રેટ્રો ની મેટ્રો

(201)
  • 91.7k
  • 4
  • 37.2k

(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો) સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી હોય તે વખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સ

Full Novel

1

રેટ્રો ની મેટ્રો - 1

(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો)સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી હોય તે વખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સિનેમાની રસપ્રદ વાત સાથે રેટ્રોની મેટ્રો પુસ્તક વાંચવાનું તમને ગમશે. 1913માં દાદાસાહેબ ફાળકે પોતાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભારતમાં ચલચિત્રોની દુનિયા લાવ્યા ...Read More

2

રેટ્રો ની મેટ્રો - 2

તમે રેટ્રોની મેટ્રોમાં સફર કરો છો એટલે એ વાત તો નક્કી કે તમે સિનેમાના ચાહક છો.જો તમે માત્ર નવા નહીં પણ જૂના ફિલ્મી ગીતો સાંભળતા હશો અને તેનો આનંદ માણતા હશો તો ગોલ્ડન એરાનું સંગીત તમે માણ્યું જ હશે અને તો 1970 માં પ્રદર્શિત થયેલી રાજેશ ખન્ના,શર્મિલા ટાગોરની ફિલ્મ સફર નું ખૂબ જ લોકપ્રિય ગીત કે જેમાં આંખોનું મસ્ત વર્ણન કરવામાં આવ્યું છે તે યાદ હશે જ.હા એ ગીત છે જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લિયે આ ગીતના ગીતકાર ઈન્દીવર જ્યારે ભરયુવાનીમાં હતા ત્યારે એક યુવતી ની દરિયા જેવી ભાવસભર આંખો એ તેમને પ્રેમમાં પડવા મજબૂર ...Read More

3

રેટ્રો ની મેટ્રો - 3

રેટ્રો ભક્તો,માર્ચ મહિના માં મોટેભાગે રંગોત્સવ ઉજવાતો હોય છે.જુદા જુદા રંગોમાં એક રંગ આ મહિના માં વિશેષરૂપે ઉભરી આવે.એ છે ગુલાબી.સામાન્ય રીતે ગુલાબી રંગ ને મહિલાઓ સાથે જોડવામાં આવે છે અને માર્ચ માં આંતર- રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે.ફિલ્મસંગીત ક્ષેત્રે મહિલાઓની વાત કરીએ તો અમીરબાઈ કર્ણાટકી થી માંડી સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલ જેવી ઘણી ગાયિકાઓ નાં નામો આપણને યાદ આવે પણ જો કોઈ એમ પૂછે કે સિનેજગત માં મહિલા સંગીતકારો કેટલા? તો બહુ વિચાર કરવો પડે,ખરું ને?ચાલો ત્યારે, રેટ્રો ની મેટ્રો માં આજે મ ...Read More

4

રેટ્રો ની મેટ્રો - 4

ફિલ્મ જગત અને ફિલ્મ સંગીતની વાતમાં તમને રસ પડવા માંડયો છે ખરું ને? જુઓને ,એટલે જ તો તમે મારી ની મેટ્રો માં સફર ખેડી રહ્યા છો. તો આજની સફરને આનંદદાયક બનાવવા માટે એક સરસ મજાનું ગીત યાદ કરીએ -"અખિયો કે ઝરોખો સે"ફિલ્મનું ટાઈટલ સોંગ.જેના સંગીતકાર રવિન્દ્ર જૈન, તેમનું સંગીત 20 મી સદીના આઠમા દાયકામાં પાશ્ચાત્ય સંગીતના પ્રભાવના જમાનામાં પણ ભારતીયતા ના રંગે રંગાયેલું હતું છતાં તે અત્યંત લોકપ્રિય ધૂનો બનાવતા.ખમાજ તેમનો પ્રિય થાટ. જો કે અન્ય થાટો અને રાગો પરથી પણ એમણે ઘણી સુંદર રચનાઓ બનાવી.મુખ્યત્વે તેમના ઓરકેસ્ટ્રા નો આધાર બાંસુરી,સિતાર,તબલા અને સંતુર કે વાયોલીન રહેતા.શાસ્ત્રીય રાગો નો આધાર ...Read More

5

રેટ્રો ની મેટ્રો - 5

માતૃ ભારતીનાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિલ્વર સ્ક્રીન ની મજેદાર વાતો સાથે. તો તૈયાર છો ને ? કે મિત્રો આ સફર માટે થોડી વિશેષ તૈયારી તમારે કરવી પડશે.તો લઈ લો તમારી સાથે વિન્ટર વેર્સ અને ગોઠવાઈ જાઓ રેટ્રો ની મેટ્રોમાં.અરે પણ શ્વેતલ આપણે ક્યાં જવાનું છે?રેટ્રો ચાહકો આપણે જઈએ છીએ એક એવા પ્રદેશની મુલાકાતે જ્યાં સરોવર ની સુંદરતા, બર્ફીલા પહાડો ની હારમાળા, હરિયાળા મેદાનોની તાજગી , ફૂલોની નજાકત, ઝરણા ,નદી અને જંગલ નું સૌંદર્ય કુદરતે અઢળક આપ્યું છે,જેને ધરતી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે,તેવા કાશ્મીર નાં પ્રવાસે. પ્રવાસમાં કોઈ ગેમ તો રમવી પડે ને? નહીં તો ...Read More

