અંધારી આલમ

(471)
  • 56.5k
  • 23
  • 37.4k

આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને નિખાલસ વર્તન રાતે કઠોરતા તથા ક્રૂરતામાં બદલાઈ જતું હતું. દેખાવ ખાતર એકસ્પોર્ટ—ઈમ્પોર્ટનું કામકાજ કરતા આ રતનલાલનું અસલી કામ રાતના અંધારામાં જ શરૂ થતું હતું.

Full Novel

1

અંધારી આલમ - ભાગ 1

Kanu Bhagdev ૧: દેવરાજ કચ્છી આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને ...Read More

2

અંધારી આલમ - ભાગ 2

૨. : રિપોર્ટરની રઝળપાટ મુંબઈથી પ્રગટ થતા ભારત સમાચાર દૈનિકનો રિપોર્ટર કમલ જોશી ખૂબ જ ઉત્સાહી અને નિડર પત્રકાર વિશાળગઢ શહેરમાં અનેક જાતની અપરાધી પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી હતી. રતનલાલ, નાગરાજન અને દેવરાજ કચ્છી જેવા સફેદપોશ બદમાશોએ મબલખ નાણાં મેળવવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોતાના માણસો મારફત ગુનાહિત અડ્ડાઓ શરૂ કરાવ્યા હતા. શહેરમાં છડે- ચોક સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હતી. વીસીના હવાલામાં મળેલી રકમ વસુલ કરવા માટે આધુનિક બહારવટીયાઓ કાળા કેર વર્તાવતા હતા. ગાંધીજીના દેશમાં ઘી-દૂધની નદીઓને બદલે લઠ્ઠા અને “ધોડા”ની રેલમછેલ હતી. ભારત સમાચાર માટે આંખેદેખ્યો અહેવાલ લેવા માટે કમલ જોશીએ પહેલી જ વાર વિશાળગઢમાં પગ મૂક્યો હતો. આ શહેરથી તે અજાણ્યો ...Read More

3

અંધારી આલમ - ભાગ 3

૩. : સાહસિક ગુપ્તચર હજુ તો રાતના દસ જ વાગ્યા હતા છતાંય વિશાળ- ગઢના રાજમાર્ગો એકદમ સુમસામ દેખાતા હતા. ખાલીખમ હતી અને આ ઉજ્જડતાનું કારણ હતું ભયાનક ઠંડી ! આકાશમાંથી જાણે કે હીમ વરસતું હતું. લેડી વિલાસરાય રોડ પર એક અદ્યતન બાવીસ માળની ઈમારત ઘેરા અંધકાર અને ખામોશીમાં ડૂબી ગઈ હતી. ઠરીને ઠીકરૂ થઈ જવાય એવી ભીષણ અને હાડોહાડ થીજાવી મૂકતી, ગાત્રોને ઠંડાગાર બનાવી મૂકનારી ઠંડીની જાણે કોઈ જ અસર ન થતી હોય એમ કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક માનવી લેડી વિલાસરાય રોડની ફૂટપાથ પર બેહદ સાવચેતીથી, લગીરે અવાજ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતો હતો. 'દિકરા ...Read More

4

અંધારી આલમ - ભાગ 4

૪ : નાસભાગ રાતની નિરવતામાં વિશાળગઢ સ્થિત આલિશાન રાજમાર્ગ લેડી વિલાસરાય રોડ પર સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ રાજેશ એટલે કે બળદેવ પોતાની પાછળ પડેલી નાગરાજનના ગુંડાઓની ફોજથી બચવા માટે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને ખૂબ ઝડપથી દોડતો હતો. એણે પહેરેલો વજનદાર ભારે-ભરખમ ગરમ ઓવરકોટ દોડવામાં અંતરાયરૂપ થતો હતો. સૂની સડક દોડવાના અવાજથી ગુંજતી હતી. દોડતા દોડતા જ એણે ઓવરકોટના ગજવામાંથી કેમેરા સહિત બધી વસ્તુઓ બહાર કાઢીને પેન્ટના ખિસ્સામાં ભરી દીધી હતી. નાગરાજનના માણસો એનાથી બસો-એક વાર દૂરના અંતરે એની પાછળ દોડતા હતા. એ બધાના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો હતી. 'ધડામ ધડામ્...' અચાનક જ એક બદમાશની ...Read More

