અણજાણ્યો સાથ

(508)
  • 91.6k
  • 24
  • 39.2k

હેલ્લો મિત્રો, કેમ છો? કેવુ ચાલે છે કોરોના વેકેશન? વધતા સંક્રમણથી કાનો સૌની રક્ષા કરે એવી પ્રાર્થના??? કોરોના ની વધતી જતી મહામારી ના લીધે સરકારે સંપૂર્ણ લોક ડાઉન નો નીર્ણય જાહેર કર્યો, લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી, થોડા દિવસ તો બધાને સારું લાગ્યું, લોકોને પરીવાર સાથે સમય વીતાવવા મળ્યું, પણ આમા બીચારી સ્રીઓ ને તો નાકે દમ આવી ગયો, રોજ નવી નવી વાનગી ની ફરમાઈશ આવે ને એની કુકીંગ રીત ગોતવી, બનાવી ને પરીવાર ને ખુશ કરવા, સવાર થી સાંજ કેમ પડી જાય ખબર જ ન પડે. આવાજ એક મધ્યમવર્ગીય પરીવાર ની એક સ્ત્રી ની,

Full Novel

1

અણજાણ્યો સાથ

હેલ્લો મિત્રો, કેમ છો? કેવુ ચાલે છે કોરોના વેકેશન? વધતા સંક્રમણથી કાનો સૌની રક્ષા કરે એવી પ્રાર્થના??? કોરોના ની વધતી જતી મહામારી ના લીધે સરકારે સંપૂર્ણ લોક ડાઉન નો નીર્ણય જાહેર કર્યો, લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી, થોડા દિવસ તો બધાને સારું લાગ્યું, લોકોને પરીવાર સાથે સમય વીતાવવા મળ્યું, પણ આમા બીચારી સ્રીઓ ને તો નાકે દમ આવી ગયો, રોજ નવી નવી વાનગી ની ફરમાઈશ આવે ને એની કુકીંગ રીત ગોતવી, બનાવી ને પરીવાર ને ખુશ કરવા, સવાર થી સાંજ કેમ પડી જાય ખબર જ ન પડે. આવાજ એક મધ્યમવર્ગીય પરીવાર ની એક સ્ત્રી ની, ...Read More

2

અણજાણ્યો સાથ - ૨

મિત્રો સપનાના સપના કઈ દિશામાં આગળ વધે છે તે જોઈએ હવે. સપના કાનપુર પહોંચી મોક્ષ એને લેવા સ્ટેશન પર આવ્યો હતો, બંન્ને ભાઈ બેન એકબીજાને મળી ને ભાવુક થઈ જાય છે, ને કેમ ન થાય સપના ને મોક્ષ નો સંબંધ ભાઈ બેન કરતા વધુ દોસ્તી નો હતો, બંન્ને કોઈ પણ વાત એકબીજાથી છુપાવી ન શકે, એવી બોન્ડિંગ હતી બંન્ને વચ્ચે, ઘરમાં પ્રવેશ કરતાજ સપના સમજી ગઈ કે માં એ એના માટે એનીજ પસંદ નુ જમવાનું બનાવ્યુ છે, સપના તો રીતસરની તુટીજ પડે છે ખાવા પર, દિપક ભાઈ ટોકે છે તો કહે પપ્પા એક વરસ ...Read More

3

અણજાણ્યો સાથ - ૩

જયશ્રી કૃષ્ણ???વાચક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે લખવામાં ઘણી બધી વ્યાકરણ ની ભુલો હશે જ, તો એ બદ્લ માફ કરશો. તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી ને જરુર જણાવજો.હવે જોઈએ સપનાના સપના ક્યાં પહોચે છે. વસંત ભાઈ સાથે વાત પુરી કરી દિપક ભાઈ કહે છે, બેટા કાલથીજ સગાઈની તૈયારી કરવાની છે, ભલે વસંત ભાઈ કહે કે એ લોકો સાચવી લેશે, પણ આપણે અહીંથી તૈયારી કરી ચાલશુ જેથી ત્યાં કોઇ તકલીફ ન પડે, ને હું કિરણ ના સાસરે જાણ કરી દઉં જેથી એ કેટલા લોકો આવશે એ પ્રમાણે ટિકિટની વ્યવસ્થા કરી શકાય, ને સામે ...Read More