6

રેટ્રો ની મેટ્રો - 6

માતૃભારતી નાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો. અરે વાહ !તમે તો મફલર,શાલ, સ્વેટર, હેન્ડ ગ્લોઝ સાથે કાશ્મીર સફર માટે તૈયાર જ છો. તો ચાલો નીકળી પડીએ ખૂબસૂરત કાશ્મીર ની સફરે. કાશ્મીરને આકર્ષક રંગ રુપથી સજાવે છે ચિનાર વૃક્ષો. ઓક્ટોબર-નવેમ્બરમાં આ વૃક્ષો ના પાંદડા લાલ, જાંબુડીયા, સોનેરી અને પીળા રંગના બને છે. તેના રંગો નું પરિવર્તન ,કાશ્મીર માં આવી રહેલ ઋતુ પરિવર્તન ની છડી પોકારે છે અને કાશ્મીરના રહેવાસીઓ પોતાના પહેરવેશ અને ખાનપાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરે છે. ચિનાર વૃક્ષોના પાંદડા નું સૌંદર્ય ફિલ્મ"જાનવર"નાં ગીત તુમસે અચ્છા કૌન હૈ....માં ભરપૂર જોવા મળે છે.પ્રવાસનો એક હેતુ જુદા જુદા અનુભવો ...Read More

7

રેટ્રો ની મેટ્રો - 7

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર લ્યો ફરી પાછી હાજર છે રેટ્રો ની મેટ્રો, બોલીવુડની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે,તો તૈયાર છો ને સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે એક એવા શહેરની કે જેને "પૂર્વના વેનિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને સરોવર નું શહેર એટલે કે લેક સીટી પણ કહેવામાં આવે છે.... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો બિલકુલ સાચો જવાબ ઉદયપુર.... તો ફ્રેન્ડઝ,આજે સફર ઉદયપુર અને તેની આસપાસના જોવાલાયક સ્થળોની. વિશ્વભરના પ્રવાસીઓની સાથે સાથે રાજસ્થાનનું આ અદભુત ...Read More

8

રેટ્રો ની મેટ્રો - 8

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, સિને જગતની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. તો રંગીલા રાજસ્થાન ની સફર તૈયાર ને? અરે વાહ !તમે તો લહેરિયા અને બાંધણી ની ડિઝાઇન ના રંગ બેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ગયા છો એમ? તો ચાલો જઈએ રાજસ્થાનના એક એવા શહેરમાં, જેને આધુનિક ભારતના પ્રારંભિક આયોજિત શહેરોમાંનું એક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.રંગીલા રાજસ્થાન ના મેઘધનુષમાં જે ઉમેરે છે ગુલાબી રંગ અને ઓળખાય છે પિંક સિટી તરીકે,રાજસ્થાનનું પાટનગર જયપુર.તો જયપુર તરફ પ્રયાણ કરીએ અને સાથે યાદ કરીએ 1973માં પ્રદર્શિત થયેલી મણિ કૌલની ફિલ્મ"દુવિધા"ને.આ ફિલ્મ રાજસ્થાની માં વિજયદાન દેથા દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત ...Read More

9

રેટ્રો ની મેટ્રો - 9

ભઈ,રંગીલા રાજસ્થાન નો રંગ તમારા મન પર એવો ચડ્યો કે તમે તો બસ ચઢ્યા છો જીદે કે રાજસ્થાનના જોવાલાયક સ્થળો હજુ બાકી છે ત્યાંની સફર કરવી છે રેટ્રો ની મેટ્રો માં .... મિત્રોની વાત તો માનવી જ પડે ને? ચાલો ત્યારે જઈએ ફરી એકવાર રંગીલા રાજસ્થાનની સફરે.....રાજસ્થાની લોકગીત ની છાંટ ધરાવતાં કેટલાં બધાં ફિલ્મી ગીતો છે.એ ગીતો યાદ કરતા કરતા આપણે આવી ગયા blue city જોધપુર,આ શહેરના મોટા ભાગના મકાનો ભૂરા રંગે રંગાયા હોવાથી તે કહેવાય છે blue city. આ શહેરની એક ઓળખ સૂર્ય નગરી પણ છે... આખા વર્ષ દરમિયાન આ શહેરમાં સોનેરી સુરજ ચમકતો રહે છે અને એટલે ...Read More

10

રેટ્રો ની મેટ્રો - 10

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, રૂપેરી પડદા ની રસપ્રદ વાતો સાથે. તો તૈયાર છો ને સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે ભારતની સૌથી જૂની મેટ્રો સેવા ધરાવતા શહેરની, બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને પૂર્વ નું મોતી કે પછી city of joy તરીકે ઓળખવામાં આવે છે.... અને આપણે સૌ જેના દિવાના છીએ તેવી મધુર મીઠાઈ રસગુલ્લા..... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર રસગુલ્લા જેવું જ મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો કલકત્તી પાન જેવો મઘમઘતો બિલકુલ સાચો જવાબ "કોલકાતા"તો કોલકાતાની મજેદાર સફર ...Read More