5

અંધારી આલમ - ભાગ 5

૫ : બેતાજ બાદશાહ નાગરાજન જંગલનો હિંસક દીપડો અચાનક જ પાંજરે પૂરાઈ જાય અને પછી ક્રોધના આવેશમાં, પાંજરામાં આમથી આંટા મારે એમ નાગરાજન શહેરની એક આલિશાન ગગનચુંબી અને ખૂબસૂરત ઈમારતના સૌથી ઉપરના માળ પર આવેલી એક સુંદર અને અપટુડેટ ઑફિસરૂમમાં ફર્શ પર બિછાવેલા કીમતી ગાલીચાને ખૂંદતો આંટા મારતો હતો. ઝનૂને ચડેલા ગેંડાની જેમ એના ફૂલી ગયેલા નાકમાંથી છીકોટા નીકળતા હતા. પારાવાર રોષ, બેચેની અને વ્યગ્રતાને કારણે એને ચહેરો કમાનની જેમ ખેંચાઈને વિકૃત થઈ ગયેલો દેખાતો હતો. એની પીળી કોઠી જેવી આંખોમાંથી, સામે ઊભેલા હર કોઈને બાળી નાખવા હોય એવા રોષના તણખા ઝરતા હતા. એક હોલ જેવી વિશાળ જગ્યા ધરાવતી ...Read More

6

અંધારી આલમ - ભાગ 6

૬. ધમાધમી દીવાલની ઓથ પાછળ છૂપાયેલા કમલ જોશીએ કાન સરવા કર્યા. સીડી ચડવાનાં એકસામટાં કેટલાંય પગલાંઓને અવાજ ધીમે ધીમે આવતો હતો. એણે એક વાર ગોળાકાર સીડી પૂરી થતી હતી, એ ચોખંડા પ્લેટફોર્મ પર નજર દોડાવી. ઉપરના ભાગમાં સળગતા બલ્બનો પીળો પ્રકાશ ખાલી પ્લેટ ફોર્મ પર રેલાતો હતો. ખુલ્લી છતમાં ઠંડી વધારે લાગતી હતી. એણે ફરી એક વાર છતમાં ચારે તરફ દૃષ્ટિપાત કર્યો. દસેક ફૂટ દૂર એને સિમેન્ટ ભરેલી થેલીઓની થપ્પી દેખાઈ. હરણફાળ ભરતો તે ત્યાં જઈને બંને હાથમાં એક પછી એક એમ ચાર-પાંચ થેલીઓ ઊંચકી લાવ્યો અને દીવાલ પાસે મૂકી દીધી. ફરી એકવાર એણે નીચે નજર દોડાવી. બરાબર એ ...Read More

7

અંધારી આલમ - ભાગ 7

૭ : કેમેરો ગૂમ નાગરાજન... અંધારી આલમના આ નામચીન માણસનું નામ માત્ર વિશાળગઢમાં જ નહીં, પૂરા ભારતમાં જાણીતું હતું. નામનો આ ખતરનાક માનવી બાલ્યકાળમાં જ ગુનાખોરીના પંથે વળ્યો હતો. અપરાધની સીડીનાં એક પછી એક પગથિયાં વટાવતો તે આજે ટોચ પર પહોંચી ગયો હતો. લોકો એના ચહેરાને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ “ નાગરાજન” નામને તેઓ સુપર સ્ટારની જેમ માનતા હતા. વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા નાગરાજનની ઓથ નીચે દુનિયાભરના ખતરનાકમાં ખતરનાક અપરાધો થતા હતા અને લાખ પ્રયાસો પછી પણ પોલીસ આ ગુનાઓને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માટે સદંતર નિષ્ફળ ગઈ હતી. કેફી પદાર્થો જેવા કે ચરસ, હેરોઈન, ...Read More

8

અંધારી આલમ - ભાગ 8

૮. : શયતાની સિન્ડિકેટ....! કમલ જોશી પથ્થરના પુતળાની જેમ સ્થિર ઊભો હતો. માત્ર એની આંખોના ડોળ જ ફરતા હતા. જમીન પર પડેલા કેમેરા તરફ તો ક્યારેક ખુરશી પર બેઠેલી મોહિની તરફ ! ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નિર્ણય નહોતો કરી શકતો. એના કાનમાં મોહિનીનાં વાક્યો પડઘો પાડીને ગુંજતાં હતાં. એની વાતમાં કઠોરતાની સાથે સાથે એક સચ્ચાઈ હતી... નીલકમલ હોટલમાં પહેલી વાર જોઈને એણે તેના પ્રત્યે જે લાગણી અનુભવી હતી, એ લાગણીનો અહેસાસ હતો. કમલ એકીટશે ખુરશી પર બીજી તરફ મોં ફેરવીને બેઠેલી મોહિની સામે તાકી રહ્યો. એના મગજમાં નાગરાજનનું અસ્તિત્ત્વ તોફાનની માફક ગાજતું હતું. અંધારી આલમની ભયંકરતાની કલ્પના ...Read More

