હું પોતે જ છું...
"મારી વાર્તા હું ખુદ છું, મારી વાતો હું ખુદ છું...
હું બીજાને શું કહું કેમકે મારો જવાબ હું ખુદ છું"
તારું મારું હું કોને કહું,કેમકે હું પોતે જ છું...
ગુસ્સો તો છે!પણ કોની પર કરું કેમકે હું પોતે જ છું...
તને હું શું કહું કેમકે હું જ સમસ્યા છું...
ગજબ છે આ ભણતર કોને કહું નથી ગમતું...
મારી વાતો હું કોને કહું અદ્ભુત છે આ વાતો,
અત્યંત લાગણી છે એ હું કોને કહું લાગણી હું પોતે જ છું..
મનભરીને કહેવું છે પણ કહું કોને...
સ્નેહનો દરિયો છે એ પણ કહે કોને કેમકે એ પોતે જ છે...
છે તો છે તારાથી સ્નેહ તું નય કરે કેમકે
હું પોતે જ છું...
કહેવાનો અર્થ કોઈ નથી દિલ થી કરુશું...
કારણ કે તું પોતે જ છે અનંત સુધી...