Accompanied by strangers - 9 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૯

The Author
Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

અણજાણ્યો સાથ - ૯

મિત્રો, સપનાની સફર આજથી એક નવો ટ્વીસ્ટ લઈ રહી છે, હા, સપના નાં લગ્ન થઈ રહ્યાં છે." લગ્ન " એક સામાજિક પ્રક્રિયા છે, જેમાં બંન્ને પાત્રો ની જીંદગી ના લખાણ જ બદલાઈ જાય છે, કંઈક એવોજ બદલાવ આવી રહ્યો છે સપના અને રાજ ના જીવન માં, તો ચાલો આપણે જાણીએ આગળ શું થાય છે.


રાજ અને સપનાની ઈચ્છાનુસાર વસંત ભાઈ લગ્ન માટે માની જાય છે, પણ સામે શરત મુકે છે કે, ભલે સાદગી થી થશે, પણ પુરા રીતિરિવાજ થી થશે, વધારે લોકો નહી હોય, પણ ખાસ નજીક નો પરીવાર અને બીઝનેસ પરીવાર હશે, ને મહેંદી, પીઠી(હલ્દી), સંગીત, અને પુર્ણ વિધિ વિધાન સાથે લગ્ન. બોલો હવે તમને મંજૂર છે, બંન્ને એકબીજાની આંખો માં જોઈ ને હા કહે છે, એટલે વસંત ભાઈ ખુશ થાય છે, જમીને તરત ગોર મહારાજ ને ફોન લગાવી ને આવતી કાલે ઘરે આવવા કહે છે, સપના કિચનનુ કામ પતાવી ને રુમમાં જાય છે, જ્યાં રાજ એની રાહ જોતો બેઠો હોય છે.
રાજ તું હજુ સુધી જાગે છે, કેમ ઊંઘ નથી આવતી?? કે પછી લગ્ન ના નામથી ડર લાગે છે, કહીને સપના રાજ ની મસ્તી કરે છે પણ, રાજ તો એકદમ સિરીયસ મુડમાં હતો, સપનાનો હાથ પકડી એને બારી પાસે લઈ જાય છે, સપના ને રાજ નું વર્તન થોડુ ગંભીર લાગ્યું એટલે એ પણ સિરીયસ થતાં બોલી, શું થયું રાજ? કોઈ ટેન્શન? લગ્ન નુ? જો તારે ન કરવા હોય તો વાંધો નહીં આપણે પપ્પા ને કહી દેશું કે હમણાં અમે તૈયાર નથી, થોડો સમય આપો. સપનાની વાત સાંભળીને રાજ હસે છે, ને અચાનક જ સપના ને ગળે( hug) લગાવી લે છે, ને કહે છે, સપના I love you. સપના પણ રાજને પુરો સહકાર આપે છે, ભગવાન પણ જાણે આ પ્રેમની સાક્ષી પૂરતો હોય તેમ, કયાંકથી વાગતા ગીતનાં શબ્દો બંન્ને ના કાને અથડાય છે, ને બંન્ને સાથે ગણગણાય છે.
"લગજા ગલે, કે, ફિરયે, હસી રાત હો ન હો,
શાયદ, ફિર ઈસ જનમ, મે, મુલાકાત હો ન હો,
લગજા ગલે સે સે".
ગીતનાં શબ્દે ખોવાતો રાજ સપનાને પોતાના પ્રેમ માં તરબોળ કરવા આગળ વધે છે, પણ રોમાંચિત થયેલ રાજનાં રોમાંસ નાં ફુગ્ગા માં સપના વાસ્તવિકતા ની સોય ખુંપાવી ને ફોડી નાખે છે, ને રાજ ને કહે છે, મિ.રાજ જોષી હજુ મને ઓફીશીયલ મિસિસ. સપના રાજ જોષી બનવાને વાર છે, સંબંધ પર હજુ લગ્ન ની મહોર લાગવાની બાકી છે, ત્યાં સુધી તમારા ઈમોશન્સ પર કાબુ રાખો. આટલું સાંભળતા જ રાજ ઉદાસ થઇ ને સુઈ જાય છે, ત્યાં સપના એની પાસે જઈને એને હળવેથી ગાલ પર કિસ કરે છે, ને શરમાઈને પડખું ફેરવી ને સુઈ જાય છે,
આજ સવાર સવાર માં સપના પોતાની જ મસ્તી માં કામ કરતી જાય છે,ને રાજ ની રાતની વાત વિશે વિચારતા શરમાઈ જાય છે. સાંજે ગોર મહારાજ આવે છે, ને લગ્ન ના મુહુર્ત જોવે છે, ને સંજોગવશ એક જ તારીખ મળે છે, ને એપણ આવતા મહિનાની ૨૦ એટલેકે રાજ ને સપનાની સગાઈ ની તારીખ, મહારાજ ની વાત સાંભળી ને બધા જ ખુશ થાય છે, ને ૨૦ તારીખ નક્કી કરીને, પહેલું આમંત્રણ ને દક્ષિણા આપીને મહારાજ ને વિદાય આપે છે. હવે બધા લોકો કામ વહેંચી લે છે, ને લાગી જાય છે લગ્ન ની તૈયારી માં.
