RETRO NI METRO - 29 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 29

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 29

ફ્રેન્ડઝ, હિન્દી સિને જગતના એક સંગીતકાર એવાં ગજબના કે તેમનું સંગીત સાંભળીએ તો લાગે જાણે કોઈ ફૂલોના બગીચા માં સવારની તાજી હવા ની વચ્ચે આપણે બેઠા છીએ, ભમરા નો મસ્ત ગુંજારવ થઈ રહ્યો છે, ક્યાંક મીઠી વાંસળી ની ધૂન સંભળાઈ રહી છે અને ક્યાંક પાસે જ તળાવ ની લહેરો ધીમે ધીમે કિનારાને ટકરાઈને આંદોલિત થઇ રહી છે.મને ખાતરી છે કે દરેક રેટ્રો ભક્ત ના મનમાં આ વર્ણન સાથે ઝબકી ગયા હશે સચિનદેવ બર્મન, આપણા પ્યારા સચિન દા કે પછી એસ ડી બર્મન. આમ તો ૩૧મી ઓક્ટોબર 1975ના દિને આ સંગીતકાર આપણને છોડીને હંમેશને માટે ચાલ્યા ગયા તેમ છતાં તેમના સુમધુર સંગીતે તેમને અમર બનાવી દીધા છે. તો આવા મધુર સંગીત ના રચયિતા સચિનદેવ બર્મન નાં સંગીત સાથે કરીએ આપણે રેટ્રોની મેટ્રો સફર. મારી એ વાત સાથે તો તમે પણ સંમત થશો જ કે ફિલ્મની સિચ્યુએશનને અનુરૂપ ગીત બનાવવું એ સચિન દા ની ખાસિયત હતી.ગીતના શબ્દો અને સિચ્યુએશનને અનુરૂપ યોગ્ય વાદ્યોની પસંદગી કરવામાં સચિનદેવ બર્મન માહેર હતા. સિચ્યુએશન અને ઓરકેસ્ટ્રેશનનો ઝીણવટ ભર્યો પ્રયોગ કરીને સચિનદેવ બર્મને બનાવેલી સહજ કર્ણપ્રિય આકર્ષક ધૂનોમાંથી એક એટલે બહાર ફિલ્મનું ગીત
"सैंया दिल में आना रे आके फिर न जाना रे
ओ आके फिर न जाना रे छम छमा छम छम
राजा बन के आना रे मोहे लेके जाना रे
ओ मोहे लेके जाना रे छम छमा छम छम
ફિલ્મી સંગીતમાં ભટિયાલી ગીત એટલે કે માઝીગીત લાવવાનું શ્રેય સચિનદેવ બર્મન ને આપી શકાય. ઓટના સમયે સમુદ્ર થોડો શાંત હોય ત્યારે માછીમારોએ હોડી ને આગળ ધપાવવા વધારે હલેસા મારવા પડતા નથી અને હોડી પવનના ઝપાટે આપોઆપ આગળ વધતી હોય છે ત્યારે નિરાંતના આ સમયે માછીમારના હૃદયમાંથી વહી આવતી લાગણી સ્વરૂપે જે ગીત તેના હોઠો પર ગુંજી ઊઠે છે તેને ભટિયાલી ગીત કહેવાય છે.સચિનદેવ બર્મને પોતે ફિલ્મ "બંદિની" મા આવું જ એક ભટિયાલી ગીત ખુબ સરસ રીતે ગાયું અને સંગીતબદ્ધ કર્યું છે. ગીતકાર શૈલેન્દ્ર રચિત એ ગીત એટલે
ओ रे माँझी, ओ रे माँझी, ओ मेरे माँझी,
मेरा साजन हैं उस पार, मैं मन मार हूँ इस पार
ओ मेरे माँझी अब की बार, ले चल पार, ले चल पार
मेरे साजन हैं उस पार..
સચિન દા ને સંગીત વારસામાં મળ્યું હતું .ત્રિપુરાના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ખૂબ સારા ગાયક અને સિતાર વાદક હતા એકવાર સચિન દેવ બર્મન તેમના મિત્રો સાથે ટ્રેનમાં કોમિલ્લા જતા હતા ત્યારે વગર ટિકિટે મુસાફરી કરવાના ગુનામાં તેમને સ્ટેશન માસ્ટરના લોકઅપમાં બંધ કરવામાં આવ્યા. ત્યાં પોતાના મધુર ભજન ગાયન દ્વારા એમણે સ્ટેશન માસ્ટરના બહેનને પ્રભાવિત કર્યા, મધુર સંગીત ને કારણે તેઓ લોકઅપમાંથી તો છૂટ્યા જ ઉપરાંત સ્ટેશન માસ્ટરે તેમની ખૂબ આગતા સ્વાગતા પણ કરી.
