RETRO NI METRO - 16 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 16

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 16

ફ્રેન્ડ્સ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા ની સિલ્વર સ્ક્રીન પર ની જોડી કોણે બનાવી છે ખબર છે? રબ ને ...નો ફ્રેન્ડઝ,આ જોડી તો બનાવી ફિલ્મના લેખક દિગ્દર્શક આદિત્ય ચોપડાએ..અને લેખક વાચક તરીકે આપણી જોડી બનાવી રેટ્રો ની મેટ્રો એ રાઈટ ? એટલે આજે સ્ટન્ટ્સ ની વાત અભરાઈ એ એમ? હોય કાઈં,આજે જોડીઓ વિશે નહીં મારે તમને જણાવવાનું છે સ્ટંટ વિશે મને યાદ છે.અને તમે જેટલા ઉત્સુક છો ને ફિલ્મના સ્ટંટ દ્રશ્યોની દિલધડક દાસ્તાન જાણવા માટે તેટલી જ હું પણ ઉત્સુક છું તમને એ જણાવવા માટે. ફ્રેન્ડસ,સ્ટંટ સીન વિશે જેટલું હું જાણતી ગઈ ને તેટલી જ તેની રોમાંચક દુનિયામાં સફર કરવાની મને મજા આવતી ગઈ અને પરિણામ તો તમારી સામે જ છે કે સ્ટન્ટ્સ ઉપર આજે ત્રીજા પ્રકરણ ની ગિફ્ટ તમારા માટે લઈને આવી છું .ફિલ્મોમાં હિરોઈનોનું સવિશેષ મહત્વ રહેલું છે."અરે પણ આપણે તો સ્ટન્ટ્સ ની વાત કરવાની છે મેકઅપની નહીં" જો તમે મનમાં ને મનમાં મને આમ કહી દીધું હોય ને તો જરા થોભો, અને મારી સાથે સમયના એ મોડ પર ચાલો કે જ્યારે થઈ રહ્યું હતું શૂટિંગ- ફિલ્મ "ખૂન ભરી માંગ" નું. રાકેશ રોશન ની આ ફિલ્મ બની હતી 1988માં. ફિલ્મની એક્શન સિક્વન્સ માટે સ્ટંટમેન નક્કી થયા હતા વીરુ દેવગણ.આ ફિલ્મનું યાદગાર દ્રશ્ય એટલે હિરોઈન રેખાને મારી નાખવા માટે સફેદપોશ વિલન તેને બોટમાંથી નદીમાં ફેંકી દે છે.એક મોટા મગર સાથે બાથંબાથ કરતી રેખા તરત જ યાદ આવી ગઈ ને? હિરોઈન રેખાની જગ્યાએ લોંગ શોટસમાં તો ડુપ્લીકેટ નો ઉપયોગ કરાયો હતો પણ ક્લોઝઅપ્સ વિના તો સીન અસલી લાગે જ નહીં ને? દોસ્તો આપણને સીન વાસ્તવિક લાગે તે માટે કલાકારો કેટલું જોખમ લેતા હોય છે તે હવે સમજાય છે ને ? ક્લોઝઅપ્સ ઝડપતી વખતે પળભર નો વિલંબ થયો.ટાઈમિંગ ખોરવાયુ અને ક્ષણવારમાં તો રેખા યમ દેવતાની સામે આવી ગઈ.વિરુ દેવગણના એક સ્ટન્ટમેન નદીમાં સુરક્ષા માટે ઊતર્યા હતા અને રેખાની એકદમ નજીક હતા.તેમણે વિલંબ કર્યા વિના જીવ હથેળીમાં લઈ રેખાને મગરના મોમાં જતી બચાવી લીધી.આટલું સાંભળતા જ તમારા રુંવાડા ઉભા થઈ ગયા ને? તો વિચારો કે રેખાએ કેટલી હિંમત બતાવી હશે આ સીન્સ કરતી વખતે.
