તારો અહેસાસ
એક સાંજ ની વાત તને કહું, શું એની લાલાશ હતી !
તારી એ વિખરયેલી ઝુલ્ફોં, જાણે એનો પાશ હતી.
રાહ જોતી ઊભી ક્ષિતિજે ખીલવા સંધ્યા ઉતાવળી;
એને પણ જાણે તારી પાંપણ ઝુકવાની આશ હતી.
લાગી એ વહેતી હવાઓ ફોરમતી ને મઘમઘતી;
ખૂબ એમાં ઓતપ્રોત, તારા શ્વાસોની સુવાસ હતી.
કોલાહલ જગ નો હાર્યો કર્ણ ને સ્પર્શવા ખૂબ મથી;
દુર રાખતી જે એને એ તારી વાતોની મીઠાશ હતી.
ચાંદ પણ શરમાતો હતો, દેખાતો ન'તો એ શેહ થી;
ચાંદની ને હરાવી દેતી, તારા મુખની નમણાશ હતી.
to be continue....