, અર્થ, મતલબ કે પછી એમાં છુપાયેલી ગહેરાઈ જાણવા માટે,આ વાક્યને વિસ્તારથી સમજીએ.એક ફિલ્મ રસિક તરીકે, એક લેખક તરીકે, એક સાહિત્ય પ્રેમી તરીકે, અને એક ગુજરાતી તરીકે મા સરસ્વતીની કૃપાથીહું આ Matrubharti ના વિશાળ પ્લેટફોર્મ પર લેખન રૂપે મારાથી બનતું વધારાને વધારે લખી શકું, કંઈક અલગ, કંઈક ઉપયોગી, કંઈક વિશેષ કરી શકું બસ એજ, વાચકોને વિનંતી, ને પ્રભુને પ્રાર્થના.વાચક મિત્રો, આપણે જાણીએ છીએ કે, કોઈપણ ભાષાની ફિલ્મ બનાવતા પહેલા આપણે જે સ્ટોરી પસંદ કરી છે,એ ફિલ્મની સ્ટોરી, કયા વિષય પર આધારિત છે ?અને એમાં,નાના મોટા કેવા-કેવા, અને કેટલા પ્રકારના પાત્રોની જરૂરીયાત ...Read More

6

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -6

એક સફળ ફીલ્મ બનાવવી એ કોઈ નાની સુની વાત નથી, હા ખાલી ફિલ્મ જ બનાવવી હોય તો પછી એ વાત છે.માટે આ ફિલ્મ બિઝનેસમાં એક વાત હંમેશા યાદ રાખવી કે,એક સફળ ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એ વાતનું પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે કે,આ ફિલ્મની પાછળ કોઈ એક વ્યક્તિનું નસીબ નહીં, પરંતુ અસંખ્ય લોકોના નસીબ જોડાયેલા હોય છે, માટે સૌથી પહેલા તો આપણને એ બાબતનું પૂરેપૂરું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે કે, જે તે વ્યક્તિ જે આપણા પ્રોજેક્ટનો હિસ્સો છે, પછી એ ભલે નાનો હોય કે મોટો, પ્રોજેક્ટમાં એનું કામ ઓછું હોય કે વધારે, એ પડદાંની પાછળ ...Read More

7

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -7

સિનેમા સાથે સંકળાયેલા એ તમામ લોકો કે જે આ મનોરંજન વિભાગનો હિસ્સો છે, અથવા તો એક ફિલ્મ બનીને તૈયાર ત્યાં સુધીમાં તેઓ એ આ ફિલ્મ તૈયાર થવામાં ક્યાંય ને ક્યાંક એક કલાકાર તરીકે પોતાનો કોઈ રોલ, પોતાની અદાકારી નિભાવી હોય, કે પછી બીજી કોઈ ટેકનિકલ બાબતની જવાબદારી અદા કરી હોય, મતલબ કે ફિલ્મના જુદા જુદા પાસાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો જેટલા લોકોને મોકો મળ્યો હોય. એ તમામ કલાકાર કસબી વિષે મારી દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ વાત એ છે કે,જો તેઓ આ ફિલ્ડમાં નવોદિત છે, અથવા તો એ લોકોનો આ બીજો કે ત્રીજો પ્રોજેક્ટ છે, તો એ લોકોએ એ બાબત પર ...Read More

8

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -8

જો ફિલ્મ લાઈનના વ્યવસાયમાં આપણે કોઈપણ પ્રકારે જોડાયેલા હોઈએ તો.....તો આ આર્ટિકલ આપણા સુંદર અને મજબૂત ભવિષ્ય માટે છે.તો આપણે સીધા આવી જઈએ આપણા આજના આ મુદ્દા પર.આ ફિલ્ડમાં આપણા ભવિષ્યને લાગુ પડતી આ છે ત્રણ મુખ્ય બાબતો, પરંતુ એની સાથે-સાથે,આ ત્રણ બાબતોની પાછળ છુપાયેલી હકીકતને આપણે ક્યારેય ભૂલવી, કે પછી નજર અંદાજ ન કરવી જોઈએ.ચાલો જાણીએ કે એ ત્રણ બાબતો કઈ છે.એક :-આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું દોડયા ?બે :-આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું કામ કર્યું ? અને ત્રણ :-કે આજ સુધી એનાથી આપણને આર્થિક ફાયદો કેટલો થયો ?આ હતી એ મુખ્ય ત્રણ બાબતો, પરંતુ આપણે ...Read More