પ્રીત ની કેવી છે રીત નઈ, જ્યાં સંજોગ છે ત્યાં વિયોગ હોય જ!
ઘડીભરનો છપન્ન ભોગ આજીવન ઉપવાસ સમો લાગે,
ત્યારે થાય દિલ ને કે કાશ એ સંયોગભર્યા સમય સાથે સાજેદારી થઈ જાય કે હમેંશા રહે પ્રિયતમ સંગ સંજોગ મિલન ભર્યો,ના આવે કોઈ જ વિરહ વેદનાભર્યો,
પણ વિધાતા ને કંઈક ઓર જ હોય મંજુર ને નિયતિ તો કોઈની નથી ને બધાની છે પણ!
ખેલ છે આ નસીબ નો ,કારીશમો છે કુદરત નો!
કોઈ ને મનગમતું મળે છે, તો કોઈને જે મળે એને કરવું પડે મનગમતુ
કોઈ રડે ,કોઈ હસે તો કોઈ કરે આજીવન અટહાસ્ય,,
આખરે દરેક જીવ જીવે છે આવરદાને..
-Hin@