સમય સમય પર યાત્રા કરવી,
સમય ન મળે તો પણ કરવી.
જીવન એક સફર છે, એવું માનવું,
સમય પ્રમાણે આગળ વધવું.
- kaushik Dave
રૂપિયા પૈસા ના હોય તો પણ,
સ્વપ્નમાં તો સમય યાત્રા કરવી.
મનથી નીકળીને વિશ્વ ભ્રમણ કરવું,
સપનાના ઘોડા પર સવાર થવું.
જેટલું જોયું એટલું છે પુણ્ય,
પુણ્ય કમાવું નથી?તો પણ યાત્રા કરવી.
અનુભવ મેળવવા માટે પણ,
સમય યાત્રાના દ્વારે જાવું.
આંખો મીંચીને અંદર જાવું,
આત્માના અગોચર પ્રદેશોમાં ફરવું.
જાતને પામવા, જગતને સમજવા,
સમય સમય પર યાત્રા કરવી.
રોજિંદા કાર્યમાં થોડો વિરામ કરવો,
નવી ઊર્જાનો સંચાર કરવો.
યાત્રા એટલે પરિવર્તન જાણવું ,
યાત્રા એટલે જીવન જ જાણવું.
સમય સમય પર યાત્રા કરવી,
સમય ન મળે તો પણ કરવી.
- કૌશિક દવે
- Kaushik Dave