તેમણે ગુરુ દત્તની કલાસિક ફિલ્મો પ્યાસા (1957) અને કાગઝ કે ફૂલ (1959) માટે પણ સંગીત આપ્યું. દેવદાસ (1955),હાઉસ નં. 44 (1955),ફન્ટૂશ (1956), અને સોલવાં સાલ (1958)ના સાઉન્ડટ્રેક્સ એસ.ડી. બર્મનની અન્ય હિટ ફિલ્મો હતી.1959માં સુજાતા આવી અને એસ.ડી.એ તલત મહેમૂદ નો અવાજ લઇ "जलते हैं जिस के लिए तेरी आँखों के दीये, ढूंढ लाया हूँ वो ही गीत मैं तेरे लिए जलते हैं जिस के लिए....दर्द बनके जो मेरे दिल में रहा, ढल ना सका जादू बनके तेरी आँखों में रुका, चल ना सका....आज लाया हूँ वो ही गीत मैं तेरे लिए... जलते हैं जिस के लिए...." ફરી જાદુ સર્જ્યો.જ્યારે ગુરુ દત્તે બાઝી અને જાલ (1952) જેવી હળવી શૈલી ની ફિલ્મો બનાવી, ત્યારે બર્મન દા એ"સુનો ગજર ક્યા ગાયે" અને "દે ભી ચૂકે હમ" જેવી રચનાઓ વડે તેમના મૂડને સંગીતમાં આબાદ ઝીલ્યો અને જ્યારે ગુરુ દત્તે તેમની આકર્ષક શ્રેષ્ઠ કૃતિઓ બનાવી - પ્યાસા (1957) અને કાગઝ કે ફૂલ (1959), ત્યારે "જિન્હે નાઝ હૈ હિન્દ" અને "વક્ત ને કિયા ક્યા હસીન સિતમ"સાથે તેઓ ગુરુદત્ત ની કલાત્મકતાને સંગીતમાં ઢાળવામાં સફળ રહ્યા.1957માં, એસ.ડી. બર્મન લતા મંગેશકર સાથે થયેલી ગેરસમજને કારણે છૂટા પડ્યા પછી લતાજી ની નાની બહેન આશા ભોસલેને તેમની મુખ્ય મહિલા ગાયિકા તરીકે તેમના કેમ્પમાં સ્થાન મળ્યું. ત્યાર પછી રચાયેલી એસ. ડી. બર્મન, કિશોર કુમાર, આશા ભોસલે અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીની ટીમ તેમના યુગલ ગીતો માટે લોકપ્રિય બની.1958માં, એસ.ડી. બર્મને કિશોર કુમારના હોમ પ્રોડક્શન"ચલતી કા નામ ગાડી" માટે સંગીત આપ્યું હતું.તે જ વર્ષે, "સુજાતા" ની તેમની રચનાઓ માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા હતા અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતનાર તેઓ એકમાત્ર સંગીત દિગ્દર્શક છે. રેટ્રો ભક્તો એ જાણે જ છે કે એસ.ડી. બર્મને ઘણીવાર લોક સંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત તેમજ રોજિંદા જીવનમાં સાંભળવા મળતા જુદા જુદા અવાજોમાંથી પ્રેરણા લઈને લાજવાબ સંગીત નું સર્જન કર્યું છે.એક મુલાકાતમાં, ખુદ સચિન દા એ કહ્યું હતું કે ફિલ્મ "કાલાપાની"નું ગીત "હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે" માટે ,તેઓ મસ્જિદ પાસે થી પસાર થતા ત્યારે રોજ સાંભળતા તે મુસ્લિમ પ્રાર્થના પરથી પ્રેરણા લઈને હિંદુસ્તાની રાગ "છાયાનટ" આધારિત ધૂન તેમણે બનાવી હતી.1960-70 ના દાયકામાં દેવ આનંદ ની ફિલ્મો સાથે દાદા બર્મને લોકપ્રિયતાના અનેક કીર્તિમાન સર કર્યા. પહાડીની સુંદર શૈલી જેમ આપણને ગાઈડ ફિલ્મના
"गाता रहे मेरा दिल,तूही मेरी मंज़िल हाय
कहीं बीतें ना ये रातें,कहीं बीतें ना ये दिन..." ગીતમાં જોવા મળે છે તેવી જ સુંદર રચના "જ્વેલ થીફ" માં પણ સચિન દા એ આપી. પહાડી શૈલીની એ કમાલની રચના એટલે લતા મંગેશકર અને મોહમ્મદ રફી ના યુગલ સ્વરોમાં ગવાયેલ,
"अभी ना जा मेरे साथी,दिल पुकारे, आरे आरे आरे
बरसों बीते दिल पे काबू पाते,हम तो हारे तुम ही
कुछ समझाते,
समझाती मैं तुमको लाखों अरमां,खो जाते हैं लब
तक आते आते,
पूछो ना कितनी बातें पड़ी हैं दिल में हमारे
दिल पुकारे...दिल पुकारे, आरे आरे आरे"
1952માં રીલિઝ થઇ ફિલ્મ "જાલ". આ એ સમય હતો કે જ્યારે અભિનેતાઓ માટે પાર્શ્વગાયકોના અવાજ નિશ્ચિત રહેતા, પણ એ સમયે સચિન દેવ બર્મન એવા સંગીતકાર હતા કે જેમણે એક જ અભિનેતાની અલગ-અલગ ફિલ્મોમાં અલગ અલગ પાર્શ્વગાયકો પાસે ગીતો ગવડાવ્યાં અને સંગીતકાર તરીકે એ તેમની ખૂબી હતી કે મોટા ભાગના ગીતો લોકપ્રિય થયા હતા.આજ રીતે અભિનેતા દેવ આનંદ માટે તેમણે કિશોરકુમાર, મહમ્મદ રફી, તલત મહેમૂદ અને હેમંતકુમાર પાસે ગીતો ગવડાવ્યાં અને એ તમામ ગાયકો એ ગીતોમાં ખૂબ જ સહજ લાગતા હતા એ સચિનદેવ બર્મનનો જ જાદુ હતો એમ કહી શકાય. ફિલ્મ આર્ટસની ગુરુદત્ત નિર્દેશિત ફિલ્મ"જાલ"માં દેવ આનંદ માટે તેમણે હેમંતકુમાર નો અવાજ પસંદ કર્યો અને જે ગીત બન્યું તે ફિલ્મ સંગીતના ઇતિહાસમાં એક યાદગાર રચના બની ગઈ.
