કહે રાધા ઓરે કાન્હા તું બહુ નિષ્ઠુર રે
મુજને ભૂલ્યો ને વાંસલડી જ તારી નૂર રે...
એય વાંસલડી તું આમ શાને હરખાય રે
ન ભૂલ રાધાકૃષ્ણનો પ્રણય છે મશહુર રે...
પોલી છે તું રે ને બહુ શોર કેમ કરે રે
રે મારી શોક્ય બની એજ તારો કસૂર રે...
વાંસલડી બોલી સહેલો નહોતો સફર રે
કપાઇ હું,ઘડાઇ હું,શાને કહો મને ક્રૂર રે...
આર્કષાઇ ગોપિઓ,કૃષ્ણઘેલી બની રે
મારા પોલાણે જ વહેડાવ્યા સુરિલા સૂર રે...
પ્રભુના મુખ પર અમથી ન વિરાજતી રે
તૂચ્છ લાગતા કાષ્ઠે,કષ્ટ સહ્યા ભરપુર રે...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)