મારા જીવનના અનુભવો

(18)
  • 20
  • 0
  • 16.5k

ે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે. કોણે બનાવ્યો હશે! એક વિચાર એવો પણ આવે મારે પારબ્ધ ના કર્મ? કંઈક રહસ્ય તો છે મારા કંઈક કર્મ યોગ બાકી હશે પારબ્ધ નો કંઈક હજી ખેલ બાકી છે કંઈક ખેલી નાખ્યાં પણ એ રમાડનાર જોનાર ને હું ગમું એવો મારો પ્રયત્ન અને એક લક્ષ્ય છે જીવનનું. ખરેખર ઘણ

Full Novel

1

મારા જીવનના અનુભવો - 1

ધનવાન ને ધન હણાય જવાનો ભય હોય છે. જ્યારે ચારિત્ર્યવાન ને લાંછન લાગવાનો ભય હોય છે. બળવાન ને શત્રુ ભય હોય છે. ભણેલાને બિજાઓ સાથે વાદનો ભય હોય છે. ગુણવાન ને નઠારાઓનો ભય હોય છે. રુપવાન ને ઘરડા થવાનો ભય હોય છે. અને શરીર ને અંતે મૃત્યુ નો ભય હોય છે. વૈરાગ્ય જ નિર્ભય છે અને નિર્ભય બનાવે છે. ...Read More

2

મારા જીવનના અનુભવો - 2

જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધાય થી અલગ છું એ પણ મારા ભ્રંમ છે. ઘણા બધા વિદ્વનો સાથે એવા મહાપરુષ સાથે બેસવાનું થયું ત્યારે મારું જ્ઞાન કંઈ નથી માત્ર મનની ભ્રમણા અને મુરખતા છે. અને વિદ્રાન પુરુષો સારા વસ્ત્રો આભૂષણો માં નથી હોતા. પહેલી સ્થિતિમાં આપણને દરીદ્ર સાધારણ માનવ જણાય પણ કંઈક એના ઊડાણ માં એવું તત્વ સમાયેલું છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતાં. એટલે એવા ઘણા મહાપુરુષો સાથે મળ્યો ઘડીભર બેઠો નામ ની ખબર નથી. પણ એવા શબ્દો એવું જ્ઞાન આજે પણ ગુંજ્યા કરે છે મારા ચિત માં અને ...Read More

3

મારા જીવનના અનુભવો - 3

મારા અનુભવો ભાગ _3 જય માતાજી તા. 11_10_24 જે જેવું છે. તે તેવું નથી હોતું માણસ જેવો બહાર દેખાય તેવો તે અંદર હોતો નથી. જીવન એટલું નિમ્ન કક્ષાનું બની ગયું છે. અન્ય થી હું કેમ અલગ લાગું. પોતાની હેસિયત ના હોવા છતા લાયકાત વિના પણ અન્યથી સારુ દેખાડવાના સતત પ્રયાસ કરતો હોય છે. અને સપના જોતો હોય છે. ઉચ્ચા પરિશ્રમ નથી કરવો. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા ...Read More

4

મારા જીવનના અનુભવો - 4

આનંદ કહે પરમાનંદા માણશે માણશે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબીયાના તેર.... ૧૪_૧૦_૨૪ સમય ૮.૧૧ જય અનુભવ પ્રમાણે ઘણીવાર આપણે ક્યાંક બેઠા હોય પછી ક્યાંક અચાનક કોઈક વ્યક્તિ નો સંપર્ક માં આવે તો પહેલી મુલાકાત હોય. આંખ ની ઓળખાણ ના હોય. પણ અચાનક દુકાને બસ માં ક્યાંક રસ્તા માં કોઈ ને કોઈ જગ્યાએ નિમિત્તે મુલાકાત થઈ જાય. પણ પહેલા દુહો કહ્યો એમ એક પાસે બેસે ના પોહાય અને બિજો લાખો દેતા ના મળે. એમ ઈ કંઈક પરભવ ની લેણદેણ થકી રુણાબંધન થી આપણા સંપર્ક માં આવે અચાનક કોઈ કોઈ ના સંપક માં નથી આવતું મારુ એવું ...Read More

