Accompanied by strangers - 14 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૧૪

The Author
Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

અણજાણ્યો સાથ - ૧૪

Congratulations, u r pregnant!
આ શબ્દો એક દંપતિના જીવન માં કેટલું મહત્વ ધરાવે છે. એજ ક્ષણથી પતિ- પત્ની, પતિ પત્ની ન રહેતા, મા- બાપ બની જાય છે, ને તૈયારી કરે છે એમના આવનાર સંતાન ના સુખમય ભવિષ્ય માટે ની. એવીજ તૈયારી કરે છે સપના એના આવનાર સંતાનો માટે, પણ સપના કરી શકશે?? ચાલો જાણીએ આગળ.


મમ્મી, મમ્મી તમે દાદી બનવાના છો, એ પણ એક નહીં, બે - બે વારસ મારી કુખમાં ઉછરી રહયા છે, લો મમ્મી મોઢું મીઠું કરો ને મને ને અમારા સંતાનો ને આશીર્વાદ આપો મમ્મી, કહેતા સપના મિઠાઈ નો ટુકડો વિણા બેન ના મોંમાં મુકવા જાય છે, ત્યાં વિણા બેન સપના નો હાથ પકડી ને રોકી લે છે, ને કહે છે, મિઠાઈ તો હું ખાઈશ પણ આજે નહીં જ્યારે તું તારી કુખે અમારા વંશને જન્મ આપીશ ત્યારે. ને યાદ રાખજે છોકરા જ જણજે, જો છોકરી જણી તો હું તારી છોકરીઓનું મોઢું પણ નહીં જોઉં. અને હવે બહાર કામ ના બહાને રખડવાનું બંધ કરો, ને જરા મારા પર ધ્યાન આપો, મને પેલી બાઈ પાસે નથી ફાવતું. હવે અહીં ઉભી રહી ને મારા નામનું રડવાની જરૂર નથી, હજુ જીવતી છું, આ તારા ખોટા આંસુઓ મારા મરણ માટે બચાવી રાખ. વિણા બેનના કડવા વચનો સાંભળીને સપના ડઘાઈ ગઈ, ને એમને પગે લાગી ને રાજને ખુશ ખબરી આપવા રુમમાં જાય છે.


દરવાજા પર રાજ ને વસંત ભાઈ ની બોલાચાલી સાંભળી હતી સપના એ, પણ એક પુરુષ માટે બાપ બનવાના સમાચાર કરતાં કોઈ બીજી વાતો મોટી મહત્વ ની નથી હોતી.
એ વિચારે સપના આંસુ લૂછી, હસતું મોઢું રાખી ને રુમમાં આવે છે, રાજ બારી પાસે ખુરશી પર બેસીને કોલેજ નો કામ કરી રહ્યો હતો, ને સપના એને પાછળથી ગળે લગાવી ને પ્રેમ થી ગાલ પર કિસ કરે છે, ને રાજ ને ઉભો કરીને રાજ ના હાથ પકડી, પેટ પર રાખે છે. રાજ કંઈ સમજે એ પહેલાં જ સપના ફરી રાજ ને પોતાના આલિંગન માં લઈને કહે છે, રાજ આપણે બે માંથી ચાર બનવા જઈ રહ્યા છીએ, હા રાજ તમે પપ્પા બનવાના છો, ને એ પણ બે-બે બાળકો ના, જુડવા છે રાજ, હું બઉજ ખુશ છું રાજ આજે, લો આ ખુશી માં મિઠાઈ ખાઓ ને મને પણ ખવડાવો, હું તમારા હાથે જ ખાઈશ.