11

રેટ્રો ની મેટ્રો - 11

રેટ્રોની મેટ્રોમાં આપણે સફર કરી રહ્યા છીએ city of joy કોલકત્તાની. કોલકત્તા આવીએ અને મહાન કલાકાર ઉત્તમ કુમાર ને ન કરીએ તો આપણે રેટ્રો ભક્તો શાના?કોલકાતામાં આવેલ ઉત્તમ મંચ થિયેટર, કાલીગંજ ચોક પર મુકાયેલું વિશાળ કદનું સ્ટેચ્યુ ઉપરાંત 2009માં ટોલીગંજ મેટ્રો સ્ટેશન ને મહાનાયક ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન નામ આપીને આ મહાન કલાકારને કોલકાતા એ અમર બનાવી દીધા.બંગાળી ફિલ્મોના મહાનાયક ઉત્તમ કુમારે ખૂબ સુંદર હિન્દી ફિલ્મો પણ કરી છે. નખશિખ કલાકાર ઉત્તમ કુમાર ની ઈચ્છા હતી કે અભિનય કરતાં કરતાં જ તેઓ અંતિમ શ્વાસ લે અને થયું પણ એવું જ એક બંગાળી ફિલ્મના શૂટિંગ દરમિયાન હૃદય બંધ પડી જતાં ...Read More

12

રેટ્રો ની મેટ્રો - 12

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિને જગત ની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. અને દોસ્તો તમે મને પૂછો આજે આપણે ક્યાં ફરવા જઈશું તે પહેલા હું તમને એક કાવ્ય પંક્તિ સંભળાવું."હિમનદ યા ફિર હિમાની, બસતે જહાં ભોલે બર્ફાની, જહાં ખુશીયાં હૈ હરપલ, યહી હૈ મેરા હિમાચલ" હં...તો ફ્રેન્ડ સમજી ગયા ને કે આજે હિમાચલ પ્રદેશની સફર કરીશું અને હિમાચલ પ્રદેશની વાત હોય તો સૌથી પહેલાં શું યાદ આવે? એ જ ને કે જેને "પહાડો કી રાની" નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ બોલિવુડને પણ ખૂબ આકર્ષે છે.તમને યાદ હશે જ ફિલ્મ "મુકદ્દર કા સિકંદર".એનું એક દ્રશ્ય,એક સંવાદ ...Read More

13

રેટ્રો ની મેટ્રો - 13

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો લઈને બોલિવુડ ની વાતોનો ખજાનો. તો આજની સફર માટે તૈયાર ને? હવે તમે પૂછો કે આજે ક્યાં ફરવા જઈશું શ્વેતલ તે પહેલા જ હું તમને પૂછું એક પ્રશ્ન -જ્યાં "રોટી કપડા મકાન" મેળવવાનો,ચપટી વગાડતા મળી જાય રસ્તો,જેની ખૂબસૂરતી જોઈને શબ્દો સરી પડે "ચશ્મે બદ્દુર", "ચાંદની" જેવું ચમકદાર શહેર જેને દેશનું "દિલ" પણ કહીએ છીએ તે શહેર કયું? અરે શ્વેતલ દેશનું દિલ એટલે કે દિલ્હી ખબર છે અમને.અરે વાહ ચતુર રેટ્રો ભક્તો તમારો જવાબ એકદમ સાચ્ચો.આજે આપણે દિલ્હીની સફર કરીશું પણ મોર્ડન નહીં ઐતિહાસિક દિલ્હીની સફર આપણે કરીશું.જુઓ દિલ્હીના કોનોટ પ્લેસ ...Read More

14

રેટ્રો ની મેટ્રો - 14

રેટ્રો ભક્તો,કોઈ એક ફિલ્મ જોતા તમને તેમાં સૌથી વધારે શું ગમી જાય? સ્વીટ સ્વીટ સોન્ગ્સ, હા..હા..હા..હા કોમેડી, ઢીશુમ ઢીશુમ કે ખતરનાક સ્ટંટસ? શું બધા એકસાથે બોલી ઉઠ્યા ને કે હા સ્ટંટ જોવા તો ખૂબ ગમે.આ સ્ટંટ સીન શૂટ કરવા કંઈ ખાવાના ખેલ નથી.આખું યુનિટ -સ્પોટ બોય થી માંડીને ડાયરેક્ટર સુધીના તમામ- વચ્ચે પરફેક્ટ ટ્યુનીગ ન હોય ને તો આવા સીન્સ શૂટ કરવા એટલે બાપ રે એકસીડન્ટ થયો જ સમજો.સ્ટંટ સીન્સ જોતા જ રોમાંચિત થઈ જતા દર્શકોને એ ખ્યાલ પણ નથી આવતો કે થોડી સેકન્ડ્સના એ દ્રશ્ય માટે ડુપ્લીકેટથી માંડી સ ...Read More

15

રેટ્રો ની મેટ્રો - 15

તો સાયબાન... કદરદાન.. દિલ થામ કે બેઠીએ,ક્યુકી રેટ્રો કી મેટ્રો સફર લેકર આઇ હૈ દિલધડક સ્ટન્ટસ કી કહાની....ફ્રેન્ડ્ઝ, ફિલ્મનું એટલે ઝાકઝમાળ,ગ્લેમર અને મોજ મજા એવું આપણે સૌ માનીએ છીએ પણ હકીકતમાં શૂટિંગ એ જબરજસ્ત થકવી નાખનાર જોબ છે.આઉટડોર શૂટિંગ હોય ત્યારે તો યુનિટે કેટલીક અણધારી મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે.આઉટડોર શૂટિંગ વખતે શૂટિંગ જોવા માટે ખૂબ ભીડ થતી હોય છે અને આ ભીડ ક્યારેક શૂટિંગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. ફિલ્મ"ધરમ સંકટ"ના આઉટડોર શૂટિંગ વખતે આખું યુનિટ આવી બેકાબુ બનેલ ભીડને ક ...Read More

