વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ)

(9)
  • 6.2k
  • 0
  • 2.8k

આજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક શિલીન નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.

1

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ

૧. જેડની મૂર્તિઆજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.લી ઝેન પણ એક આવો મૂર્તિકાર હતો. તે આ પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવી બે પૈસા કમાતો અને પોતાનું પેટ ભરતો. એક દિવસ લી ઝેનને ગુફામાં એક સુંદર લીલા રંગનો પથ્થર મળ્યો. તેને જોઈને તે ખુશ થઈ ગયો અને તેણે તેમાંથી ...Read More

2

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૨ ઓકીકુ

૨. ઓકીકુભૂતકાળમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો નદીઓ, વાવો, કૂવાઓ અને તળાવો હતા. આ સ્ત્રોતો સાથે મોટાભાગે કોઈ ને કોઈ જોડાયેલી હોય છે. ગુજરાતમાં આવા વાવ, કૂવા કે તળાવો સાથે અનેક લોકવાર્તાઓ જોડાયેલી છે. રાણકી વાવ, અડીકડી વાવ અને નવઘણ કૂવો, સાહિત્ય ક્ષેત્રે અનેક અને મે લખેલી જાની વાવની કથા, ભૂતાવળ તળાવ વગેરે.નાનાં ગામડાંઓ કે નગરોના વાવ અને કૂવાઓ આવી વાર્તાઓનું મુખ્ય ઉદ્ગમ સ્થાન બનતા હતા. પણ આવી લોકવાર્તાઓ ફક્ત ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત નથી—તે સર્વવ્યાપી છે.વિશ્વભરમાં અનેક વાવ કે કૂવાઓ સાથે આવી અસંખ્ય લોકકથાઓ પથરાયેલી પડી હોય છે. આ કથાઓ એક મુખેથી બીજા મુખ સુધી પહોંચતી, લોકજીભે જીવંત ...Read More

3

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૩ શ્રાપિત બેલ

૩ શ્રાપિત બેલઇટાલીના વેનીશ શહેરની પાસે લગૂનની ખાડીમાં એક ટાપુ આવેલો છે— પોવેગ્લિયા. આ ટાપુ પર હાલ કોઈ માનવ નથી અને તે ભૂતિયા ટાપુ તરીકે નામચીન છે. પણ એક સમયે ત્યાં માનવ વસાહત હતી અને તે વેપારના એક મુખ્ય સ્થળ તરીકે પ્રખ્યાત પણ હતું.વાયકાઓની ઘટમાળ શરૂ થઈ અઢારમી સદીના મધ્ય ભાગથી. અને એ ઘટમાળના કારણ સાથે જોડાયેલો હતો એક બેલ ટાવર! પોવેગ્લિયા ટાપુ પર એક ચર્ચ હતું અને આ ચર્ચ ઉપર એક વિશાળ બેલ લટકાવેલો હતો. આ બેલ ખાસ હતો કારણ કે તેને કોઈક સ્થાનિક કારીગરે બનાવ્યો હતો અને તેમાં ધાતુ તરીકે ટાપુ પરના ખોદકામ દરમિયાન મળેલા સિક્કાઓનો ઉપયોગ ...Read More

4

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૪ ડોમોવોય

૪. ડોમોવોયઆપણાં ગામડાંઓમાં રસોઈ બનાવ્યા પછી ચૂલામાં અગ્નિદેવતાને અર્ધ્ય રૂપે થોડું રાંધેલું અન્ન આપવાનો રિવાજ છે. કંઈક આવી જ રશિયામાં પણ છે, પણ ત્યાં અગ્નિદેવતા કે અર્ધ્ય નહીં, એક જુદી વિચારધારા છે—ચૂલા સાથે જોડાયેલી. રશિયામાં એવું માનવામાં આવે છે કે દરેક ઘરના ચૂલા પાછળ એક નાનકડો, દાઢીવાળો ડોમોવોય રહે છે—પૂર્વજની આત્મા, જે ઘર અને પરિવારની રક્ષા કરે છે. લોકો તેને ખુશ રાખવા રોટલી કે અન્નનો ટુકડો ચૂલા પાસે મૂકે છે.અઢારમી સદીમાં સાઇબિરિયાના એક નાનકડા ગામમાં ઈવાન નામનો ખેડૂત રહેતો હતો. તે ગરીબ હતો, પણ પત્ની નતાશા અને બે બાળકો સાથે ખુશહાલ જીવન જીવતો હતો. તે રોજ સાંજેચૂલા પાસે અડધી ...Read More

