ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
પ્રભુ તું પણ મુંજાતો હશે...??
...