નદી વહે છે તો વહેવા દો,
પંછીને પાંજરામાંથી ઉડવા દો.
બાંધી રાખશો તો ડોહળાઇ જશે,
મુક્ત ઝૂમક ઝૂમક વહેવા દો,
પાંજરામાં જ નહિતર શ્વાસ રૂંધાઇ જશે,
વિહગને વાદળોમાં વિચારવા દો.
કુંવારીકા રહેવું હોય તો એની મરજી,
બાકી અસીમ સાગરમાં ભળવા દો,
સાંભળીલો એની મરજીની એક અરજી,
................................................
આ છેલ્લી પંક્તિ સુજતી નથી એટલે બાકી રાખી છે. જો કોઈને આ પંક્તિઓ વાંચી કાંઈ નવું સુજે તો કોમેન્ટમાં છેલ્લી પંક્તિ લખજો, હું તે ઉમેરી દઈશ.
- - કૃષ્ણ.