શિવ શિવ ઉચ્ચાર મનવા.
તજીને વિષય વિકાર મનવા.
શિવ સમા ન દાતાર મનવા.
થાશે બેડો પાર મનવા.
શરણ એનું સ્વીકાર મનવા...1
દોષો તારા હજાર મનવા.
દયાળુ શિવ સરકાર મનવા.
રાખ એનો આધાર મનવા...2
જીવન નૈયા તાર મનવા.
સફળ કર અવતાર મનવા.
શિવ સમા ન તારણહાર મનવા..3
આપે હરજી આવકાર મનવા.
ટળી જાય દોષ હજાર મનવા.
માનવ જન્મ સુધાર મનવા...4
ચૈતન્ય જોષી 'દિપક'પોરબંદર.