થઈ છે પ્રભાત ને જુઓ
ખીલ્યા રે ફુલડા!
પ્રભાતિયા ગાય માનવીને
કલરવ કરી પ્રભુ યાદ કરે પંખીડા!
ચણ ચણવા આવે સૌ પંખી ના ટોળા,
નાચે કૂદે ને કેવા બોલે પંખીડા!
થઈ છે પ્રભાત..........
સિંચુ હું બાગને પ્રીતે પાણીડા
દોડીને આવે કેવા પેલા પંખીડા!
છાંટુ હું તેમને પાણીના છાંટણા,
અડે પાણી ને કેવા કૂદે પંખીડા!
થઈ છે પ્રભાત.........
ખીલે પેલી નાની કળીને નાનેરા પાંદડા,
મીઠી મહેકાવે રૂડી ફોરમ રે ફૂલડા!
પાણીની છાંટથી નીતરે રે પાંદડા,
ફેલાવી પાંખો તેમાં નાવે પંખીડા!
થઈ છે પ્રભાત..........
નાચે કૂદે ને કેવા ઉડે પંખીડા,
લાગે તે કેવા એ રૂડા પંખીડા!
ફરે મારી આસપાસ કેવા એ ઉડતા,
સૌનો તે સૂર મને સંભળાવે પંખીડા!
થઈ છે પ્રભાત...…..........
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