4

અણજાણ્યો સાથ - ૪

અહીં વસંત ભાઈનાં ઘરે તો જાણે મેળો જામ્યો હોય એવુ વાતાવરણ હતુ, આજ ખુશ ખુશાલ બંન્ને પરીવારની આંખોમાંથી જાણે કોક ચોરી ગયુ હતુ, દિપક ભાઈ દિકરી માટે ખૂબ જ ખુશ હતા, ને વસંત ભાઈ, વસંત ભાઈ તો રાજ -સપના ની જોડી જોઈ સમાતા નોતા, ને કેમ ન હોય? સંતાનો નો ઉજ્જવળ ભવિષ્ય ને એકબીજા માટે અટુટ પ્રેમ ને સમર્પણ જોઈ એમની છાતી ગદગદિત થઈ જતી હોય છે, ને મનથી એકજ આશીર્વાદ નીકળે છે ખુશ રહો, બસ સદા ખુશ રહો. પણ કહ્યું છે ને કે જો એકસામટી ખુશી મળે પછી પેલો ઈશ્વર દુખના પહાડ પરથી એવો ધક્કો મારે ...Read More

5

અણજાણ્યો સાથ - ૫

" સમય" મિત્રો કહેવાય છે કે, " સમય " સૌથી મોટો ઔષધ તરીકે છે, ગમે તેટલા ઊંડા ઘાવને સમય નામની દવા અસર કરે જ છે, વાત ૧૦૦%સાચી છે, પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતાં. અને આવાજ અપવાદ નો એક ભાગ એટલે આપણી સપના. અથવા તો એમ કહું કે મારી સપના. હા મિત્રો બરાબર વાંચ્યું છે તમે, મારી જ સપના, કેમ કે સપના નું પાત્ર લખતી વખતે હું જીવું છું સપના ને, એની તકલીફ ને મહેસુસ કરી શકું છું, કેમ કે ક્યાંક ને ક્યાંક મારામાં પણ એક સપના છુપાઇ છે, ને ફક્ત ...Read More

6

અણજાણ્યો સાથ - ૬

ચાલો ફ્રેન્ડસ સપનાનાં સપના આજ કયાં પહોંચશે જોઈએ આગળ, મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગે છે તે કોમેન્ટ કરી જરૂર થી જણાવજો. હોસ્પિટલ થી ઘરે આવ્યા બાદ રાજ સપનાને રુમમાં સુવડાવે છે, પછી ડૉ, કેતકીની સલાહ અનુસાર સપનાની પસંદ પ્રમાણે બધુ અરેન્જ કરે છે, વસંત ભાઈ પણ સપના પાસે બેસીને સપનાને રાજ ના બાળપણ ના પ્રસંગો, સંભળાવીને હસાવવાના પ્રયત્નો કરતા, ડૉ, ના કહ્યા પ્રમાંણે રાજ રોજ સવારે યોગ સેંટર લઈ જાય, સાંજે મ્યુઝિક, ચાલુ કરે, ૭મો દિવસ હતો આજ પણ સપના ની હાલતમાં કોઈ સુધારો ન થયો, એજ ...Read More

