બગદાદ
બગદાદ' નામનો અર્થ 'ન્યાયનો બગીચો' (બાગ-એ-દાદ) થાય છે? હારૂન અલ-રશીદના ન્યાયી શાસનની આ એક સુંદર ગાથા છે.
અમુક પાટનગરોનાં નામોનો ચોક્કસ અર્થ થાય
છે. દા. ત. ટાન્ઝાનિયાના પાટનગર માટે પસંદ
કરાયેલો દાર-એ-સલામ શબ્દ અરબી ભાષાનો છે, જેનો
અર્થ ‘શાંતિનો આવાસ’ થાય છે. એ જ રીતે ચીનનું બીજિંગ
(પેકિંગ) એટલે ‘ઉત્તરી રાજધાની' જે ખરેખર અગાઉના
પાટનગર નાનકિંગની ઉત્તરે છે. ઇરાકના પાટનગર બગદાદનું
નામ પણ આવો જ ચોક્કસ અર્થ સૂચવતું હોવાનું કહેવાય
છે
ઇ. સ. ૭૬૨ માં બગદાદ નગરનો પાયો જ્યાં નખાયો એ
પ્રદેશ ઇરાકનો નહિ, પણ ઇરાનનો હતો. નગરનું
અસલ નામ જુદું હતું. થોડાં વર્ષ પછી ૭૮૬ માં ‘અરેબિયન
નાઇટ્સ'વાળો હારૂન અલ-રશીદ તે
નગરનો અને તમામ મુસ્લિમ
જગતનો ખલીફા બન્યો.
ઇરાકનું રાજકીય શાસન તેને
હસ્તક આવ્યું. રાત્રે વેશભૂષા
બદલીને અવારનવાર
નગરચર્યાએ નીકળી પડતો
હારૂન દર સપ્તાહે નગરના
મુખ્યબગીચામાં લોકદરબાર
પણ ભરે, જ્યાં
પ્રજાની ફરિયાદોને
અચૂક દાદ મળતી
હોવાને લીધે એ
બગીચો પર્શિયન
ભાષામાં ‘બાગ એ
દાદ' તરીકે ઓળખાયો.
અને વખત જતાં
નગર પોતે એ નામે
જાણીતું બન્યું.
ઉચ્ચાર ટૂંકાયો ત્યારે
બગદાદ નામનો
સિક્કો જામ્યો.
https://www.facebook.com/share/p/1BfQsPadQ5/