"ये रात ये चाँदनी फिर कहाँ,सुन जा दिल की दास्ताँ
पेड़ों की शाखों पे सोई सोई चाँदनी,
तेरे खयालों में खोई खोई चाँदनी....
और थोड़ी देर में थक के लौट जाएगी
रात ये बहार की फिर कभी न आएगी
दो एक पल और है ये समा, सुन जा दिल की दास्ताँ"
રાતની નીરવ શાંતિમાં આ ગીતના ગુંજતા અવાજ નો પ્રભાવ કેટલો જબરજસ્ત લાગે છે તે રેટ્રોભક્તોને કહેવું પડે?અરે એ પ્રભાવ તો તેમણે ગીત વારંવાર સાંભળીને જાણ્યો અને માણ્યો જ હશે.
વાત એ સમયની છે કે જ્યારે સચિન દેવ બર્મન અને મજરૂહ સુલતાનપુરી ની જુગલબંધી નો આરંભ થયો.તેને માટે પણ એક કિસ્સો પ્રચલિત છે, કહેવાય છે કે એક પાર્ટીમાં રોશન, સચિન દા જેવા ધુરંધરો ફિલ્મસંગીતની ઘટતી લોકપ્રિયતા ની ચર્ચા કરતા હતા. (કમાલની વાત છે ને કે જે સંગીત અત્યારે આપણને બેમિસાલ લાગે છે તેના રચયિતાઓને તે સમયે તેમના સર્જનથી સંતોષ ન હતો.કદાચ એટલે જ ફિલ્મ સંગીતના ગોલ્ડન ઍરામાં વધુ સારી રચનાઓ આપણા માટે તૈયાર થતી રહી.) એ ચર્ચા દરમિયાન મજરૂહ સુલ્તાનપુરી એ કહ્યું કે શબ્દો રચનાર યોગ્ય કવિ સાથે હોય તો સંગીત લોકપ્રિય થાય જ. સચિન દા એ ચેલેન્જ આપી અને મજરૂહ સાહેબે તે ઉપાડી લીધી અને આમ શરૂ થઈ બંને ની જુગલબંધી.નવ દો ગ્યારહ,પેઈંગ ગેસ્ટ,કાલાપાની,જ્વેલ થીફ તથા
તીન દેવીયા જેવી દેવ આનંદની ફિલ્મોમાં આ બેલડીએ ધૂમ મચાવી દીધી.1975 માં પ્રદર્શિત ફિલ્મ "મિલી" સચિન દાએ સંગીતબદ્ધ કરેલી છેલ્લી ફિલ્મ બની રહી.જો કે અગાઉ સંગીતબદ્ધ કરેલી કેટલીક ફિલ્મો ત્યાર પછી પણ પ્રદર્શિત થતી રહી.ફિલ્મ મિલી ની રાગ અહિર ભૈરવ પર આધારિત રચના,
"आए तुम याद मुझे, गाने लगी हर धड़कन
ख़ुशबू लाई पवन, महका चंदन,आए तुम याद मुझे ...
जब मैं रातों में तारे गिनता हूँ और तेरे कदमों की आहट सुनता हूँ (२)लगे मुझे हर तारा तेरा दरपन...
आए तुम याद मुझे ..." સચિન દા ના ચાહકો નાં હૃદયમાં તેમની યાદ સ્વરૂપે હંમેશા ગુંજી રહી છે અને ગુંજતી રહેશે. આ તો થઈ સંગીતકાર સચિનદેવ બર્મનની વાત પણ આપણે ગાયક સચિનદેવ બર્મન પણ જાણવાના છે તો હવે પછીની રેટ્રોની મેટ્રો સફર ગાયક સચિનદેવ બર્મન સાથે કરીશું.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.