7

અણજાણ્યો સાથ - ૭

ચાલો મિત્રો સપનાની સફર ને આગળ વધારીએ.સપના હવે સ્વસ્થ થવા લાગી હતી, એણે એના સાસુ, સસરા ને મમ્મી-પપ્પા તરીકે લીધા, ડૉ, ની સલાહ મુજબ જોશી પરીવાર સપનાનો ખુબજ ધ્યાન રાખતુ, સપના હવે ઘરકામમાં પણ મદદ કરવા લાગી હતી, પણ આ નવી સપના માં જુની સપના ક્યાંક ખોવાઇ ગઈ હતી, હજુ પણ રાત્રે એને ઊંઘ નોતી આવતી, ને જો ભૂલેચૂકે આવી જાય તો અડધી રાતે ઉડી જતી, દિવસે બધા લોકો સામે શાંત રેતી સપના, એની રાતો , એના પરીવારની યાદ મા રડી રડીને વિતાવતી. આવીજ રીતે એક રાતે સપનાને જલ્દી ઊંઘ આવી જાય છે, ...Read More

8

અણજાણ્યો સાથ - ૮

દોસ્તો, આપણે હંમેશા આપણી આજુબાજુ એક શબ્દ સાંભળતા હોઈએ છીએ, &the word is move on. એટલે કે આગળ પણ શું આગળ વધવું એ બોલવા જેટલુજ આસાન છે, લોકો સાચેજ આપણને આગળ વધતા જોઈ ને આપણી ખુશી પચાવી શકે છે, તો મારો જવાબ છે ના, કંઈક એવુજ હવે સપના સાથે થવા જઈ રહ્યું છે, વસંત ભાઈ કામનું કહીને બહાર ગામ એટલે કે કાનપુર આવે છે, દિપક ભાઈ નો કારોબાર અને ઘર નો હિસાબ કરવા, એટલે કે વેચવા માટે, કાનપુરમાં રહેવા માટે હમણાં તો એમની પાસે દિપક ભાઈ નુ ઘર ...Read More

9

અણજાણ્યો સાથ - ૯

મિત્રો, સપનાની સફર આજથી એક નવો ટ્વીસ્ટ લઈ રહી છે, હા, સપના નાં લગ્ન થઈ રહ્યાં છે." લગ્ન " સામાજિક પ્રક્રિયા છે, જેમાં બંન્ને પાત્રો ની જીંદગી ના લખાણ જ બદલાઈ જાય છે, કંઈક એવોજ બદલાવ આવી રહ્યો છે સપના અને રાજ ના જીવન માં, તો ચાલો આપણે જાણીએ આગળ શું થાય છે. રાજ અને સપનાની ઈચ્છાનુસાર વસંત ભાઈ લગ્ન માટે માની જાય છે, પણ સામે શરત મુકે છે કે, ભલે સાદગી થી થશે, પણ પુરા રીતિરિવાજ થી થશે, વધારે લોકો નહી હોય, પણ ખાસ નજીક ...Read More

10

અણજાણ્યો સાથ - ૧૦

" લગ્ન " દરેક છોકરીનાં જીવન નું એક દિવાસ્વપ્ન. દિકરી નાની હોય ત્યારે કહેતી હોય કે મમ્મી-પપ્પા હું લગન કરું, હું તમને મુકીને કોઈ બીજા ઘરે નહીં જઉ. ત્યારે મા-બાપ દિકરી ની ખુશી માટે એને હા પણ પાડતા હોય છે, પણ, જયારે એજ દિકરી મોટી થાય છે, ત્યારે પોતે પોતાનો જીવન સાથી પસંદ કરીને મા-બાપ ને કહે છે કે મારે આની સાથે લગ્ન કરવા છે, ત્યારે પણ મા - બાપ દિકરીનું સુખ જ ઈચ્છે છે. લોકો કહે છે કે શાદી કા લડ્ડુ જો ખાય વો પછતાય ઔર જો ના ખાય વો ભી પછતાય. એટલે ન ...Read More

