plz read my last post then continue here...
પાછા વળતાં પંખી ની ચહેકાટ ભૂલાવતી જાતી જે;
તારા કર કંકણ ની રણકાર જ કંઇક ખાસ હતી.
તાલ મિલાવતી ડગલે પગલે ઘટા જાણે સરસરતી;
તારી પાયલ ની છમછમ, લાગ્યો એનો લિબાસ હતી.
કરતી મદમસ્ત મને ત્યારે મોસમ ની એ માદકતા,
પ્રસરેલી એનાં કણકણમાં તારા તન ની ભીનાશ હતી.
થયું વીતી જાય આ જીંદગી આમ જ "નીલ" ગગન તળે;
દુનિયા સમાઈ હતી તારા માં ને તું જ આસપાસ હતી.
~નિરલ સોમૈયા "નીલ"