16

રેટ્રો ની મેટ્રો - 16

ફ્રેન્ડ્સ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા ની સિલ્વર સ્ક્રીન પર ની જોડી કોણે બનાવી છે ખબર છે? રબ ને ફ્રેન્ડઝ,આ જોડી તો બનાવી ફિલ્મના લેખક દિગ્દર્શક આદિત્ય ચોપડાએ..અને લેખક વાચક તરીકે આપણી જોડી બનાવી રેટ્રો ની મેટ્રો એ રાઈટ ? એટલે આજે સ્ટન્ટ્સ ની વાત અભરાઈ એ એમ? હોય કાઈં,આજે જોડીઓ વિશે નહીં મારે તમને જણાવવાનું છે સ્ટંટ વિશે મને યાદ છે.અને તમે જેટલા ઉત્સુક છો ને ફિલ્મના સ્ટંટ દ્રશ્યોની દિલધડક દાસ્તાન જાણવા માટે તેટલી જ હું પણ ઉત્સુક છું તમને એ જણાવવા માટે. ફ્રેન્ડસ,સ્ટંટ સીન વિશે જેટલું હું જાણતી ગઈ ને તેટલી જ તેની રોમાંચક દુનિયામાં સફર કરવાની ...Read More

17

રેટ્રો ની મેટ્રો - 17

ફ્રેન્ડ્સ,ઘટના અને દુર્ઘટના વચ્ચે આમ જુઓ તો એક અક્ષરનો ફેર અને આમ જુઓ તો કાળો કેર. ફિલ્મ મેકિંગ દરમિયાન અણધારી ઘટનાઓ ઘટતી રહે છે અને દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આ દુર્ઘટનાઓ માનવસર્જિત પણ હોઈ શકે, નસીબનો ખેલ હોઈ શકે, કે પછી વિધિ ની વક્રતા હોઈ શકે.તો સ્ટંટના ઇતિહાસની ગમખ્વાર ઘટના તરીકે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જેને ભૂલી શકી નથી તે દુર્ઘટના બની હતી ફિલ્મ "સાઝીશ" ના શૂટિંગ વખતે ફિલ્મનો હીરો ધર્મેન્દ્ર અને સ્ટન્ટસીન એમના પર શૂટ થવાનો હતો.જુહુ ના સમુદ્ર કિનારે બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા સીન ઘણો જ ખતરનાક હતો તેથી છેવટે ડુપ્લીકેટ પરવેઝ ઈરાની પર શોટ લેવાનું ...Read More

18

રેટ્રો ની મેટ્રો - 18

ફ્રેન્ડ્સ સ્ટંટ સીન્સ અને તેના શૂટિંગ વિશેની જાણી અજાણી વાતો કરતા કરતા આપણી વાતોની વણઝાર અત્યારે તો પહોંચી ગઈ રાજસ્થાનના રણમાં.હું વાત કરી રહી છું ફિલ્મ "રઝીયા સુલતાના"ના આઉટડોર શૂટિંગની.એક ખતરનાક શૂટિંગ અનુભવની કે જે ડ્રીમગર્લ હેમામાલીની આજે ય યાદ કરતા ધ્રુજી ઉઠે છે રાજસ્થાનનાં રણ વિસ્તારમાં વંટોળિયાનું દ્રશ્ય ફિલ્માવવાનું હતું. કુદરતી વંટોળિયો ફૂંકાય તેવા કોઈ ચિહ્નો હતા નહીં તેથી કૃત્રિમ રીતે વંટોળિયો ઉભો કરવાનો હતો. રાજસ્થાનના ડુંગરગઢના લોકેશન પર મુંબઈથી મોટા મોટા પંખાઓ લાવવામાં આવ્યા હતા.હેમામાલીની ને એક ઊંટ પર બેસાડવામાં આવ્યા. સૈન્યનું પાયદળ બનેલા જુનિયર આર્ટિસ્ટ મોટી સંખ્યામાં હતા સાથે ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ પણ મોટી ...Read More

19

રેટ્રો ની મેટ્રો - 19

એક ફૂલ ભી અક્સર બાગ સજા દેતા હૈ ,એક સિતારા ભી સંસાર ચમકા દેતા હૈ, જહાં દુનિયા ભર કે કામ નહીં આતે,વહાં એક દોસ્ત જિંદગી બના દેતા હૈ.મારી એક વાત સાથે તમે પણ સંમત થશો કે દોસ્તી આપણા સૌના જીવનનો મહત્વનો હિસ્સો છે. જો કે આપણા સૌનો એક દોસ્ત એવો છે જે આપણે જેવા છીએ તેવા જ દર્શાવે છે.એ દોસ્ત કોણ? ન સમજ્યા? અરે આપણા સૌનો એ દોસ્ત છે અરીસો,દર્પણ.સાચે સાચું કહેજો, દિવસમાં કેટલી વાર તમે તમારાં આ દોસ્તને મળવા પહોંચી જાવ છો? ઉંમર ચાહે કોઈ પણ હોય પણ આ દોસ્ત વિના તો ચાલે જ નહીં ને !!! આમ ...Read More