સપના એ બધા માટે બધી રસ્મો માટે એને અનુસાર કપડાં તૈયાર કર્યા છે, મહેંદી માટે-મહેંદી ગ્રીન, હલ્દી માટે યેલ્લો, સંગીત માટે ઓરેંજ, ને લગ્ન માટે રાજ માટે મરુન-ગોલ્ડન શેરવાની, ને પોતાની મટે લાલ-લીલુ ઘરચોળું, વિણા બેન માટે ડિઝાઈનર સાડી, વસંત ભાઈ માટે, વિણા બેન સાથે મેચિંગ બ્લેઝર. બધા ને કપડાં ટ્રાયલ માટે આપે છે, જેથી છેલ્લી ઘડીએ પરેશાન ન થાવુ પડે, પણ.....
ઘરચોળું જોતા આંખો છલકાઈ જાય છે, આજ એને એના પરીવાર ની ખૂબ જ યાદ આવે છે, પણ અહીં કોઈ ને તકલીફ ન પડે, એટલે પોતાના રુમમાં જઈને રડી પડે છે, જાણે પપ્પા સાથે વાત કરતી હોય, એમ બોલે છે, પપ્પા મારી જીંદગી ના સૌથી અમુલ્ય સમય મા તમારા બધા ની બઉ યાદ આવે છે, પપ્પા, I miss you all. ત્યાં જ વસંત ભાઈ રુમ નો દરવાજો ખટખટાવે છે, એટલે સપના આંખો લુછી એમને અંદર આવવા માટે કહે છે, વસંત ભાઈ એના માથે હાથ મુકે છે ને કહે છે, પપ્પા ની યાદ આવે છે ને, ને વસંત ભાઈ ના પુછવાથી સપના ફરી રડી પડે છે, એટલે વસંત ભાઈ સપના ના હાથ માં એક બેગ આપે છે ને કહે છે, જરા ખોલીને જો બેટા, સપના જયાં ખોલીને જુએ છે ત્યાં એની આંખો માં આંસુ સાથે ચમક હોય છે, ને એ ચમક હોય છે, પાનેતર અને એની સાથે આપેલા દાગીના ની. સપના કહે છે, પપ્પા આ દાગીના તો......
હા બેટા તારી મમ્મી ના છે, હું કાનપુર થી લઇને આવ્યો તો, તને એજ દિવસે આપવાનો હતો, પણ તે ઉદાસ થઇ ને અબોલા લઈ લીધા તા એટલે એ સમયે ન આપ્યાં, ને લગ્ન માટે સાચવી રાખ્યા. હવે તને કોઇ કમી મહેસુસ નહિ થાય, કેમ કે તારો કન્યાદાન પણ હું જ કરીશ. આટલું સાંભળી સપના વસંત ભાઈ ને ભેટી પડે છે.
સમય વહેતી નદી ની જેમ વહેતો જાય છે, જોત જોતાં જ મહેંદી નો દિવસ પણ આવી પહોંચ્યો, સપના ના હાથ માં રાજનાં નામની મહેંદી સરસ રંગાઈ તી. મહેંદી પછી બીજા દિવસે પીઠી હતી, સૌ પ્રથમ વસંત ભાઈ એ સપના ને પીઠી લગાવી ને પિતા ની ફરજ પુરી કરી, ત્યારબાદ વારા ફરતી બધાએ રાજ અને સપના ને પીઠી લગાવી. હવે આજ સંગીત હતુ, રાજ બેસબરી થી સપના સાથે ડાઁસ કરવા તડપી રહયો હતો, બધા લોકો સંગીત ના તાલે જુમી રહ્યા હતા, ત્યાંજ રાજ હળવેથી મ્યુઝિક બદલીને કપલ ડાઁસ થાય એવો ગીત લગાવે છે, એટલે બધા પોતાના કપલ સાથે ડાઁસ કરે છે, ને રાજ સપના નો હાથ પકડી એને બધાની વચ્ચે લઈ જાય છે ને બંને ગીત નાં શબ્દો માં ખોવાઇ જાય છે.
" જબ કોઈ બાત બીજા જાયે,
જબ કોઈ મુશ્કીલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા,
ઓ હમનવાાાા.......ઝ "
સપના રાજ માં ખોવાયેલી હોય છે, એ જોઇ રાજ સપના ને માથે કીસ કરે છે, ને સપના શરમાઈને રાજની બાહોંમાં સમાઈ જાય છે, ત્યાં ગીત ના શબ્દો સંભળાય છે,

" વફાદારી કી લો રસમે,
નીભાયેંગે હમ તુમ કસમેં,
એક ભી સાંસ જીંદગી કી,
જબ તક હો અપને બસમેં.
તુમ દેના સાથ મેરા,
ઓ હમનવાાાા...... ઝ".
સંગીત પુરો થાય છે, બધા લોકો ખૂબ જ થાકી ગયા હોય છે, એટલે જલ્દી સુઈ જાય છે, બીજા દિવસે લગન હતા, એટલે સવારે ફે્શ રહે, ને ચહેરા પર થાક ન દેખાય માટે રાજ ને સપના પણ જલ્દી જ સુઈ જાય છે, આવતી કાલ નો સુરજ બંને ની જીંદગી માં નવો રંગ પુરવા આતુર છે.
મળીએ આવતી કાલે સપના- રાજ# સરાજ ના લગ્ન માં ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ🙏🙏🙏

આપના અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી ને જરૂર જણાવજો.