મિઠાઈ નો ટુકડો રાજ ને ખવડાવવા જાય છે ત્યાં જ
રાજ હાથ રોકી લેતા કહે છે, સપના તું મા બનવાની છે, પણ આપણે તો હજુ લગન ને વરસ પણ નથી થયું, ને આટલુ જલ્દી આટલી મોટી જવાબદારી! ના સપના હું આ જવાબદારી ઉપાડી શકવા હમણાં માનસિક રીતે તૈયાર નથી, ને તું મને પુછયા વગર એકલી નિર્ણય કેવી રીતે લઈ શકે છે?? હજુ મમ્મી ની સારસંભાળ ની જવાબદારી, પણ તો છે, એમાં બે બે બાળકો, ના. ને કદાચ બંને છોકરીઓ હશે તો? ના ના મારે તો છોકરા જોઈએ છે, પણ હમણાં નહિ,ના સપના હમણાં નહીં હજુ ૨ - ૪ વરસ પછી વિચારશુ. કહીને રાજ ઘરની બારે જતો રહ્યો, પણ સપના! તુટી ગયી સપના, એની ખુશી તો આવતા પહેલાં જ લુંટાઈ ગઈ. એ વિચારતી હતી કે કેમ રાજ ને જરા પણ ખુશી ન થઈ, કોઈ આટલુ કઠોર કેમ હોઈ શકે? આજ સપના રડી, ખુબજ રડી, એને એવુ લાગતું તુ કે જાણે કોઈ એ ગરમ ધગધગતો લાવો એના પર છોડી રહયું હોય. બાપ બનવાની જેને ખુશી ન હોય એ વ્યક્તિ પાસે હવે બીજી પણ કોઈ અપેક્ષા રાખવી યોગ્ય નથી. ને અંતે મન કઠણ કરીને પોતાના કામમાં પરોવાઈ જાય છે.
સાંજે રાજ ઘરે આવે છે ને સપના ને કહે છે, સપના ચાલ મારી સાથે, ડૉ પાસે મેં અપોઈંટમેન્ટ લીધી છે.
સપના પુછે છે, પણ ડૉ, પાસે શું કામ?? આજ સવારે જ ડૉ, એ એકદમ વ્યવસ્થિત ચેકઅપ કર્યુ છે અને બધું નોર્મલ જ છે. તો પછી હમણાં શા માટે જવુ છે, હું નથી જવાની કયાંય પણ.
સપના ની વાત થી રાજને ગુસ્સો આવે છે, અને તે સપના નો હાથ પકડી ને કહે છે કે કીધું ને તને કે ડૉ, પાસે જવું છે, એટલે જવું છે, વધારે સવાલ જવાબ ના કર. પણ સપના જગ્યાએથી હટતી જ નથી, ને કહે છે, જયાં સુધી ડૉ, પાસે જવાનું કારણ નહીં કહો ત્યાં સુધી હું કયાંય નહીં જાઉં. એટલે રાજ કહે છે, મારે હમણાં આ બાળકો નથી જોઈતાં, એટલે તારુ અબોર્શન કરાવા જવું છે. રાજ પોતાના શબ્દો પુરા કરે એની પહેલા જ રાજ ના ગાલે જોરદાર થપ્પડ ચોંટે છે.

રાજ તો ગાલે હાથ ધરી ને આંખો ફાડી સપના ને જોતો રહી જાય છે, હા રાજ મેં જ તને થપ્પડ માર્યો. આજ સુધી સપના તારી બધી જ મનમાની સહેતી આવી છે રાજ, પણ આજ તે એક મા ની સામે એના બાળકો ને મારવાની વાત કરી, સપના બધુ સહન કરશે રાજ, પણ, પણ એક મા, મા ની મમતા નહીં કરે. રાજ ને સપના નો ઝગડો સાંભળી ને વસંત ભાઈ ત્યાં આવે છે, એટલે સપના એક ડરેલા પારેવા ની જેમ પપ્પા ની છાયામાં છુપાઇ જાય છે, ને એમને બધી વાત કહે છે. વસંત ભાઈ રાજ ને સમજાવે છે, ગુસ્સો કરે છે, વિનંતી પણ કરે છે, પરંતુ રાજ એક નો બે ન થયો, એના માથે જાણે સપના ને એના સંતાનો ને મારવાનું જુનુન ચડયો હોય, એમ રાજ વસંત ભાઈ ને ધકેલી ને સપના ને મારવા માટે આગળ વધે છે, અને જયાં મારવા હાથ ઉગામે છે ત્યાં જ એના માથે જોરથી પ્રહાર થાય છે, ને રાજ પપ્પા કહેતા જમીન પર ઢળી પડે છે, ને સપના ના મોં માંથી રાજજજજજજ ની ચીસ નીકળી જાય છે.

રાજજજજજજ, સપના ની જોરદાર ચીસ સાંભળી ને મિલી અને અક્ષય દોડતા આવે છે. મિલી કહે છે, મેમ શું થયું?? તમે કેમ આમ ચિસ પાડી, તમારી તબીયત સારી ન હોય તો ડૉ, ને બોલાવું?? પણ સપના ના પાડે છે, ને પાણી પી ને સ્વસ્થ થતાં કહે છે, મિલી હું ઉપર મારી કેબીનમાં છું, રુદ્રાક્ષ આવે એટલે એને ઉપર મોકલજે. ને અક્ષય આ આજના ઓર્ડર છે, કસ્ટમર્સ ના ઘરે ડિલીવરી કરી ને તું ઘરે જઈ શકે છે, ને મિલી રુદ્રાક્ષ આવે એટલે નાસ્તો આપીને તું પણ ઘરે જતી રેજે, મારે રુદ્રાક્ષ સાથે થોડું કામ છે, જે પતાવી ને હું બંધ કરી દઈશ, તું ચાવી મને આપી દે. આટલું કહીને સપના પોતાની એસી કેબીનમાં પણ પરસેવે રેબઝેબ થઈ ને બેસી રુદ્રાક્ષ ની રાહ જોય છે.


આ શું મિત્રો, સપના કયા હતી? રાજ નું શું થયું?
આ બુટીક? મિલી? અક્ષય? ને સૌથી અગત્યની વાત રુદ્રાક્ષ??
કોણ છે આ બધા?
તમને પણ આવા બધા પ્રશ્નો થાય છે??
જો હા તો તમારા બધા જ પ્રશ્નો ના જવાબ મળશે આવતા ભાગ માં. ત્યાં સુધી વિચાર કરતા રહો. ને મને રજા આપો.
હા તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેન્ટ કરતાં રહેજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