પહેલી વાર બાળગીત લખું છું
નાનું અમથું પતંગિયુ ને..
નાનું અમથું પતંગિયુ ને, લઈ ને આવે રંગ,
રંગોમાં હું ખોવાઈ જાઉં, લઈને મારો રંગ....
બેની અમે રમતા પતંગિયા ને સંગે,
ક્યારે આવે લાલ તો ક્યારે આવે પીળું,
જઈને અમે પૂછતા ક્યાથી લાવ્યો રંગ,
નાનું અમથું પતંગિયુ ને લઈને આવે રંગ...
ફૂલ પાસે જઈને એ તો ગપશપ કરે,
દોડી-દોડીને હું એને પકડવાને જાઉં,
મુજને એ થેંગો બતાવી ઉડી-ઉડી જાય
નાનું અમથું પતંગિયુ ને લઈને આવે રંગ...
માધવી આશરા ‘ખત્રી’