5

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૫ ચંદનનું ઝાડ

૪. ચંદનનું ઝાડએક વૈવિધ્યસભર સંસ્કૃતિના સમન્વય સ્વરૂપ, બહુરંગી દેશની ધરાના દક્ષિણ ભાગ પર, રાત્રિના સમયે ચંદ્રના આછાં અજવાળામાં એક વ્યક્તિ હરિહરન કુટ્ટી અને તેનીસાથે તેનો કિશોર વયનો પૌત્ર ગોપલન કુટ્ટી છે. બંને પગપાળા એક ગામથી બીજે ગામ ગામડાના ધુળીયા માર્ગે આગળ વધી રહ્યા છે. એક જગ્યા એ અચાનક જ વાતાવરણમાં ચંદનના વૃક્ષની સુગંધ મહેકી ઉઠી. ગોપલન કુટ્ટીએ ઊંડો શ્વાસ લઈ, આસપાસ નજર ફેરવી જોયું અને આશ્ચર્ય પૂર્વક તેના દાદાને પૂછ્યું,"દાદા ચંદનની સુગંધ! પણ અહીં ક્યાંય ચંદનનું વૃક્ષ તો દેખાતું નથી અને જંગલો પણ અહીંથી ખાસ્સા દૂર છે તો આ સુગંધ ક્યાંથી આવે છે?"દાદાએ હસીને તેની સામે જોયું, પછી રસ્તાની ...Read More

6

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૬ સૌંદર્યાભિમાની

૬. સૌંદર્યાભિમાનીમાટીથી લિંપેલા ઘરમાં રહેતી સામાન્ય ખેડૂતની દીકરી એ મારિયા! આરીસામાં ખુદને નિહાળતી ત્યારે એની આંખોમાંઅભિમાનઝળકી ઉઠતું અને એનું એમને કહેતું–ઓહો આટલું સુંદર રૂપ, એનો અધિકારી તો કોઈક રાજકુમાર જ હોય!એનું મન એમને સાચું જ કહેતું હતું, ગૌરવર્ણનો ગોળ એમનો ચહેરો, એમના ગુલાબની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ, ભરાયેલા ગાલ પર એ જ્યારે હસતી ત્યારે ખંજન ખીલી ઉઠતા અને એના દાડમના દાણા જેવા સફેદ દાંત ચમકી ઉઠતા. હરણી જેવી એની આંખો અને તેના પર ધનુષ્યની કમાન જેવો વળાંક લેતી ભ્રમરો, એના છૂટા, પીઠ સુધી લંબાયેલા વાળ અને માટીના કુંજ જેવી એની કમર!એનું રૂપ અપ્સરાને પણ ઝાંખી પાડે તેવું હતું. એના ...Read More

7

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૭ પહાડી પ્રેતકથાઓ

જંગલ અને પહાડોથી ઘેરાયેલા ગામડાઓમાં સમાન પ્રકારની વાર્તા શૈલી જોવા મળે છે. એ વાર્તાઓમાંભૂત-પ્રેતની વાત દ્વારા એક ડર ફેલાવવાની પ્રતિબિંબિત થાય છે. કદાચ એ એટલા માટે કે જેથી કરીને રખડું પ્રકૃતિના યુવાનો, કિશોરો કે બાળકોની રાત્રિના સમયે જંગલ અને પહાડોમાં રખડવાની પ્રવૃત્તિને અંકુશિત કરી શકાય.ચાલો આજે આપણે આવા બે અલગ અલગ દેશોની પહાડી જંગલોના ગ્રામ્ય વિસ્તારમાં સાંભળવા મળતી બે લોકવાયકાઓ માણીએ.૭.૧ નેપાળની બનઝાતની આત્મા.ગગનચુંબી પહાડોથી ઘેરાયેલા, પોતાની ચોતરફ ઘાંટા લીલોતરીસભર વનરૂપી વસ્ત્ર પરિધાન કરેલા અને ધુમ્મસની ચાદર ઓઢી ઉભેલા, નેપાળના એક ગામમાં કમલ ગ્યાનું નામનો એક યુવાન રહેતો હતો. એ રોજ જંગલમાં લકડા કાપવા જતો. ગામના લોકો કહેતા કે ...Read More

8

વિશ્વની ટુંકી પ્રેતકથાઓ(લોકવાર્તાઓ) ભાગ-૮ યુરેઇની ચેતવણી

૮-યુરેઇની ચેતવણીજાપાનનું એક નાનકડું દરિયાકાંઠાનું ગામ હતું. ગામની એક બાજુએ દરિયાનો ઘૂઘવાટ સંભળાતો, જ્યારે બીજી ત્રણ બાજુએ ઊંચા પહાડો ખડકો હતા, જેમની વચ્ચેથી પસાર થતી હવાના સૂસવાટા સંભળાતા. ગામમાં લાકડાના ઘરોની હારમાળાઓ હતી, અને આ ઘરોથી થોડે દૂર દરિયાની સામે એક પૌરાણિક મંદિર આવેલું હતું. લોકો તેને શિન્ટો મંદિર તરીકે ઓળખતા. આ મંદિર યુરેઇની દંતકથાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ઘણાં વર્ષો પહેલાં એક માછીમારની સ્ત્રી દરિયામાં તણાઈને મૃત્યુ પામી હતી, અને તેની આત્મા યુરેઇ બનીને ભટકે છે. તે ગામવાસીઓને ખતરાઓ અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ સામે ચેતવે છે.ગામના દરિયાકાંઠે એક સામાન્ય લાકડાનું ઘર હતું, જે ...Read More