20

રેટ્રો ની મેટ્રો - 20

હેલ્લો ફ્રેન્ડ્સ, વિચાર કરો કે માથાના તાજ જેવા ઘટાદાર ઝૂલ્ફાં ન હોત તો શું થાત? અરે કોમ્બ કે હેર જરૂર ન પડત, શેમ્પુનું માર્કેટ એકદમ સફાચટ આપણા માથાની જેમ જ.સુંદરતાના વર્ણન કરતા કવિઓની કવિતાઓ એકદમ ડ્રાય થઈ જાત ઘટા ઘનઘોર જેવા કેશકલાપ જો ન હોત તો,અને એ બધું ખરું પણ બોલીવુડના સ્ટાર્સની હેર સ્ટાઇલ ની મજેદાર ચટપટી વાત નો ઉલ્લેખ રેટ્રો ની મેટ્રો માં કેવી રીતે થઈ શકતે? Thank God એવું કંઈ જ નથી.ઈશ્વરે માણસને માથા પર મજા ના વાળની ભેટ આપીને માણસને માલામાલ કરી દીધો છે. હા કોઈ કોઈક ને ત્યાં એની રેલમછેલ ઓછી જોવા મળે કે વખત ...Read More

21

રેટ્રો ની મેટ્રો - 21

હેલ્લો ફ્રેન્ડ્સ,બોલીવુડની ગ્લેમરસ દુનિયાની ચકાચૌંધ ભલભલાને આકર્ષે તેવી છે.કેવી સરસ દુનિયા!! કારમાં ફરવાનું,વૈભવશાળી હોટલમાં રહેવાનું,વિદેશના લોકેશન પર જઈને શૂટિંગ લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ અને ઉડીને આંખે વળગે તેવો સરસ મેકઅપ,સરળતાથી અભિનય કરવાનો, આપેલા સંવાદોની બે-ચાર લાઇન બોલવાની, સ્ટાઇલિશ ઇન્ટરવ્યૂ આપવાના અને ઢગલાબંધ કમાણી કરવાની.ફિલ્મ જોતા જોતા આવા વિચારો કરીને ફિલ્મ એક્ટર બનવાના સપના ક્યારેક ને ક્યારેક તો સૌએ જોયા જ હશે.પણ ફ્રેન્ડ્સ તમે ક્યારેય એ વિચાર્યું નહીં હોય કે આ વૈભવ,આ ગ્લેમરની ચમક-દમક માટે સિનેસ્ટાર્સ ખૂબ મહેનત પણ કરે છે.એમણે પણ પાત્રને જીવંત બનાવવા માટે ખૂબ પરસેવો પાડવો પડે છે.તમને મારી વાત સાચી નથી લાગતી ને? તો ચાલો આજે તમને ...Read More

22

રેટ્રો ની મેટ્રો - 22

હેલ્લો ફ્રેન્ડ્સ,સાચુ કે'જો તમે ફિલ્મ સ્ટાર બનવાના સપના જોતા હતા ને? કે પછી સીને સ્ટાર્સની જબરજસ્ત મહેનત વિશે વાંચ્યા તમારો વિચાર થોડો મોળો થઈ ગયો ? ફ્રેન્ડ્સ, સફળતા મેળવવી હોય તો ખૂબ પરિશ્રમ કરવો જ પડે. ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય સફળતા મેળવવા માટે મહેનતનો કોઈ વિકલ્પ નથી.તો ચાલો આજે ફરીવાર વાત માંડીએ સિને સ્ટાર્સના પરિશ્રમની.સિને જગત ચાંદની ચોક થી ચાઇના ટાઉન અને જમીનથી આસમાન સુધી ધારે તેને પહોંચાડી શકે અને એટલે જ બેડમિન્ટન રમતા રમતા મોડેલિંગ ક્ષેત્રે પહોંચેલી અને પછી સીને પરદે છવાઈ ગયેલી અભિનેત્રી દીપિકાએ પણ આસમાનની સેર કરવા માંડી છે. "ઓમ શાંતિ ઓમ" પછી તેની એક ...Read More

23

રેટ્રો ની મેટ્રો - 23

આપણા જેવાં રેટ્રો ભક્તો માટે કિશોરકુમાર એક પ્લેબેક સિંગર નું નામ ,કે એક અવાજ નહીં ,એક મઘમઘતો અહેસાસ છે. ગુલદસ્તો નહીં પણ યાદો નો મેળો છે.ગમ હોય કે ખુશી, મહેફિલ હોય કે તન્હાઈ, કિશોરકુમાર એ તમામ લાગણીનો સાઉન્ડ ટ્રેક છે. બાળપણ, જવાની, પ્રેમ થવો કે વિરહની જ્વાળા માં શેકાવું, કે પછી હોય દિલ તૂટવા નું દર્દ, મનના ઊંડા સાગરમાં છુપાયેલું ગૂઢ રહસ્ય હોય કે હોય મન ની સચ્ચાઈ.... કિશોરકુમાર ન હોતે તો કદાચ આપણે જીવનની તમામ નાની-મોટી પળોને જીવી જ ન શક્યા હોત.ચોથી ઓગસ્ટ, કિશોર કુમાર નો જન્મદિવસ. આ એક એવી તારીખ છે ,જેના આપણા જેવા રેટ્રો સોંગ્સ ચાહકો ...Read More

