ઘસઘસાટ ભરનિંદ્રામાં સૂતો હતો.
અચાનક
વીજળીવેગે
આકાશમાં આકાશવાણી થઇ
પ્રશ્ન કર્યો ,
શું જોઈએ છે ?
કુબેરનો ધનભંડાર કે કામધેનુ ગાય ,
સ્વર્ગનું કલ્પવૃક્ષ ;
ઈન્દ્રનું ઇન્દ્રાસન ;
ભીષ્મ પિતામહ જેવું ઈચ્છામૃત્યુ ,
કર્ણ જેવી દાનવીરતા ,
યુધિષ્ઠિર નું સત્ય અને ધર્મ ,
ભીમ જેટલી શક્તિ ,
પવિત્ર અમૃત'જલ'
નકુલ જેવું 'રૂપ'
વિદુર ની નીતિ ,
કે
સહદેવનું જ્યોતિષી ત્રિકાળ જ્ઞાન .
બોલ...બોલ...બોલ...બોલ...
શું જોઈએ છે ?
આ સાંભળીને મારી આત્માએ
ખુબ ખુબ
વિચારીને પ્રત્યુત્તર આપ્યો .......
સુદામાનો મિત્ર અને પાર્થનો