Accompanied by strangers - 21 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૨૧ - છેલ્લો ભાગ

The Author
Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

અણજાણ્યો સાથ - ૨૧ - છેલ્લો ભાગ

સમય દિવસ ને રાત પોતાની વણથંભી ગતિ થી દોડતો આવ્યો છે, નથી કોઈ માટે રોકાયો કે નહીં કોઈ માટે રોકાશે. પણ હા સમય ની સાથે ચાલવા આપણને આપણી ગતિ જરૂર વધારવી પડશે. એટલે જ આપણી સપના પણ પંખી લગાવી ને સમય સાથે દોડી રહી છે, ને પોતાના વિતેલા સમય ને ડાયરી માં કેદ કરી રહી છે.


છ વર્ષ પહેલાં જયારે મારી પ્રેગનન્સીના સમાચાર સાથે રાજ ને મમ્મીનું વર્તન કેટલું દુઃખ દાયક હતું. રાજ તો અબોર્શન માટે ની તૈયારી પણ કરી આવ્યો હતો, ને મારા વિરોધથી કેટલો રોષે ભરાયો હતો, એટલે એણે મને જ મારવા માટે જબરદસ્તી કરી રહ્યો હતો, પણ ઘડીનાં છેલ્લા ભાગમાં પપ્પા એ મને બચાવી લીધી. મને બચાવવા પપ્પા એ રાજ નાં માથે વાર કર્યો હતો, એ વાર એટલો જોરદાર હતો કે રાજ સહી ન શકતા જમીન પર ઢોળાઈ ગયો, એના માથામાંથી લોહી વહેવા લાગ્યું. ને હું રાજજજજજજ નામની બુમ સાથે બેહોશ થઈ ગયી.
હોશ આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતી, પપ્પા બેઠા હતા બાજુમાં, મને હોશમાં આવેલી જોઈને ખુબ ખુશ થયા, ને ડૉ. ને બોલાવી લાવ્યા. ડૉ ના કહ્યા પ્રમાંણે હું એકદમ સ્વસ્થ હતી ને મારા બાળકો પણ બંને બરાબર હતા. ડૉ મને ડિસ્ચાર્જ આપી દીધો.
પપ્પા ને મે રાજ વિષે પુછતાં બિચારા રડી પડયા. મને બચાવવા એમણે એમનાં સગા પુત્ર પર વાર કયોૅ હતો. રાજ ને માથામાં ગંભીર રીતે ઈજા થઈ હતી, ને રાજ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. પપ્પા અમને બંને ને ઘરે લાવે છે, પણ રાજ ની આવી હાલત માટે મમ્મી મને જ દોષી ઠરાવતા હતા. બસ એ દિવસછે ને આજનો દિવસછે રાજ ને મમ્મી નો મારા પ્રત્યે નો વર્તન જરાય પણ બદલાયું નથી. રાજ દિવસે ને દિવસે વધુ હિંસક બનતો જાય છે, એની શારીરિક ભુખ ભુખ્યા વરુ ની જેમ વધતી જાય છે. એણે ઘણી વખત મને અસહ્ય યાતનાઓ આપી છે. પણ રાજ ને એક દિવસ મારો પ્રેમ બદલી નાખશે એ વિચારે હું એનો બધો જુલમ સહેતી ગયી.

ઈશા મને આખા ઘરમાં શોધતા શોધતા રાજ નાં રુમમાં આવી પહોંચી. રાજને જોતા જ ડરીને પાછી બહાર નીકળવા જાય છે ત્યાં જ રાજ એને પકડી લે છે. પારેવા ની જેમ ડરેલી મારી ઈશા પપ્પા મને જવા દો, પ્લીઝ પપ્પા મને જવા દો. હું બીજી વાર નહીં આવું તમને પરેશાન કરવા. કહીને કરગરી રહી હતી, ૬ વર્ષ નાં કુમળા ફુલ ને શું ખબર કે એનો સગો બાપ એની સાથે શું કરી રહયો હતો. રાજની અંદર નો હિંસક પ્રાણી આજ વધારે હિંસક બન્યો હતો, એ આજ મારી ફુલ જેવી કોમળ ઈશા સાથે જબરદસ્તી કરીને, એને પીંખી ને પોતાની ભુખ પુરી કરી ને એને હંમેશા માટે શાંત કરાવી દેવા માંગતો હતો. ને જો ભગવાન ની કૃપા થી હું ત્યાં સમયસર ન પહોંચી હોત તો........
પણ ના હું પહોંચી, મારી ઈશા ને એ હૈવાન થી છોડાવવા માટે,
આજ જાણે મારામાં કોઈ અદૃશ્ય શક્તિ વાસ કરી ગઈ હોય એમ મેં મારી દિકરી ને બચાવવા એ પશુને હંમેશા માટે શાંત કરી દીધો. હા મેં રાજ ને મારી નાખ્યો. ને મને ને મારી દિકરીઓને હંમેશા માટે એક દર્દ ભરી જીંદગી થી આઝાદી અપાવી દીધી.


