ના જરા કોઇ પણ સગપણ છે.
છતાંય ગમતું અે અેક જણ છે.
કહ્યું શેક્સપીયરે નામમાં શું છે?
નામનું છતાં કેટલું વળગણ છે.
રિસાવું, મનાવવું ને ભુલી જવું.
પ્રેમમાં પણ કેટલી પળોજણ છે,
રંગ બદલતાં જોઇ સૌને 'નીર',
આવી ગઇ ઘણીયે સમજણ છે.
કોરાણે મુકો અહ્મને, પછી જુવો,
સબંધોમાં આવે કેવું ગળપણ છે.
નિરંજન શાહ 'નીર '