5

મારા જીવનના અનુભવો - 5

...ને આખરે ભાલકાના ગેટ પાસે આવીને હું ઉભો રહ્યો, જ્યાં હજારો વર્ષ પૂર્વે પોતાના સમગ્ર જીવનકર્મને પૂરૂ કરીને કૃષ્ણ થોભી ગયા હશે- તે કહેલુ કે, "ત્યાં એક ભાર-એક વિષાદ તને ઘેરી વળ્યો હતો." એ તરત મને યાદ આવ્યું પણ થયું એમ નહિ મને શું અનુભવાય છે એ જોવું છે મારે...હું ભાલકાની અંદર જાઉં છું તો ડાબી તરફ લીલ બાઝી ગયેલ એક કુંડ જેમાં માછલીઓ પણ જોઈ અને જમણી તરફ કોઈ ભપકો ના લાગે છતાં આંખને ગમે એવી કોતરણી વાળું મંદિર. ને આગળ કેટલાય પાનખરના પીપળા છું, દુર સુધી દેખાતા મેદાનમાં કેટલીક જેમાં ગાયો ચરે છે, એ જોતાં જોતાં મને ...Read More

6

મારા જીવનના અનુભવો - 6

મારા જીવન ના અનુભવો સીતારામ જીદંગી અકલ્પનીય જેના માટે આ શબ્દ નું વર્ણન કરવું અઘરું છે.... આ જીવન માં બધા અનુભવ ઘણું બધુંય સમજ્યા પછી ઘણીબધી પિડા દુ:ખ અનુભવાય છે... ઘણું બધું સહન કરવાની સમતા ધરાવવી પડે છે... જે અકલ્પનીય છે... કોઈને કહી ના શકાય કોઈ સમજી પણ ના શકે માત્ર ખોખલા આશ્વાસન મળી રહે. પાછળથી બેઇજ્જતી થતી હોય એટલે કોઈને આ દુખ કહી પણ ના શકાય.. ઘણીવાર એવું બને છોડી આ બધું ચાલ્યા જવું પણ જવું પણ ક્યાં? આખરે આ દેહ જ્યા સુધી છે. ત્યાં સુધી તો આ જગત સાથે રહેવાનું જ છે... ખબર નઈ સમજણ ના કારણે ...Read More

7

મારા જીવનના અનુભવો - 7

જીવન ને માણો તો મોજ છે બાકી ઉપાધી રોજ છે.... મન એકાંત તરફ જ્યારે જવા લાગે.. જ્યારે મન ને ગમવા લાગે ત્યારે શુન્ય તરફ નવી શોધ તરફ નવી દિશા તરફ પ્રેરીત થતું જાય છે. એકાંત માણસ ને સજીવન કરે જ્યારે એકલતાં માણસ ને મારી નાખે..... કલ્પના નીત નીત્ નવા સર્જન વિસર્જન તરફ દોડતું તું આ મન... ક્યારેક રડતું ક્યારેક હસતું આ મન.. કઈં પણ કર્યા વિના રહેતું નથી આ મન ક્ષણે ક્ષણ વિચરતું આ મન. ખબર નહીં ક્યાં સુધી આ બધું??? અંત ક્યારે આવશે??? શું આનો અંત પણ હશે??? કે પછી જીતી શકાય પણ ખરા આ મનને એક દિવસ ...Read More

8

મારા જીવનના અનુભવો - 8

જય માતાજી મિત્રો વડીલો સ્નેહીજન..... આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવ અંતર આત્મા થકી દિવસના દિવસ સુધી વલોપાત કરતું રડતું પડતું અને થાકીને આશ્વાસન આપી ને બેસતું..... જીવન એક પ્રશ્ન મારે ભગવાન ને કરવો. આ ધરતી પર મારુ સર્જન કરવાનું કારણ શું? અને સમજણ આપી હોય કે અણસમજ આ મન અશાંત અતીવ્યાકુળ પામવાનું કારણ શું??? મારા અનુભવ મુજબ માફ કરશો પણ મને કોઈ હજી સુધી એવો નિસ્વાર્થ આત્માનથી મળ્યો. જેને મારાથી કોઈ પણ સ્વાર્થ ના હોય.. કોઈ કોઈનું નથી.... તમે તમારા નથી થઈ શક્યાં તો અન્ય ના શું થવાના? માણસ એક યંત્ર બની ગયો છે. ઈગો અભિમાન. ...Read More