9

અંધારી આલમ - ભાગ 9

૯ : યાતના અને પૂછપરછ કમલ જોષી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને બંધનગ્રસ્ત હાલતમાં જોઈ. એના દેહ વસ્ત્રોના નામે એક અંડરવીયર જ હતો. અત્યારે તે એક વ્હીલ ચેર પર એવી રીતે જકડાયેલો હતો કે લાખ ઇચ્છા હોવા છતાંય એ માત્ર પોતાની ગરદન સિવાય શરીરના બીજા કોઈ પણ અંગને જરા પણ હલાવી શકે તેમ નહોતો. નાયલોનની દોરી તેને પોતાના હાથ-પગ અને શરીરના અન્ય ભાગેની ચામડીમાં ખૂંચી ગયેલી ભાસતી હતી. વ્હીલ ચેરના હેન્ડલ પર લંબાયેલા એના બંને હાથ લોહીનું ભ્રમણ અટકી જવાને કારણે સૂઝી ગયેલા દેખાતા હતા. નસો પણ ફુલી ગયેલી દેખાતી હતી. કોઈ પણ પળે પોતાની નસો ચામડી ...Read More

10

અંધારી આલમ - ભાગ 10

૧૦. હાવરા એકસ્પ્રેસ વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજનના ચહેરા પર છવાયેલા ચિંતાના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા. હોલ જેવી ઑફિસમાં મોજૂદ સિન્ડિકેટના પાંચેય મુખ્ય ભાગીદાર માથું નમાવીને પોતપોતાની ખુરશી પર બેઠા હતા. ઑફિસના શાંત વાતાવરણમાં એરકંડીશન મશીનનો અવાજ ગુંજતો હતો. નાગરાજન બંને હાથ પીઠ પાછળ વાળી ખૂબ જ બેચેનીપૂર્વક આમથી તેમ આંટા મારતો હતો. છેવટે આંટા મારવાનું બંધ કરીને એ પોતાની સિંહાસન જેવી ખુરશી પર બેસી ગયો. ઑફિસમાં છવાયેલી ચુપકીદીનો ભંગ કરવાની જાણે કે હિંમત ન હોય એમ સૌ ચૂપ હતા. ' સર...!' અચાનક રીટા ખુરશી પરથી ઊભી થઈને બોલી, 'કમલ જોશી નામના આ રિપોર્ટરે પુરવાર કરી ...Read More

11

અંધારી આલમ - ભાગ 11

૧૧ : મોતના પંજામાં... મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા દર્દીના ચહેરા પર જે ફિક્કી ચમક છવાયેલી હોય, બરાબર એવો પ્રકાશ એ ગુપ્ત ભોંયરામાં છવાયેલો હતો. રેલવે-સ્ટેશનેથી કમલ ઊર્ફે જમશેદને અહીં લાવવામાં આવ્યો હતો. જમશેદની હાલત અત્યારે હીંચકા જેવી હતી. એના બંને હાથ-પગ છતમાં લટકતાં કડા સાથે દોરડા વડે ખૂબ જ મજબૂતીથી બાંધેલાં હતાં. એની છાતી તથા પેટનો ભાગ છત તરફ હતો. એનો દેહ જમીનથી ચારેક ફૂટ અદ્ધર હવામાં હીંચકાની માફક લટકતો હતો. સહસા ભોંયરાના પગથિયા ઊતરીને એક સ્ત્રી તથા બે પુરુષો અંદર પ્રવેશ્યાં. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મોહિની જ હતી. એની સાથે ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતા યુવાનનું ...Read More