24

રેટ્રો ની મેટ્રો - 24

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો,લઈને એક એવા યુવાન ની વાત,જે મુંબઈ આવ્યો આંખમાં એક્ટર બનવાનું લઇને અને સદાબહાર અભિનેતા તરીકે રૂપેરી પડદે છવાઈ ગયો, ક્યારેક CID બનીને તો ક્યારેક ટેક્સી ડ્રાઇવર કે મુનીમજી બનીને ,તો ક્યારેક બની ગયા અફસર કે પેઈંગ ગેસ્ટ. જી હા એ સદાબહાર અભિનેતા એટલે દેવ આનંદ. જેમને યાદ કરતા કરતા આપણે ઘણી વાર ગીત ગાયું હશે "યાદ કિયા દિલને કહાં હો તુમ... પડદા પર આ ગીત ગાતાં હીરો હતા દેવ આનંદ. આ ફિલ્મ 1953માં રિલીઝ થઈ. ફિલ્મમાં તેમના હિરોઈન હતા ઉષા કિરણ. દેવ આનંદે ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું ...Read More

25

રેટ્રો ની મેટ્રો - 25

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો , ગીતો ભરી મજેદાર સફર તમને કરાવવા માટે.... તો friends કલ્પના ચક્ષુઓ ને કામે લગાડો અને યાદ કરો એક સરસ મજાના વરઘોડાને.... સુંદર રંગબેરંગી ચમકદાર વસ્ત્રોથી સજ્જ બેન્ડ ના કલાકારો કયું ગીત લગ્નના માંડવે પહોંચતા જ શરૂ કરે છે? તરત જ ગીતના શબ્દો આવી ગયાને...."बहारों फूल बरसाओमेरा महबूब आया है - (२)हवाओं रागिनी गाओमेरा महबूब आया है - (२)""સુરજ" ફિલ્મનાં આ ગીતે એવી ધૂમ મચાવી કે 1966 નો શ્રેષ્ઠ ગીતકાર નો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હસરત જયપુરી ને. અને હવે તમે સમજી જ ગયા હશો કે રેટ્રોની મેટ્રો હસરત જયપુરી ...Read More

26

રેટ્રો ની મેટ્રો - 26

ફ્રેન્ડ્સ,રેટ્રોની મેટ્રો સફર શરૂ કરીએ એક સરસ મજાની યાદ સાથે.... ટીવી પરની સર્વપ્રથમ ભારતીય સોપ ઑપેરા,દૂરદર્શનની ધારાવાહિક હમલોગ....અને હમલોગ સૂત્રધાર સાથે દર્શકો પણ દોહરાવતા, તે શબ્દો યાદ છે ને?"છન પકૈયા છન પકૈયા છન કે ઉપર બરફી, દેખેંગે હમ લોગ,અબ ક્યા કરેગી બડકી...." "હમલોગ" ના સૂત્રધાર હતા અભિનેતા અશોક કુમાર.કોલકાતાથી એલ.એલ.બી.નો અભ્યાસ પડતો મૂકીને મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં લેબ ટેકનિશિયન તરીકે નસીબ અજમાવવા આવેલા... અને "કિસ્મત"ના જોરે અભિનેતા બની,લોકપ્રિયતાના શિખરે સડસડાટ પહોંચી ગયેલા અભિનેતા એટલે અશોકકુમાર.૧૯૩૬ થી શરૂ થયેલી અભિનેતા તરીકેની તેમની કારકિર્દી લગભગ છ દાયકા સુધી વિસ્તરી હતી.ખંડવા ના અગ્રણી વકીલ કુંજલાલ ગાંગુલીનો સૌથી મોટો પુત્ર કુમુદલાલ ગાંગુલી,બી.એસ.સી થયો પછી ...Read More

27

રેટ્રો ની મેટ્રો - 27

"દિલ કા દિયા જલાકે ગયા યે કૌન મેરી તન્હાઈ મેં..."જેવા મધુર ગીતોના રચયિતા સંગીતકાર ચિત્રગુપ્ત સિને જગતમાં જાણીતા,કર્ણપ્રિય ધૂનો સંગીતકારો થી જરાય ઉતરતા ન હતા પરંતુ તેમનું દુર્ભાગ્ય એ હતું કે તેઓ હંમેશા અંડર રેટેડ રહ્યા.ફિલ્મ જગતમાં તેઓ કાર્યરત હતા તે સમયના સિને સંગીતકારોમાં કદાચ સૌથી વધુ ભણેલા સંગીતકાર ચિત્રગુપ્ત હતા. બિહારના ગોપાલગંજ જિલ્લાના કમરૈની ગામમાં જન્મેલા ચિત્રગુપ્ત શ્રીવાસ્તવે, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયો સાથે ડબલ એમ એ ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કેટલોક સમય પટનામાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું .એમના મોટાભાઈ જગમોહન આઝાદ પત્રકાર હતા અને સંગીતનાં ખૂબ શોખીન હતા. એમણે ચિત્રગુપ્ત ને સંગીત શીખવાની પ્રેરણા આપી.પંડિત શિવપ્રસાદ ત્રિપાઠી ...Read More

