આજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક શિલીન નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.
વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ
૧. જેડની મૂર્તિઆજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.લી ઝેન પણ એક આવો મૂર્તિકાર હતો. તે આ પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવી બે પૈસા કમાતો અને પોતાનું પેટ ભરતો. એક દિવસ લી ઝેનને ગુફામાં એક સુંદર લીલા રંગનો પથ્થર મળ્યો. તેને જોઈને તે ખુશ થઈ ગયો અને તેણે તેમાંથી ...Read More
વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૨ ઓકીકુ
૨. ઓકીકુભૂતકાળમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો નદીઓ, વાવો, કૂવાઓ અને તળાવો હતા. આ સ્ત્રોતો સાથે મોટાભાગે કોઈ ને કોઈ જોડાયેલી હોય છે. ગુજરાતમાં આવા વાવ, કૂવા કે તળાવો સાથે અનેક લોકવાર્તાઓ જોડાયેલી છે. રાણકી વાવ, અડીકડી વાવ અને નવઘણ કૂવો, સાહિત્ય ક્ષેત્રે અનેક અને મે લખેલી જાની વાવની કથા, ભૂતાવળ તળાવ વગેરે.નાનાં ગામડાંઓ કે નગરોના વાવ અને કૂવાઓ આવી વાર્તાઓનું મુખ્ય ઉદ્ગમ સ્થાન બનતા હતા. પણ આવી લોકવાર્તાઓ ફક્ત ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત નથી—તે સર્વવ્યાપી છે.વિશ્વભરમાં અનેક વાવ કે કૂવાઓ સાથે આવી અસંખ્ય લોકકથાઓ પથરાયેલી પડી હોય છે. આ કથાઓ એક મુખેથી બીજા મુખ સુધી પહોંચતી, લોકજીભે જીવંત ...Read More
વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૩ શ્રાપિત બેલ
૩ શ્રાપિત બેલઇટાલીના વેનીશ શહેરની પાસે લગૂનની ખાડીમાં એક ટાપુ આવેલો છે— પોવેગ્લિયા. આ ટાપુ પર હાલ કોઈ માનવ નથી અને તે ભૂતિયા ટાપુ તરીકે નામચીન છે. પણ એક સમયે ત્યાં માનવ વસાહત હતી અને તે વેપારના એક મુખ્ય સ્થળ તરીકે પ્રખ્યાત પણ હતું.વાયકાઓની ઘટમાળ શરૂ થઈ અઢારમી સદીના મધ્ય ભાગથી. અને એ ઘટમાળના કારણ સાથે જોડાયેલો હતો એક બેલ ટાવર! પોવેગ્લિયા ટાપુ પર એક ચર્ચ હતું અને આ ચર્ચ ઉપર એક વિશાળ બેલ લટકાવેલો હતો. આ બેલ ખાસ હતો કારણ કે તેને કોઈક સ્થાનિક કારીગરે બનાવ્યો હતો અને તેમાં ધાતુ તરીકે ટાપુ પરના ખોદકામ દરમિયાન મળેલા સિક્કાઓનો ઉપયોગ ...Read More