12

અંધારી આલમ - ભાગ 12

૧૨ : છૂટકારો નાગરાજનના ફિક્કા પડી ગયેલા ચહેરા પર પીળી કોડી જેવી આંખો અંગારાની માફક ચમકતી હતી અને તે લોહીયાળ લાલાશ નિતરતી હતી. એના ચહેરા પર રાક્ષસી ભયાનકતા છવાયેલી હતી. એના ઉઘાડા હોઠ વચ્ચેથી શિકારી જાનવરના લોહી તરસ પરસ્પર ભીડાયેલાં જડબાં જેવા દાંત ટયુબલાઈટના પ્રકાશમાં ચમકતા હતા. જહાન્નમની ભઠ્ઠીમાં સળગી રહેલો સાક્ષાત શયતાન જાણે પોતાની પાશવતાને આ જગત પર ઠાલવવા માટે અચાનક ઊતરી આવ્યો હોય એવા આ નાગરાજનને જોઈને રતનલાલની આંખો ત્રાસથી ફાટી પડી. નાગરાજનનું આવું રૌદ્ર સ્વરૂપ અગાઉ એણે ક્યારેય નહોતું જોયું. અત્યારે રીટાના ફ્લેટમાં નાગરાજન, રીટા તથા રતનલાલ બેઠાં હતાં. વિશાળગઢમાં આકાશમહેલ તથા મેઘદૂત જેવી સાત-આઠ ઈમારતો ...Read More

13

અંધારી આલમ - ભાગ 13

૧૩: મોહનલાલની હત્યા દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે ડિલક્સ હોટલના વિશાળ હોલમાં બેઠા હતા. સવારના સાડા ચાર વાગી ગયા છતાં પણ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી. અજીત દસેક મિનિટ પહેલાં જ મોહિની તથા કમલને મોહિનીનાં ફ્લેટ પર મૂકીને આવ્યો હતો. રસ્તામાં એણે પબ્લિક બૂથમાંથી નાગરાજનને ફોન કર્યો હતો. ડિલકસ હોટલમાં આવીને એણે નાગરાજનના ફોનની વિગતો દેવરાજને જણાવી દીધી. અજીતના હાથમાં વ્હીસ્કીનો પેગ અને દેવરાજના હાથમાં કોફીનો કપ જકડાયેલો હતો. ‘આજે તો અહીંથી ઊઠવાનું મન જ નથી થતું અજીત.' દેવરાજે કપમાંથી એક ઘૂંટડો ભરતાં કહ્યું, ‘જે ચમત્કાર હું ન કરી શક્યો, એ તેં કરી બતાવ્યો છે. સિન્ડિકેટની સીક્રેટ ડાયરીની પ્રિન્ટ આપણી ...Read More

14

અંધારી આલમ - ભાગ 14

૧૪ : દેવરાજનો દાવ દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે એક પબ્લિક ટેલિફોન બૂથમાં ઊભા હતા. દેવરાજના હાથમાં ટેલિફોનનું રિસીવર હતું. એ ખૂબ જ પ્રભાવશાળી અવાજે નાગરાજન સાથે વાત કરતો હતો. 'મિસ્ટર નાગરાજન...! તમારી સલાહકાર રીટાએ પચાસ લાય તે રૂપિયાનું સોનું ચામડાની એક બેગમાં ભરીને લાવવાનું છે.' 'ઠીક છે...' સામે છેડેથી નાગરાજનનો નિરાશાભર્યો અવાજ તેને સંભળાયો, ‘સોનું લઈને રીટા જ આવશે.’ 'મિસ્ટર નાગરાજન, અમે તમને અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છીએ તે મુજબ સોનું સોંપ્યા પછી, અમને શોધવાનો તમારે કોઈ જાતનો પ્રયાસ નથી કરવાનો! જો તમે આવો કોઈ પ્રયાસ કરશો તો તમારી સિન્ડિકેટનો શું અંજામ આવશે એની તૈયારી તમે કરી ...Read More

15

અંધારી આલમ - ભાગ 15

૧૫ : ગોલ્ડન કલબ...! ઉપરોકત બનાવના ત્રણ દિવસ પછી... દેવરાજ કચ્છીના કહેવાતા નિવાસસ્થાને અત્યારે એ પોતે, મોહિની, અજીત, કમલ ઉપરાંત એક અજાણ્યો માનવી બેઠાં હતાં. એનું નામ માઈકલ હતું. માઈકલને મોહિની જ ત્યાં લાવી હતી. ' મિત્રો...!' દેવરાજ કચ્છીએ સૌને ઉદ્દેશીને કહ્યું, ‘નાગરાજન પાસેથી પચાસ લાખ રૂપિયાનું સોનું આપણા કબજામાં આવી ગયું છે. હવે આપણે આવતી કાલે જ તેની સિન્ડિકેટ પર હુમલો કરવાનો છે. આપણા બદલાની શરૂઆત આ હુમલાથી જ થશે. અલબત્ત, આ હુમલો મામૂલી હશે.’ 'મિસ્ટર દેવરાજ !' સહસા મોહિનીએ પૂછયું, 'તમે કોઈ યોજના ઘડી કાઢી છે ?' 'હા...પરંતુ એ પહેલાં તું એક વાતનો જવાબ આપ...' મોહિનીએ પ્રશ્નાર્થ ...Read More