28

રેટ્રો ની મેટ્રો - 28

"રંગ નયા હે લેકિન ઘર યે પુરાના હૈ ,યે કુચા મેરા જાના પહેચાના હૈ ,ક્યાં જાને ક્યું ઉડ ગયે પેડો સે ,ભરી બહારો મેં ગુલશન વીરાના હૈ ."બહુ ઓછા ને એ ખબર હશે કે સાત સૂરોના સાધક સંગીતકાર નૌશાદ શાયર પણ હતા અને આ તેમની જ રચેલી શાયરી છે. "આઠવા સુર" નામે તેમનો એક સંગ્રહ પણ પ્રકાશિત થયેલ છે .બાળપણથી જ સંગીતના શોખીન નૌશાદ ને સંગીત શીખવા તથા સંગીતકાર બનવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો. જન્મભૂમિ લખનૌ થી મુંબઈ સંગીતકાર બનવા પહોંચેલા નૌશાદ સંઘર્ષના દિવસોમાં દાદરમાં આવેલ બ્રોડવે સિનેમા હોલ ની સામે ફૂટપાથ પર રાત્રે સૂઈ જતાં. જ્યારે ...Read More

29

રેટ્રો ની મેટ્રો - 29

ફ્રેન્ડઝ, હિન્દી સિને જગતના એક સંગીતકાર એવાં ગજબના કે તેમનું સંગીત સાંભળીએ તો લાગે જાણે કોઈ ફૂલોના બગીચા માં તાજી હવા ની વચ્ચે આપણે બેઠા છીએ, ભમરા નો મસ્ત ગુંજારવ થઈ રહ્યો છે, ક્યાંક મીઠી વાંસળી ની ધૂન સંભળાઈ રહી છે અને ક્યાંક પાસે જ તળાવ ની લહેરો ધીમે ધીમે કિનારાને ટકરાઈને આંદોલિત થઇ રહી છે.મને ખાતરી છે કે દરેક રેટ્રો ભક્ત ના મનમાં આ વર્ણન સાથે ઝબકી ગયા હશે સચિનદેવ બર્મન, આપણા પ્યારા સચિન દા કે પછી એસ ડી બર્મન. આમ તો ૩૧મી ઓક્ટોબર 1975ના દિને આ સંગીતકાર આપણને છોડીને હંમેશને માટે ચાલ્યા ગયા તેમ છતાં તેમના સુમધુર ...Read More

30

રેટ્રો ની મેટ્રો - 30

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર થી રેટ્રો ની મેટ્રો સફર શરૂ થઈ ગઈ છે અને વાયદા મુજબ પોતાની સાથે લઈને છે ગાયક સચિનદેવ બર્મન ની રસપ્રદ વાતો.સચિન દા એક એવા સંગીતકાર કે જેમણે હિન્દી ફિલ્મોમાં વીસથી પણ ઓછા ગીતો ગાયા છે તેમ છતાં તેમણે ગાયેલું દરેક ગીત ક્લાસિક ની કેટેગરીમાં મૂકી શકીએ તેવું લાજવાબ છે. રેટ્રો ચાહકોને જેટલા સચિન દા એ સંગીતબદ્ધ કરેલ ગીતો પસંદ છે કદાચ એનાથી પણ વિશેષ તેમના ગાયેલા ગીતો ના ચાહકોનો વર્ગ મોટો હોઈ શકે, કારણ કે તેમણે વિશિષ્ટ અવાજ માં ગાયેલ ગીતના દરેક શબ્દ ,શ્રોતાને ભાવસરિતા માં ઝબકોળવાની તાકાત ધરાવે છે. સચિનદેવ બર્મને ગાયેલા ગીતોની ...Read More

31

રેટ્રો ની મેટ્રો - 31

ગયા પ્રકરણમાં સંગીતકાર સચિનદેવ બર્મન ને ગાયક તરીકે આપણે યાદ કર્યા,તો હવે તેમના હોનહાર સંગીતકાર પુત્ર રાહુલદેવ બર્મન એટલે પંચમ દા ની સંગીત સફર સાથે જોડાયેલ રસપ્રદ વાતો સાથે રેટ્રોની મેટ્રો સફર કરીએ.આર ડી બર્મન જ્યારે નાના હતા ત્યારે કલકત્તામાં તેમના દાદી પાસે રહેતા પણ વચ્ચે વચ્ચે પિતા પાસે મુંબઈ પણ તેઓ આવતા. ત્યારે સચિનદેવ બર્મન એટલે કે પંચમ દા ના પિતા મુંબઈના સાયન વિસ્તારમાં રહેતા અને ત્યાં જ નજીકમાં અનાદિ બેનર્જી ના ઘરે સંઘર્ષશીલ કલાકારો ની બેઠક જામતી.ત્યાં જ એ જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલ ગીત " डोल रही है नैया मेरी... "નુ રિહર્સલ ચાલતું હતું, તે વખતે અશોક ...Read More

