સાગર ને અહી કિનારા મળી જાય છે,
ભટકેલા મુસાફિર ને અહી મંજિલ
મળી જાય છે,
રાત ને અહી સિતારા,પરીથ્વી ને
અહી આકાશ મળી જાય છે,
નદિયો ને અહી વર્ષા ના નીર
મળી જાય છે,
નથી જનતા પતંગીયા અહી ફૂલો ની ખબર
છાતા પણ પતંગીયા ને
અહી ફૂલો ની સુવાસ મળી જાય છે,
જો હોય શ્રદ્ધા અને ભાવના તો દાનવ
ને પણ અહી ભગવાન મળી જાય છે,
છુપાયેલા છે ઘણા બધા શબ્દ આ
કુદરત માં એટલે જ તો કવિયો ને
અહી કવિતા મળી જાય છે …