ભોજભગતનો ચાબકો
*******************
મન તું ફરે છે મદમાતું રે,હરિનું ભજન નથી થાતું.
પાંચ તત્વનું પંડ રચાયું,રંગે રાતું-માતું,
જન્મારો કોઈ જીવશે નહીં,એ તો કાલે રે'શે જાતું રે
નિંદા સ્વરૂપી નદી બનાવી,નિત તેમાં ના'તું
એમાં તારું કઈ નહીં વળે હજી ગુરૂચરણે જાતું રે
ધંધામાં મુરખો ધ્યાન ધરે છે,ને ધર્મ નથી થાતું રે
ચારે દિશે મન ચંચળ ફરે છે,ઝાઝે ઠેકાણે ધા તું
ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે,એની આગળ છે વાતું રે.
જય ભૂતનાથ