11

અણજાણ્યો સાથ - ૧૧

રાજ બધાને બાર વાગે નીચે આવવાનું કહે છે, કયાં જવાનું છે એની કોઈને ખબર નથી પણ સપનાની ઉદાસ આંખો વસંતભાઈને અંદાજ આવે છે કે વાત જરૂર સપનાને લગતી હોવી જોઈએ! બાર વાગ્યાની સાથે વસંતભાઈનો પરિવાર નીચે મળે છે, પછી રાજના કહેવા અનુસાર બધા ગાડીમાં બેસી જાય છે. સપનાની ઉદાસી જોતા વસંતભાઈ અને વિણા બેન પણ કંઈજ ન બોલતા ચુપ બેસે છે. ૩૦ મિનીટની ડ્રાઈવ બાદ રાજ ગાડી રોકે છે અને પછી બધા નીચે ઉતરે છે. પછી બધા રાજની પાછળ ચાલવા લાગી જાય છે. રાજ એક અનાથાશ્રમની બહાર ઉભા રહીને કહે છે, બસ પહોંચી ગયા! સપનાની આંખોમાં જોતા રાજ કહે ...Read More

12

અણજાણ્યો સાથ - ૧૨

શિમલા: ભારતીય લોકો માટે એમનું સ્વિત્ઝર્લેન્ડ, હિમાચલની રાજધાની, હરીયાળી સાથે બરફાચ્છાદિત પર્વતમાળાઓ, મોહી લેતા કુદરતી દૃશ્ય, ચારે બાજુથી રેલાતો બરફીલો ઠંડો પવન, રોમ રોમ ઉત્તેજિત કરી મુકવા માટે કાફી હતો. નવદંપતિઓ માટે હનીમૂન માટેની સર્વોત્તમ જગ્યા એટલે હિમાચલ પ્રદેશની આ બર્ફીલી પર્વત શ્રેણીઓ જેમાં અમુક સમય સુધી જ સૂરજ દાદાના દર્શન થાય એ પણ સવારે 5 વાગે તો સૂરજ ઉગી નીકળે અને પર્વતોને ચીરતો ચીરતો આખા શિમલામાં ફરી વળે. લાંબા સફરથી થાકેલા રાજ અને સપના પણ હમણાં એમના હનીમૂન સ્વિટમાં એકબીજાનો સાનિધ્ય માણી રહ્યાં હતાં, એમનાં સહવાસમાં ખલેલ પાડી રુમ સર્વિસ વાળાએ, જે ...Read More

13

અણજાણ્યો સાથ - ૧૩

મિત્રો, સમય કેટલો જડપથી વહી જાય છે ને, અને માનવી એને પકડી રાખવા કેટકેટલી માથાકુટ કરે છે, રોજ અવનવી કરે છે જેથી ભુતકાળ ની સારી યાદો કંડારી શકેે. માનવની ઔદ્યોગિક ક્રાંતિ માં પણ એક નવું નામ, નવી શોધ ઉમેરાઈ ગઈ હતી, ને એ હતો મોબાઇલ. આજ સુધી કૉડલેસ, ને લેન્ડ લાઈન માં ચાલતો ભારત હવે મોબાઇલ સાથે પા પા પગલી ભરી રહ્યો હતો, ને આ જ મોબાઇલ સપના ની દુનીયા માં પણ પગપેસારો કરવા જઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આગળ શું થશે. હનીમૂન થી આવે ...Read More

14

અણજાણ્યો સાથ - ૧૪

Congratulations, u r pregnant! આ શબ્દો એક દંપતિના જીવન માં કેટલું મહત્વ ધરાવે છે. એજ ક્ષણથી પતિ- પત્ની, પતિ ન રહેતા, મા- બાપ બની જાય છે, ને તૈયારી કરે છે એમના આવનાર સંતાન ના સુખમય ભવિષ્ય માટે ની. એવીજ તૈયારી કરે છે સપના એના આવનાર સંતાનો માટે, પણ સપના કરી શકશે?? ચાલો જાણીએ આગળ. મમ્મી, મમ્મી તમે દાદી બનવાના છો, એ પણ એક નહીં, બે - બે વારસ મારી કુખમાં ઉછરી રહયા છે, લો મમ્મી મોઢું મીઠું કરો ને મને ને અમારા સંતાનો ને આશીર્વાદ આપો મમ્મી, કહેતા સપના મિઠાઈ ...Read More