ડાયરીમાં આટલું લખતા, જાણે સપના હજુ હમણાં જ એ ક્ષણ જીવી હોય એવું દર્દ એના ચહેરા પર ઉપસી આવ્યું. પણ પોતાના ડર અને દર્દ ને ડાયરી સાથે હંમેશા માટે બંધ કરીને આજ સપના પોતાના નવી જીંદગી ની શરૂઆત કરી ચુકી હતી. જેમાં વસંત ભાઈ એક આદર્શ પિતા ને જીગરજાન દોસ્ત ની જેમ હંમેશા સપના ની પડખે રહયા. રાજ નાં મોતનો આઘાત સહન ન થતાં વિણા બેનને હ્રદયરોગનો હુમલો આવે છે ને સપના ને હંમેશા ખરી ખોટી સંભળાવતા વિણા બેન પણ હંમેશા માટે શાંત થઈ જાય છે. હા વસંત ભાઈને એમના જવાનું દુઃખ થયું જ પણ કરમ ની કઠણાઈ ને સમજી ને એ પોતાનું દુઃખ ભુલવાની કોશિશ કરતાં હતા. આ બાજુ રુદ્રાક્ષ હવે ૧ વર્ષ ની અથાગ મહેનત બાદ એકદમ બરાબર થઈ ગયો છે. ને સપના ની ડાયરી વાંચી ને સપના નાં દુઃખ વિષે વિચાર કરી રહ્યો છે.


૧૫ વર્ષ બાદ

હવે ઘરની જવાબદારી ઈશા- દિશા એ બરાબર સંભાળી લીધી છે, ને સાથે સાથે દાદુ ને પણ. વસંત ભાઈ હવે થાકયા હતા, ઉંમર ને સમય સાથે હવે ઈશ્વર ભક્તિ માં વધુ સમય પસાર કરતાં. ઈશા-દિશા તો જાણે સપના નાંજ પડછાયા ન હોય, ને એમનામાં સંસ્કાર પણ વસંત ભાઈ ને સપના એ એકદમ ઉચ્ચ પૂર્યા હતા. આ ૧૫ વર્ષ માં સપના એ રુદ્રાક્ષ સાથે મળીને એક નવું બુટિક શરું કર્યુ હતું, બંને ભાઈ બહેન સાથે મળીને કામ કરતા, સપના રુદ્રાક્ષ નાં લેખનમાં સાથ આપતી, ને રુદ્રાક્ષ સપના ને ડિઝાઇનીંગ માટે નવા નવા આઈડિયા આપતો.

જેને સપના ને રુદ્રાક્ષ નાં સંબંધ ની જાણ ન હોય એ લોકો માટે તો આ એક આદર્શ કપલ હતા. પણ જેમણે એમને નજીક થી જોયા છે, સમજયા છે, એમના માટે દોસ્તી સાથે ભાઈ બહેન નાં સંબંધ નો ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે સપના ને રુદ્રાક્ષ. બંનેની જાન વસતી તી એકબીજા માં. ને સપના સાથે એનો પ્રેમ કોઈનાથી બાટવો ન પડે એટલે રુદ્રાક્ષ એ આજીવન અખંડ રહેવાનો નિર્ણય લીધો હતો, જે જબરદસ્તી બધાને માનવો પડયો હતો. રુદ્રાક્ષ માટે સપના ભગવાન હતી, ને સપના માટે રુદ્રાક્ષ શ્વાસ.
એકબીજા સાથે સ્નાન સુતકનો પણ સંબંધ ન હોવા છતાં, બંને આજીવન એકબીજા નો અણજાણ્યો સાથ બની રહયા.

સમાપ્ત.


આટલું બોલતા જ ઈશા ની આંખો ભરાઇ ગઇ. પણ પોતાની જાતને સંભાળી ને ઈશા પોતાની બુકનું વિમોચન કરે છે, ને કહે છે આ બુક મારી મમ્મી અને મારા મામા રુદ્રાક્ષ ને સમર્પિત છે, જે ૧ વર્ષ પહેલાં જ આપણને છોડીને આ ફાની દુનિયા ને વિદાય કહી ગયા.

મિત્રો, સપના નો અણજાણ્યો સાથ અહીં પુરો થાય છે, ને મને આશા છે કે આપને આ સાથ ગમ્યો હશે. પણ એક વાત જરૂર કહીશ કે સપના ને રુદ્રાક્ષ જેવો અમુલ્ય પ્રેમ દરેકને નથી મળતો, ને જો મળે ને તો સાચવીને રાખજો. બાકી એક સ્ત્રી ને પુરુષ વચ્ચે શરીર સિવાય પણ અણમોલ સંબંધ હોય છે.

તમારા અમુલ્ય પ્રતિભાવો મને કોમેન્ટ કરી ને જરૂર જણાવજો..
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏

આ વાર્તામાં જે સપના અને રુદ્રાક્ષનો પ્રેમ છે તેઓ જ અમૂલ્ય પ્રેમ મારો અને મારા ભાઈ અંકિત ચૌધરી શિવનો છે. જે મને માતૃભારતી ઉપર મળ્યા હતા અને તેમને વાંચતા-વાંચતા અમારી મિત્રતા અને પછી અમારો ભાઈ-બહેનનો સંબંધ દિવસેને દિવસે ગાઢ થતો ગયો અને અમારા આ ભાઈ બહેનના સંબંધ ઉપરથી ઇન્સ્પાયર થઈને મેં આ વાર્તા અણજાણ્યો સાથ લખી છે.
અજાણ્યો સાથ આમ જીવનની સચ્ચાઈ બની ગયો,
લોહીનો સંબંધ ન હોવા છતાં પોતાનો બની ગયો

Anku veera Thnk u so much for supporting me.