Accompanied by strangers - 7 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૭

The Author
Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

અણજાણ્યો સાથ - ૭

ચાલો મિત્રો સપનાની સફર ને આગળ વધારીએ.
સપના હવે સ્વસ્થ થવા લાગી હતી, એણે એના સાસુ, સસરા ને મમ્મી-પપ્પા તરીકે સ્વીકારી લીધા, ડૉ, ની સલાહ મુજબ જોશી પરીવાર સપનાનો ખુબજ ધ્યાન રાખતુ, સપના હવે ઘરકામમાં પણ મદદ કરવા લાગી હતી, પણ આ નવી સપના માં જુની સપના ક્યાંક ખોવાઇ ગઈ હતી, હજુ પણ રાત્રે એને ઊંઘ નોતી આવતી, ને જો ભૂલેચૂકે આવી જાય તો અડધી રાતે ઉડી જતી, દિવસે બધા લોકો સામે શાંત રેતી સપના, એની રાતો , એના પરીવારની યાદ મા રડી રડીને વિતાવતી. આવીજ રીતે એક રાતે સપનાને જલ્દી ઊંઘ આવી જાય છે, ને એને એના પપ્પા સપના માં દેખાય છે, જાણે સાક્ષાત ઉભા ન હોય.સપનામાં દિપક ભાઈ ને સપના નો સંવેદનશીલ સંવાદ.
(દિપક ભાઈ સપના ને સાદ પાડે છે, સપના બેટા, પપ્પા ને જોતાજ સપના તો એમને વળગી પડે છે, ને સવાલોનો મારો કરે છે, કેમ પપ્પા, કેમ મને એકલી મુકીને જતા રહ્યા છો પપ્પા, તમારી બઉ યાદ આવે છે પપ્પા, મને મારો પરીવાર જોઈએ છે પપ્પા, તમે, મમ્મી, કિરુ દિ, મીરાં દિ, મારો મોક્ષ, મને તમારા બધાંની જરુરત છે પપ્પા, પપ્પા મારી ખાતર આવો પપ્પા, કહેતી સપનાને એના પપ્પા શાંત થવાનુ કહે છે, ને બાજુમાં સુતેલા રાજ સામે જોઈ ને કહે છે, સપના બેટા શાંત થા, જો ભગવાને અમને બોલાવ્યો, કદાચ આ ધરતી પર અમારો સમય પુરો થઈ હશે, આપણા સંબંધોને ભગવાને આટલા સુધી જ લખ્યો હશે, જે થવાનું હતું તે થઈ ગયુ, હવે જો તુ આમ રડતી રહીશ તો કેમ ચાલશે બેટા, તારી સામે તારી આખી જીંદગી પડી છે, ને હવે આ ઘર, પરીવાર, ને, રાજ જ તારો સંસાર છે, ને તારે હવે આ ઘર પ્રત્યે તારી ફરજો બજાવવાની છે, એક દિકરી થઈ ને, એક વહુ થઈ ને, એક પત્ની થઈ ને, ને એક પ્રિયતમા થઈ ને, તારે તારા દરેક કર્તવ્ય નિભાવવા છે, ને એટલે જ હું આજે તારી પાસે કંઈક માંગુ છુ, બેટા આપીશ ને મને, એટલે સપના કહે છે પપ્પા તમારી માટે તો હમણાં જીવ પણ આપી દઉં, તમે કયો ફક્ત હું તમારી બધી ઈચ્છા પુરી કરીશ, એટલે દિપક ભાઈ બોલ્યા, તારે અમને યાદ કરીને આજ પછી કોઈદી રડવાનું નથી, તારા આ આંસુઓ મને આપી દે મારી દીકરી, ને ઊગતા સુરજની સાથે નવા વિચારો સાથે, તારો નવો સંસાર માંડ, તું સુખી થાય ને તારી સાથે આ ઘરને પણ સુખી કર. હવે સપના દિપક ભાઈ ને વચન આપે છે, ત્યાં જ દિપક ભાઈ સપના ને માથે હાથ ફેરવી આશીર્વાદ આપે છે, કહે છે સુખી થા બેટા, હું હંમેશા તારી સાથે જ છું.)
સપના ની આંખો ખુલે છે, ને જોવે છે ત્યાં સુતેલા રાજ સિવાય કોઇ હોતું નથી. એટલે સપના કંઈક વિચાર કરતા કરતા પાછી સુઈ જાય છે.
