મજા
-/-/-/
આમતેમ રમવાની આ છે મજા
જેમતેમ રહેવાની કેવી મજા!
ગાન ગાય મહાનગર ઢંગ કે ધડા વગર,
તો ય તાળી પાડીને નાચવાની ચાખી મજા .
નામ નહિ,નેઠો નહિ. આજકાલ એક હોય.
પણ ને બણ છોડીને જોડવાની જે મજા.
છે કે નહિ ભાન વગર સાનતાન સાત છે,
જોઈ જગત ને ભગત ડાયા કે ગાંડાને
ભેટી પડી અચાનક માણી અંદર મજા.
જાવજાવ,રહેવા દો,ફેંકાફેંકી ભાષા*
સાંભળીએ એક બે ખીજવારીઝવા મજા.
હરીશ દાસાણી.
વડોદરા.
22/06/2026
સોમવાર.
07/28