15

અણજાણ્યો સાથ - ૧૫

કયારેક મનનાં પ્રશ્નો એટલી ભયંકર રીતે બહાર ડોકાય છે, કે ગમે તેટલું દુર હડસેલા પણ હોઠોની સપાટી એ વ્યંગ છોડીને જાય છે, ને માણસ ફરી પાછા એ પ્રશ્નોને ઉકેલતા ઉકેલતા, પોતેજ ઉલજી જાય છે. મિત્રો, સપના ની પરીસ્થિતિ પણ કદાચ એવીજ છે. હા હા ખબર છે કે તમારા મનમાં પણ હજુ કાલ વાળા પ્રશ્નો તોફાન કરે છે,એટલે જવાબ માટે સફરમાં આગળ વધીએ. સપના કેબીનમાં દરવાજા તરફ પીઠ કરીને, બંધ આંખે, ખુરશી પર માથું ઢાળીને બેસી હોય છે, એસી ફુલ પર હોવા છતાં પરસેવે રેબઝેબ, ને ...Read More

16

અણજાણ્યો સાથ - ૧૬

કેટલી નાની છે ને દુનિયા!! ને કેવી બનાવી છે માલિકે આ દુનિયા. જેમાં એણે બધુંજ બનાવ્યું, રાગ, ધ્વેશ,કરુણા, મમતા, ને સૌથી છેલ્લે પ્રેમ! હા પ્રેમ છેલ્લે એટલા માટે કે દરેક સંબંધ માં ઉપરોક્ત ભાવનાઓ, મજબુતીથી પોતાના પાત્રો ભજવી જાય છે, ને છેલ્લે ફક્ત પ્રેમ એકલો રહી જાય છે, ને એ એકલો રહેતો પ્રેમ પોતાના સાથી લાગણી ને ગોતીજ લે છે. જેમાં શારીરિક અંતર મિલોનો હોય છે, પણ લાગણી નો અંતર ફકત એક દિલ બીજા દિલને યાદ કરે એટલોજ. ને આ પ્રેમ શારીરિક જરુરીયાત વાળા પ્રેમ કરત ૧૦૦ ગણું પવિત્ર હોય છે, એ નિષ્પાપ, ને સરળ ...Read More

17

અણજાણ્યો સાથ - ૧૭

કયારેક પોતાના દિલમાં વસતા, જેને આપણે દિલોજાનથી ચાહતા હોઈએ છીએ, એજ વ્યક્તિ આપણને સૌથી વધુ દુઃખ આપે છે, ત્યારે કાંચની માફક તુટી જતા હોઈએ છીએ, પ્રેમ શબ્દ પરથી વિશ્વાસ ઉડી જાય છે, પણ પછી ભગવાન કંઈક એવું કરે છે કે, આપણે ફરી પાછા પ્રેમ ને આપણા જીવનમાં આવકાર આપવા સહમત થઈએ છીએ. સપના સાથે પણ સમયે આવીજ રમત રમી છે, જોઈએ હવે આગળ શું થશે. સપના રુદ્રાક્ષ વિશે વિચારતી કેબીનમાં બેઠી હોય છે, પણ આજ એનું મન એકદમ અશાંત છે, આજ સપના રાજ અને રુદ્રાક્ષ બંને ના વિચાર કરે છે. કે ...Read More