16

અંધારી આલમ - ભાગ 16

૧૬ : વિસ્ફોટ... ! નાગરાજનની ક્રોધથી સળગતી નજર જોસેફના ચહેરા પર મંડાયેલી હતી. એની સામે અર્ધચંદ્રાકાર ટેબલ પર દેવરાજે ક્લબના કેશિયરને આપેલું કવર પડયું હતું. કવરમાં એક પત્ર હતો. એમાં લખ્યું હતું. અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજન, તમે લોકોએ મારા પિતા સમાન કાકા મોહનલાલનું ખૂન કર્યું છે, તેના વળતર રૂપે હું તમને આ પહેલો ઝાટકો આપું છું. ટૂંક સમયમાં જ બીજો ઝાટકો આપીશ અને તે આના કરતાં વધુ ભયંકર હશે. લી. મોહિની. નાગરાજન અત્યાર સુધીમાં ત્રણ વખત આ ચૂક્યો હતો. 'એ લોકો આપણને ટ્રેઈલર બતાવીને ગયા છે જોસેફ ..' નાગરાજન ધૂંધવાતા અવાજે બોલ્યો. જોસેફ ચૂપ રહ્યો. “તારા મોંમાં મગ ...Read More

17

અંધારી આલમ - ભાગ 17

૧૭ : દોસ્તની દગાબાજી....! નાગરાજનની સિન્ડિકેટના બે ભાગીદારો રતનલાલ અને રહેમાન અત્યારે રતનલાલના આલિશાન બંગલાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં વાતો બેઠા હતા. તેમની વચ્ચે કાચજડિત ગોળ સ્ટૂલ પર વ્હીસ્કીની બોટલ તથા બે ભરેલા ગ્લાસ પડ્યા હતા. વાતો દરમિયાન તેઓ ગ્લાસ ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરી લેતા હતા. ડ્રોઇંગરૂમની ભવ્યતા કોઈક રજવાડી મહેલના દિવાનખંડની યાદ અપાવતી હતી. રૂમની દીવાલો પર વાન ધોધના ત્રણ પેઈન્ટીંગો લટકતાં હતાં, જેની કિંમત ઓછામાં ઓછી પચીસેક લાખ રૂપિયા તો જરૂર હતી જ ! ડ્રોઇંગરૂમની જમીન પર એડી સુધી પગ ખૂંચી જાય એવો નરમ ઈરાની ગાલીચો પાથરેલો હતો. ફર્નિચર એટલું મોંધું હતું કે જેટલું મોંઘું ભારતમાં નહોતું બનતું ...Read More

18

અંધારી આલમ - ભાગ 18 (છેલ્લો ભાગ)

૧૮ : સિન્ડિકેટનો અંત... મોહિની, કમલ જોશી અને અજીત મેઘદૂત બિલ્ડીંગના જ એક ખંડમાં કેદ હતાં. સિન્ડિકેટના માણસોએ તેમની લીધી હતી. અત્યારે એ ત્રણેય અલગ અલગ ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં બેઠા હતા. ત્રણેય એકદમ ઉદાસ હતા. નાગરાજનને દેવરાજના નિવાસસ્થાનની કેવી રીતે ખબર પડી ગઈ એ તેમને નહોતું સમજાતું'. શું પોતાની જેમ દેવરાજ પણ એની ચુંગાલમાં ફસાઈ ગયો છે ? આવો વિચાર પણ તેમને આવતો હતો. સહસા ખંડનું પ્રવેશદ્વાર ઉઘડ્યું. ત્રણેયની નજર દ્વાર તરફ સ્થિર થઈ ગઈ. ઉઘડી ગયેલા દ્વારમાંથી નાગરાજન અંદર પ્રવેશ્યો. તેની સાથે જોસેફ અને ગુપ્તા પણ હતા. નાગરાજનના ચહેરા પર ક્રૂરતાભર્યું સ્મિત ફરકતું હતું. તેની આંખોમાં શયતાની ...Read More