"ઈશુ, બેટા જલ્દી શૂઝ પહેર. સ્કૂલ પહોંચવામાં લેટ થઈ જશે.", લંચબોક્સ ઈશાનની બેગમાં નાંખતા નાંખતા ક્રિષ્નવી કહી રહી હતી." "મમ્માં, ડોન્ટ વરી. ટીચર મને નહી ખીજવાય. ટીચર મારા પર ફિદા છે ફિદા.", વાળમાં હાથ ફેરવતા, એકદમ મૂવીનાં હીરોનાં અંદાઝમાં ટીપાઈ ઉપર ચઢીને ઇશાન કહી રહ્યો હતો." "ફિદા ના બચ્ચા. નીચે ઉતરીને શૂઝ પહેર, મોડું થઈ જશે.", ઈશાનનાં ખભાં પર બેગ પહેરાવીને, ક્રિષ્નવીએ સ્કૂટરમાં ચાવી લગાવીને કહ્યું, "હજી ૬ વર્ષનો પુરો પણ નથી થયો અને અત્યારથી બહુ ડાયલોગબાજી કરતા શીખી ગયો છે. લલિતાઆંટી સાથે મૂવીઝ જોવાનુ બંધ કરાવવું પડશે તારું."
તકદીરની રમત - ભાગ 1
સીધી-સાદી ક્રિશનવીનાં જીવનની પગલે પગલે પરિક્ષા લઈને વિધતા જાણેે કોઈ ક્રુર રમત રમી રહ્યાં છે. શું ક્રિશનવી તેમાંથી હિમ્મતથી થઈ શકશે? ...Read More
તકદીરની રમત - ભાગ 2
"ઈશ્શુઉઉઉઉઉઉ.....", ક્રિષ્નવીની ચીસ એટલી મોટી અને પીડાદાયક હતી કે ત્યાં હાજર બધાં માણસો સમસમી ગયા. અરે, કઠણ હ્રદયનાં માણસનું હ્રદય પીગળી જાય એટલું દર્દ હતું તેની ચીસમાં."કોઈ, કોઈ...એમ્બ્યુલન્સ ને..", એટલું તો એ માંડ બોલી શકી અને એમ્બ્યુલન્સનાં સાયરનનો અવાજ સંભળાયો.વનરાજ ઈશાનને સોરી કહેવા આવેલો. કારણકે અર્જુનની તબિયત ઠીક ના હોવાથી તે ઈશાનની બર્થડે પાર્ટીમાં આવી શકે તેમ ના હતો.વનરાજે કહેલું કે એમાં કહેવા જવાની શું જરુર, એના ઘણાં ફ્રેન્ડસ હશે, તું નહીં જાય તો કશો ફેર નહીં પડે.ત્યારે અર્જુને ભારપૂર્વક કહ્યું હતું, "ના પપ્પા, ઈશાનને હું એક જ ફ્રેન્ડ છું. એ કહેતો હતો ખબર નહીં કેમ તેની સાથે કોઈની ...Read More
તકદીરની રમત - ભાગ 3
"સોરી પ્રણય, હું ઘર છોડીને જઈ રહી છું."૨ મિનીટ સતત પ્રણયનાં મનમાં આ જ વાક્ય ઘૂમ્યાં કર્યું. આંખોમાં આંસુ કરીને રોકાતા નહોતા. પહેલાં ઈશાન, અને હવે ક્રિષ્નવી પણ એને આ રીતે છોડીને જતી રહેશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું.હિમ્મંત કરીને તેણે લેટર આગળ વાંચ્યો,"હું જઉં છું, કારણકે આ ઘરમાં હવે રહેવું મારી માટે અસહ્ય છે. મને બધી બાજુ ઈશાન ના હોવા છતાંય દેખાયા કરે છે. એનું એ ખિલખિલાટ હાસ્ય, એનું 'મમ્મા મમ્મા' કહીને મને બોલાવ્યાનાં ભણકારા વાગે છે.તું તો જાણે હાજર હોવા છતાંય અમારી સાથે ઘણાં સમયથી હતો જ નહી. એટલે તારી સાથે અને ખાસ તો ઈશાનની ગેરહાજરી સાથે ...Read More
તકદીરની રમત - ભાગ ૪
અર્જુન ક્રિષ્નવી સમક્ષ ઊભો હતો અને ખૂબ ખુશ લાગતો હતો."આન્ટી, ઈશાન ક્યાં છે? એ અંદર દુકાનમાં ટોયઝ લઈ રહ્યો રાહ જોયા વિના, એ દુકાનની અંદર જવા દરવાજા તરફ વળ્યો. એ ખૂબ ઉત્સાહી હતો ઈશાનને ઘણા સમય પછી મળવા માટે."અર્જુન સ્ટોપ. અંદર નહીં જતો.", વનરાજે થોડું જોરથી બોલીને અર્જુનને રોકવાનો પ્રયત્ન કર્યો."ઈશાન અંદર નથી", ક્રિષ્નવીએ દુઃખી અવાજે કહ્યું."તો ક્યાં છે એ આન્ટી? તમારી સાથે નથી આવ્યો? તમને ખબર છે હું એને દરરોજ યાદ કરું છું. એણે મને બાય પણ ન કહ્યું અને સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું. બર્થડેમાં ન આવ્યો તો આટલું બધું ગુસ્સે થઈ જવાનું? મેં પપ્પાને મોકલ્યાં જ ...Read More