18

અણજાણ્યો સાથ - ૧૮

ગયા ભાગ માં આપણે જોયું કે રુદ્રાક્ષ સપના ના ઘરે ડિનર માટે આવે છે, ને સપના રાજને થાળી આપવા છે, ઉપરનાં રુમમાં કંઈક તૂટવાનો અવાજ આવતા, રુદ્રાક્ષ તે દિશામાં જવા માંગે છે અને વસંત ભાઈ એને રોકી લે છે . હવે જોઈએ આગળ. સપના રાજનાં રૂમમાંથી આંખો લુંછતી, ને ચહેરા પર હંમેશ ની જેમ મુસ્કુરાહટ લઈને બહાર આવે છે, પણ રુદ્રાક્ષે એને આંખો લુંછતા જોઈ લીધી હોય છે. એની દી ને રડતાં જોઈને એને મનોમન ખુબ જ દુઃખ થાય છે, પણ હમણાં ...Read More

19

અણજાણ્યો સાથ - ૧૯

ન જાણ્યું જાનકી નાથે, કે સવારે શું થવાનું છે. આવનાર ક્ષણ કોના માટે કેવી હશે, એ કયાં ખબર પડે જો પડતી હોત તો, મનુષ્ય પોતાની સર્વ શક્તિ દાવ પર લગાવી દે, ભવિષ્ય બદલવા માટે. સપના ને પણ કયાં ખબર હતી, કે સમય આટલો ભયંકર વળાંક લેશે. તો ચાલો જોઈએ સપના નો સફર. સપના નાં ફોન પર અજાણ્યા નંબર થી ફોન આવે છે, એ ફોન રુદ્રાક્ષ ના મમ્મી નો હોય છે. એમણે રુદ્રાક્ષ નાં એક્સિડન્ટ ની જાણ કરવા સપના ને ફોન કર્યો,ને હોસ્પિટલ આવવા જણાવ્યું. રુદ્રાક્ષ નાં ...Read More

20

અણજાણ્યો સાથ - ૨૦

પ્રેમ!!! કેટલાક અલગ અલગ પ્રકાર છે ને, દુનિયા માં પ્રેમનાં, મા-બાપ નો પ્રેમ, પતિ-પત્નિ નો પ્રેમ, દોસ્તી નો પ્રેમ, પછી ભાઈ - બહેન નો પ્રેમ. કદાચ દરેક સંબંધ માં કયાંક ને કયાંક નાનો મોટો સ્વાર્થ છુપાયેલો હોય છે. પણ એક એવો સંબંધ એવો પ્રેમ પણ આ દુનિયામાં હજુ જીવીત છે, કે જેમાં અંશ માત્ર પણ સ્વાર્થ નથી. ને એ છે ઈશ્વર ધ્વારા બનાવેલા એક અણજાણ્યા સંબંધ નો પ્રેમ. જેમ સપના ને રુદ્રાક્ષ નો પ્રેમ. તો ચાલો જાણીએ આ બંને નો અણજાણ્યો સાથ ને આ અવિરત વહેતો પ્રેમ હજુ સપના માટે કેટલા ચડાવ- ઉતાર લાવે છે. ...Read More

21

અણજાણ્યો સાથ - ૨૧ - છેલ્લો ભાગ

સમય દિવસ ને રાત પોતાની વણથંભી ગતિ થી દોડતો આવ્યો છે, નથી કોઈ માટે રોકાયો કે નહીં કોઈ માટે પણ હા સમય ની સાથે ચાલવા આપણને આપણી ગતિ જરૂર વધારવી પડશે. એટલે જ આપણી સપના પણ પંખી લગાવી ને સમય સાથે દોડી રહી છે, ને પોતાના વિતેલા સમય ને ડાયરી માં કેદ કરી રહી છે. છ વર્ષ પહેલાં જયારે મારી પ્રેગનન્સીના સમાચાર સાથે રાજ ને મમ્મીનું વર્તન કેટલું દુઃખ દાયક હતું. રાજ તો અબોર્શન માટે ની તૈયારી પણ કરી આવ્યો હતો, ને મારા વિરોધથી કેટલો રોષે ભરાયો ...Read More