32

રેટ્રો ની મેટ્રો - 32

રેટ્રોની મેટ્રો સફર રેટ્રો ચાહકો માટે લઈને આવી છે વાત- લતા, માલા, ચંદ્રમુખી, પુષ્પા, મધુમતી, માધવી, રાધા અને ધન્નોની....ન અરે ...વિવિધ ફિલ્મોમાં આ તમામ ભૂમિકાઓ ભજવનાર અભિનેત્રી છે વૈજયંતીમાલા અને આજે રેટ્રો ની મેટ્રો સફર આપણે કરીશું અભિનેત્રી વૈજયંતીમાલા સાથે.તો યાદ આવ્યું ને? "બહાર" ફિલ્મમાં લતા, "નાગિન" ની માલા, "દેવદાસ"ની ચંદ્રમુખી, "કઠપુતલી" ની પુષ્પા, "મધુમતી" ની મધુમતી માધવી અને રાધા,.... રાધા "સંગમ"માં પણ ખરી અને "ગંગા જમુના" ની ધન્નો.. આહા.... કેટલી વૈવિધ્યસભર ભૂમિકાઓને સુપેરે ન્યાય આપ્યો છે વૈજયંતિમાલાએ.ભારતીય સિનેમાની અભિનેત્રી,ભરતનાટ્યમ ડાન્સર, કોરિયોગ્રાફર,કર્ણાટક સંગીતના ગાયિકા,સાંસદ અને ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર..... સિનેમા ઉપરાંત જીવનમાં પણ,તેમણે અનેક ભૂમિકા ઓ સફળતાપૂર્વક ભજવી.વૈજયંતીમાલા ...Read More

33

રેટ્રો ની મેટ્રો - 33

ફ્રેન્ડ્સ, રેટ્રો ની મેટ્રો તમારે માટે કઈ ગિફ્ટ લાવી છે જરા અનુમાન તો લગાવો.સિલ્વર સ્ક્રીન પર અભિનયનો પરચમ લહેરાવતી,ક્યારેક બનીને નજરે પડતી,તો ક્યારેક આશા બનીને ઝગમગતી,અને ક્યારેક disco station થનગનાવતી,કારકિર્દીની શરૂઆતમાં જ 'ઝરૂરત ગર્લ' તરીકે પ્રસિદ્ધિ મેળવતી,સહજ અભિનય અને રોમ રોમ નર્તન લઈને સિલ્વર સ્ક્રીન પર છવાઈ જનાર અભિનેત્રી જેનો જન્મદિવસ આવે છે 7 મી જાન્યુ આરીએ .. જાણો છો ને એ અભિનેત્રી કોણ?....અરે હું પણ કમાલ છું તમને હું આ તે કેવાં સવાલ પૂછું છું ?અરે તમે તો છો રેટ્રો ભક્તો એટલે સાચો જવાબ જ આપવાના.બિલકુલ સાચો જવાબ છે તમારો.....રીના રોય.૧૯૭૨ માં રીના રોયની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ ...Read More

34

રેટ્રો ની મેટ્રો - 34

જુઓ જુઓ.... મોટા મોટા મીરર બોલ્સ, સ્મોક મશીન્સ, હાઇવોલ્ટેજ મ્યુઝિક અને ટેકનિકલર ફલેશિંગ ફલોર સાથે હાજર છે આજની રેટ્રો મેટ્રો. હં...મારા ચતુર મિત્રો retro ની મેટ્રોની સજાવટ જોઈને તમે સમજી ગયા ને કે આજે આપણી સફર છે ડિસ્કો ધમાલ સાથે...D સે હોતા હૈ ડાન્સ, I સે હોતા હૈ આઈટમ, S સે હોતા હૈ સીંગર, C સે હોતા હૈ કોરસ,O સે ઓરકેસ્ટ્રા. DISCO ....ડિસ્કો ની કેવી સરસ ડેફીનેશન.ડિસ્કો એટલે ડાન્સ કરવાનું મન થાય તેવું ગીત જેમાં ગાયક,કોરસ અને ઓરકેસ્ટ્રા નું ધમાલ કોમ્બીનેશન હોય.ડિસ્કો નૃત્ય સંગીતની એક શૈલી છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકાનાં શહેરોની night clubs માં ડિસ્કો નો ઉદ્-ભવ થયો એમ ...Read More

35

રેટ્રો ની મેટ્રો - 35 - (અંતિમ પ્રકરણ)

મિત્રો રેટ્રોની મેટ્રો સફર માટે તૈયાર છો ને? આજે આપણી સફર છે એક વર્સટાઇલ બોલીવુડ કલાકાર સાથે.રેટ્રો ભક્તો તમે જાણતા જ હશો કે 1966માં પ્રદર્શિત થયેલી આખરી ખત સુપર સ્ટાર રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી. રાજેશ ખન્નાએ એક મુલાકાતમાં જણાવેલું કે "મારી શરૂઆતની ફિલ્મોમાં મારે માટે સૌથી યાદગાર ફિલ્મ છે "આખરી ખત" , આ ફિલ્મ સંપૂર્ણપણે દિગ્દર્શકની ફિલ્મ ગણાય અને ચેતન આનંદે ખૂબ જ નિપુણતાથી આખી ફિલ્મને ખૂબ જ કલ્પનાશીલ અને સંવેદનશીલ નિર્દેશકની માવજત આપી, ફિલ્મને ખાસ બનાવી દીધી .આખરી ખત નું અભિનયની દ્રષ્ટિએ એક ખૂબ જ પડકારજનક દ્રશ્ય મારા પર ફિલ્માવાયું ,ફિલ્મનું આખરી દ્રશ્ય -જ્યારે હું મારા પુત્ર ...Read More