જુઓને વાતો વાતોમાં આપણે કેવા આગળ વધી ગયા કે ખબર પણ ન પડી કે આપણે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ઉટી પહોંચી ગયા.ઉટી? તમને પણ આશ્ચર્ય થયું ને? હા હું વાત કરી રહી છું "લોહા" ફિલ્મના આઉટડોર શૂટિંગ શિડ્યુલ્સની કે જે ગોઠવાયુ હતું ઉટીના એક લોકેશન પર. ફિલ્મમાં એક ડેમ નીચે ફિલ્મની હિરોઈન માધવી અને એક અજગર ઉપર જબરજસ્ત સ્ટંટ સીન શૂટ કરવાનો હતો.પહેલા તો રબરના નકલી અજગરનો શૂટ વખતે ઉપયોગ કરાયો પણ જ્યારે તેનું પેચવર્ક થતું હતું ને ત્યારે ખ્યાલ આવ્યો કે ફિલ્મના આ સીન માં અસલી અજગર જેવી ઇફેક્ટ આવતી નથી એટલે અસલી અજગર સાથે માધવી એ સ્ટન્ટ ફરી શૂટ કરવાના હતા. માધવી ભયભીત હતી, તેથી એક બાળ અજગરનો ઉપયોગ કરવો તેવું નક્કી થયું.જો કે આ બાળ અજગર પણ ભારે તાકાતવર નીકળ્યો. માધવીને એણે એવી ભરડામાં લીધી કે ..ઓ ગોડ..સ્ટંટમેન વિરુ દેવગન ના ફાઈટરો એ માંડમાંડ માધવીને અજગર ભરડામાંથી મુક્ત કરી. ઘણી બધી ફિલ્મોમાં ક્રેડિટ ટાઇટલ્સ જોતા એક નામ તમે વાંચ્યું હશે. સ્ટંટ્સ ભીખુ વર્મા.જી હા ડરને પોતાની મુઠ્ઠીમાં રાખનાર આ જાંબાઝ સ્ટંટમેને ઘણા જોખમી સ્ટંટ્સ જાતે કર્યા છે.કેટલીય વાર ઘાયલ થયા છે તથા મોતને છક્કડ ખવડાવી છે આ ભીખુ વર્મા એ. મર્દ ફિલ્મનું એક દ્રશ્ય શૂટ થતું હતું દ્રશ્ય ખૂબ જોખમી હતું. ઘોડાગાડી એટલે કે ટાંગા પર સવાર ભીખુ એ કાચની દિવાલ તોડી ટાંગા સાથે સ્વિમિંગ પુલમાં પડવાનું હતું તે એવો સમય હતો કે જ્યારે આવા દ્રશ્ય વખતે અસલી કાચ વપરાતા હતા.અસલી કાચ સાથે આવા દ્રશ્ય કરવાના હોય ત્યારે જોખમ ખૂબ વધી જાય.જરા જેટલું પણ ટાઈમિંગ ચૂક્યા કે જઈ પડાય સીધા મોતની ગોદમાં.ઘોડા સાથેનું આ દ્રશ્ય હતું. રી ટેક કે રિહર્સલ શક્ય ન હતા.જેવો ટેક શરૂ થયો કે ભીખુ વર્માએ ઘોડાને ચાબુક મારી ધારી ઝડપ મેળવી અને કાચની દીવાલ તોડી ઘોડાગાડી સાથે સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવી સિંગલ ટેક અને દ્રશ્ય ઓકે થઈ ગયું. આ કેટલું જોખમી દ્રશ્ય છે તે જાણતા યુનિટના તમામ સભ્યોએ નિરાંતનો શ્વાસ લીધો.જો ઘોડા અને ભીખુ વચ્ચે તાલમેલ માં સહેજ પણ ગરબડ થઈ હોત તો શું થયું હોત ?કલ્પના કરવા માત્રથી પણ ધ્રુજી જવાય છે ને? "મર્દ"ફિલ્મના શૂટિંગ દરમિયાન તો ભીખુ બાલ બાલ બચ્ચા પણ "શાન" ના શૂટિંગમાં તો ભીખુ.... હે શું થયું ?જરા માંડીને વાત કરને ...લ્યો ત્યારે માંડીને વાત શરૂ કરું,"શાન"ના એ ખતરનાક સીન ની.વિલનના બે માણસો ફિલ્મની બે હિરોઈન બિંદિયા ગોસ્વામી અને પરવીન બાબી ને બંદી બનાવી હેલિકોપ્ટરમાં ક્યાંક લઈ જતા હોય છે.હેલિકોપ્ટર પહાડ પરથી પસાર થતું હોય છે ત્યારે બંને હિરોઈનો હેલિકોપ્ટર માંથી જમ્પ કરે છે.વિલન નો એક માણસ એટલેકે ભીખુ પોતે પણ હિરોઈનોને પકડવા હેલિકોપ્ટર માંથી નીચે કૂદે છે અને જઈ પડે છે કાચના પ્લેટફોર્મ પર. કાચના ટુકડે ટુકડા થઈ જાય છે અને વિલનનો એ માણસ ઘાયલ થઈ જાય છે.ફિલ્મમાં દ્રશ્ય તો આવું જ હતું પણ ભીખુ એ ભજવતા ખરેખર ઘાયલ થયા.કાચના પ્લેટફોર્મ પર પડતાં જ તેઓ બેભાન થઈ ગયા કાચના ટુકડાઓ શરીરમાં ખૂંપી ગયા ડોક્ટરોએ ઓપરેશન કરી શરીરમાંથી એક બે નહીં પૂરા 14 કાચના ટુકડાઓ કાઢ્યા.એક કાચનો ટુકડો તો છેક કિડની સુધી પહોંચી ગયો હતો.જો એ ટુકડો સહેજ વધુ ઊંડે ઉતર્યો હોત તો કદાચ..,પણ હિંમતે મર્દા તો મદદે ખુદાની જેમ જ ચમત્કારિક રીતે ભીખુ બચી ગયા. હા...શ... તમે પણ નિરાંતનો શ્વાસ લીધો ને?
હવે તમે મને પૂછો તે પહેલા જ હું કહી દઉં કે હા હા હજુ વધુ પ્રકરણ આવી જ દિલધડક દાસ્તાન સાથે લઈને આવીશ. પ્રોમીસ...
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.