બીજા દિવસ નો સુરજ સપના માટે નવી જીંદગી લઈને ઊગ્યો હતો, આજ એ સૌથી પહેલા જાગી જાય છે, નિત્યક્રમ પતાવી ને કિચનમાં જાય છે, બધા માટે ચા ☕ નાસ્તો તૈયાર કરે છે, આ બાજુ વસંત ભાઈને સરસ ચાની સુગંધ આવતા, ઉઠે છે, ને જુએ છે કે હજુ તો વિણા સુતી છે, તો આ ચા??? તેઓ ઉમંગ ભેર જઈને જોવે છે, તો, તો એમનાં આશ્ચર્ય નો પાર નોતો, તેઓ કિચન મા સપનાને જોતા, જાણે સાક્ષાત અન્નપૂર્ણા જોઈ હોય, એટલી ખુશી થી રાજ અને એમની પત્ની ને જોર જોરથી બૂમો પાડવા માંડ્યા, એમનો અવાજ સાંભળતા જ રાજ અને વિણા બેન જરુંર કંઈક અજુગતું થવાના એંધાણ સાથે દોડતા આવે છે, ને જુએ છે કે વસંત ભાઈ ની આંખો ભીની હતી, ને તેઓ કિચનમાં જોઈ રહ્યા હતા, ત્યાં જ સપના હાથમાં ચા- નાસ્તો લઈને આવે છે, ને ટેબલ પર મુકે છે, પછી પાછળ ફરી ને વસંત ભાઈ અને વિણા બેન ને પગે લાગે છે ને કહે છે, મમ્મી-પપ્પા મને આશીર્વાદ આપો, આજથી હું સપના મારી નવી સફર શરૂ કરવા જઈ રહી છું, એમાં તમારા સાથ સહકાર ને પ્રેમ ની ખૂબ જ જરૂર છે, પછી ત્રણેય સામે જોઈ ને બોલે છે,આપશો ને???? સપનાનું નવસર્જન જોતા ત્રણેય એક સાથે હા બોલી ઉઠ્યા. ને આજ ફરી એક વાર વસંત ભાઈ ના ઘર વસંત વિહાર માં સોનાની સવાર ઊગી છે.
બીજા દિવસે સપના રાજ ને કહે છે, રાજ હવે મારી તબીયત એકદમ સારી છે, તો હવે મારે મારો સ્ટડી પુરી કરવી છે, તો હું કૉલેજ જોઈન કરું, એમ પણ ઘણું બધું અધુરુ રહી ગયું છે, એટલે રાજ પણ ખુશ થઈને હા પાડે છે, એટલે સપનાનો અભ્યાસ ચાલુ થાય છે, હવે સપના પેલા કરતાં પણ વધારે મહેનત ને ખંતથી બધુ શિખે છે,
એક સાંજે બધા જમતા હતા ત્યારે વસંત ભાઈ કહે છે કાલે સવારે હું ૧૫-૨૦ દિવસ માટે અગત્યના કામ માટે બહારગામ જવાનો છું. સાંભળી ને સપના ઉદાસ થઇ જાય છે, ને કહે છે પપ્પા જલ્દી આવજો, તમારા વગર સુનુ સુનુ લાગશે બધુ. એટલે વસંત ભાઈ એના માથે હાથ ફેરવી ને કહે છે, હા મારા દિકરા, તારા વગર મને પણ નહિં ગમે, પણ કામ જરુરી છે, એટલે જવું પડશે, સપના ભલે કહીને કિચનમાં જતી રે છે, બીજે દિવસે વસંત ભાઈ નીકળતા હતા ત્યાં જ સપના એમનાં હાથમાં એક નાની બેગ આપીને કહે છે, આમાં રસ્તા માટે નાસ્તો ને જમવાનું છે, એટલે જમતી વખતે હું યાદ આવીશ. વસંત ભાઈ ખુશ થઈને બેગ લઈને નીકળી જાય છે.

મિત્રો, આમ અચાનક વસંત ભાઈ ક્યાં જાય છે, ને હવે સપના નો આગળ નો સફર કેવો રહે છે, એ જાણવા માટે આપણે મળીએ આવતી કાલે, ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ🙏🙏🙏.

અને હા મિત્રો તમને જો સપના ના સપનાની આ સફર ગમતી હોય તો તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેન્ટ કરી ને જરુર જણાવજો.
આવજો 🙏🙏🙏